Pentagon - 3 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | પેન્ટાગોન - ૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પેન્ટાગોન - ૩

(જંગલમાં વાઘનો શિકાર કરવા જવા માટે તૈયાર થયેલા ચારેય ભાઈબંધ સન્નીને મોંઢે માસ્ક ચોંટી ગયું અને પછી એને ખેંચીને કાઢવા જતા એ નીચે પડીને તૂટી ગયું એ જોઈ અચંબિત હતા. હવે આગળ...)

બધાની નજર પડીને તૂટી ગયેલા માસ્ક ઉપર ચોંટી હતી. શું બની ગયું? કેવી રીતે બની ગયું એ એક જ વિચાર સૌના મગજમાં ચાલી રહેલો સિવાય એક સન્ની. એ હસી રહ્યો હતો. બધાને પૂતળાની જેમ સ્થિર ઊભેલા જોઈને એ જોર જોરથી હસી પડ્યો...

“મજાક હતી ભાઈ!" હસવાનું માંડ માંડ રોકીને એનાથી આટલું બોલી શકાયું.

સાગરે સન્નીનો કોલર પકડી એને પોતાની તરફ ખેંચતા કહ્યું, “છટકી ગયું છે સાલા? તારા નાટકને લીધે આ એક માસ્ક તૂટી ગયું."

“પણ એ એના મોઢા પર ચોંટી કેવી રીતે ગયેલું?" રવિ હજી શંકાશીલ નજરે પૂછી રહ્યો હતો.

“સિમ્પલ વાત છે રવિ. જ્યારે સાગરે ખેંચ્યું ત્યારે સન્નીએ જ એને એના ચહેરા નજીક પકડી રાખેલું." કબીરે અકળાઈને કહ્યું, “હવે બધા સિરિયસ હોય તો આપણે જે કામ માટે અહીં આવ્યા છીએ ત્યાં જવા નીકળીએ?"

“એક મિનિટ કબીર પણ જે વાતો તું કહી રહ્યો છે એ ખરેખર સાચી છે? આઈ મીન આજના જમાનામાં આવી બધી વાતો પર વિશ્વાસ કરવો થોડું મુશ્કેલ નથી લાગતું? માતાજી, રાક્ષસ અને વાઘ આ બધું કોઈ પૌરાણિક વાર્તામાં આવે તો વાંચવું ગમે પણ વાસ્તવિક જીવનમાં આ પોસીબલ છે?" રવિએ પાછી શંકા કરી.

“આ મહેલ મારા ડેડી એ ખરીદ્યો એની પહેલા રાજા સાહેબ અહીંયા રહેતા હતા. આ મહેલમાં એમની પેઢીઓની પેઢી રહી ચૂકી છે. કેટલાય રૂમમાં કેટલીક સદીઓ જૂની કિંમતી મૂર્તિઓ અને વસ્તુઓ પડી છે. એવા જ એક મોટા પટારામાંથી મને એક કવર મળેલું જેમાં આ બધી વિગતો લખેલી હતી. રાજાશાહેબના કુટુંબમાંથી જ કોઈએ એ લખેલું અને એ લખાણ એટલું બધું જૂનું પણ નથી કેમકે એની નીચે એક વેબસાઈટનું નામ આપેલું હતું જ્યાંથી વધારે માહિતી મેળવી શકાય. મેં એ વેબસાઈટ પર સર્ચ કરેલું અને ત્યારબાદ જ અહીં આવીને એ વાઘનો શિકાર કરવાનું નક્કી કરેલું."

“એક મિનિટ કબીર પણ તને જ એ કવર કેમ મળ્યું? આઈ મીન તારા ડેડી કે બીજા કોઈને નહિ અને તને જ કેમ?" રવિએ ફરી શંકા કરી.

“મને જ એ કવર મળ્યું કેમ કે હું એ શોધતો હતો! બાકીના કોઈને એ કાટમાળમાં રસ નહતો જ્યારે મને એ કાટમાળ જ રોમાંચ દેખાતો હતો." કબીરે ઊંચા અવાજે કહ્યું હતું.

