tane maari vaarta gami in Gujarati Short Stories by Prafull shah books and stories PDF | તને મારી વાર્તા ગમી?

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તને મારી વાર્તા ગમી?

વાર્તા

તને મારી વાર્તા ગમી?

એનું નામ મીનાક્ષી , પણ સૌ તેને મીનું કહે.. મારું નામ અવિનાશ પણ સૌ મને અવિ કહે.મારી ઓફિસમાં કામ કરે.અમે બંને એક જ ડિપાર્ટમેન્ટમાં કામ કરીએ. અમારા ડિપાર્ટમેન્ટનું નામ ફાઈલીંગ એન્ડ ડીસ્પેસ ડિપાર્ટમેન્ટ.અમે બંનેએ લગભગ એક સાથે જ નોકરી જોઈન્ટ કરી હતી, અઠવાડિયાનો ફરક હતો. આ તો થઈ એક સાધારણ વાત.

શરૂઆત હાય હલ્લોથી થઈ. અને દિવસ પૂરો થાય બાય બાય કરતાં. મારો ઓફિસ સમય સવારે નવ થી પાંચ, મીનુંનો ઓફિસ સમય સવારે સાડા નવથી સાડા પાંચ. છતાં ક્યારેક ક્યારેક કામનાં બોજને કારણે અમે સાંજે છ વાગે સાથે ઓફિસમાંથી નીકળતાં હતાં. તે પણ મારી જેમ મોર્નીંગ કોલેજમાં અભ્યાસ કરતી.તે આર્ટસ્ માં અને હું કોમર્સમાં અભ્યાસ કરતો હતો. કામનો બોજો એટલો હતો કે એકબીજા સાથે વાત કરવાનો પણ સમય ન મળે.એમાં વળી અમારા બોસની કેબીન પણ અમારી રૂમમાં હતી! અજાણતાં ક્યારે સ્પર્શ થઈ જાય તો સૉરી કહી દેતાં , જવાબમાં ઇટ્સ ઑકે કહી કામે લાગી જતાં હતાં.એક કલાકની લંચમાં એ બચેલા સમયમાં કશું લખતી હોય અથવા વાંચતી હોય અને હું ક્યારે ક્યારે તીરછી આંખે એને જોઈ લેતો પણ આ એક જસ્ટ ટાઈમ પાસ જેવું હતું.

શનિવારે અમને અર્ધો દિવસ હોય.બપોરે ત્રણ વાગે છૂટી જતાં.એ કાલબાદેવી રહે અને હું દાદર રહું.એ બસ પકડે અને હું ટ્રેન.

“ અવિ, આજે મને કંપની આપીશ ને?”

“ શેની કંપની?” મેં આશ્ચર્યથી પૂછ્યું.

“ મારે વાંદ્રા જવું છે.એવન ઓડીટોરીયમમાં.”

“ જરૂર.મારે પણ આવવાનું છે?”

“ આવશે તો મને કંપની મળશે..” કહી મારકણું સ્મિત કરી કામમાં લાગી ગઈ.આજે શનિવાર હોવાથી હું ટીફીન લાવ્યો ન હતો.મીનું ને એ વાતની ખબર કે હું શનિવારે ટીફીન લાવતો નથી. લંચ નો સમય થાય એ પહેલાં જ મીનુંએ મને કહી દીધું હતું કે મારે લંચ માટે બહાર જવાનું નથી.કારણમાં જણાવ્યું કે તે મારા ભાગનું ટીફીનમાં લાવી છે.થેંક્સ કહી હું કામે વળગ્યો.

જરૂર કરતાં આજે મોડું થયું હતું. અમે મુખ્ય રસ્તા પર આવ્યાં.મેં ટેક્ષી કરી.તે આશ્ચર્ય પામી.મેં કહ્યું કે અમે આજે ઓલરેડી લેટ છીએ.તેને સ્માઇલ કરતાં જવાબ આપ્યો ઓકે. શનિવાર હોવાથી લોકલ ટ્રેનમાં ભીડ ઓછી હતી.ટાઈમ પાસ થાય એટલામાટે વેફર્સનાં પેકેટ લઈ રાખ્યાં હતાં.

