Preet ek padchaya ni - 53 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૫૩

Featured Books
Categories
Share

પ્રિત એક પડછાયાની - ૫૩

નયન બહાર તો કુદી ગયો બીકમાં પણ કુદતા જ એને પગમાં થોડી ઈજા થઈ પણ પોતાનો જીવ બચાવવા અને બદનામીથી બચવા ઝડપથી ઉભો થયો અને એક પાછળની દિવાલ કુદીને ધીમેથી હોસ્પિટલનાં એ પાછળનાં ભાગમાં પહોંચી ગયો. ઘનઘોર અંધારૂં છે બહાર. ડર તો બહું લાગી રહ્યો છે પણ કોઈ વિકલ્પ નથી. તેને તો એમ જ છે કે સૌમ્યા જ ઉઠીને દરવાજો ખખડાવી રહી હતી. એને જેક્વેલિનની તો કંઈ ખબર જ નથી..આખી રાત ત્યાં ગભરાતો ત્યાં આંખોની ઉંઘની હડસેલતો તે ત્યાં બેસી રહ્યો. સવારે પરોઢ થાય એ પહેલાં જ એ ત્યાંથી કોઈને ખબર ન પડે એમ પલાયન થઈ ગયો અને જ્યાં સિમોનીને મોકલી હતી એ ગેસ્ટહાઉસમાં પહોંચી ગયો‌.....

ઘરે આવતા જ સિમોનીએ એનો ચહેરો જોઈને પૂછ્યું, "દીકરા કંઈ થયું છે ?? તું કેમ આટલી ચિંતામાં છે ?? "

નયન : " કંઈ નહી મોમ. બસ થોડાં કામના તણાવને કારણે... આજે હોસ્પિટલ નથી જવું. એક દિવસ આરામ કરવો છે‌."

નયન એમ કહીને ત્યાંથી જતો રહ્યો પણ સિમોનીને એની વાત કંઈ ગળે ઉતરી નહીં. પણ એ ચૂપ રહી....

નયન પથારીમાં પડ્યો તો ખરો પણ જાણે એક મનમાં એક ડર સતાવી રહ્યો છે કે રાશિ જો સત્ય કહી દેશે તો એની માતાને ?? હોસ્પિટલમા પણ આ વાતની ભણક પણ લાગશે તો મારી ઈજ્જત માટીમાં મળી જશે કદાચ હોસ્પિટલ છોડીને ફરી વિદેશ પહોંચી જવું પડશે...હવે રાશિ મળવી પણ અઘરી છે‌...

તેને એ તો વિચાર પણ ન આવ્યો કે રાશિ હોસ્પિટલ છોડીને ગાયબ થઈ જશે. દુનિયા માટે કોમામાં જ રહેલી રાશિ સારી થઈ ગઈ છે એ પણ કોઈને ખબર છે કે નહીં એની પણ દ્વિધા છે. તે જલ્દીથી ઉભો થયો‌ અને ફરી બહાર નીકળ્યો. સિમોનીએ રોક્યો પણ એ રોકાયો નહીં...બહું મોટાં શંકાનાં વાદળ સાથે એ પણ બહાર નીકળી. સાથે જ ત્યાં બહાર ઉભેલી એક ગાડીનાં ડ્રાઈવરને કંઈક વાત કરીને તે ગાડીમાં બેસી ગઈ...અને નયનની ગાડીની પાછળ પાછળ એને ખબર ન પડે એમ જવાં કહ્યું.....

***************

રાશિ જેક્વેલિન અને સૌમ્યા સાથે જેક્વેલિનનાં ઘરે તો પહોંચી ગઈ પણ હજુયે રાશિ એકદમ કંઈ બોલ્યાં વિના ફક્ત રડી રહી છે.

સૌમ્યાની ધીરજ હવે ખૂટી ગઈ. તેણે હવે હકીકત જણાવવા કહ્યું...ને ધીમેથી જેક્વેલિને નયનનું અસલી સ્વરૂપ બતાવ્યું.. સૌમ્યાને તો સાંભળતાં જ તેનાં પગ અને શ્વાસ થંભી ગયાં. એનો ગુસ્સો ભભૂકી ઉઠયો. આજે એક માતા એનાં સંતાન પર થયેલાં અન્યાય માટે લડવા તૈયાર થઈ. આટલો સમય ચૂપ રહેલી રાશિ બોલી, " બસ હવે કંઈ જ કરવું નથી. આ વસ્તુ ક્યાંય આગળ વધે કે કોઈ પણ એ જાણે હું નથી ઈચ્છતી. મારે આ બધામાંથી મુક્ત થવું છે‌.

