Preet ek padchaya ni - 52 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૫૨

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૫૨

વિરાજ અને સૌમ્યા રાશિ માટે શું કરવું વિચારી રહ્યાં છે. તેને ઘરે લઈ ગયાં પછી પણ હજું ભાનમાં નથી આવી અને ત્યાં નજીકમાં કોઈ એવી આધુનિક સારવાર મળે એવી સગવડ નથી. આથી એમણે થોડાં દિવસો નયનની વાત સ્વીકારીને રાશિને હોસ્પિટલમાં જ રાખવાનો નિર્ણય કર્યો.

ઘણાં દિવસો સુધી બધાનું હોસ્પિટલમાં રહેવું શક્ય ન હોવાથી નિયતિ અને શિવાની રાશિને છોડીને જવાની ઈચ્છા ન હોવાં છતાં ઘરે ગયાં. હવે હોસ્પિટલમાં સૌમ્યા અને વિરાજ જ સાથે રહેવાનું નક્કી કર્યું. હવે સૌમ્યાની હાજરીમાં રાશિ પાસે જઈને પોતાની વાસના સંતોષવાનો તેનો રસ્તો અઘરો લાગ્યો. છતાં વિરાજ અને સૌમ્યાને કોઈને કોઈ રીતે કોઈ રિપોર્ટ કે સારવારને બહાને એ રાશિ પાસે રહેવાનો એકાંત મેળવી લેતો. હવે એ નક્કી જાણી ચુક્યો છે કે જો રાશિ જો સારી થઈ જશે તો કોઈ પણ ભોગે એ તેની તો નહીં જ થાય. વળી હવે તો ચોક્કસપણે નયન અને તેની મેલી મુરાદ જાણી ચુકી છે...આથી નયન કોઈને કોઈ રીતે એને વધારે સમયે હોસ્પિટલમાં રાખવાં પ્રયાસ કરી રહ્યો છે. હવે હોસ્પિટલમાં રાશિને પંદર દિવસ થઈ ચુક્યાં છે. નયન રાશિને ભાનમાં આવે એ પહેલાં જ ઇન્જેક્શનનો ડોઝ આપી દેતો.આ કામ એ પોતે જ કરતો જેથી કોઈને એની ગંધ ન આવે. આથી રાશિમાં આવેલો કોઈ પણ સુધારો કોઈ જોઈ ન શકતું.

એક દિવસ વિરાજને પોતાનાં નગરમાં કામ આવી ગયું. વિરાજ નયનને આ લોકોને સાચવવાની જવાબદારી આપીને નગર ગયો‌. સૌમ્યા એકલી જ હોસ્પિટલમાં રાશિ સાથે છે‌...આખો દિવસ સૌમ્યા એકલી જ રાશિ સાથે. રજાનો દિવસ છે. કામ કરનાર લોકો પણ બહું ઓછાં છે‌. આખો દિવસ ત્યાં હોસ્પિટલનાં વાતાવરણમાં રહેવાને કારણે અને ચેપીરોગવાળાં દર્દીઓનાં સંપર્કને કારણે સૌમ્યાની તબિયત થોડી ખરાબ થઈ ગઈ. નયન તો મનોમન ખુશ થઈ ગયો. તેને તો 'ભાવતું તું ને વૈદે કીધુ' એમ વગર માગ્યે બધું મળી ગયું.

એટલે સૌમ્યાને તપાસ કરીને કહ્યું, "તમને આ ચેપી વિષાણુઓને કારણે તબિયત ખરાબ થઈ છે‌. અને એ રોગ ઝડપથી એકબીજામાં પ્રસરે છે. જો તમે થોડું સારૂં ન થાય ત્યાં સુધી રાશિની પાસે રહેશો તો એને પણ આ તફલીક થઈ શકે છે. વળી અત્યારે એની રોગપ્રતિકારક શક્તિ બહું નબળી થઈ ગઈ છે. આથી હું એની ધ્યાન રાખીશ. તમે બીજાં રૂમમાં શાંતિથી આરામ કરો."