“ વાંદ્રા શેનો પોગ્રામ છે?”

“અરે! તને એક વાત પૂછવી તો ભૂલી ગઈ?”

“ કઈ?” વેફર્સનું પેકેટ તેને આપતાં મેં પૂછ્યું.

“ તને સાહિત્યમાં રસ છે?”

“ હા.વાર્તાઓ, નવલકથા વાંચી લઉં.”

“ હોબી?” તેને પોતાનાં ઉડાતાં ઝૂલ્ફોને રબ્બરબેંડમાં પેક કરતાં પૂછ્યું.

“ હોબી તો ન કહેવાય, પણ જસ્ટ ટાઈમ પાસ..”

“ એની હાઉ વાંચવાનો શોખ છે એ પણ આનંદની વાત છે.” મારો ખભો થપથપાવી કહ્યું.

“ તને સાહિત્યમાં રસ ખરો કે?”

“ સાહિત્ય મારો પ્રાણ છે.” કહેતાં એનો ચહેરો ગુલાબની જેમ ખીલી ઊઠ્યો.

“ કેવા પ્રકારનો શોખ છે?”

“એટલે... હું કંઇ સમજી નહીં?” ઉત્સુકતાથી તેને પૂછ્યું.

“ વાર્તા, કાવ્યો, નિબંધ વગેરે વગેરે..” વેફર્સનાં ખાલી પેકેટની ઘડી કરીને મારી બેગમાં મૂકતાં મેં પૂછ્યું.

“ ઓહ! ઈન્ટરેસ્ટિંગ.તને પણ સાહિત્યની સમજણ છે તે જાણી આનંદ થયો.” કહી મારાં ગાલે ટપલી મારી.મારા શરીરમાં એક કંપન પ્રસરી ગયું.

“ પણ આપણે ક્યાં જઈએ છીએ?”

“વાંદ્રા..”

“ એતો ખબર છે.. પણ..”

“ સરપ્રાઇઝ..” કહેતાં તે ઊભી થઈ.

“ ચલ ઊભો થા.. વાંદ્રા આવ્યું છે.” કહી મારો હાથ ખેંચ્યો.

જ્યાં અમે પહોંચ્યા તે નાનું મિની ઓડીટોરીયમ હતું. સો દોઢસો વ્યક્તિ સમાઈ શકે.અમે પહોંચ્યા ત્યારે કાર્યક્રમની શરૂઆત થઈ રહી હતી.મીનું એ વાતે ખુશ હતી કે અમે સમયસર પહોંચી ગયાં હતાં. “નવી કલમની ઓળખ” નું બેનર સ્ટેજ પર શોભી રહ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી થઈ. સંચાલકે રૂપરેખા સમજાવતાં કહ્યું કે નવા ઊગતા સાહિત્યકારો તેઓની રચના સંભળાવશે. શરૂઆત કાવ્ય ગઝલ પઠનથી થઈ. એકાદ કલાક પછી તીસ મિનિટના વિરામ પછી સૌ પોતપોતાની સીટ પર બેસી ગયાં હતાં. સંચાલકે માહિતી આપી કે હવે આજની પેઢીનાં ઊગતા વાર્તાકારો તેઓની વાર્તા રજૂ કરશે. મીનુનાં ચહેરા પર કોઈ અજબ પ્રકારની ઉત્તેજના, ઉત્સુકતા હું જોઈ રહ્યો હતો.આ જોઈ મેં પૂછ્યું, “ મીનું , તારી તબિયત તો સારી છેને? તું નર્વસ કેમ લાગે છે?”

“ ઓકે છું હું” ધીમેથી તે બોલી.એક પછી એક નવા વાર્તાકારો પોતપોતાની વાર્તાઓનું વાંચન કરતાં ગયાં. સંચાલકે ઊભા થઈને કહ્યું, “ આજના કાર્યક્રમનાં અંતિમ ચરણે આવે છે....” આ દરમ્યાન મીનું એ ખુરશીનાં હેન્ડલ પર મૂકેલા માર હાથને પકડ્યો.બીજા હાથે તે તેનાં કપાળ પર બાઝેલો પરસેવો લૂછી રહી હતી.એક ક્ષણ હું ગભરાઈ ગયો.પણ સંચાલકે મીનાક્ષીનું નામ જણાવ્યું અને મીનાક્ષી ઊભી થઈ. હુંઆશ્ચર્યથી જોઈ રહ્યો. તેને મારા તરફ જોયું અનેમારા મુખમાંથી શબ્દો સરી પડ્યાં “ બેસ્ટ ઓફ લક.”

