નમસ્કાર મિત્રો આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ અને તેના પાચ ભાઈ બહેન સાથે અલ્પા બાજુ ના શહેર માં ભણવા જાય છે હવે આગળ....
**********************
"બંગલા ની હાલત તો ઘણી સારી છે" સહદેવ ના પપ્પા એ દિવ્યેશ ના પપ્પા ને કહ્યું
"હા કારણ કે અહીંનું રીનોર્વેશન મેં મહિના પહેલાજ કરાવ્યું છે"દિવ્યેશ ના પપ્પા એ આટલું કહ્યું ત્યાં તેમનાં મોબાઈલ ની રીંગ વાગી એટલે તે મોબાઈલ એટેન્ડ કરવા થોડા દૂર ગયા
એટલે બધા પોતપોતાનો સમાન લઈ ને અંદર ચાલતા થયા એટલી વાર માં પાછળ થી દિવ્યેશ ના પપ્પા એ મોટેથી બૂમ પાડી"ભાઈ"
એટલે સહદેવ ના પપ્પા એ કહ્યું" શું થયું"
"બંસલ સર નો ફોન હતો તે કાલે અમેરિકા જાય છે તો મીટીંગ માટે આજેજ જવું પડશે"
પ્રકાશ ભાઈ બંસલ એ એક દિવ્યેશ અને સહદેવ ના પપ્પા ની જેમ મોટી ફેક્ટરી ના માલિક હતા અને અવારનવાર તેમની અને દિવ્યેશ ના પપ્પા ની કંપની વચ્ચે સ્પર્ધા થતી રહેતી હતી પણ હવે તે પોતાની બીજી કંપની અમેરિકા માં સ્ટાર્ટ કરવા માગતા હતા તો તે આ કંપની દિવ્યેશ અને સહદેવ ના પપ્પા ને વહેંચવા ના હતા અને આ દિવ્યેશ ના પપ્પા માટે ખૂબ જ ફાયદા કારક નીવડવાનનું હતું આ વાત અલ્પા સહિત બધા જાણતા હતા
એટલે દિવ્યેશે કહ્યું"પપ્પા,કાકા તમે બંને જાવ અમે અહી સાંભળી લઈશું"
એટલે દિવ્યેશ ના પપ્પા એ મુખ પર એક આનંદ ની રેખા લાવી કહ્યું" હા કોઈ વાંધો નહિ બેટા પણ એક વાત બીજી આપડી ત્રણ કંપની અને તારા કાકા ની ત્રણ કંપની અને આ એક એમ ટોટલ સાત કંપની અમે સાથે મળી ને ચલાવીશું "
દિવ્યેશ ના દાદા એ આ છ કંપની ને તેમના જીવતા જ ભાગ પાડ્યા હતા જેથી તે બંને માં કોઈ મતભેદ ન થાય અને પછી દિવ્યેશ ના પપ્પા ને લાગ્યું કે હવે કોઈ મતભેદ નહિ થાય એટલે ફરીથી તે કંપની ભેગી કરી રહ્યા હતા પણ આ સાંભળી બધા બહુજ ખુશ થયા અને અલ્પા એ કહ્યું"અભિનંદન,અંકલ"
દિવ્યેશ ના પપ્પા એ અલ્પા નો આભાર માની ને કહ્યું" સાંભળો અમે હવે જઈએ છીએ અને હા બંગલા માં નોકરો છે તમને કાઈ તફલિક નહિ થાય"
પછી બધા તેમને બાઇ બાઇ કહી ને બંગલા માં આવે છે ત્યાં ત્રણ ચાર નોકરો હોય છે જેમાંથી એક આધેડ વયના માસી હોય છે તે બધા પોતાનો પરિચય આપે છે
તેમાંથી એક વ્યક્તિ કહે છે મારું નામ રામુ છે હું અહી ના કચરા પોતા અને સ્વછતા રાખીશ બીજો કહે છે મારું નામ છોટુ છે હું અહી બહાર થી વસ્તુ લાવવા અને લઈ જવાનું કામ કરીશ જેમકે રસોઈ ની સામગ્રી અને તમારા કપડાં લોન્ડ્રી માં લાવવા લઇ જવા ની વ્યવસ્થા હું કરીશ અને ત્રીજા યે કહ્યું મારું નામ પ્રફુલ છે અને હું અહી નો સિકયુરિટી છું અને છે ઉભેલા માસી એ કહ્યું"હું અહી તમારા માટે જમવા ની વ્યવસ્થા કરીશ તમને લોકો ને કોઈ તફલીક નહિ પડે"
પછી દિવ્યેશ અલ્પા ને તેના ઘરે ડ્રોપ કરે છે બપોર નું ભોજન લઈને બધા સહદેવ ના રૂમ માં મસ્તી કરતા હોય છે પરંતુ તેમણે ક્યાં ખબર હોય છે કે તે કેટલી મોટી મુસીબત માં ફસવા ના છે
કવિતા એ અચાનક કહ્યું"દિવ્યેશ આજે આપડા પેરેન્ટ્સ એ કંપની એક કરી છે તો ચાલો તેના સેલિબ્રેશન માટે ક્યાંક જમવા જઈએ"
બધા ને આઈડિયા સરો લાગ્યો હોય તેવું લાગી રહ્યું હતું એટલી વાર માં દિવ્યેશ કહે છે પણ મને નથી ખબર કે અહી સારી હોટલો ક્યાં છે એટલે મારે પ્રફુલ ભાઈને પૂછવું પડશે"
એટલે દિવ્યેશ નીચે જઈને પ્રફુલ ભાઈ ને પૂછી ને આવે છે અને કહે છે અહી નજીક માં જ એક હોટલ છે હોટલ વંદના FIVE STAR હોટલ છે ત્યાં જઈએ આપડે!!
