confused - 1 in Gujarati Horror Stories by soham brahmbhatt books and stories PDF | અસમંજસ - 1

Featured Books
Categories
Share

અસમંજસ - 1

ભણતર પછીની વીડમણાઓ :-

કુદરતી વાતાવરણનું સાંનિધ્ય હતું. સવાર પડી લોકો વોકિંગ કરવા તો ક્યાંક ઓફીસ જવાની ઉતાવળ તો ક્યાંક પરમ શાંતિ નો અનુભવ કરી ઊંઘ કરતા મારા જેવા કુંભકરણ. હા....હવે તો ભણતર પૂરું એટલે શાંતિ હાસ. થઇ પરંતુ હવે જ ઘોડા દોડવાના છે લાઈફના.......સવારના ૯ થવા આવ્યા. એલાર્મ જોરથી વાગવા લાગ્યું છે. મમ્મી કિચનમાં કંઇક બનાવી રહી છે. મમ્મી બુમ મારે છે. ઓ સાહેબ ...ક્યારે ઉઠશે ?.. તું ઉઠ ને બેટા મેરા પ્યારા સેહજાદા..કોઈ કામ નથી તારે ...મમ્મી ઝડપથી રૂમમાં આવે છે અને એલાર્મ બંધ કરે છે. અને ઉઠાડે છે. ઉઠ વિરેન હવે ચલ દસ થવા આવ્યા છે. હમં મમ્મી ઉઠું છું...આંખ ચોળતા ચોળતા !!

‘’ હે ભગવાન આનું શું થશે. ? વિરેન ફ્રેશ થઇ નાસ્તો કરવા બેઠો..ત્યાંજ વિરેનના પપ્પા પણ ટીફીન લઇ ઓફીસ જવા નીકળ્યા .. થોડા અટકતા બોલ્યા... તું આમ ક્યાં સુધી રખડપટ્ટી કરશે.. હવે કમાવવા નું ચાલુ કર નાઈ તો તારી સાથેના બધા તારી આગળ નીકળી જશે. આજે માણસની કિમત નહી, બેટા પૈસાની કિમંત છે. ભલે આજે તને મારા બોલ કડવા લાગતાં હોય પણ કાલે જયારે તને ઠોકર લાગશે ને ત્યારે તું મને યાદ કરશે. ઓ હેલ્લો ગોડ ફાધર શાંતિ રાખો ને યાર....હું તો મોટો બીઝનેસ મેન બનીશ ..બીઝનેસ વાળી હવે પેલા નાવા જા ગોબરેશની બારસ. પપ્પા કટાક્ષ કરતા ઓફીસ નીકળ્યા.

અચાનક મારા જીગરી જાન મિત્ર અજયનો ફોન આવ્યો. ‘’ અબે વિરેન ક્યાં છે તું જલ્દી આવે તને એક ગુડ ન્યુઝ દેવા છે. ૨૦ મીનીટમાં અડા પર મળીએ. તૈયાર થઇ એ સમયનુસાર અજય પાસે ગયો. ચા પીતા એણે કહ્યું કે જામનગરમાં એક નોકરી છે તું જઈશ મારે જવાઈ એમ નથી મને પપ્પા નહી જવા દે. એટલે બસ આપડે આ તો જો તું હતું કે ઘરની બહાર તો પછી મેં તો સીધી હા પાડી પપ્પાને ફોન કરી વાત કરી અને બેગ પેક કરી ભાઈ ! તો સવારની બસમાં નીકળ્યા જામનગરની સવારીએ........બસમાં મારી બાજુમાં પણ મારી જેવો જ વ્યક્તિ બેસો હતો એટલે આપને ફાકા ફોજદારી કરી શરુ. થોડીવારમાં એ મારો મિત્ર બની ગયો એ પણ જામનગર નોકરી કરતો હતો. મૂળ રાજકોટનો. એનું નામ રવિ.

૩ મહિના પછી

નોકરીમાં હું સેટ થઇ ગયો પપ્પા પણ ખુશ હતા. મને કમાતો જોઈ.......હવે ......વિરેનને તેનાં મકાન માલિક સાથે ઝઘડો થઇ ગયો અને તાત્કાલિક એક મકાન ભાડે જોઈતું હતું. અવડા મોટા શહેમાં રાત્રે ક્યાં મકાન ભાડે શોધવા જશે તેની ચિંતા હતી. અને ઉપરથી શની – એવી હતા. ધવલે તેનાં મિત્ર રવિને કોલ કર્યો.