કાર્યક્રમ પૂરો થતાં તે ઘરે જવા ઉતાવળી થઈ ગઈ હતી.રાત્રિનાં નવ થયાં હતાં.ટ્રેનમાં ભીડ ન હતી. તેને મારી સામે જોઈને કહ્યું કે આ તેનો પ્રથમ પ્રયાસ હતો સો બસો વ્યક્તિઓ વચ્ચે બોલવાનો. મેં તેનો ઉત્સાહ વધારતા કહ્યું, “ રીયલી તે સારું પઠન કર્યુ. સૌ વચ્ચે બોલવું એ પણ એક હિંમતનું કામ છે.”

“ તને મારી વાર્તા કેવી લાગી?’ પોતાની હથેળી પર મારી હથેળી મૂકતાં પૂછ્યું .

“ સરસ.મારું ધ્યાન તારી વાર્તામાં ન હતું?”

“ તો ક્યાં હતું?”

“ અત્યાર સુધીની તારી વર્તણુક પર.” મેં હસતાં હસતાં કહ્યું.

“ જરા સમજાય એમ બોલને અવિ.”

“ મને તારા પર ગુસ્સો આવ્યો?”

“ મારાં પર ગુસ્સો?”

“ એ ગુસ્સો પણ મીઠો હતો!”

“ અવિ, તું તો કવિતામાં બોલે છે. તું પણ કવિતા જેવું લખે છે?”

“ ના.આ તો આજે બોલાઈ ગયું ગાંડા જેવું.”

“ના આ ગાંડા જેવું નથી.ગુસ્સો અને તે પણ મીઠો!

વાઉ..આઈ લાઈક ધીસ..”

“ થેંક્સ.” હું તેને જોઈ રહ્યો.

“ પણ તે મને કહ્યું નહીં મારી વાર્તા વિશે?”

“ સાચું કહું અત્યાર સુધી તે મને કહ્યું કેમ નહિ કે તું લેખિકા છે. એ બાબતે મને જરા રીસ ચડી.પણ પછી મેં મારી જાતને સમજાવ્યું કે તારીમારી દોસ્તીને હજુ મહિનો પણ થયો નથી . લંચબ્રેકમાં તું હંમેશા કંઇ લખતી હતી તે દ્રશ્યો મારી આસપાસ ફરી વળ્યાં હતાં. સ્વભાવિક છે કે મારું ધ્યાન તે વખતે તારી વાર્તામાં ન હતું.” કહી હું ઊભો થયો.

“ તારી આ વાર્તા મને આપ હું રાતે વાંચી લઈશ.”

“ સ્યોર..” કહી તેને તેનાં પાકિટમાંથી તેને લખેલી વાર્તા આપી અને દાદર સ્ટેશન આવતાં બાય બાય કરતાં સ્મિતની આપલે કરતાં કરતાં હું ઊતરી ગયો.

બીજે દિવસે હું ઓફિસ પહોચ્યોં. કદાચ તે મારી રાહ જોઈ રહી હતી. તે જાણવા ઉત્સુક હતી તેની વાર્તા વિશે. કમનસીબે હું જેઓ પહોચ્યોં કે મારા બોસે મને કેબિનમાં બોલાવ્યો. હું મારા ટેબલ પર આવ્યો ત્યારે મીનું તેની જગ્યા પર ન હતી. મેસેજ લખી હું ઓફિસનાં કામે નીકળી ગયો.સાંજે આવતાં છ થઈ ગયાં હતાં. મીનું તેનું કામ કરી રહી હતી. મને પૂછ્યું, “ ક્યાં હતો?”

“ સી.એ.ની ઓફિસમાં.”

“ નીકળવાનું છે કે વાર છે?”

“ તું તૈયાર થા. મને પાંચ મિનિટ લાગશે.”

