Shutdown - 1 - 2 in Gujarati Fiction Stories by Ghanshyam Katriya books and stories PDF | અક બંધ - ભાગ 1.2

Featured Books
Categories
Share

અક બંધ - ભાગ 1.2

આકૃતિ દેખાવમાં તો સાવ સાદી અને સિમ્પલ જ લાગતી હતી જે મેં એના દેખાવ પરથી અનુમાન લગાડ્યું, કારણ કે એણે માથાના વાળના 2 ચોટલા લિધેલા હતા. કપાળમાં નાની એવી બિંદી લગાડેલી હતી. આંખો કાજળથી આંજેલી હતી. ચહેરા પર જરાય મેકઅપ લગાડ્યો ન હોવા છતાં એનો ચેહરો એટલો આકર્ષક હતો કે જાણે એણે મેકઅપ થી ભરેલો હશે. આકૃતિ ની સાથે બેસેલી એની બંને બહેનપણીઓ સ્વરા અને સાક્ષી પણ આકૃતિ ની જેમ જ તૈયાર થયેલી હતી.


ટીચર એ હાજરી પુરી લીધી અને કહ્યું કે આજે પહેલો દિવસ છે એટલે કઈ જ ભણાવવાનું નથી. આ સાંભળી ને તો અમને બધાને ખુબ જ આનંદ આવ્યો. બધા એ એક સાથે હુલ્લડ બોલાવ્યો. બધા ફરીથી એક બીજા સાથે વાતોમાં લાગી ગયા. હું અને રાહુલ, અમે બંનેએ બીજા છોકરાઓ સાથે વાતો કરી અને બધા એ એક બીજાની વેકેશનમાં કરેલી મોજ મસ્તીઓ કીધી.


પહેલા દિવસ નો પહેલો પિરિયડ પૂરો થવાની બેલ વાગતાની સાથે જ મને મન માં થયું કે આવી જ રીતે જો બીજો પિરિયડ જેમનો પણ હોય એ જો ભણાવવાની ના પાડી દેય તો મજા આવી જાય. આટલું વિચારતાની સાથે જ બીજા પિરિયડના ટીચર આવી ગયા અને એને ગુડ મોર્નિંગ વિશ કરવા માટે બધા એકી સાથે ઉભા થયા. આ ટીચર ને તો ખબર નઈ શું થયું હોય એમણે તો આવતા વેંતજ પાઠ્યપુસ્તક ખોલવાનું કીધુ અને બધા ના મોઢાઓ નાની વાટકી જેવડા થઈ ગયા. કારણ કે આજે પહેલો દિવસ હતો અને કોઈને પણ ભણવાની ઈચ્છા ન હતી. પણ આ બધાની વચ્ચે ક્લાસ માં કોઈ તો એવું હતું કે જેનો ચેહેરો ખુશીથી છવાયેલો હતો. મને એમ હતું કે આ વખતે તો ક્લાસ માં કોઈ એવું પઢાકુ નહિ હોય, પણ એવું ના થયુ. જે છોકરીઓ આજે સ્કૂલ ના યુનિફોર્મમાં આવી હતી એ ત્રણેયના ચહેરા પર ખુશી છવાયેલી હતી. બધાએ કદાચ એમને જોઈને મનમાં ગાળો આપી હશે કે આ ત્રણેય ને ભણવાની બોવ ઉતાવળ અને જાણે કે ક્લાસ ને ટોપ કરવાની હશે. બધાના મનમાં સહેજ તો એવો વિચાર થયો જ હશે અને મારા મનમાં પણ એ સમયે એવો વિચાર આવ્યો જ હતો.


