છૂટાં છેડાં ભાગ ૨
🔹અહીંયા વાત કરીએ આપણે એક પુરુષ લગ્ન કરવાં માગે છે. અને એની વિચારસરણી કંઇક એવી છે જેવી સ્ત્રી મળે એવી બસ પરણી જવું છે. કાળી, ગોરી, જાડી,પાતળી,છૂટાં છેડાં વાળી, વિધવા કોઈ પણ ચાલશે ફક્ત બાળક ને જન્મ આપી શકે એવી હોવી જોઈએ.
હવે અહિયાં હું એક વસ્તુ પર ખાસ કહેવા મગીશ કે..
🔸છૂટાં છેડાં થયેલી સ્ત્રીઓ ને, લોકો ની જોવાની એ સ્ત્રી માટે વિચારવાની કંઇક અલગ માનસિકતા હોય છે.જ્યારે કોઈ છોકરો કોઈ છૂટાં છેડાં થયેલી સ્ત્રી ને જોડે લગ્ન કરવા નું વિચાર કરે છે. ત્યારે એ માણસ(અમુક) એ સ્ત્રી ને એવું જતાવે છે કે એ કોઈ ઉપકાર કરી રહ્યો છે, એક છૂટાં છેડાં લીધેલી સ્ત્રી ઉપર.અહીંયા સમજો કે એ પુરુષ નાં મનમાં એ સ્ત્રી માટે કોઈ માન નથી.એનાં પાસે કોઈ સારો વિકલ્પ નથી એટલે સમાધાન કરે છે.મારું કહેવું છે આવા પુરુષો ને કે ભાઈ કુંવારા રહેવું સારું કારણકે તમને જે અહમ અને અહંકાર છે. એ ખોટો છે.સબંધો મન થી બંધાય છે. અને અમુક સબંધો જરૂરત થી બંધાય છે. અને જરૂરી નથી હોતું કે સામેવાળી સ્ત્રી તમારા જરૂરત વાળા સબંધ ને હા કરે.
સમાજ નાં લોકો પણ છૂટાં છેડાં વાળી સ્ત્રી ને હંમેશાં જજ કરે છે. અગર તમારે જજ કરવું છે તો સ્ત્રી અને પુરુષ બંન્ને વ્યક્તિ ને જજ કરો.આપણને કોઈ વસ્તુ ની પૂરી જાણકારી હોતી નથી. એક પક્ષ ને સાંભળીને આપણે એ વ્યક્તિ ને જજ કરવાં માંડીએ છે.પુરુષો ની માનસિકતા છૂટાં છેડાં વાળી સ્ત્રીઓ માટે હંમેશાં નાં હોય છે.અને હા તો મજબૂરી માં હોય છે. તો આવી માનસિકતા ધરાવનાર પુરુષો ને પોતાની જાત ને પહેલાં જોવી જોઈએ. હું શું છું? એક સ્ત્રી તો લગ્ન કર્યા અને છૂટાં છેડાં થયાં અને એનું કુવારા પન ગયું છે.જ્યારે એક પુરુષ તો લગ્ન પહેલેથી જ સેક્સ એન્જોય કરી લીધું હોય છે. કેટલી છોકરી અને સ્ત્રીઓ જોડે એની જાણકારી ફક્ત એણે હોય છે.
🔸 માનસિકતા પર આધાર હોય છે, સબંધો નો ! જો બે માણસ નાં વિચારો મળે તો એમનું જીવન સાથે નીકળવું સહેલું થઈ જાય છે.અત્યારે પાછું અમુક લોકો ને સીધી સાધી ભોળી ભાળી સ્ત્રી જોવે છે. જેનાં પોતાનાં કોઈ વિચારો નાં હોય, જો પોતાનું દિમાગ વાપરતી નાં હોય અને પતિ અને સાસરી વાળા જેટલું કહે એટલું કરે.કહેવાનો મતલબ છે, ટોટલ કંટ્રોલ માં રહે એવી સ્ત્રી જોતી હોય છે.
🔹આવી વિચારધારા રાખવી તદ્દન ખોટું છે.પ્રત્યેક માણસ નું પોતાનું અસ્તિત્વ છે. હર એક માણસ અને એની વિચારધારા અલગ છે.બધાના જીવન ને જીવવવાના તરીકા અલગ છે. કોઈ નું અસ્તિત્વ છીનવી લેવાની વાત ગલત છે. સ્ત્રીઓ પારકા ને પોતાનાં બનાવી લે છે. તો એક પુરુષ કેમ નહિ ?
🏵️એક પુરુષ ની પોતાનાં પત્ની પાસેથી આશા છે, કે એની પત્ની એનાં કાકા,કાકી,મામાં મામી, માસા માસી વગેરે વગેરે લોકો ને પગે લાગે એમણે માન આપે. અને જો આ આશા એક સ્ત્રી પોતાનાં પતિ પાસેથી રાખે છે. તો એમાં ખોટું શું છે.
🏵️એક સ્ત્રી પોતાનાં માતાપિતા ની જેમ પોતાનાં સાસુ અને સસરા ને રાખે. તો એવી આશા એક પત્ની કેમ નાં રાખી શકે પોતાનાં પતિ પાસેથી.એક સ્ત્રી તમારી બધી આશાઓ પર ખરી ઉતરશે અને ઉતરવી જોઈએ.
⌛એક છોકરી માતાપિતા નાં ઘરે પોતાનાં મન પ્રમાણે જીવન જીવ્યું હોય છે.કોઈ પણ જાતનાં ડર અને સંકોચ વગરનું જીવન પસાર કર્યું હોય છે.નવું ચપ્પલ પગ માં પહેરવાથી વાગે છે. થોડાં દિવસ પછી આપણને એ ચપ્પલ ની ટેવ પડે છે. એમજ છોકરી ને પણ થોડો સમય લાગે નવા ઘર ને અપનાવવામાં.