સૌમ્યાને આમ રાશિને એકલી મુકવી યોગ્ય ન લાગ્યું. પણ એણે પોતાનાં જેવાં સળેખમ, ઉલટી, ઉબકાવાળાં ઘણાં દર્દીઓને જોયાં હતાં. વળી એ બધાંને ચેપ ફેલાવી રહ્યા છે. તે આટલી તફલીકથી પીડાતી રાશિને કોઈ તફલીક આપવાં નથી ઈચ્છતી આથી રાશિનું સારૂં વિચારતાં કચવાતા મને નયનને હા પાડી દીધી.

નયનનાં મનમાં તો ખુશીઓની લહેર ફરી વળી. સાંજનો સમય થઈ ગયો છે. આજે એને ઘડેલી યોજના મુજબ હોસ્પિટલમાં બહું ઓછાં લોકો હોવાથી તેને સૌમ્યાને એક ઘેનની દવા આપી દીધી અને સૌમ્યા પોતાનાં રૂમમાં સુતી રહી. નયને આજે રાશિને ઘેનનું ઇન્જેક્શન ન આપ્યું. તેણે તકને ઝડપી અને રૂમ બંધ કરીને એક છુપી રીતે રાશિનાં ભાનમાં આવવાની રાહ જોવા લાગ્યો.

ધીમેધીમે દવાની અસર ઓછી થતાં તે ભાનમાં આવી...પણ નયનનાં કરતૂતોને કારણે તેને આખાં શરીરમાં પીડા અનુભવાઈ રહી છે‌. તે રૂમમાં આમતેમ જોવાં લાગી. ધીમેધીમે ઉભાં થવાનો પ્રયત્ન કરવાં લાગી. પણ કદાચ આટલી દવાઓને કારણે હવે તેનાં શરીર પર પણ અસર લાગી છે... તેને બહું અશક્તિ લાગવા લાગી. ત્યાં જ એક અચાનક હુમલો કરે એમ નયન એની સામે આવ્યો‌...રાશિ એકદમ ગભરાઈ.

નયને એનો હાથ પકડ્યો ને બોલ્યો," ગભરાઈશ નહીં. બસ તું એકવાર મારી સાથે લગ્ન માટે હા પાડી દે...મારે તારી પર કોઈ જ જુલમ નહીં કરવો પડે...બસ તારી આ સુંદરતામાં એટલો પાગલ થયો છું કે હું તને એમ છોડી નહીં શકું....બસ મારે તને રોજેરોજ નીહાળવી છે...બસ તારી એક હા ને તારો આજનો પ્રેમભરેલો સહવાસ...બસ તારી આ હોસ્પિટલમાં આખરી રાત... હંમેશા માટે તારી અહીંથી મુક્તિ...બસ તું વિચારી લે..."

રાશિ :" તું ખરેખર મને ઈચ્છતો હોય તો મને ઊંઘનું ઇન્જેક્શન નહીં પણ એક મરવાની દવા આપી દે‌. પણ મારી મરજીથી તો તને હું ક્યારેય નહીં. આખી જિંદગી તો દૂર પણ આજ માટે પણ નહીં... તારી તાકાત હોય એ કરી લે‌. મને એટલું તો સમજાઈ રહ્યું છે કે તે મારી બેભાન અવસ્થામાં પણ મને છોડી નથી...પણ હવે તારી પાસે પણ આજની રાત છે જોઈએ છે શું થાય છે. "

રાશિનાં શબ્દોથી નયન ફરી એકવાર વીંઝાયો...ને એટલો જ વધારે ઉગ્ર બન્યો. એણે રાશિને બરાબર ઝકડી દીધી. પણ આ વખતે એને ઇન્જેક્શન ન આપેલું હોવાથી એની અસર ઘણી ઓછી હતી. તે માનસિક રીતે એકદમ સક્ષમ બની ગઈ છે. તેણે પોતાની જાતને બચાવવા માટે બહું કોશિશ કરી...ને જોરજોરથી બુમો પાડવા લાગી..".શિવુ...શિવુ...કોઈ બચાવો મને!!".......પુરી તાકાત સાથે પોતાનાં ઈષ્ટદેવને સ્મરવા લાગી......