અમે મેઈન રોડ પર આવ્યાં. હું કંઈ બોલવા જતો હતો ત્યાં તે બોલી ઊઠી, “ ચાલ, કોફી પી લઈએ.”

“ જરૂર. તે મારા મનની વાત કહી.” હસતાં હસતાં અમે કાફે કોફી હાઉસમાં દાખલ થયાં. કોફીનો ઓર્ડર આપી મેં પૂછ્યું, “ રાતે ઘરે પહોંચતા મોડું થયું હશે?”

“ હા. પણ મેં ઘરે કહ્યું હતું મોડું થશે.”

“ તે મારી વાર્તા વાંચી કે?”

“ હા.” મેં જાણી જોઇને મારો પ્રતિભાવ ન દર્શાવ્યો.તેનાં ચહેરા પરની રેખાઓ તંગ થતી હું જોઈ રહ્યો.તે મને જોઈ રહી હતી.મને મજા આવી રહી હતી!

“ કોફી સાથે બિસ્કિટ મંગાવું કે?”

તે મને ધૂરકી રહી હતી.

“ કેમ આમ ગુસ્સાથી જોઈ રહી છે?” તે કશું બોલી નહીં.કોફી આવતાં ઉતાવળ હોય તેમ તેને કોફીનો મગ મોઢે માંડ્યો.

“ બહુ જલ્દી છે?”

“ હા..” ચિડાયેલા સ્વરે તેને કહ્યું.

“ તારી વાર્તા..”

કોફીનો મગ નીચે મુકતાં તેને પૂછયું, “ કેવી લાગી?”

“ સરસ.”

“ સાચ્ચે કે ..”

“ રીયલી.. સરસ હતી.”

“ થેંક્સ. મને એમ કે..તને નહીં ગમી હોય.”

“ ન ગમી હોત તો કહી દેત નથી ગમી.ખોટી ખોટી પ્રશંસા કરવાથી નુકશાન તો તને જ થવાનું છે.”

“ શું ગમ્યું?”

“ તને તો ઘરે જવાની જલ્દી છે ને?”

“ તું ખરેખર શરારતી છે.” કહી તે હસવા લાગી.

અને તે સાંભળતી ગઈ તેની વાર્તાની મારા દ્રારા કરવામાં આવેલી ખૂબીઓ.તે ખુશ હતી.અને હું પણ ખુશ હતો એક અણજાણ છોકરી સાથે પહેલીવાર આ રીતે વાતો કરી હતી!

પછી તો શનિવારે તે તેની વાર્તા સંભળાવે , વાંચી લીધાં પછી પૂછે , “ તને મારી વાર્તા ગમી?” અને અમે તેનાં પર ટીપ્પણી કરતાં રહીએ. એકવાર મેં પૂછ્યું ,

“ તું વાર્તા કેવી રીતે લખે છે?”

“ સાચું કહું એ મને પણ ખબર નથી. એક આદત અને એક ગોડ ગીફ્ટ..”

“ વાર્તાનો વિષય કેવી રીતે મળે છે..”

“ તું માને કે ન માને મગજમાં વિચારો આવતાં રહેતાં હોય છે..તે દરિયામાં આવતાં મોજોઓની દોડાદોડ જોઈ છે? બસ એવું કશુંક...”

“ તો તું સતત વિચારોમાં જ હોય છે?”

“ એ સમજાવવું મારા માટે મુશ્કેલ છે.ઘણીવાર થોડુંધણું લખાય પછી આગળ શું લખવું તે સમજાય નહીં અને વાર્તા અધૂરી પડી રહે, ક્યારે ક કાગળિયાં ફાડીને કચરા પેટીમાં નાખી દઉં.તો ઘણીવાર એકાદ ક્ષણમાં ન ધારેલું હોય અને લખાઈ જાય.આપણું ઈનર માઈન્ડ સતત ક્રિયાશીલ હોય છે આપણી જાણ વગર... અને વિષય મળી જાય... ઘણીવાર લખવા માટે તરફડવું પડે. આંખ સામે નદી તો પણ પાણી પીવાય નહીં તેવી સ્થિતિ હોય. તું નહીં માને એકવાર તો રાતે બે વાગે આંખ ખૂલી ગઈ અને લખવા બેસી ગઈ હતી.કોકવાર સાવ અચાનક મોંમાં પતાસું આવે તેમ વાર્તા લખાઈ જાય કોઇ પણ જાતની પૂર્વતૈયારી કર્યા વગર. એક વાર્તા તો એક વરસ પછી મંડાઈ હતી.વિષય હાથવગો પણ લખવા બેસું તો માઈન્ડ શૂન્ય થઈ જાય.”