🔹હવે મારું કહેવું એમ છે કે જરૂરી નથી હોતું કે એક સ્ત્રી તમે રાખેલી એની પાસેથી બધી આશાઓ એ પૂરી કરી શકે.
🔸તમે આશા રાખો કે તમારાં હિસાબે કપડાં પહેરે, તમારા હિસાબે બેસે, તમારા હિસાબે બોલે,તમારા હિસાબે કામ કરે. તો આવી વિચારસરણી વાળા લોકો સમજે કે તમે એક રોબટ ખરીદી લો પત્ની નાં રૂપ માં એ સારું રહેશે.😜 ક્યારે બધાં પોતાનાં હિસાબે લાગતાં બદલાવ એનાં પર થોપી દેવા ગલત છે.
🔹નાના મોટા બદલાવ એ પણ લાગશે કયરેક તમારું માન રાખવા માટે એનાં મન ને નાં ગમતું પણ કરી લેશે, પરંતુ એણે બહુ પ્રેમ થી પોતાની દીકરી ની જેમ અપનાવી તો જોવો
🔹સબંધો પણ give and take છે....જેટલું તમે આપશો , એટલું તમને મળશે. સામેવાળો અગર માણસ છે તો એણે પ્રેમ થી જીતી શકાય છે.
કહેવાનો મતલબ છે તમે ઘર ની વહુ પાસેથી એટલી બધી આશાઓ નહિ રાખો કે, એ બધું કરી લેશે. એ પણ તો હમણાં પરણી ને આવી છે. તરત જ તમરા રિવાજો, નીતિ નિયમો નઈ સમજમાં આવે.
🔸તમે કોઈ દીકરી ને વહુ બનાવી લઈ આવ્યા પછી એ કેમ ભૂલી જાઓ છો, કે આજે વહુ બની છે. અને એનાથી પહેલાં એ દીકરી હતી. દરેક લોકો એ સમજે કે આ પણ મારી દીકરી છે, તો સાસરી દીકરી ને સાસરી નહિ પણ પિયરિયું લાગવા માંડી જાય છે.
હવે વાત લઈએ કે અમુક પ્રકારનાં લોકો આપણાં પનારે પડી જય છે..
જ્યારે આપણાં પનારે અમુક માણસો જેવા લોકો નહીં, પરંતુ એક નંબર નાં સ્વાર્થી લોકો પનારે પડે છે.જેને બસ પોતાની મરજી ચલાવી હોય છે. જે નાના મોટાં સમાધાન નાં કરી શકતાં હોય. જેનો અહમ એટલો મોટો હોય કે પોતાનાં જાત ની આગળ બીજા લોકો કંઇજ નથી આવી માનસિકતા ધરાવનાર પણ હોય છે.આવા લોકો બેહદ જિદ્દી હોય છે સ્વભાવે. અને પોતાની મરજી ચલાવી ને રહે છે. આવા લોકોના સ્વભાવ ની ખાસિયત એ હોય છે કે કોઈનું ક્યારે માનવું નહિ. કોઈ માટે ક્યારેક પણ તરત available રહેવું નહિ.અને બધી રીતે બધાં ને mainuplate કરીને પોતાની મરજી ચલાવી. બધાં ને પોતાનાં કંટ્રોલ માં રાખવા કે એ જેટલું કહે એટલું કરવાનું. એ જેમ કહે એમજ કરવાનું.
આવી વહુ તમને મળી હોય તો બચીને રહેજો સાહેબ. કારણ કે તમારું કોઈ અસ્તિત્વ અહીંયા બચશે નહીં....
અમુક લોકો ની બહુ ખરાબ આદત હોય છે, સરખામણી કરવાની. કે પેલા કાકા નાં દીકરાની વહુ કેટલી સરસ છે, દેખાવ, સ્વભાવે બધી રીતે.
મારું કહેવું છે કે સરખામણી ક્યારે પણ તમારા બાળકો હોય કે તમારી પત્ની હોય, કોઈ પણ વ્યક્તિ ની સરખામણી બીજા વ્યક્તિ જોડે કરવી નહિ. સરખામણી કરવાથી તમારા સબંધો તમારું પતિ અથવા તો પત્ની જે પણ જેની સરખામણી કરે છે, એ ક્યાંક ને ક્યાંક એકબીજા ને પોતાનાં લાયક નથી સમજતા હતા.
⌛જ્યારે પણ સ્ત્રી અને પુરુષ સગાઈ કરે ત્યારે પહેલાં થી પહેલો વિચાર એ નાં આવવો જોઈએ કે તમે બન્ને એકબીજાના લાયક નથી. આ વસ્તુ મૂળ છે, આગળ થતાં બધા સવાલો નું. જો મૂળ મજબૂત હશે તો સબંધ નું જાડ વર્ષો વર્ષ મજબૂતાઇ થી ટક્યું રહેશે.નહિ તો કોઈ પણ પ્રકારની વાતાવરણ માં થતો નાનો બદલાવ તમારો સબંધ ક્યાંક ફેકાઈ જશે.
મન મળી ગયા હોય તો કોઈ કારણ બનતું નથી છૂટાં છેડાં થવાનું. માટે મન મળે ત્યાં પરણવું જોઈએ. પરણવું એ કોઈ સમાધાન માટે નહિ. પરંતુ મન થી હા તું મને ગમે છે માટે મારે તારા જોડે પરણવું છે. બન્ને પક્ષ નો આવો જવાબ હોવો જોઈએ.