વિરેન : રવિ ક્યાં છો ??

રવિ : હું તો બહારગામ છું એક પ્રસંગમાં ... બોલ ને શું હતું ?

વિરેન : મારે અરજન્ટ એંક ફ્લેટ કા તો ઘર કા તો કઈપણ ચાલશે યાર. ! તારો પેલો ફ્રેન્ડ છે બિલ્ડર કોન્ટેકમાં ? તેને પૂછ ને !

( રવિના કોન્ટેક્ટમાં એક બિલ્ડર હતો એટલે એણે કોલ કરીને તપાસ કરી )

રવિ :- તેનાં બધા ફ્લેટ વેચાઈ ગયા છે પણ એક ફ્લેટ હમણાં જ ખાલી થયો છે....પણ આખી બિલ્ડીંગમાં હમણાં તો કોઈ નથી..... તારે જવું છે. ? હું તને નંબર મેસેજ કરું છું વાત કરી લેજે.

વિરેન : યાર ! આખી બિલ્ડીંગમાં કોઈ રહેતું નથી.....પણ કાંઈ વાંધો નહિ....એવું કાંઈક હશે કે નહિ ફાવે તો બદલાઈ નાખીશું....બીજી શું...

( ત્યાં કોઈ રહેવા જતું હતું નહી એ વિરેનને ખબર નહતી કે શું કામ ? અને ત્યાં રહેતા બધા લોકોને ક્યારેક ને ક્યારેક કાંઇક હોવાનો અનુભવ થઇ ગયો હતો. જો કે વિરેન ને પણ આ વાતની જાણ નહતી કે અહિયાં આવું કાંઈ હશે....પણ અરજન્ટ હોવાથી વિરેન ત્યાં તરત જ રહેવા જતો રહ્યો. )

વિરેન :- થેન્ક્સ ભાઈ ! સોમવારે મળીયે......

બિલ્ડીંગએ પહોચીને........

વિરેન :- ભાઈ વોચમેન કાલે રવિવાર છે તો કાર ધોઈ નાખીશ. ?? .....

વોચમેન :- અરે સાહેબ ! કાલે તો મારે એક પ્રસંગમાં જવાનું છે. અને રાત્રે મોડો આવીશ અહિયાં, તો કહેતા હોય તો રાત્રે ધોઈ આપું ?

વિરેન :- સારું કાંઇ વાંધો નહિ. જયારે આવ ત્યારે ધોઈ દે જે બરોબર......

વોચમેન :- ભલે સાહેબ.

( રવિવારની સાંજે )

વિરેન ને તેની કંપનીના ફંક્શનમાં રાત્રે ૮ વાગે જવાનું હતું ... વિરેન તેનાં સમય પર તૈયાર જ હતો અને તેનાં બિલ્ડીંગના ૧૨માં માળેથી લિફ્ટથી નીચે પાર્કિગમાં જતો હતો.

ત્યાં અચાનક જ લાઈટ જતી રહી અને બધું ભેગું થયું. હવે ૯ માળે લિફ્ટ અટકી ગઈ. નીચે વોચમેન પણ નહતો કે જનરેટર ચાલુ કરે ? વિરેન એ થોડીવાર રાહ જોયી કે લાઈટ આવી જશે !! પણ એક કલાક ઉપર થવા લાગ્યું લાઈટ હજુ આવી નહી....કોલ કરે પણ કઈ રીતે ?? નેટવર્ક તો આવતું જ ન હતું... થોડીવારમાં તે પરસેવે ન્હાઈ ગયો... ગરમીથી હાલ બેહાલ થઇ ગયો હતો. વિરેને પંખાને ખોલવાની કોશિશ કરી કે કદાચ ખુલી જાય અને લીફ્ટની બહાર નીકળી શકે. પરંતુના ખુલ્યો. છે કોઈ ????? મારી કોઈ હેલ્પ કરો ???? વિરેન એ જોરથી બુમ પાડી. પરંતુ કોઈ જ ના આવ્યું.

અંતે વિરેન બે ભાન થઇ ગયો.... થોડીવાર પછી જયારે જાગ્યો તો જોયું દરવાજો ખુલો હતો. પરંતુ વિરેન ને એ નવીન લાગ્યું કે લાઈટ તો છે નહી છતાંય દરવાજો જાતે ખુલ્યો કઈ રીતે ?