******************

જેક્વેલિનનું મન સવારથી મુંઝાઈ રહ્યું હતું. તેની એક દૂરનાં કોઈ સગાની દીકરી સુનિતા ત્યાં હોવાથી એની પાસે અવારનવાર રાશિનાં સમાચાર પુછતી. સુનિતાએ રાશિનાં કેસમાં કંઈ ગડબડ છે એવું એટલે આગલી રાત્રે જણાવ્યું ત્યારથી બસ એને આખી રાત ઉંઘ ન આવી. એને બહું કહેવા છતાં કોઈ સ્પષ્ટ વાત ન કરી. તેને બસ રાશિ કોઈ મોટી છે તફલીકમાં છે એવું અનુભવાતાં તે પોતાનું કામ છોડીને રાશિને જોવાં હોસ્પિટલ નીકળી ગઈ. એક બેચેની સાથે તે ઝડપથી આવી પહોચી. અંધારૂં થઈ ગયું છે છતાંય તે હાંફતી આવી પહોંચી. બહારથી આ સમયે કોઈને અંદર આવવાની પરવાનગી ન હતી છતાં પણ તે ચોકીદાર સાથે ઝઘડીને પણ અંદર પહોંચી. એને રાશિનો એ રૂમ તો ખબર જ છે એટલે એ ઝડપથી ત્યાં પહોંચી. ખાસ કોઈ લોકો દેખાતાં નથી. એણે વિરાજ અને સૌમ્યાને શોધવાં આમતેમ જોયું.

તેણે જોયું કે રૂમ અંદરથી બંધ છે‌. એને થયું સાંજના સમયે અત્યારે કેમ બંધ હશે ?? કદાચ કોઈ સારવાર ચાલું હોય. તેણે થોડીવાર આમ બેસવાનું વિચાર્યું. એકાએક કોઈનાં બૂમો પાડવાનો કોઈનો દબાતો અવાજ આવી રહ્યો છે. તેણે જોયું તો આજુબાજુ બીજાં રૂમો તો લગભગ ખુલ્લાં છે‌. તે ગભરાતાં મને એ રાશિનાં રૂમનાં દરવાજા પાસે જઈને કાન સરવા કરીને ધીમેથી ઉભી રહી.

અવાજ અંદરથી જ આવી રહ્યો છે...રાશિનો જ અવાજ છે...પણ રાશિ તો કોમામાં હતી ને ?? અને સૌમ્યાને વિરાજ ક્યાં છે ?? એને કોઈ કર્મચારી ત્યાં દેખાતાં તે ઝડપથી ત્યાં પહોંચી. એણે આ રૂમ કેમ બંધ છે એની કંઈ ખબર હોય તો એ વિશે પુછ્યું...

એણે કહ્યું ," મને ખબર નથી પણ એ પેશન્ટનાં કોઈ સગાં કદાચ આ સામેનાં રૂમમાં છે‌. એમને પુછી જુઓ કદાચ ખબર હોય તો."

જેક્વેલિને ઝડપથી દરવાજો ખોલ્યો તો સૌમ્યા સુતી છે. તેણે એને ઉઠાડવા પ્રયત્ન કર્યો પણ તે તો જાણે ઘોર નિંદ્રામાં સુતી છે ઘણું જગાડવા છતાં તે આંખો જ નથી ખોલી રહી. તે ફરીથી રાશિનાં રૂમ પાસે પહોંચી...હવે જોરજોરથી અવાજ આવતાં તેણે એક ગુસ્સા સાથે જોરજોરથી દરવાજો ખટખટાવ્યો. પણ દરવાજો ખુલ્યો નહીં...