એટલે અલ્પા પછી માસી ને જમવાનું બનાવવાની ના પાડી દે છે અને બધા ત્યાં હોટેલ માં જાય છે
*************************
બધા જમતા હતા ત્યારે બાજુ ની ટેબલ પર બેઠેલો છોકરો સતત કવિતા સામે જોઈ રહ્યો હતો આ સહદેવ ને ધ્યાને ચડે છે
તે છોકરો તેની બાજુ માં બેઠેલા છોકરા ને કહે ધીમેથી કાન માં કહે છે"શું સોલીડ માલ છે યાર.."
બધા જમવાનું પૂરું કરે છે હજી પણ તે કવિતા ની સામે જોઈ રહ્યા હતા તે જોઈ સહદેવ દિવ્યેશ ને ધીરે થી કહે છે"દિવ્યેશ પેલા છોકરાઓ કવિતા ને ઘુરી રહ્યા છે ચાલ અત્યારે જ તેમની..."
"ના અહી હોટેલ માં નહિ બહાર નીકળી ને જોઈ લઈએ"દિવ્યેશ તેને અડધેથી રોકતાજ કહે છે
જેવા આ બહાર નીકળે છે કે તરત જ પેલા છોકરાવ પણ બહાર જાય છે તે સતત કવિતા નો પીછો કરી રહ્યા હોય છે
"આ હજી પીછો કરે છે"સહદેવે ધીમેથી દિવ્યેશ ના કાન માં કહ્યું
"તો ચાલ પછી.."દિવ્યેશે પાછળ ફરતા કહ્યું
"શું છે તમારે લોકો ને કેમ ક્યારના મારી દીદી પર નજર નાખો છો"દિવ્યેશ કહી બોલે એ પહેલા સહદેવે તેમાંથી એક નો કોલર પકડતા કહ્યું એટલી વાર માં કવિતા સહિત બધા ત્યાં આવી ગયા
પણ પછી તે લોકો પણ વાત વધારવા ન માગતા હોય એમ કાન પકડી ને સોરી કહ્યું અને પૂછ્યું"શહેર માં નવા લાગો છો??"
દિવ્યેશ એ કહ્યું" હા અમે અહી આયુર્વેદ માં એડમિશન લીધું છે "
એટલું સાંભળતા તેને કહ્યું"ઓહ ગ્રેટ અમારું પણ ત્યાં THIRD YEAR ચાલે છે મારું નામ મનીષ અને આનું નામ જયંત છે" અને તેમણે ફરીથી માફી માગી
એટલે સહદેવે કહ્યું" તો તો તમે અમારા સિનિયર છો અને વીતેલું ભૂલી જાવ એ કહો કે કોલેજ કેવી છે"
જયંતે કહ્યું "ભૂતિયાં"
એટલે મનીષે કહ્યું" અરે કેમ બધાને ડરાવે છે"
"કેમ ભૂતિયાં હું કાઈ સમજ્યો નહિ"દિવ્યેશે હેરાની ના ભાવ થી પૂછ્યું
"કાઈ નહિ બ્રો તમે લોકો કાલે કોલેજ આવો પછી શાંતી થી હું કહીશ એમ પણ તમારા નાના ભાઈઓ પણ અહીંયા છે અને એમ પણ આ પબ્લિક પ્લેસ છે એટલે અત્યારે નહિ અને મારે અત્યારે ઉતાવળ પણ છે "મનીષે કહ્યું
મનીષે વાત ન કહેવાના આટલા બધા કારણ આપ્યા એટલે દિવ્યેશે ખાલી ઓકે અને બાય જ કીધું
હવે દિવ્યેશ સહિત બધાને નવી કોલેજ કરતા તે વાત શું છે તે જાણવામાં વધારે રસ હતો અને એક વાર તેમને જૂના ઘર ના ભૂત નો અહેસાસ થયો હોવાથી તેમના મનમાં ભૂત ના અસ્તિત્વ વિષે તો કોઈ પ્રશ્ન જ નહોતો એટલે તેમનો ડર થોડો વધી રહ્યો હતો કે કાલે શું સ્ટોરી જાણવા મળશે
"દિવ્યેશ તને શું લાગે છે એવું તું શું રાજ હશે કોલેજ માં કે તેવો એ આટલા ડર સાથે આપણ ને એ વાત કહી" કવિતા એ ડર સાથે દિવ્યેશ ની સામે જોયું
"ખબર નહિ યાર જોઈએ કાલે કે શું છે તેનું રાજ.."દિવ્યેશે કોઈ અલગજ અંદાજ માં કહ્યું
"આઈ હોપ કે બધું સારું જ હોય" પાછળ થી શિવે કહ્યું
"ના હોય તો પણ તારે કયા ત્યાં ભણવું છે"કવિતા એ કહ્યું આ સાંભળી ને દિવ્યેશ અને શિવ બંને હસવા લાગ્યા
અને થોડી ઘણી મસ્તી કરી સૂઈ ગયા કાલ ની સવારની રાહ માં......
ક્રમશ:
********************************
મિત્રો તમને શું લાગે છે કાલે કોલેજ જઈને શું ખબર પડશે તે મનીષ અને જયંત ની વાત મા કેટલી સચ્ચાઈ હતી અને બધા હવે કેવી મુસીબત માં ફસાવવા ના છે
તમને આ સ્ટોરી કેવી લાગી તે તમે મને comment મા જણાવી શકો છો અને તમે મને પર્સનલ માં 7434039539 પર મેસેજ પણ કરી શકો છો