લિફ્ટની બહારનીકળતા જોયું તો એક આછા ગુલાબી રંગની સાડી પહેરેલી છોકરી તેની નજીક આવતી હતી...વિરેન બાજુમાં જોયું અને પાછળ જોયું ત્યાં અચાનક જ તે છોકરી એ ની નજીક આવી ગઈ. વિરેન ગભરાઈ ગયો અને પડી ગયો પરંતુ તરતજ ઉભો થઇ ને ભાગ્યો અને પગથિયાંથી નીચે ઉતરવાની બદલે તે એક ફ્લેટમાં અંદર જતો રહ્યો......વિરેન કાંઇ સમજે એ પહેલા દરવાજો તેની જાતે જ બંધ થઇ ગયો.....

વિરેનને સમજણ ના પડી કે પગથીયા ઉતરવાના બદલે ફ્લેટમાં કેમ આવી ગયો. ? તેને ફ્લેટમાં જોયું તો સામાન હતો. ઘરમાં સોફા, ટીવી, પંખા તથા કિચનની બધી સામગ્રી તેવી જ રીતે બન્ને રૂમમાં બધી જ વસ્તુ હતી. આ જોઈ તે ચકિત થઇ ગયો. આ બધો સામાન અહિયાં છે.....દરવાજો તેની જાતે જ ખુલી ને બંધ થઇ ગયો અને અહિયાં કોઈ છે પણ નહી !! ??? વિરેન એ રૂમમાં જોઈ આવ્યો અને જોયું તો દીવાલો પર ફોટાઓ પણ હતા. અને કોઈ નાના બાળકે દીવાલ પર ડ્રોઈંગ પણ કરેલું હતું.

દરવાજા પાસેની દીવાલ પર તારીખો અને ‘’ લાડકી ‘’ નામ સાથે .....વિરેનને ઘણું વિચિત્ર લાગતું હતું ને એક નાની બાળકી રૂમની બહારથી દોડતી દેખાણી પરંતુ વિરેન બહાર પહોચ્યો તો કોઈ નહતું....હવે વિરેન ડરવા લાગ્યો..

વિરેન હોલમાં ઉભા રહ્યો હતો અને તેને એક રૂમમાંથી એક સ્ત્રીનો રડવાનો અવાજ આવતો હતો. રૂમની નજીક જઇને જોયું તો બારી પાસે એક આછા ગુલાબી રંગનું કપડું દેખાણું...નજીક જઈ ને વિરેન જોયું તો એ જ સ્ત્રી હતી જે લિફ્ટ બહાર દેખાણી......પરંતુ અચાનક જ એ સ્ત્રીનો ચેહરો જોઇને વિરેન હલબલી ગયો કારણકે અડધો ચેહરો લોહી વાળો હતો અને તેની આંખો હતી જ નહી......એ ભાગ્યો અને હોલમાં પરત આવી ગયો...વિરેન તેનો ફોન તપાસ્યો પણ મળીયો નહિ. એણે વિચારીયું કે ફોન ફ્લેટની બહાર જ પડી ગયો હશે.

તેને તે નાની છોકરી ને જોયી કદાચ તે ‘’લાડકી’’ જ હશે. જેવો તે ત્યાં પહોચ્યો જોયું તો છોકરીનું ફ્રોક આખું લોહી વાળું લાલ રંગનો મોટો ધબ્બો હતો. અને તે છોકરી એ બુમ પાડી ....’’મમ્મી.....’’ અને અચાનક ગાયબ થઇ ગઈ...

વિરેનના તો હોશ ઉડી ગયા હતા.....પરંતુ એક વાત વિરેન નોટીસ કરી કે ફ્લેટની બધી દીવાલોએ કાળા કાળા મોટા મોટા ધબ્બા પડેલા છે...જાણે આખો ફ્લેટ આગની જ્પેતમાં આવી ગયો હોય... વિરેન હોલ ગયો અને એક જગ્યા સાફ કરીને બેસી ગયો...વિરેનના હાલ તો ગરમી અને ડરના કારણે ખરાબ થઇ ગયા હતા..ચાર થી પાંચ કલાક થઇ ગયા હતા ફ્લેટમાં ફસાઈ રહેવાથી ગરમી ના કારણે તેને તરસ વધારે લાગી હતી અને પાણી ણ મળતા ચક્કર આવા લાગ્યાં ...જોત જોતાં ત્યાં તે ત્યાંજ બેઠા બેઠા બેહોશ થઇ ગયો.