“ શું વાત કરે છે!”

“ હા.ઘણીવાર પાત્રનાં નામ લખવાની પણ તકલીફ. કોઈ બંધ બેસતી પાઘડી પણ પહેરી લે અને આપણને મહેણાં મારી જાય!

“ વાર્તા લખ્યાં પછી કેવી લાગણીઓ થાય?”

“ જેવી વાર્તા લખવાનું શરૂ કરીએ અને વાર્તા પૂરી ન થાય ત્યાં સુધી મને એમ લાગે કે હું દુનિયાથી ક્યાં ક દૂર છું. વાર્તા પૂરી થયા પછી લાગે કે માથા પરથી કોઈ અલગ પ્રકારનો ભાર ઉતરી ગયો છે.”

“ એટલે કે રીલેક્સ જેવું?”

“ હા, એવું જ!”

“ પછી?”

“ પછી મારી વાર્તા કોઈ વાંચે અને તેઓનો અભિપ્રાય માટે મન ઝંખ્યા કરે!”

“કોઈ તારી વાર્તા વખાણે તો અને ના વખાણે તો તને શું થાય?”

“ વખાણે તો આનંદ થાય.ન વખાણે તો મન મારું દુભાય. અનુભવે સમજાયું કે કેટલાક લોકો વાર્તા વાંચ્યા વગર વખાણે અને કેટલાક વાંચ્યા વગર જ ખોડ કાઢે. અને અમારા જેવા નવા નિશાળિયાઓને સાઈડ લાઈન કરી નાખે.”

“ પણ તારી વાર્તા કોઈ વખાણે એવો આગ્રહ તું શા માટે રાખે છે? જો તારી વાર્તા સારી હશે તો તને સામે ચાલીને તેઓ તેમનો અભિપ્રાય આપશે .”

“ તારી વાત સાચી છે.પણ આપણે તો હ્યુમનબીઈંગ છીએને! કોઈ આપણાં કાર્યની પ્રશંસા કરે એવી તો ઈચ્છા થાય જ ને.પણ હવે એવું થતું નથી.અનુભવે ઘડાતા જઈએ.”

“ વાહ. પણ કોઈ તારી વાર્તાને નિર્દય રીતે કચડે તો ગુસ્સો આવતો હશે?”

“ નેચરલી. શરૂઆતમાં ગુસ્સો આવતો?”

“ કેવો?”

“ લીમડા જેવો કડવો..” મારી આંખમાં આંખ પરોવીને તે કહેતી અને અમે હસી પડતાં હતાં.

“ કહેવત છે ને અનુભવે માણસ ઘડાય.ધીમે ધીમે હું વિચારવા લાગી મારી વાર્તા જો લોકો વાંચે એમ જો ઈચ્છું તો મારે તેમનાં અભિપ્રાયોને સ્વીકારવા જોઈએ.આપણને ઉપયોગી થાય તો લેવાનાં અને ના થાય તેને બાજુ પર મૂકવાનાં એવું હું માનું છું.”

“ સરસ.હું તારી વાતમાં સંમંત છું.”

“ બીજી એક વાત, લેખક જ્યારે લખે છે ત્યારે તેને તેની એક દુનિયા હોય છે, એક કલ્પના હોય છે. એ દુનિયા, એ કલ્પનામાં સૌ કોઈ તો ના પ્રવેશી શકેને.”

“ પોશીબલ છે .”

આમ હું જાણે અજાણે સાહિત્ય જગતમાં પગ પરોવતો થઈ ગયો.ધણીવાર હું કવિતા લખતો તેને સંભળાવતો અને અમે ખોવાઈ જતાં સાગરના ઘૂઘવાતા મોજાઓમાં.ક્યારેક ક્યારેક હું ગુલાબનું ફૂલ, મોગરાનો ગજરો તેને આપતો અને તે શરમાતાં શરમાતાંઞપૂછી લેતી ,

“ મારાં માટે લાવ્યો?”