*****************

રાશિને બહારથી કોઈએ દરવાજો ખખડાવતાં તેને થોડીક રાહત થઇ. પણ અત્યારે રાશિને તેનાં બે હાથ બાંધીને તેને નયને મજબૂર કરી દીધી હોવાથી અત્યારે નયન એક ભૂખ્યાં વરૂની માફક રાશિ પર ત્રાટક્યો છે. કદાચ કોઈ દૈત્ય પણ આવું કરી શકે નહીં એવું વર્તન કરી રહ્યો છે. જે ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય એ જ અત્યારે હેવાન બની ગયો છે....

બહારથી વધારે જ અવાજ આવતાં નયન થોડો ગભરાયો. તે રાશિને એવી જ અર્ધવસ્ત્ર પહેરેલાં છોડીને તે દરવાજો ધીમેથી ખોલીને પાછળની બારીએ કુદી ગયો...

રાશિને સૌમ્યાની આશા હતી પણ આશ્ચર્ય વચ્ચે જેક્વેલિનને જોઈ. જેક્વેલિન તો રાશિને આવી અવસ્થામાં જોઈને એકદમ દોડીને એની પાસે આવી અને પહેલા તો એને એક ચાદર ઓઢાડી દીધી. રાશિ ચોધાર આંસુએ રડી રહી છે....એણે જેક્વેલિનને જકડીને પકડી દીધી ને બસ ચાચી ચાચી કરવાં લાગી.

જેક્વેલિનને તો આ જોઈને ઝાટકો જ લાગ્યો. રાશિની આવી સ્થિતિ હશે એવી તો કલ્પના પણ નહોતી કરી...

જેક્વેલિન : " કોણ છે આ નરાધમ ?? તારી આવી હાલત કરનાર ?? અને નયને તો કહ્યું હતું કે એ તારૂ ધ્યાન રાખશે અને સૌમ્યાને મે કેટલી જગાડી પણ એ પણ સુતી જ રહી છે‌. મને કંઈ સમજાઈ નથી રહ્યું."

રાશિ :" એનું તો નામ જ ન લો. એ નયનનું. આ બધું જ કરનાર બીજું કોઈ નહીં પણ એ જ છે દૃષ્ટ...બસ મને અહીંથી લઈ જાઓ. મારે અહીં એક મિનિટ પણ નથી રહેવું."

જેક્વેલિન : "તું આ શું બોલી રહી છે ?? નયન તો કેટલો સારો વ્યક્તિ છે એ આવું થોડું કરી શકે ??"

રાશિએ રડતાં રડતાં એ આવ્યો ત્યારથી હજું સુધીની બધી જ વાત કહી... જેક્વેલિન તો જાણે હેબતાઈ જ ગઈ છે. શું કરવું શું ન કરવું એને કંઈ સમજાઈ જ નથી રહ્યું.

જેક્વેલિન : "જેવાં બાપ એવા બેટા" અને "બાપ કરતાં દીકરો સવાયો" આ કહેવતને એને સાચી ઠેરવી છે. પણ હવે એનું કંઈ તો કરવું જ પડશે. સૌમ્યાને આમ સુવાડનાર પણ આ નયન જ છે હવે સમજાયું."

તેણે રાશિને સૌમ્યાની વાત કરી. હવે બે મિનિટ માટે પણ તેની રાશિને એકલાં મુકવાની હિંમત નથી. તે બહારથી એક પેશન્ટને હેરફેર કરવા માટેની ગાડી લઈ આવી ને એમાં રાશિને ધીમેથી સુવડાવી. એ દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ એ રૂમમાંથી સાથે લઈ લીધી. તપાસનાં કોઈ કાગળ તો નયને કોઈને બતાવ્યાં જ નથી. એટલે એનો તો કોઈ લેવાનો સવાલ જ નથી.