મને મારી જાત પર ધિક્કાર થાય છે. કોઈ મારી જાત સાથે આટલું કરી ગયો હું કંઈ જ ના કરી શકી. કોણ જાણે મારી બેભાન અવસ્થામાં તો મારી સાથે શું કર્યું હશે ?? આ તો મારી નજર સામે કરવાનો પ્રયાસ કર્યો પણ હું કંઈ કરી ન શકી‌. બસ હવે મારે અહીંથી બધાંથી દૂર ક્યાંક જતું રહેવું છે.બસ મારે હવે સુવર્ણસંધ્યા નગરી જવું છે. મહેરબાની કરીને મને ત્યાં લઈ જાઓ.

જેક્વેલિન : " રાશિ તું ચિંતા ન કર એ નયનને તો હું છોડીશ નહીં. એને હું જીવતે જીવ મરે એવી હાલત કરી દઈશ...બસ હવે હું પહેલાં એની પાસે જ જઈશ..."

સૌમ્યા : "દીકરી તું જરાય ચિંતા ના કર. અમે બધાં તારી સાથે જ છીએ. હજું તો એ કૌશલનું જીવનમરણનો ઉકેલ આવ્યો નથી ત્યાં એનો પુત્ર તૈયાર થઈ ગયો...હવે એ ફેંસલો તો કુદરતે જ કરવો પડશે."

ફરી એક ગાડી લઈને રાશિની ઈચ્છા મુજબ લાંબો સફર કાપીને બધા પોતાની નગરી પહોંચવાની તૈયારીમાં છે ત્યાં જ રાશિ બોલી, " હું આપણાં ઘરે નહીં આવું. મારે અહીંથી સીધાં જ દીદાર હવેલી જવું છે..."

સૌમ્યા :" પણ ત્યાં કેમ ?? આ પહેલાં તો તું ગઈ પણ નથી... ત્યાં તો વળી..."

રાશિ : "એટલે જ હવે હું ત્યાં જ રહેવા ઈચ્છું છું જેથી નયન કે બીજો કોઈ જ નરાધમ ત્યાં પ્રવેશી શકશે નહીં..."

આખરે બહું સમજાવ્યાં છતાં રાશિ માની નહીં. અને એ નગરમાં પહોંચ્યા ત્યાં સીધા જ રાશિને લઈને ત્યાં પહોંચ્યા. સૌમ્યને એ જ ચિંતા છે કે રાશિ છે જીદ લઈને બેસી ત્યાં પહેલીવાર આજે હવેલીમાં જવાં માટે જીદ કરનાર રાશિ પોતે ત્યાં પ્રવેશી શકશે કે નહીં...

ત્યાં હવેલી પાસે એક ગાડી ઉભી રહી. થોડાં ઓછાં લોકોની અવરજવર ચાલું છે. લોકોને સૌમ્યાને જોઈને નવાઈ ન લાગી. પણ સૌમ્યાનાં જે એક વખતની સૌથી રૂપાળી , સૌંદર્યવાન રાજકુમારી કહેવાતી એનાં રૂપને પણ ક્યાંય પાછું પાડી દે એવી સુંદર,નાજુક નમણી એની દીકરી રાશિને આજે પહેલીવાર એની સાથે જોઈને લોકો એનાં ઐશ્વર્ય સામે એકીટશે જોવાં લાગ્યાં...રાશિને હવે એ પુરૂષ જાતિ પર ધિક્કાર થવાં લાગ્યો....એ કંઈ પણ જોયાં વિના હવેલીનાં દ્વાર પાસે પહોંચી. અને કોઈને જાણે ખબર પણ ના પડી ને કંઈ જ અજુગતું ન થયું ને હવેલીમાં પ્રવેશી ગઈ...સૌમ્યા સાથે લોકો પણ એને જોઈ જ રહ્યાં....

