Koobo Sneh no - 32 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 32

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

કૂબો સ્નેહનો - 32

🌺આરતીસોની🌺
પ્રકરણ : 32

'હરિ આશ્રમ' ની મુલાકાત કરાવતાં આમ્મા વચ્ચે વચ્ચે વિરાજની વાતો કરી કરીને દિક્ષાને જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. સઘડી સંધર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

અમ્માની ઋજુ આંખો દિક્ષાની આંખોને સમજવાં પ્રયત્ન કરતી રહી. પણ મૌન દિક્ષાએ ઘણીબધી બાબતો ચહેરા પર મોહરુ પહેરી ઢાંકી રાખી હતી. એ અમ્માને સ્પષ્ટ વંચાઈ રહ્યું હતું.

અહીં આશ્રમમાં બધાંને મળવાની દિક્ષાને મજા પડી હતી અને આયુષ- યેશા આશ્રમના માહોલમાં સૌ બાળકો સાથે એટલાં ખુશ થઈ ગયેલાં કે દિક્ષાએ ક્યારેય એમને આટલાં બધાં ખુશ નહીં જોયેલા. આયુષ તો નાનકા સાથે રમવામાં ક્યાંય દૂર નીકળી ગયો હતો. નાનકાનેય મજા પડી ગઈ હતી આયુષને અંગ્રેજી ભાષામાં વાતો કરતો સાંભળવાની.

ત્યાંથી એંસી વર્ષના એક વયો વૃદ્ધ દાદા ધીમી ચાલે લાકડીને ટેકે જતાં હતાં. આમ્માએ ટેકો આપવા હાથ પકડ્યો, પણ હાથ છોડાવી જાતે જ ચાલશે એવું બોખા મોંઢેથી બોલી ના પાડી ચાલવા લાગ્યાં હતાં.

"સવજીભાઈ બહું સ્વમાની છે, એમનું કામ એ ખુદ જાતે જ કરે. પરંતુ ઘણા સમયથી એમને ભૂલવાની બિમારી લાગી ગઈ છે, એમનું નામ પણ ભૂલી જાય છે. એકવાર અહીં ફરતા ફરતા ગેટની બહાર નીકળી કશેક જતા રહ્યા અને રસ્તો ભૂલી ગયા ને પોતાનુ નામ સીખે બધું ભૂલી ગયા હતા. દસ દિવસ સુધી એમની બહુ શોધખોળ કરી હતી."

"એમણે દરેકને એટલો બધો પ્રેમ આપ્યો છે કે આખા આશ્રમમાં એકે એક વ્યક્તિની આંખમાં આંસું હતાં,

દસમાં દિવસે બાજુના ગામમાંથી મળ્યા ત્યારે સવજીભાઈની આંખોમાં આંસુની વણઝાર હતી. સહુને એવાં વળગી પડ્યા હતા અને ડૂસકાં ભરતાં ભરતાં કહે,
‘આ ઘૈડપણ કેવું આપે સે પરભુ.. શરીરના બધાયે અંગો, ઑખો, કૉન.. બધું ધેમું પડી જાય તો વેઠાય.. પણ આ મગજ ધેમું પડ એ ચમનુ વેઠાય!!!'

પછી આગળ જતાં અમ્માએ કહ્યું, "વર્ષો પહેલાં જ્યારે સવજીભાઈને એમનાં દીકરાએ વૃધ્ધાવસ્થામાં સેવા ચાકરી કરવાના સમયે તરછોડ્યા, ત્યારે મારા મન પર અસર થયેલી અને અહિં જ આ જ જગ્યાએ બે રૂમની જગ્યા ભાડે રાખીને પહેલાં એમને રહેવાની સગવડ કરી હતી. આજે ચાલીસ રૂમો અને રોજનું એકસો દસ જણનું જમવાનું બને છે."

આશ્રમમાં બધાં એક જ પરિવારના સભ્યો માફક હળીમળીને રહેતા હતાં. બાળકોને બા-દાદાની હૂંફ મળી રહેતી અને ઘરડાં લોકોને વંચિત રહી ગયેલા પૌત્રોનો પ્રેમ મળી રહેતો. રસોઈથી લઈને સાફ સફાઈના દરેક કામ ઉંમર પ્રમાણે સહુને વહેંચવામાં આવ્યાં હતાં. અહીં નથી કોઈ જ પ્રકારનો ભેદભાવ કે નથી કોઈ ઊંચ નીચ. આશ્રમની સુંદર સુવ્યવસ્થા અમ્માની કાબેલિયતની ચાડી ખાતી હતી. અને "અમ્મા" નામની ધાક પણ એટલી જ હતી આશ્રમમાં.

બાળકોને, વૃધ્ધોને અને જરૂરિયાત મંદને મદદરૂપ થવામાં અમ્માના હૈયાંને પરમ શાંતિ મળતી હતી.

થોડુંક આગળ જતાં બાળકોનું ટોળું આવ્યું. કૂદાકૂદ કરી એકી સાથે વળગી આમ્મા સાથે રમવા લાગ્યાં. આયુષ પણ એ ટોળાંમાં ભળી ગયો હતો. એ ફટાક કરતો અમ્માના ખોળામાં બેસી ગયો અને ખળખળ હસતું ઝરણું માફક વ્હેવા લાગ્યો. અમ્માય એ ખીલખીલાટ વહેળામાં ન્હાવા લાગ્યાં હતાં.

