yarriyaan - 9 in Gujarati Love Stories by Dr.Krupali Meghani books and stories PDF | યારીયાં - 9

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

યારીયાં - 9

આજે એનવીશાને જોયા પછી સમર્થને આખી રાત ઊંઘ નથી આવતી. થોડીવારે બારી પાસે જાય.... થોડીવાર પોતાના ફોનમાં સમય પસાર કરે... થોડીવાર ગેમ રમે... છતાં પણ તેનું મન આજે કોઈપણ વસ્તુમાં લાગતું નથી.

આખી રાત સમર્થની નજરમાં એનવીશા નો ચહેરો ફરે છે. તે ખુદ પણ પોતાની જાતને તેના વિચાર કરતા રોકી નથી શકતો.જાણે એક અલગ પ્રકારનું આકર્ષણ પોતાને એનવીશા તરફ ખેંચતુ હોય એવું તેણે લાગે છે.

એનવીશા નો એ ખૂબસુરત ચહેરો પોતાની આંખો બંધ કરતા જ સામે આવી જાય છે. તેના ખૂબ પ્રયાસ કરવા છતાં સમર્થ ને આજે ઊંઘ નથી આવતી.

રાતે પોતાનું લેપટોપ ખોલીને એનવીશાનુ fb એકાઉન્ટ ચેક કરે છે. એનવીશાના પ્રોફાઈલ પિક્ચરને નિહાળે છે તેની બધી ડિટેઈલ્સ ચેક કરે છે.

પોતાના લેપટોપમાં જ અને એનવીશાના ફોટોઝ જોવામાં જ તેનો સમય પસાર થઈ જાય છે. તેને આ‌ રાત્રી જાણે અત્યાર સુધીની બધાથી ટૂંકી રાત્રી લાગે‌ છે. આ બધામાં સમય કેમ હાથમાંથી પસાર થઈ ગયો તે પોતે ખુદ પણ ના જાણી શક્યો.

સવાર પડતાં જ તે વહેલો ઊઠીને તૈયાર થઈને પોતાના કોલેજ માટે નીકળ્યો. કેમ્પસમાં સ્ટુડન્ટસની અવરજવર ખુબ ઓછી દેખાતી હતી. રોજે લેટ આવનારો સમર્થ આજે સમય પહેલા જ કોલેજે એ પહોંચ્યો હતો.

તેના ફ્રેન્ડસ ધ રોયલ્સ પણ હજી આવ્યા ન હતા. બધે નજર ફેરવીને તેને લાઇબ્રેરીમાં જવાનો વિચાર કર્યો. લાઈબ્રેરીમાં જઈને પોતાના સ્ટડી ને લગતી બધી બુક્સ જોવા લાગ્યો. અને નોટસ બનાવવા લાગ્યો.

થોડીવાર થતા સમર્થ ના ફોનમાં રીંગ વાગી.

સમર્થ : હેલો

પંથ : તારા ઘરની નીચે ઉભો છું ક્યારનો હોર્ન વગાડું છું સંભળાય છે કે નહીં ચાલ ને ઝડપથી બધા આપણા બંનેનો મ્યુઝિક સ્ટુડિયોમાં રાહ જોવે છે આપણે કોલેજ પહોંચતા પહેલાં રિહર્સલ્સ‌ પણ કરવાની છે.

સમર્થ : થોડો જપ‌ લે ભાઈ અને શાંતિથી સાંભળ હું ઘરે નથી હું કોલેજ પહોંચી ગયો છું. અને..

પંથ તેની વાત વચ્ચેથી જ કાપે છે.

પંથ : એક મિનિટ શું બોલ્યો તું ... તું અત્યાર માં કોલેજ.
ભાઈ કરે છે શું ત્યાં અત્યારમાં.

સમર્થ : કંઈ નહીં આપણા study materials માંથી નોટસ બનાવું છું લાઇબ્રેરીમાં.

પંથ આ વાત સાંભળીને પોતાની હસી નથી રોકી શકતો.

પંથ : યાર સાચે તું અને લાઇબ્રેરીમાં મને થયું કે લાસ્ટ બોર્ડની એક્ઝામ પછી તે લાયબ્રેરીમાં જવાના નામે જ નારીયેળ વધેરી નાખ્યું છે.

સમર્થ : (થોડો ચીડાઈને) શું યાર કોઇપણ વાત મસ્તી વગર તું ના કરી શકે ને.

પંથ : ઓકે ઓકે સોરી બસ લાગે છે કે હવે અમારો ખૂબ પાછળ છૂટી ગયેલો સમર્થ પાછો આવી રહ્યો છે. સારું ચાલ હું સાંજની રીહર્સલ્સનુ બધાને કહી ને કોલેજ પહોંચું છું. બાય.

સમર્થ : ઓકે તો આપણે સાંજે રિહર્સલ્સ કરીશું બાય.
થોડા સમય પછી પંથ પણ કોલેજ પહોંચીને લાઇબ્રેરીમાં જાય છે.

લાઈબ્રેરી ના ડોર પાસે ઊભો રહીને પંથ સમર્થને ગોતે છે બધે નજર ફેરવે છે છેલ્લે લાસ્ટ ટેબલ પર સમર્થ બેઠેલો દેખાય છે ત્યાં જઈને તેની બાજુમાં બેસી જાય છે.

સમર્થ : ઓહ ગુડ આજે તમે પણ વેહેલા પહોંચી ગયા.

પંથ તેની આંખોમાં જોઈને.

