આજે
આકાંક્ષા ખૂબજ ખુશ છે કેમ કે આજે આકાંક્ષા માટે મહત્વ નો દિવસ છે એટલે કોલેજ માટે નીકળે છે. આકાશ તમે હજુ તેેને
મળ્યા નથી.
આકાંશા હજુ તો તમે માંડ સત્તર વર્ષ પુરા કરી અને અઢાર માં વર્ષ માં યુવાની માં ડગ માંડતા હતા. તમારે મન તો એક અદભૂત વસ્તુ હતી કોલેજ. જેના વિશે સાંભળી ને તમે ખૂબજ પ્રભાવિત થયા હતાં.અને આજે એ દિવસ આવી ગયો હતો આકાંક્ષા.....
તમે ખૂબજ સરસ રીતે તૈયાર થઈ નજીકના બસ સ્ટોપ પર બધાજ કોલેજીયન યુવક યુવતીઓ સાથે બસ ની રાહ જોતા ઊભા છો અને અચાનક તમારી સામે એક વેહિકલ આવીને ઊંભુ રહે છે અરે! આ તો ખુશી છે. તમારી ખૂબજ ખાસ ફ્રેન્ડ જેને ફાસ્ટ ફ્રેન્ડ કહી શકાય તેવી ફ્રેન્ડ અને અનાયાસે તેનું એડમિશન પણ તમારી કોલેજ માં જ થયું છે. તે તમને કોલેજ સાથે લઈ જાય છે અને રસ્તા માં સ્કુલ ની વાતો માં તમારો રસ્તો પસાર થઈ જાય છે.
ખુશી એટલે સાચા અર્થ માં તેના નામ ને સાકાર કરતી વ્યક્તિ અને આકાંક્ષા એટલે એક એવી રચના કે જેને જોયા પછી કોઈ પણ એના પ્રેમ માં પડ્યા વગર ના રહી સકે એવી વ્યક્તિ. ખૂબજ સરળ પણ ચંચળ અને અપ્રતિમ સૌન્દર્ય નો પર્યાય એની મોટી બદામી આંખો ના ભાવ એક નિર્દોષ બાળક જેવા અને એના દ્વારા બોલાયેલા શબ્દો માં કોઈ અલગ જ મીઠાસ હતી. બઉ બધા સપના લઈ નીકળેલા તમ કોલેજ જઈ ને તમે તમારા સાયન્સ સ્ટ્રીમ ના ડિવિઝન ને શોધી ક્લાસ માં જાવ છો તો થોડું લેટ થતાં ક્લાસ ચાલુ થઈ જાય છે તમારી હાજરી ની કોઈ ખાસ નોંધ લેતું નથી અને તમને પણ કોઈ ખાસ દેખાતું નથી અને તમને આજ ના દિવસ માં ખાસ કંઇ મજા આવતી નથી અને કોલેજ નો આ દિવસ પૂરો કરી ઘરે જઈ ઘર ના કામ માં પરોવાઈ જાઓ છે અને બીજા દિવસ ની તૈયારી કરી બેડ પર આવો છો તમને તો અંદાજો પણ નઈ હોય કે આજ થી બરાબર બે મહિના પછી તમારી ઊંઘ હરામ થઈ જવાની છે અને તમે ખૂબજ મોટી અને મીઠી મુશ્કેલી માં મુકવા ના છો.તમને પેહલા થી ડાયરી લખવાનો શોખ હોય છે ન આજ નો fitst day તમારા માટે મહત્વ નો હોય છે પણ આવી કોઈ ઘટના નથી બનતી કે તમે એને ડાયરી માં લખી સકો . અને બીજી સવાર પડે છે
તમને તો ખબર પણ નથી પણ આકાશે તો તમને પેહલી જ નજર માં પસંદ કરી લીધા હતા. અને આ વાત થી તમે અજાણ હતા. બીજા દિવસે તમારી નજર આકાશ પર પડે છે અને તે તમને અપલક નેત્રે નિહાળી રહ્યાં હતાં એથી તમે એક અણગમા સાથે મોં ફેરવી લો છો.તમને સામાન્ય છોકરી ની જેમ માત્ર બાઇક લઇ બિન્દાસ ફરતા તથા સ્ફટિકી ચેહરોવતા અને ડહોળુ જીવન જીવતા છોકરા પસંદ નથી તમારી પસંદગી તો સામાન્ય જીવન જીવતા તથા કોઈ પણ મુશ્કેલી નો સામનો કરવા સક્ષમ તથા સાચો પ્રેમ કરનાર જ છે જે કોઈ પણ પરિસ્થિતિ મા સત્ય નો સાથ આપે. છતાં પ્રથમ દ્રષ્ટી એ આકાશ ની નોંધ નથી લેતા અને મોં ફેરવી લો છો. એથી આકાશ સમજી લે છે કે એ તમને બીલકુલ પસંદ નથી. અને એમના એક માત્ર ફ્રેન્ડ કે જેમનો પણ પ્રથમ દ્રષ્ટી નો કળશ તમારી પર જ ઢોળાયેલો છે તેમણે તમારી સાથે વાતચીત કરવાનો મોકો શોધવા લાગ્યો.જેમનુ નામ ખુશાલ હતું. ઘરે આવી ને કોફી નો મગ લઈ તમારી ફેવરીટ જગા પર આઇ ને બેઠા છો. તમારા પ્લાન્ટ પણ તમને જોઈ ને જાણે ખુશ થઈ જાય છે અને આજે તમે તમારી ડાયરી માં લખો છો.
પ્રેમ કહો છો તમે જેને એ માત્ર છળ તો નથી ને.
મૃગ દોડે છે પાછળ જેની એ ઝાંઝવા ના જળ તો નથી ને.
અમૃત સમજે છે દુનિયા જેને તે જીવન ના તળ તો નથી ને..
ખારાશ કહે છે દુનિયા જેને એ દરિયા નું બળ તો નથી ને......
ભાગ-૧