હું તેને ચીડવવા કહેતો, “ ના. આતો મારા ઘરમાં મારી મમ્મી ભગવાનને ચડાવા બનાવે છે. પછી તે તારા માટે લાવું છું.પ્રસાદ સમજીને સ્વીકાર કર.”

“ ના કરું તો?”

“ ભગવાનનો પ્રસાદ કોઈ અસ્વીકારે?”

“ તને નહીં પહોંચાય .” કહી કોઈ વિચારોમાં ખોવાઈ જતી.

X. X. X

હું ખુશ હતો. મારું ગ્રેજ્યુએશન મેં પૂરું કર્યું હતું. મીનું એ મારી ઓફિસમાંથી નોકરી છોડી દીધી હતી. એ વાતને ત્રણ વરસ થઈ ગયાં હતાં.મોબાઈલનો નંબર બદલાઇ ગયો હતો.હું આસીસ્ટંટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. શનિરવિની રજા હું અઠવાડિયા ભરનો થાક ઉતારવામાં વાપરી નાખતો હતો. એક શનિવારે મોબાઈલ રણક્યો.નંબર અનનોન હતો.

“ હાય અવિનાશ હાઉ આર યુ?” અવાજ ચીર પરિચિત હતો.પણ ઓળખ પડતી ન હતી.

“ ઓળખ પડી કે નહીં..”

“ હું એ જ વિચારું છું...”

“ યાદ કર...”

“ એક કામ કર કોઈ ક્લુ આપ...” તે ખિલખિલાટ હસી પડી.

“ ગુસ્સો કેવો હોય અવિ?”

“ ઓત્તારી... તું મીનું.. કેમ ખરું ને” મેં હસતાં હસતાં પૂછ્યું, “ અરે તું છે ક્યાં... મોબાઈલ નંબર બદલી નાખે.. જણાવે પણ નહીં... અને તારું લખવાનું કેવું ચાલે છે?”

“ અચ્છા તો એ હજી યાદ છે! થેંક્સ ગોડ! મને એમ કે તું બધું ભૂલી ગયો હશે?”

“ તું બધું ભૂલી ગઈ હશે?”

“ તને ટાઈમ છે?”

“ કેમ? ખાસ કોઈ સરપ્રાઇઝ?”

“ કદાચ હોઈ શકે.. પણ મારી વાર્તા તને સંભળાવી છે અને..”

“ અને તું ધીમેથી પૂછીશ તને મારી વાર્તા ગમી?”

“ બોલ સાંજે ફાવશે?”

“ જરૂર જરૂર.” મેં ઉત્સાહથી કહ્યું.

“ ક્યાં મળશું?”

“ એક કામ કર મારા ઘરે આવી જા.શાંતિથી તારી વાર્તા હું સાંભળી શકીશ.અને ઘરમાં હું એકલો છું.”

“ ઓ.કે.”

હું માની જ શકતો ન હતો કે મીનું સાથે આ રીતે ફરી મળી શકીશ.યાદોને વાગોળતા વાગોળતા હું તૈયાર થઈ તેની રાહ જોઈ રહ્યો હતો.ડોરબેલ રણકી..

“ આવ.ઘણાં વરસે આમ મળશું સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું”.