મને લાગે છે કે આપણી કોલેજ રાતે ખુલ્લી રાખે તો તુ રાતે પણ અહીં પહોંચી જાય એમ છે.

સમર્થ : મતલબ હું સમજ્યો નહીં.

પંથ : કાલે રાતે કોના સપનામાં ખોવાયેલો હતો એમ કહીને તેની મસ્તી કરે છે.

સમર્થ : વોટ શું કામ વગરની વાતો કરે છે તારી પાસે સાચે જ ક્યારેય સિરિયસ ટોપીક ના હોય ને.

પંથ : રિલેક્સ ભાઈ તારી આંખોમાં ઊંઘ ભરેલી હું જોઈ શકુ છું અને થોડી રાતી પણ થયેલી છે તારો ફ્રેન્ડ છુ અને તને સરખી રીતે ઓળખું છું.

સમર્થ : આ બસ થોડું કામ હતું તો સરખી ઊંઘ નથી થઈ.

પંથ તેની પાછી મસ્તી કરતાં કહે‌ છે કંઈક ડિપાર્ટમેન્ટ બ્યુટી ને લગતું કામ નહોતું ને.

સમર્થ ના ચહેરા પર પહેલા તો થોડી સ્માઇલ આવે છે પછી જાણે તે પકડાઈ ગયો હોય એમ લાગતા વાત ટાળવાની કોશિશ કરે છે.

સમર્થ : સારું ચાલ મારે લાઇબ્રેરી નું કામ પૂરું થઇ ગયું છે અને આપણે આપણા પ્રિન્સિપાલને પણ મળવાનું છે.

પંથ : ઓકે ચાલો જઇયે આમ પણ મને અને લાયબ્રેરીને બહુ સાથે ફાવતું પણ નથી.

સમર્થ લાઇબ્રેરિયન પાસે બુક‌ ઇસ્યુ કરાવે છે અને ડોર તરફ સીધો જોયા વગર ફરે છે તેનું માથું સામે રહેલી ગર્લ સાથે અથડાય છે.

માથું અથડાવીને સોરી પણ પૂરું ના બોલતા તેને નિહાળી રહે છે.

વ્હાઈટ કુર્તી અને બ્લ્યુ સલવાર પહેરેલી લાંબા વાળમા‌‌ આટી લઈને નોર્મલ રેગ્યુલર હેર સ્ટાઈલ કરેલી...પવન ના સુસવાટા જાણે તેની લટને કાનનાં ખમખમ કરતા ઈયરીંગસ સાથે અથડાવતા હોય.

બંને એકબીજા સામે એક નજરે જોતા રહી જાય છે.

એનવીશા સમર્થ ની સામે આવીને ઊભી રહી ગઇ હોય છે અને સમર્થ જાણે બધું ભૂલી ગયો હોય તેમ તેનામાં ખોવાઈ જાય છે

પંથને તે બંનેની મસ્તી કરવાનું સુઝે છે.

પંથ : સોરી પણ તમને બંનેને નહીં લાગતુ તમારે બંનેને બીજીવાર માથુ અથડાવવુ જોઈએ.

પંથનુ આટલું બોલતાં બંને સભાન થાય છે.

સમર્થ થોડા ગુસ્સામાં પંથ સામે જોઈને ફક્ત પંથને સંભળાય તેમ બોલ્યો શું પાછું ચાલુ કર્યું.

પંથ થોડું મોટેથી બોલવા નું નાટક કરતા અરે મેં સાચે સાંભળ્યું છે કે જો એક વાર માથું અથડાય ને તો બીજી વાર અથડાવવું પડે . નહીંતર તમને બંનેને શીંગડા ઊગી જશે.

એટલું કહીને પંથ ત્યાંથી ભાગી જાય છે સમર્થ વોટ ઉભો રહે તું એમ કહીને પંથની પાછળ જાય છે.

એનવિશા બે મીનીટ તો કંઈ સમજી નથી શકતી પણ આજે સમર્થની આટલી નજીક ઊભી રહીને તેને એકી નજરે જોઇને પોતે પણ તેના પ્રત્યે આકર્ષણ નો અનુભવ કરે છે.

એ લોબીમા એ ખડખડાટ હસતા સમર્થને પંથ પાછળ દોડતા જોઈ રહે છે.

અને પોતાના ચહેરા પર પણ જાણ એક અનેરી ખુશી આવી જાય છે મંદ મંદ સ્મિત સાથે તે લાયબ્રેરીમાં પ્રવેશે છે.

લાઇબ્રેરીમાંથી પોતાને માટે ઈમ્પોર્ટન્ટ લાગતી હોય તે બુક ઇસ્યુ કરાવી ને ત્યાંથી નીકળી જાય છે ડોર પાસે પહોંચતા જ લાઇબ્રેરિયન નો અવાજ સંભળાય છે.

લાયબ્રેરીયન : મિસ શું તમે મિસ્ટર સમર્થના ક્લાસમાં છો.

એનવિશા : હા સર.

લાઇબ્રેરિયન : તમે એક હેલ્પ કરશો આ બુક તે ભૂલી ને જતાં રહ્યા છે તેમને આજના લેક્ચર માટે ઇસ્યુ કરી છે શું તમે તેને પહોંચાડી દેશો.

એનવિશા : ઓકે સર ડોન્ટ વરી આ બુક હું તેમને પહોંચાડી દઈશ.

એમ કહીને એનવિશા ત્યાંથી જતી રહે છે.


ક્રમશ :