“યા... કાટમાળમાં રોમાંચ. ખરેખર તને જ આવો વિચાર અને આઈડિયા આવી શકે ભાઈ. મિત્રો આપણને બધાને મજા આવે છે કંઇક નવું, કંઇક નોખું કરવાની. કબીરના મનમાં પણ a મહેલમાં આવીને પહેલો વિચાર એ જ આવ્યો હશે જે મને આવેલો," સાગરે કબીરની વાત આગળ વધારી અને બધાની સામે જોઈ થોડીવાર અટક્યો.

“કોઈ છુપો ખજાનો કે એને શોધવાનો નકશો મળી જશે, એ જ વિચાર મને આવેલો!" સન્નીએ કહ્યું.

“કે પછી કોઈ ભોંયરું જેનો છુપો રસ્તો આપણે ખોળી કાઢીએ છીએ..!" સાગરે હસીને કહ્યું.

“ખજાનો કે એના વિશે કોઈ માહિતી હજી સુધી નથી મળી પણ મને આ કવર મળેલું અને એમાંથી જ આ વાઘ વિષે જાણવા મળ્યું. એનો શિકાર કરવાની મજા આવશે જ બાકીની શક્તિઓ મળે છે કે નહિ પાછળથી જોયું જશે." કબીરે કહ્યું અને એની બે નાળી બંદૂક ખભે ભરાવી એ તૈયાર છે એમ બધાને જણાવી દીધું.

“કોઈ નિર્દોષ પ્રાણીની આપણે હત્યા તો નથી કરી રહ્યાં ને? આમેય વાઘનો શિકાર કરવો ગેરકાનૂની છે. પકડાઈ ગયા તો લાંબા થઈ જવાના કોર્ટના ચક્કરમાં.." રવિએ એના જેકેટની ઝીપ બંધ કરતા કહ્યું અને એ પણ તૈયાર છે એનો સંકેત આપી દિધો.

“પહેલા જંગલમાં જઈએ. ત્યાં ખરેખર આજના દિવસે વાઘ આવે છે કે કેમ એ પણ આપણે નથી જાણતા. ફિર જો હોગા સો દેખા જાયેગા!" કબીરે એનો હાથ લંબાવી આ વાક્ય કહ્યું અને બધાએ એ હાથમાં પોતાનો હાથ મૂકી જોરથી ચિચિયારી પાડી.

રાતના અગિયાર વાગીને ઉપર કેટલીક મિનિટો પસાર થઈ ગયેલી. ચારે ભાઈબંધ અને સાથે આવેલો હવેલીનો નોકર રઘુ જંગલમાં વધારે ને વધારે આગળ વધી રહ્યા હતા. ગીચ ઝાડી વચ્ચે થોડે આગળનું જોવામાં પણ તકલીફ પડી રહી હતી. ચાંદની રાત હોવાથી જંગલમાં ચારેબાજુ ઝાંખું અજવાળું ફેલાયેલું હતું. કેટલાક મોટા ઝાડમાંથી ચળાઈ ને નીચે આવી રહેલી ચાંદની અનુપમ દ્રષ્ય ખડું કરતી હતી, પણ જંગલની સુંદરતા માણવાને બદલે આ યુવાનો કંઇક શોધી રહ્યા હતા...વાઘ નામના વિકરાળ પ્રાણી ને, જે ખરેખર કોઈ રાક્ષસ છે એમ જાણીને મજા પણ આવતી હતી અને એક છુપો ડર પણ લાગતો હતો.

ગાડી એક બાજુ મૂકી દેવી પડેલી. આ ગીચ ઝાડીમાં એને લઈને જવું શક્ય નહતું. ઉપરાંત એના અવાજથી વાઘ દૂર ચાલ્યો જાય તો આજની મહેનત નક્કામી પડે. ચાલી ચાલીને થાકી ગયેલો જાડિયો સન્ની આખરે એક મોટો પથ્થર જોઈને એના પર બેસી પડ્યો,

“અરે રૂકો યાર! મારાથી નથી ચલાતું હવે. આ વાઘ તો ક્યાંય નથી. વાઘ તો છોડો એક હરણ કે રીંછ પણ નથી દેખાયું. વાંદરા અને જંગલી કૂતરા સિવાય આજના ભારતીય જંગલોમાં કોઈ જાનવરો બચ્યા છે જ ક્યાં?"
સન્નીની વાત સાંભળી બધા ચૂપ રહ્યા. રવિએ એની બોટલ ખોલી પાણી પીધું. સાગરે ગજવામાંથી બિયરની નાની બાટલી કાઢી મોંઢે માંડી.

