Laganio chetrai - 1 in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | લાગણીઓ છેતરાઈ - 1

Featured Books
Categories
Share

લાગણીઓ છેતરાઈ - 1

*લાગણીઓ છેતરાઈ*. વાર્તા... ૧૫-૧-૨૦૨૦

એકાંતને બેસાડીને ટેરવે , મેં સમયને ગણી લીધો ,
જિંદગીએ નવો પાઠ ભણાવ્યો ને મેં હર્ષ ભેર ભણી લીધો.
મારી સમજાતી નથી લાગણીઓ કોઈને.. દર વખતે બધાં ની નજર માં હું જ ગુનેગાર અને નકામી સાબિત થવું છું..
આમ જ તમે ધારી લો છો એમાં વાંધો જ નથી. પણ તમે ધાર્યુ એ જ સાચુ છે તેમ માની લો છો વાંધો ત્યાં આવે છે મને કારણ કે મારી લાગણીઓ તમને કેમ સમજાતી નથી??? એ જવાબ હજુ પણ મને જડતો નથી...
મોસમી રસોઈ ઘરમાં બધાં માટે રસોઈ કરતી હતી... મોસમી ને કુલ આઠ માણસો ની રસોઈ કરવાની... બધાં ની પસંદગી અલગ અલગ હતી...
કાલ રાત્રે છોલે ચણા, પૂરી, ટામેટાં નો સૂપ અને પૂલાવ બનાવ્યો હતો અને નણંદ માટે અલગથી આખાં મગની ખિચડી અને બટાકા નું રસાવાળુ શાક બનાવ્યું...
અત્યારે સસરા રમણભાઈ મોસમી પર ઘાંટા પાડીને બોલી રહ્યા હતા કે મા બાપ ને ઘરે થી શિખીને નથી આવી... કાલ રાત ની રસોઈ માં કંઈ ભલીવાર નહોતો...
સાસુમા રક્ષા બેન પણ જોડે સૂર પૂરાવીને બોલતાં હતાં એનાં કરતાં તો નાતની લાવ્યાં હોતતો આજે આપણે સુખી હોત...
આવાં દિવસ જોવા ના પડત...
બાકી હતાં તે નણંદ કિરણ બેન પણ બોલવા લાગ્યા..
બધાં બહારના રૂમમાં થી મોસમી ને બોલતા હતા...
મોસમી સહેમી ડરતાં રસોઈ કરતી હતી...
એ જવાબ આપે તો શું આપે.
પોતાના બચાવમાં જો એક શબ્દ બોલે તો ત્રણ જણાં ટૂટી પડતાં...
બહારથી ઘાંટા સાંભળીને બેધ્યાનપણે રસોઈ કરતાં મોસમી દાઝી ગઈ હાથે..
એણે ઓ મા રે કહીને ..
પોતાના જ મોં પર હાથ દાબી દિધો જેથી બહાર ખબર ના પડે નહીં તો વધારે સાંભળવું પડે કે રસોઈ કરતાં જોર આવે છે તો આવાં નાટક કરે છે....
નળ નીચે હાથ ધરી મોસમી આંખના આંસુ લૂછી રહી..
એણે નિકુંજ ને મેસેજ કર્યો..
કોઈ રિપ્લે ના આવતાં..
થોડા થોડા સમયમાં ત્રણ થી ચાર મેસેજ કર્યા...
તો નિકુંજ નો મેસેજ આવ્યો...
હું મિટીંગ માં છું પછી વાત કરું..
મોસમી એ ગરમ ગરમ રોટલી બનાવી બધાં ને જમવા બેસાડી દીધા...
બધાં જમીને પોત પોતાની રૂમમાં જતાં રહ્યાં...
મોસમી એ નણંદોઈ નું ટીફીન ભરીને મોકલાવી દીધું કારણકે સાસુ સસરા ને નણંદ બહું જ વ્હાલા હતાં તો ઘરજમાઈ જ શોધ્યા હતા...
અને પોતે એક ગ્લાસ પાણી પીને ઉપર રૂમમાં જતી રહી..
અને બારણું બંધ કરી ને રડી રહી...
હજુ ય નિકુંજ નો ફોન નહોતો..
રડતાં રડતાં એ દિવસો ને યાદ કરી રહી...
એ ઉતરાયણ નો તહેવાર હતો અને મોસમી અને એનો નાનો ભાઈ જતન એનાં મોટાં કાકા ની સોસાયટીમાં ઉતરાયણ કરવાં આવ્યા હતાં ...
અહીં કાકા નું ધાબું ખુબ ઉંચુ હતું તેથી મજા આવતી...
કાકા નો મોટો છોકરા નો ખાસ ભાઈબંધ નિકુંજ પણ ત્યાં આવ્યો હતો અને એકબીજા ની આંખો મળતા જ પ્રેમ થઈ ગયો...
અને પછી ખાનગીમાં મળવાનો સિલસિલો ચાલુ થયો..
મોસમી એ એની મમ્મી ઈલા બેન ને વાત કરી કે મને નિકુંજ ગમે છે પણ આપણી નાતનો નથી પણ હું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું...
ઈલા બેને સમજાવી પણ મોસમી અડગ હતી તો ઈલાબેન અને રાજુ ભાઈ એ હા કહી..
મોસમી એ ત્યારે જ કહ્યું કે હું દુઃખી થઈશ તો પણ પાછી નહીં આવું આ મારું વચન છે...
આજે મોસમી એ જ વિચારી રહી કે મેં જાતે જ પ્રેમ લગ્ન કર્યા છે તો જીવીશ પણ અહીં ને મરીશ પણ અહીં...
એ મા બાપ અને ભાઈ નો પ્રેમ યાદ આવતો કે એ નાની હતી ત્યારે દિવાળી માં દારૂખાનું ફોડતાં સહેજ દાઝી ગઈ હતી તો ...
મમ્મી પપ્પા ને ભાઈ કેટલું ધ્યાન રાખતાં..
આજે કંઈ પણ પીડા કે દુઃખ એકલાં જ સહન કરવું પડે છે...
આમ વિચારોમાં ચાર વાગ્યા ને નીચે થી બૂમાબૂમ થઈ મહારાણી ચાર વાગ્યા છે ચા ક્યારે આપશો???
મોં ધોઈ ને દોડતી સીડી ઉતરી ને હા પપ્પા હમણાં જ ચા બનાવી દઉં કહીને રસોડામાં ચા બનાવવા દોડી...
આજે કશીશ ને સ્કૂલ માં રજા હોવાથી એ એનાં નાનાં આવી ને લઈ ગયા હતાં તો ત્યાં હતી... કશીશ નવ વર્ષની હતી એ બધું સમજતી હતી હવે....
નહીંતર એને લેવા મૂકવા જવાનું પણ હોય..
ચા મૂકીને એ ત્રણેય ને આપીને... મોસમી એ એક રકાબી ચા પીધી...
પાછી સાંજના કામ ની તૈયારી કરવા લાગી...
આગળના ભાગમાં વાંચો....
આપનાં અમૂલ્ય પ્રતિભાવ આપશોજી.... તમારો સાથ સહકાર એ જ મારી પ્રેરણા છે....
ભાવના ભટ્ટ અમદાવાદ.....