SUKH HAPPINESS 10 in Gujarati Motivational Stories by ARUN AMBER GONDHALI books and stories PDF | સુખ - હેપ્પીનેસ (૧૦)

Featured Books
Categories
Share

સુખ - હેપ્પીનેસ (૧૦)

સુખ હેપ્પીનેસ – ૧૦

(કોરેનટાઈન)

જીન્દગીમાં ક્યારેય એવો વિચાર કે કલ્પના કરી હતી કે દિવસો સુધી આરામ કરવો પડશે ? આરામ એટલે સંપૂર્ણ આરામ. કોઈ કામ નહી, ફરવાનું નહી, ઘરની બહાર જવાનું નહી, કોઈની આવવાની રાહ જોવાની નહી, કોઈને ત્યાં જવાનું નહી. કંટાળી જઈએ તો પણ હસવાનું. મનમાં બીક કે ડર તો થાય, ન થતો હોય તો પેલાં ટીવીના સમાચાર જોતાં થોડુંક મન ડહોળાય; સુરક્ષિત છો, ઘરમાં છો, તંદુરસ્ત છો છતાંય. કારણ દુનિયામાં બધાંના દિમાગ ઉપર કોરોના વાઇરસ છવાયેલો છે. છીંકે, ઉધરસ આવે, સર્દી જેવું લાગે તો મનમાં ઉત્પાત થાય. એક અદ્રશ્ય ડર સતત ડરાવે.

રસ્તા ઉપર કોઈ અવરજવર નહી. ધાર્મિક સ્થળો બંધ, પર્યટન તો બંધજ. ચારથી વધુ ભેગાં ના થવાય અને તે પણ એક મીટરનું અંતર બે વચ્ચે જરૂરી. શોર્ટમાં લોકડાઉન. રસ્તા બંધ, જડબેસલાક, વાહનોની અવર જવર જરૂરિયાત પુરતી. બસ સેવા બંધ. રેલ્વે બંધ. ૧૯૭૪માં રેલ્વે હડતાળ થયેલી. ૧૭ લાખ કર્મચારીઓએ ભાગ લીધેલો. ૨૦ દિવસ હડતાળ ચાલેલી. હાહાકાર મચી ગયેલો. સત્તાની મારામારી. પણ આજે બધું શાંત છે કારણ જીવ સહુને વહાલો છે, જીવવાં માટે અલગ રહેવું (કોરેનટાઈન) જરૂરી બન્યું. પોતા માટે, પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે.

ઘરમાં રહેવાથી પરિવાર સાથેનો પ્રેમ સુવાસની જેમ પાંગર્યો. બાળકો સાથે વાતચીતો, રમતો, આનંદ. પત્ની સાથે પ્રેમની વાતો. વાતોની આપલે. હાસ્ય અને તેમાં રહસ્ય. વાહ... મોજ છે ને ?

સરસ મજાનું જમવાનું, નાસ્તો, નવી વાનગીઓ ખાવાની અને બનાવવાની. હવે બહારની રસ્તા ઉપરની વાનગીઓ કે હોટેલોનું જમવાનું યાદ નથી આવતું. પૈસાની બચત. પેટ્રોલની ઓછી ખપત.

પ્રકૃતિ સાથે ખુબ ચેઢા કરેલાં. હિસાબ તો આપવો પડેને ? આ જ ચાન્સ છે, વાતાવરણ, પર્યાવરણ શુદ્ધ કરવાનો. ગંગા પ્રદુષિત થતી અટકી. તટ ઉપર શબો ઓછાં થયાં. વાતાવરણ શુદ્ધ થતાં હિમાચલપ્રદેશથી હિમાલયની પર્વત શૃંખલા દેખાતી થઇ.