ધીમેથી તે ગાડી લઈને સૌમ્યા જ્યાં સુઈ રહી છેએ રૂમમાં પહોંચી. અને સૌમ્યાને જગાડવાનો પ્રયાસ કર્યો. ઘણાં પ્રયત્નો પછી સૌમ્યા ઉઠી. ઘેનની દવાના કારણે તેની આંખો પર હજૂય ભાર છે પણ તેણે રાશિને આમ કોમામાંથી બહાર આવેલી જોઈ એ ખુશ થઈ ગઈ પણ જેક્વેલિનને આમ અચાનક આવેલી જોઈને એને નવાઈ લાગી.

સૌમ્યા કંઈ પણ વધારે પુછે એ પહેલાં જેક્વેલિન કહે છે," ચાલો આપણે અત્યારે જ અહીંથી નીકળવાનું છે."

સૌમ્યા : "અત્યારે ?? આ રાતનાં સમયે ?? પણ થયું છે શું ??"

જેક્વેલિન : " હા હું બધું જણાવીશ. પણ અત્યારે આપણે મારાં ઘરે જઈશું....સૌથી નજીક એ જ પડશે. સુવર્ણસંધ્યા નગરી પછી જવાનું છે. "

સમયને પારખતાં રાશિ કંઈ પણ બોલી નહીં પણ સૌમ્યા તો જાણે એને કંઈ સમજાતું નથી.

જેક્વેલિન : "ચાલો બહાર."

જેક્વેલિન અને સૌમ્યા બહું ચર્ચા કર્યા વિના જ રાશિને લઈને હોસ્પિટલના એ બહારનાં ભાગમાં આવી ગયાં. જેક્વેલિને પોતાના હાથમાં રહેલી વીંટી જે પોતાનાં પતિની નિશાની છે એને ચોકીદારને આપીને કહ્યું," કોઈને કહીશ નહી. આ લઈ લે ચૂપચાપ..." જેક્વેલિનના અંદર જવાનો કડવો અનુભવ પછી ચોકીદાર કંઈ બોલ્યો નહીં.

થોડી રકઝકને વીંટીનાં મોહમાં ચોકીદાર માની ગયો અને જેક્વેલિન જે ત્યાંની એક વાહનમાં આવી છે એમાં ત્રણેય બેસી ગયાં......


****************

એક ઘોર અઘોરી બાબા ધ્યાનમાં બેઠા છે અને સામે એક સામાન્ય માનવી... એ બીજું કોઈ નહીં કૌશલ છે‌.

તે થોડો આભારવશ અને થોડો ઘમંડમાં આવતાં બોલ્યો, " બાબા.. તમારાં આ ધાગા અને વીંટી જે મારાં જ કપડામાં ફસાઈ હતી અને અનાયાસે મળતાં મારો જીવ બચી ગયો‌. તમારાં કહેલાં થોડાં વાક્યો મને બરાબર યાદ રહી ગયાં ને આત્માઓને નિર્બળ બનવાનો સમય હું પારખી ગયો....અને હું ત્યાંથી પલાયન થઈ ગયો.....એમ કહીને એ જોરજોરથી અટ્ટહાસ્ય કરવાં લાગ્યો......ને બોલ્યો, "હવે ફરી વિદેશની ધરતી પર મજા માણીશ.સિમોની તો હવે ગઈ...ને ફરી શરૂં કરીશું...'નવો સમયને નવી વાત કાલથી હવે નવો ખેલ ને નવો અંજામ' કહીને એણે અભિમાન ભરેલું એક ખંધું સ્મિત બાબા સામે વેરીને એ ચાલતો થયો....

શું નયન રાશિને હવે છોડી દેશે ?? કૌશલને સિમોની મળશે ફરી ?? રાશિનાં મનોભાવો હશે ?? તે પોતાના નગર હવે પાછી ફરશે ખરાં ?? નયન આમ શાંત રહીને રાશિને છોડી દેશે ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૫૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....