“સાગર અત્યારે નહિ યાર! આવી હાલતમાં તને નશો કરવાનું કેમનું સૂઝે છે?" રવિએ સાગરને ટોક્યો.
“ભાઈની ફાટતી હશે, પીવાથી થોડી હિંમત આવી જાય!" સન્નીએ મજાક કરી અને રવિ હસી પડ્યો.

“કોની કેટલી અને ક્યાં ક્યાં ફાટે છે એ તો વાઘ નજરે ચઢે કે તરત ખબર પડી જવાની." સાગરે વળતો જવાબ આપી બોટલ બંધ કરી પછી ગજવામાં મૂકી.

“શ... અવાજ આવે છે! ધ્યાનથી સાંભળો!"

કબીર એકદમ ધીમેથી બોલ્યો અને અવાજની દિશામાં હાથમાં બંદૂક લઈ આગળ વધ્યો. એની પાછળ જ સાગર પણ દોરવાયો.

“તને અવાજ સંભળાયો?"

રવિ હજી પૂછી જ રહ્યો હતો અને સન્ની ફટાક કરતો ઊભો થઈ ગયો અને પેલા બે ની પાછળ ભાગ્યો, “અલ્યા ઊભો તો રે...મને લીધા વગર ક્યાં ભાગ્યો" એમ બૂમ પાડતો રવિ પણ પાછળ ભાગ્યો.

આગળ જંગલ વધારે ગીચ હતું. અહીં અંધારામાં જોવું મુશ્કેલ બની રહ્યું.

“સાગર સામે જો..."

કબીરે હોઠ ફફડાવી એકદમ ધીમેથી કહેલું. સામે એક ઝાડ નીચે અંધારામાં બે નાની ગોળીઓ જેવી લાઈટ ચળકતી દેખાઈ રહી હતી. એ કોઈ રાની પશુની આંખો હતી કે અંધારામાં એમને જ જોઈને ચમકી રહી હતી.
કબીર એની વધારે પાસે જવા ઈચ્છતો હતો. એણે ધીરેથી કદમ આગળ વધારતા બરાબર નિશાન મળે એમ નજીક જવાનું નક્કી કરેલું. સાગર બંદૂક સાથે તૈયાર હતો.
અચાનક વાતાવરણ શાંતિને ખળભળાવી દેતી વાઘની ત્રાડ સંભળાઈ અને એ વાઘ એની જગ્યાએથી હલ્યો હતો. ગભરાઈ ગયેલા સાગરે ગોળી ચલાવી...

"ધાય..ધાય..." કરતા બે રાઉન્ડ ફાયર થયેલા અને વાઘની આંખો જાણે બંધ થઈ ગઈ.

રવિએ એના ગજવામાંથી નાની ટોર્ચ કાઢીને અજવાળું કર્યું. બધાની આંખો ફાટીને ફાટી રહી ગઈ.એમની આંખો જે કોઈ રહી હતી એની ઉપર વિશ્વાસ કરવો શક્ય નહતો પણ એ હકીકત હતી.

ત્યાં એક નકલી વાઘનું પૂતળું મૂકેલું હતું. બાજુમાં એક નાનું ટેપ રેકોર્ડર હતું જેમાંથી વાઘનો અવાજ આવી રહ્યો હતો. બધા અવાચક થઈને એ વાઘના પૂતળાને જોઈ રહેલા. કોઈએ એમને ઉલ્લુ બનાવ્યા હતા એમાં હવે કોઈ શંકા નહતી. પણ શા માટે? રઘુ ક્યારનોય ગાયબ હતો. એ ક્યારે અને ક્યાં ચાલી ગયો?

બાકીના ત્રણેય મિત્રો વાઘના પૂતળાને પાસે જઈને જોઈ રહેલા ત્યારે કબીર ત્યાંથી આગળ નીકળી ચૂકેલો. એને લાગ્યું જાણે કોઈ એનો વિડિયો ઉતારી રહ્યું હતું અને એ વ્યક્તિ એમની આગળ આગળ જ હતી. એક નાનકડો અણસાર આવતા એ ભાગ્યો હતો એક યુવતી પાછળ....