લોકોની તંદુરસ્તી વધી ગઈ. કોરોના સિવાયના દવાખાના લગભગ બંધ જેવાં. કોઈને એટેક નહી, કફ અને સર્દી નહી. જે દવાખાનાઓ અને હોસ્પિટલો માંદા લોકોથી ઉભરાતાં હતાં ત્યાં શાંતિ હતી. દવાના સ્ટોર શાંત હતાં. ઓપીડી તો લગભગ બંધ. પરંતું ડોક્ટરો અને નર્સો ખડે પગે લોકોની સેવામાં હતાં. કોરોનાને માત કરવા. પોતાનાં જીવના જોખમે.

ગુનાઓ ઘટ્યા. પોલીસ ચોવીસ કલાક લોકોની સેવામાં હતી. લોકડાઉનના અમલ માટે. પરિવારથી દુર. જીવનું જોખમ તો ખરુંજ પણ કેટલાંક માથાભારે તત્વો પરેશાન કરતાં હતાં. માણસાઈને નેવે મૂકી.

સફાઈ કર્મીઓને સલામ. જાણે પોતાનાં પરિવારના સ્વાસ્થની દેખરેખ કરતાં હોય તેમ. એ પણ એક રાષ્ટ્રની સેના જ છે ને સફાઈ સેના !

મંદિરો બંધ હતાં. ત્યાં હવે ભગવાન નહોતાં. ભગવાને એનું રૂપ બદલ્યું હતું, ક્યાંક એ ડોક્ટરના રૂપમાં તો ક્યાંક નર્સના રૂપમાં. ક્યાંક પોલીસની વર્દીમાં તો ક્યાંક સફાઈ કામદારની વર્દીમાં. ક્યાંક સૈન્યની વર્દીમાં તો ક્યાંક સેવાભાવી મંડળોમાં. ફૂડ પેકેટ વહેંચતો હતો ભગવાન ! કાળજી તો કરેને. માનવતા ઉમડી ઉદ્યોગપતિઓ દ્વારા. જાણે કુબેર ભગવાને ખજાના ખુલ્લા મુક્યા. લક્ષ્મી નારાયણ જેવાં કર્મચારીઓ અને નેતાઓએ પણ રાહ નહી જોઈ. રાષ્ટ્ર પ્રેમ – “બધાં મારાં ભાઈ બહેન છે” સોગંધ ફળીભૂત થઇ. દરેકને ગર્વ હતો પોતાનાં અનુદાનનો. આખરે દિકરો તો ખરોને માં ભારતીનો. બીજાં રાષ્ટ્રોને પણ એ ના ભૂલ્યા – ભારતના સંસ્કાર ઉજાગર થયાં, બીજા રાષ્ટ્રોને મદદ કરવા. આશા અને શ્રદ્ધાથી જીતી જવાશે એ વિશ્વાસ, શાસ્ત્રોનો આશીર્વાદ અને પ્રેરણા. દુશ્મનને પણ ખરે સમયે મદદ કરવી એ શિખામણ, માનવતા કેમ ભુલાય ?

ગજબની આ ગાથા છે ભારત વર્ષની. દરેક મુશ્કેલીથી બહાર નીકળવાની.

ખરું સુખ બીજાને મદદ કરવામાં છે પણ આ વખતે જરા જુદું - ઘરમાં રહીને, સલામત રહીને, કોરેનટાઈન થઈને, બીજાને ઉગારવાની. કોરોના મુક્ત રાખવાની. વધારાનું આપીને. સામાનું દુઃખ સમજીને. બધાની સેવા માથે ચઢાવીને દાદ આપજો એ મુઠી ઉચેરા ભાઈ બહેનોને. સાચું સુખ એ લોકો તો પામી જ રહ્યાં છે ને ? કોઈપણ આશા વગર !

પૈસાની કે આર્થિક પરિસ્થિતિની ચિન્તા ના કરો – કુછ પાને કે લીએ કુછ ખોના ભી પડતાં હૈ

ચાલો બધાં સુખી રહીએ, બધાંને સુખી કરીએ. Enjoy the lockdown days. Set the mindset towards Happiness.

ફરી મળીશું નવા વિષય સાથે ......