ધ્વજવંદન કાર્યક્રમમાં આયુષ અને યેશા નાના બાળકોનો પ્રોગ્રામ જોઈ ખુશ ખુશ થઈ ગયાં હતાં, દિક્ષા અમ્માની 'હરિ આશ્રમ' વ્યવસ્થા જોઈ ચકિત રહી ગઈ હતી.

"આમ્મા તમારો આત્મવિશ્વાસ અને સેવાભાવી સ્વભાવ જ આવું શ્રેષ્ઠ કાર્ય કરવાની પ્રેરણા આપે છે. વિરુ આવ્યાં હોત તો આ બધું આપને હેન્ડલિંગ કરતાં જોઈને બહુ જ ખુશ થયા હોત.."

"હા દિક્ષા વહુ.. એનો સ્વભાવ જ એવો છે.. મને નવું નવું શીખવાડવાની ખૂબ મજા આવતી.. એને પતંગ ચગાવવાનો ગાંડો શોખ છે. ઉત્તરાયણના દિવસે મનેય ખેંચીને લઈ જતો અગાશી ઉપર.. પતંગની સેલ આપતો અને કહેતો, 'અમ્મા..લે ચગાવ પતંગ બહુ મજ્જા આવશે..' અને પછી આકાશનું નયનરમ્ય અદ્ભુત દ્રશ્ય નિહાળીને કહેતો.. 'અમ્મા.. જોયું આકાશ? રંગબેરંગી મેઘધનુષી પતંગોથી ભરચક છે. જાણે નવવધૂનો શણગાર સજી માંડવે બેઠેલું આકાશ.."

"વિરુને પતંગ ચગાવવાનો આટલો બધો ગાંડો શોખ છે આજે જ ખબર પડી. વિરુ તો ક્યારેય બોલ્યા જ નથી!!" અચંબિત થઈ ગયેલી દિક્ષા બોલી ઉઠી હતી.

"મંદિર જવાનું એક દિ' ના ચૂકે વિરુ. આરતી ટાણે ઘંટ વગાડવા મારાથી પહેલાં દોડતો પહોંચી જાય. આખો શ્રાવણ મહિનો શિવજીને બીલીપત્ર અર્પણ કરે.. અને કહેતો, 'બાપુ કહેતા હતા કે બીલીપત્ર અર્પણ કરવાથી શીવજી પ્રસન્ન થાય. તે હે.. અમ્મા... પ્રસન્ન થશે એટલે બહુ બધા રૂપિયા આપશે મહાદેવજી??''

અને દિક્ષાનું ખડખડાટ હાસ્ય વેરાઈ ગયું. અમ્માની સડસડાટ ચાલતી વાકધારામાં આત્મિયતાના વ્હેણમાં અદબ પૂર્વક સાંભળતી વહેતી ચાલી હતી, બસ તણાતી ચાલી હતી. અમ્માના હૈયે તો બસ વિરુના નામના વલોપાતનું વોકલ જ વાગી રહ્યું હતું. અને દિક્ષા એમજ સમજતી હતી કે, 'ચાલો અમ્મા ખુશ છે.'

"વિરુએ ક્યારેય કોઈ વસ્તુની માંગણી નથી કરી. જે હોય એ ખાઈ લે.. એના ભાગનું પણ એ મંજરીને આપી દેતો. અને ભણવામાં અવ્વલ નંબર આવતો. દસમાં ધોરણમાં આખાં ગુજરાત બૉર્ડમાંથી પહેલા નંબર સાથે પાસ થઈને સ્કોલરશીપ મેળવી હતી વિરુએ!! આખું ગામ ભેગું થયું હતું જ્યારે સ્કૂલમાં વિરુને માન સન્માન સાથે સ્કોલરશીપ આપવામાં આવી હતી.!! આખું ગામ વાહ વાહી કરી કહેતું હતું, 'લાખોમાં એક છે તમારો વિરુ.' શહેરમાં અભ્યાસ કરવાની એનામાં પ્રેરણા ત્યારથી ખૂબ વધી ગઈ હતી."

અમ્મા તો બસ એકી શ્વાસે વિરુના નામનું રટણ કરતાં રહેતાં હતાં. એ વિચારી રહી હતી કે, 'આમ્માને વિરુની વાતો ખૂટતી જ નથી..'

દિક્ષા ધીમે ધીમે ગામડાંના માહોલમાં સેટ થવાનો પ્રયત્ન કરવા લાગી. અહી રહ્યાં પછી હવે એ સમજી શકી હતી કે, ગામડાં જેવી શીતળ છાંયડી ક્યાંય ન મળે. અમ્મા સાથે જ હવેનું જીવન પસાર કરવાનુ નક્કી કરી, દિક્ષા થોડું થોડું આશ્રમમાં જવા લાગી હતી. અનાથ બાળકોનો વિભાગ એણે સંભાળી લીધો હતો. પોતે ભણેલી હોવાથી સુંદર વહીવટ કરતી ને અમ્માનો થોડોક બોજ ઓછો થાય એવો પ્રયત્ન કરતી હતી..

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 32 માં દિક્ષાના કહેવા મુજબ થોડાક દિવસ પછી શું વિરાજ આવશે ખરો ઇન્ડિયા??©

-આરતીસોની ©