તે બેઠી.ટિપોય પર પાણીના ગ્લાસ, થરમોસમાં કોફી,મગ ગોઠવીને રાખ્યાં હતાં. એ એની વાર્તા સંભળાવતી ગઈ અને હું સાંભળતો ગયો. વાર્તાની નાયિકાનું નામ મીનું. મીનું એક મહત્વાકાંક્ષી છોકરી હતી. તેનાં પિતા નાનપણમાં જ દેવલોક થયાં હતાં.તેની મા મ્યુનિસિપલ ઓફિસમાં સફાઇ કામ કરતી હતી.એનાં ઘરમાં એનાં મામામામીનું વર્ચસ્વ હતું.મીનુંની જ્ઞાતિમાં ભણેલા છોકરાઓની કમી હતી. મોટાભાગના છોકરાઓને પાનબીડી, દારૂનું વ્યસન. મીનું શાળામાં શિક્ષકા હતી.ઉંમર લાયક થતાં તેનાં પર જ્ઞાતિનાં છોકરા સાથે લગ્ન કરવાનું દબાણ થઈ રહ્યું છે.મીનું પાસે બે વિકલ્પો હતાં.કુંવારા રહેવું યા સમાજનાં છોકરાં સાથે લગ્ન કરવાં. પહેલો વિકલ્પ મામામામીનાં દબાણ સામે શક્ય ન હતો. બીજો વિકલ્પ તેને માન્ય ન હતો. તેને એક બોય ફ્રેન્ડ હતો જે ઉચ્ચ જ્ઞાતિનો હતો પણ તે તેને સ્વીકારશે કે કેમ તે એ પ્રશ્ન હતો. તેને ગળા સુધી ખાતરી હતી કે જે ક્ષણે તેનો બોય ફ્રેન્ડ તેની જાતિ વિશે જાણશે તો ના પાડશે અને એક આદર્શ ફ્રેન્ડશીપનો અંત આવશે.હવે મીનું રોજરોજનાં કંકાસથી કંટાળી જીવન ટૂંકાવવી મુક્ત થવા જઈ રહી છે નવા જીવનની પ્રાપ્તિ માટે ....

વાર્તા સાંભળી હું અપસેટ થઈ ગયો.હું મીનુંને જોઈ રહ્યો. મારી આંખમાં આંખ પરોવીને વાતો કરતી મીનુની નજર આ વખતે નીચે ઢળેલી હતી.તેને કાગળોની ઘડી કરી એ કાગળો ટીપોય પર મૂક્યાં અને ધીમેથી પૂછ્યું, “ તને મારી વાર્તા ગમી?”

હું કશું ના બોલ્યો. ઘડિયાળમાં જોયું. રાત્રિના નવ થયાં હતાં. મેં કહ્યું, “ મીનું , ચલ હોટલમાં જઈએ.ઘણાં વરસે મળ્યાં છીએ.પહેલાં કોઈ હોટલમાં જઈને પેટપૂજા કરીએ પછી તારી વાર્તાનું પોસ્ટમોર્ટમ કરીએ. વોશરૂમમાં જઈને તું તૈયાર થઈને આવ. રસોડામાં મંદિર છે.ત્યાં ગજરો છે તે પણ લઈ લેજે. હું પણ તૈયાર થઈને આવુ છું.”

રાત્રિનાં અગિયાર થયા હતાં.તે સતત મને જોઈ રહી હતી.તેનો ચહેરો સૂરજ પ્રકાશની રાહ જોતાં સૂર્યમુખીનાં ફૂલ જેવો હતો. છવાયેલાં અંધકાર જેવા મૌનને છેદતા મેં કહ્યું, “ મીનું મને તારી વાર્તા ગમી. સરસ છે.પણ વાર્તાનો અંત તારે સુધારવો પડશે.ક્યારે પણ અનુમાન કરી અંધારાં કૂવામાં કૂદવું ન જોઈએ.એક વાર પૂછવામાં શું જાય છે? આપણે કરેલાં અનુમાનો હંમેશાં સાચાં હોતાં નથી. ચાલ આપણે જઈએ.”

“ ક્યાં?” તેને દબાયેલા સ્વરે પૂછ્યું.

“ તું આવીશ મારી સાથે?”

“ અત્યારે?”

“કેમ ? ડર લાગે છે?”

“ ના.” તેને મારી આંખમાં આંખ પરોવી દઢતાથી કહ્યું.

“ મંદિરે જઈએ અને ઈશ્વર સમક્ષ કબૂલ કરીશ કે મને તારી વાર્તા અને..”

“ અને..”અધીરાઈથી તે બોલી ઊઠી

“ અને તું પણ મને ગમી છે. તારી વાર્તા છે અને તું પણ સરસ છે”.

અને તેનો ચહેરો સૂર્યમુખીનાં ફૂલની જેમ ખીલી રહ્યો હતો.....

સમાપ્ત

પ્રફુલ્લ આર.શાહ.

એપ્રિલ ૧૭ ૨૦૨૦