બેહોશ થતા જ તે એક ઘરમાં પહોચી ગયો હોય એવું લાગ્યું.....ઘરમાં નાની છોકરીનો જન્મદિવસ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી હતી... એ છોકરીએ એક સ્ત્રી જેણે આછા ગુલાબી રંગની સાડી પહેરેલી હતી તેને એક દીવાલ પર ઉભી રાખીને...તે છોકરીની હાઈટ અને તારીખ ‘’ લાડકી ‘’ નામ સાથે લખી રહી હતી.

થોડીવાર પછી વિરેનએ જોયું કે છોકરી દીવાલમાં ડ્રોઈંગ બનાવી રહી છે....છોકરી તેની નજીક આવીને બોલી કે ચાલો પાપા કેટલી વારથી રાહ જોઈ રહ્યા છીએ હું અને મમ્મી..ક્યાં ખોવાઈ ગયા હતા....

અરે .......પાપા હે ! વિરેનતો વિચારમાં પડી ગયો મને પાપા કેમ બોલવે છે . ? ખરેખર લાડકી વિરેનને નહી પરંતુ તેની બાજુમાં બેઠેલા એક બીજા વ્યક્તિ હતો તેને પાપા કહીને બોલવી રહી હતી. એ કેક વિરેન જોઈ તો તેનાં પર ‘’ લાડકી’’ નામ લખેલું હતું. સામે અરીસામાં જોયું તો વિરેન પોતે એકલો ન હતો. પરંતુ રવિ સાથે હતો. અને અરીસા ઉપર રવિ તે સ્ત્રી અને લાડકીનો ફોટો લટકાયેલ હતો. તે એ જ ફ્લેટમાં જેમાં એ છે. અત્યારે ફસાયેલો......

વિરેન અચાનક ભાનમાં આવ્યો. અને વિચારવા લાગ્યો કે અરે ....આ રવિ કઈ રીતે ??એ સ્ત્રી અને લાડકી સાથે.મને કેમ સપનામાં આવ્યા ? હું કેમ અહિયાં ફ્લેટમાં આવી રીતે ફસાઈ ગયો છું .....??? વિરેનનું માંથું ચકરાવવા લાગ્યું.... વિરેન કોશિશ કરી કે તે ઉભો થઇને બહાર નીકળે ! પરંતુ તે ઉભો જ ના થઇ શક્યો... તેની તબિયત વધારે બગડી......

વિરેનની તબિયત ખુબ બગડી ગઈ....ફ્લેટમાં વિચિત્ર વસ્તુઓ થતાં જોઈ વિરેન ને ડર વધુ લાગવા લાગ્યો હતો....અચાનક જ ફ્લેટમાં સફેદ ધુમાડો થવા લાગ્યો. વિરેનની હાલત નો નહતી જ કે તે ઉભો થાય અને કાંઇક કરે ..તે ત્યાંજ બેઠો રહ્યો અને ધુમાડો જોતજોતામાં આખા ફ્લેટમાં પ્રસરી ગયો. ફરી તે બેભાન થઇ ગયો. ....

થોડા ક્ષણોમાં ફરી વિરેન બેહોશ હાલતમાં તે સપના આવવા લાગ્યાં એ જ ઘટના ફરી થવા લાગી...વિરેનને અંતમાં જોયું કે લાડકી પિતા કહીને બોલાવે છે પરંતુ તેને નહી. લાડકી પાપા કહીને મારી બાજુમાં બેઠેલા રવિને બોલાવતી હોય છે....આ દ્રશ્ય તેને અચંબિત કરનારું હતું આવું તે કેમ બની શકે યાર ?????? આ બધું ચાલી રહ્યું છે ત્યાં જ રવિ તેની સામે જોવે છે...અને બધું ત્યાં નું ત્યાં જ થામી જાય છે. ???? વિરેન ગભરાઈ ગયો કે આ બધું થમી કેમ ગયું ???? અને તરત જ રવિ બોલ્યો ‘’ વિરેન ! મારી હેલ્પ કર પ્લીઝ . ‘’ વિરેન એકદમ ભાન માં આવી જાય છે અને જુએ છે કે પેલો વોચમેન તેની સામે હોઈ છે..........પાર્ટ -૨ અવશ્ય વાંચજો...