***************

નયન હોસ્પિટલમાં ઉતાવળે પહોંચ્યો. ત્યાં એક ત્યાંનાં કર્મચારી આવીને ગભરાતાં ગભરાતાં કહેવા લાગ્યાં, " સાહેબ રૂમ નંબર સોળનું દર્દી.." કારણ બધાંને ખબર છે કે એ દર્દી માટે નયન કેટલું ધ્યાન રાખતો ત્યાં કોઈ પરિચારિકા કે કર્મચારી પણ એની રજા વિના જઈ નથી શકતાં. હજું સુધી બધાંને કેવલ કરતાં પણ નયનો મીઠી વાણી વાળો સ્વભાવ બધાંને બહું ગમતો...પણ અસલી નયનની તો કોઈને હજું જાણ જ નથી થઈ.

નયન જાણે કંઈ જ ખબર ન હોય એમ બોલ્યો," શું થયું ?? એ દર્દી બરાબર તો છે ને ?? તબિયત વધારે ખરાબ તો નથી થઈને ??"

એ ભાઈ બોલ્યાં," સાહેબ એ રૂમમાં કોઈ દર્દી જ નથી..."

નયન : "પણ એ તો કોમામાં હતું તો ક્યાં જવાનું..." બીજે તપાસ કરી જો.."

નયનને ગભરાહટ તો થવાં લાગી છે પણ હાલ એ કંઈ બોલી શકે એમ નહોતો. એ અજાણ્યો બનીને બોલ્યો, " મારે એક ખાસ કામ આવી જતાં મારે રાતે જ ઘરે જવું પડ્યું હતું.. આટલાં ચોકીદાર અને દર્દીઓની વચ્ચે દર્દી ક્યાં જાય ??"

કર્મચારી : "સાહેબ અમે આખી હોસ્પિટલ ને ખૂણેખૂણો જોઈ લીધો. ક્યાંય એ રાશિબેન નામનું દર્દી નથી. એમની સાથે હતાં એમનાં માતા હતાં ગોરાં વાને એ પણ નથી..."

આ બધો જ સંવાદ પાછળ આવેલી સિમોનીએ સાંભળ્યો એને ખબર પડી કે નયન તો અત્યારે જ ઘરે આવ્યો છે મતલબ કાલે કંઈક તો બન્યું છે...

નયન છતાંય કંઈ બોલ્યાં વિના સડસડાટ કરતો અંદર ગયો ને રૂમ નંબર સોળમાં પહોંચ્યો...આંખો રૂમ ફરી વળ્યો પણ કંઈ ન મળ્યું. તેને પાકો વિશ્વાસ થઈ ગયો કે રાશિને જ સૌમ્યાને બધું કહી દીધું હશે આથી એ લોકો અહીંથી નીકળી ગયાં છે.

તે બહાર આવીને ચોકીદારને કહેવા લાગ્યો ," તમે ક્યાં હતાં ?? આ દર્દી હોસ્પિટલમાંથી બહાર કેવી રીતે ગયું ??"

"સાહેબ હું તો અહીંને અહી જ છું એકવાર કુદરતી હાજતે ગયો હતો બાજુમાં ત્યારે ખબર નથી મને બાકી તો આખી રાત મેં મટકુંય માર્યું નથી "ચોકીદારે એની વાત બહું મક્કમતાથી કહ્યું.

એટલામાં જેક્વેલિન હોસ્પિટલમાં કંઈ જ બન્યું ન હોય એમ પ્રવેશી ને નયનને જોઈને બોલી, " અરે નયન દીકરા તું અહીં જ મળી ગયો સારૂં થયું. રાશિની તબિયતમાં કંઈ સુધારો આવ્યો કે નહીં...મને આજે એની ખબર જોવાની બહું ઇચ્છા થતાં હું દોડી આવી. એકવાર એને જોઈ લઉં એટલે મનને શાંતિ થાય."

નયન ઉચાટ સાથે બોલ્યો, " હા ચાલતી સુધારા પર છે‌. થોડાં દિવસોમાં કદાચ સારૂં થશે એવું લાગી રહ્યું છે."

જેક્વેલિન : "તો હું એને મળી આવું...પણ એક બહું જરૂરી વાત કરવી હતી તને...મને બહું જરૂર છે..."

નયનને મનમાં તો બહું ગુસ્સો આવી રહ્યો છે પણ પોતાનું પોત ન પ્રકાશે માટે બોલ્યો, " છાતી ઉતાવળ ન હોય તો પછી કહેજો. બાકી જરૂરી હોય તો કહો અત્યારે."


