નિર્દેશક - અશ્વિની ઐયર તિવારી
કલાકારો - કંગના રાણાવત,જસ્સી ગિલ,નીના ગુપ્તા,રિચા ચઢ્ઢા વગેરે...
૨૪ જાન્યુઆરી એ રિલીઝ થયેલી સુંદર અને અલગ વિષય પરની ફિલ્મ,જે એક સ્ત્રી કબડ્ડી ખેલાડી ના જીવન ના ઉતાર ચડાવ વિશે વાત કરે છે.... કંગના જે જયા નિગમ નું પાત્ર ભજવે છે,તે એક કબડ્ડી ની ખેલાડી હોય છે,અને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર પર દેશ માટે કબડ્ડી રમી ચૂકી હોય છે... એ રેલવે તરફ થી કબડ્ડી રમતી હોય છે એટલે એને ટિકિટ ક્લાર્ક ની નોકરી પણ રેલવે માં જ મલી જાય છે,જ્યાં એ પ્રશાંત નામ ના રેલવે અધિકારી ને મળે છે,અને પછી થોડા સમય બાદ બંને લગ્ન કરે છે....પતિ પત્ની ના સબંધો ખૂબ જ સહકાર પૂર્ણ હોય છે...
લગ્ન બાદ પણ જયા કબડ્ડી રમવાનું ચાલુ રાખે છે, અને પ્રશાંત એને પૂરો સહકાર આપે છે. જયા ની માતા એના ઘરે આવજા કરતી હોય છે,એના માતા સાથે ખટ મધુર સંબંધો પણ બતાવ્યા છે....કબડ્ડી માં સારું રમવાના લીધે એને એશિયન કપ માં રમવા જવાનો મોકો મળે છે,પણ પ્રેગ્નન્સી ને લીધે અને પછી એના બાળક ની તબિયત માટે થઈને એ રમવા જઈ શકતી નથી,અને પછી એક રૃટિન કામકાજી મહિલા અને માતા બનીને જીવવાંદે છે.....પણ એના મન માં જ્યારે પણ ખેલાડી ઓ ને જુએ ત્યારે એમ થાય કે હું જીવન માં ક્યાં પહોંચી શકતી હતી અને હવે શું કરી રહી છું...
પણ ઘર ની જવાબદારીઓ ને લીધે બીજી કોઈ જાત ની હિંમત કરી શકતી નથી,અને મન માં ઉચાટ સાથે જીવતી હોય છે....અચાનક એક દિવસ એના બાળક ના સ્કૂલ ના કાર્યક્રમ માં કામ ના લીધે નહિ જઈ શકવાથી,બાળક ગુસ્સે થઈ જાય છે,અને પછી એના પતિ એના બાળક ને સમજાવે છે કે એની માતા જીવન માં શું કરી સકે એમ પણ એના પતિ અને બાળક માટે થઈને બધું જતું કર્યું......હવે એનો પુત્ર સમજે છે અને એને પ્રેરણા આપે છે કે ફરી થી જાય અને કબડ્ડી માં રમે...
બંને પતિ પત્ની બાળક ને ખુશ કરવા માટે ખોટે ખોટી કોશિશો કરે છે ૧ મહિના માટે, એ નો પુત્ર પણ બહુ જ ધ્યાન રાખી ને એને લડવા મટે તૈયાર કરે છે, બળ આપે છે,અને ફરી એનું સ્વપ્ન જાગૃત થાય છે, ફરીથી તૈયાર થાય છે......વર્ષો થી રમી નથી,કસરત અને અભ્યાસ છૂટી ગયો હોય છે,બહુ તકલીફો છતાં એ હારતી નથી અને ફરી એનું સેલેકશન થઈ જાય છે રેલવે ટીમ માં પણ કોલકાતા જવું પડે એમ હોય છે.... ફરી એ હિંમત હારી જાય છે,અને પતિ અને પુત્ર એને હિંમત આપે છે,અને એના વિના ઘર સંભાળી સારી રીતે રહેવાની ખાતરી આપે છે.....હવે એ કોલકાતા જાય છે,રમે છે,ફરી એશિયન કપ માં રમવા જવા વારો આવે છે,અને કબડ્ડી બોર્ડ વાળા એને એક્સ્ટ્રા ખેલાડી તરીકે સાથે લે છે પણ રમાડતા નથી,પતિ ને બાળક મેચ જોવા આવે છે પણ માતા રમતી નથી એટલે દુઃખી થાય છે.....છેલ્લે ફાઇનલ મેચ માં બીજા ખેલાડી ને ઇજા થતાં એને રમવાનો મોકો મળે છે,અને એ એના અનુભવ નો પરચો આપતા સુંદર રીતે રમીને ભારત ને કબડ્ડી કપ અપાવે છે....
કંગના રાણાવત ના અભિનય ને ફૂલ માર્ક્સ આપવા પડે,સાથે સાથે એના પતિ અને બાળક નો અભિનય પણ શાનદાર છે....રિચા ચડ્ડા કબડ્ડી કોચ અને એની સારી મિત્ર પણ છે....એનો અભિનય પણ સુંદર છે....નીના ગુપ્તા પણ સારા રોલ માં છે....
એક કામકાજી મહિલા,પત્ની અને માતા માટે પોતાના સપનાં ને પૂરું કરવા માટે જે મોકો જોઈતો હોય છે એ એના પરિવાર ના સહકાર ને લીધે મળે છે,એમની હિંમત ને લીધે એ હિંમત મેળવે છે,અને ઘણા બધા ઉતાર ચઢાવ અને સંઘર્ષો પર કરતી પોતાના પ્રિય સપનાં ને સાકાર કરે છે....મહિલા ઓ માટે પ્રેરણાત્મક ફિલ્મ, સંદેશો આપે છે સપના ઓ પૂરા કરવાની કોઈ પણ ઉંમર નથી હોતી, લગ્ન અને બાળકો પછી પણ તમે સપના પુરા કરી સકો છો,અલબત્ત પરિવાર નો સહકાર બહુ જ જરૂરી છે.... આ બધું માણવા માટે એકવાર ફિલ્મ જોવી જ રહી....