નયને મનમાં ફરી કંઈ વિચાર્યુંને ગાડીમાં બેઠો ને એજ સમયે ગાડીની આગળ ઊભેલી પોતાની માતાને જોઈ એ ચોંકી ગયો..ને બોલ્યો,"ને મમ્મા તું અહીં ?? "

સિમોની : " આજ સવાલ હું તને પૂછું તો ?? "

નયન પાસે તો કોઈ જવાબ નથી. એ કહે મમ્મા તું જા. મારે બહું જરૂરી કામ છે અત્યારે. મારે જવું પડશે...

સિમોની: "એવું તે શું કામ છે જે તું મને પણ નથી કહી શકતો. કદાચ તું પણ તારાં પિતાની જેમ જ..."

નયનને હજું ખબર નથી કે સિંહોની પોતાનાં પિતાનું સત્ય જાણી શકી છે...એ બોલ્યો મોમ મને જવાં દે.

સિમોની:" મને સાથે લઈ જા તારી સાથે અથવા તો મારી ઉપર થઈને ગાડી પસાર કરી જો..."

નયને ના છૂટકે પોતાની માતાને ગાડીમાં બેસાડવી પડી... આખાં રસ્તે નયન પોતાનાં માતાથી નજરો ચુરાવતો ગાડી ચલાવી રહ્યો છે...સિમોની એને જોઈને પોતાનાં દીકરાનાં વિચારોનાં તાગ મેળવવા મથામણ કરી રહી છે !!

**************

રાશિ અંદર હવેલીમાં પ્રવેશી પણ સૌમ્યા અંદર પ્રવેશે એ પહેલાં જ મુર્છિત થઈને ઢળી પડી.... લોકો એને નજીકની જગ્યાએ સારવાર માટે લઈ ગયાં. આ બાજું રાશિ એકલી જ હવેલીમાં આવી છે‌. તેનું મન અત્યંત વિમાસણમાં છે તે પોતાનાં શરીરને સ્પર્શવા લાગી...આ શું ?? મારી આટલાં વર્ષોની પવિત્રતા કોઈએ આ રીતે ખંડિત કરી દીધી ?? હવે હું જીવીને પણ શું કરીશ ??

એને યાદ આવ્યો એક પ્રેમાળ ચહેરો શિવાય...એ જેક્વેલિન નાં ઘરની નજીક રહે છે‌. બહું શાંત, શુશીલને હોનહાર, સાથે જ સ્ત્રીનાં સમ્માન માટે તો દુનિયા સાથે લડનાર. એને રાશિ દિલ ફાડીને પ્રેમ કરે છે...સામે શિવાય પણ... છતાંય બંને બહું વિનમ્રતાથી પોતાનાં સંબંધોને સંયમમાં રાખીને હંમેશાં રહ્યાં છે. કદાચ એટલે જ ત્યાંથી અહીં પોતાનાં નગર આવી ગઈ. એ વિચારવા લાગી આવી અપવિત્ર બનેલી હું શિવાયની કેમ બની શકું...અને એ મારાં સિવાય કોઈ સાથે લગ્ન કે પ્રેમ કરવાનું પણ નહીં વિચારી શકે. આ તો એ થોડાં દિવસોથી બહાર ધંધે ગયેલો છે બાકી એ મારી નજરોની આસપાસ જ હોત ને આ નયનની વાત આટલાં સમયમાં મેં એને જણાવી પણ દીધી હોત...!! કદાચ આવું કંઈ કરવાનું નયનનો વિચાર પણ એને ભારે પડી જાત..!!

પણ ખેર, કુદરતને ગમે તે ખરૂં...પણ કદાચ મારી જિંદગી બરબાદ કરનાર આ નયનનું ખુબ ખરાબ રીતે મૃત્યુ નહીં થાય ત્યાં સુધી મારૂં હૈયું આમ ચોધાર આંસુડે રડતું જ રહેશે...કહીને તે હવેલીનાં એક બરાબર મધ્યમાં ગઈને ઉભી રહી ગઈ....ને મનમાં એક વિચાર આંચકીને ઝડપથી એક ઓરડામાં ગઈને એક આખરી નિર્ણય કરી દીધો....

શું હશે રાશિનો નિર્ણય ?? સૌમ્યા રાશિ પોતાનાં નિયમને અંજામ આપે ત્યાં સુધી પહોંચી શકશે ખરાં ?? નયન ગાડી લઈને ક્યાં જઈ રહ્યો છે ?? કૌશલનો પરિવાર ફરી એને મળશે કે નહીં ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૫૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....