જેમ તેમ કરીને પહેલો દિવસ તો પૂરો થયો અને અમે સ્કૂલમાંથી બહાર નીકળ્યા. હું અને રાહુલ એક સાથે સાયકલ ચલાવી ને જતા હોતા એટલા માં જ પેલી ત્રણેય છોકરીઓ એક સાથે નીકળી અને એ ત્રણેય અમારી બંને ની સાઈડ કાપી ને આગળ વધી. અમે બંને હજુ વાતોમાં જ હતા, ત્યાં જ રાહુલ એ મને આગળ જોવાનું કીધું અને મેં આગળ જોયું તો સ્વરા પાછળ ફરી ફરી ને જોઈતી હતી. અમે એની પાછળ જ હતા, એ ત્રણેય અમને આગળ પણ થવા દેવા ન માંગતા કે એ થોડી ઝડપથી પણ ચલાવતા ન હતા. મને સ્વરા ની આંખો માં કંઈક ટીખળ ચાલતી હોય એવું લાગ્યું. મેં રાહુલ ને કીધું કે મને કંઈક તો શંકાસ્પદ લાગે જ છે કારણ કે પહેલા જ દિવસે જે છોકરી આપણને ઓળખતી પણ ના હોય એ શા માટે એટલું બધું પાછળ ફરી ફરી ને જુએ છે. એમા પણ સ્કૂલના સમય માં તો આવું બધું જ ચાલતું હોય છે. કોઈ છોકરી જો ભૂલથી ક્લાસ મા બધાની સામે આપણી પાસેથી કોઈ વસ્તુ માંગે તો પણ આપણું એની સાથે નામ જોડાય જ જાઈ. અને અત્યારે પણ એવું જ થયું, રાહુલ એ મનમાં જ મારુ નામ સ્વરા સાથે જોડી દીધું. આમ જોવા જઇયે તો અત્યારે જે કઈ પણ થયું એમાં મારો તો કશો વાંક જ ન હતો તો. પણ મને ખબર હતી કે રાહુલ હવે મને નઈ છોડે, એ જરૂરથી કાલે આખા ક્લાસ માં બધા છોકરાઓ સામે આ વાત કરશે અને પછી મારુ આવી બનશે. જો સાચું કહું તો આવા સમયે આપણે બહારથી એવું દેખાડતા હોઈએ છીએ કે આપણને કઈ જ લાગતું વળગળતુ નથી પણ અંદરથી કોઈક ખૂણે તો એવી આશાઓ બંધાય જાય છે કે જો એની સાથે નામ જોડાય અને એને ખબર પડે અથવા તો એના ગ્રૂપની કોઈ છોકરીને ખબર પડે તો, એની સુધી વાત પહોંચી જાઈ. એટલે એક વાતનો ખુલાસો થાય કે જો આપણું કઈ થવાનું હોય તો એ ગુસ્સો ના કરે અને જો કઈ જ ના થવાનું હોય તો પછી આપણું આવી બેસે.


થોડી વારમાં, આકૃતિ, સ્વરા અને સાક્ષી ત્રણેય ની સાયકલો એક જ સોસાયટીમાં વળી. મેં અચાનક જ મારી સાયકલમાં બ્રેક મારી અને રાહુલ ને કીધું કે થોડી વાર ઉભો રહે તો એણે મને પૂછ્યું કે તારે અહીં શું કામ છે? આપણી સોસાયટી ને તો હજુ વાર છે. મેં કહ્યું કે તું થોડી વાર મૂંગો મર અને મને જોવા દે. મારે તો ખાલી એજ જોવાનું હતું કે આ ત્રણેય એક જ સોસાયટીમાં રહે છે તો બધી એક જ શેરીમાં રહે છે કે શું? એમની સોસાયટીની મેઈન શેરીમાંથી જ બીજી બધી શેરીઓ પડતી હતી એટલે સોસાયટીના ગેટ પર ઉભીને જ એ જોઈ શકાય એમ હતું. મેં જોયું તો સાક્ષી એ ત્રીજી શેરીમાં પોતાની સાયકલ વાળી , ત્યાર પછીની શેરી માં આકૃતિ એ સાયકલ વાળી. જયારે આકૃતિ એ સાયકલ વાળી ત્યારે એણે મને અને રાહુલ ને જોઈ લીધા કે અમે બંને એમની સોસાયટીના મેઈન ગેટ પાસે ઉભીને એમને જોઈએ છીએ. એ સમયે મને એવું લાગ્યું કે કદાચ એની આંખ માં જરાક એવો ગુસ્સો ભરાયેલો છે. આકૃતિ પછી સ્વરા ની સાયકલે વળાંક માર્યો. અહીં એક વાત નું અનુમાન તો લગાવી શકાય કે ત્રણેય એક જ સોસાયટીમાં રહે છે એટલે કદાચ બહેનપણીઓ હશે અને કદાચ પેહ્લેથી સાથે એક જ સ્કૂલમાં ભણતા હોય.

પેહલો દિવસ તો આવી રીતે પૂરો થઈ ગયો, પણ મન માં થોડુંક દુઃખ પણ થતું હતું એ વિચારીને કે કાલથી ફરીથી રોજ માટે સ્કૂલ જવાનું અને ભણવાનું ચાલુ. હવે ફરીથી પાછું પરીક્ષાનું ટેન્શન અને રોજનુ હોમવર્ક તો ખરું જ.


આજે તો સવારે હું વહેલા ઉઠી ગયો અને થોડી વારમાં તૈયાર થઈ નાસ્તો કરી ને નીકળી ગયો. આજે હું રાહુલ કરતા વહેલા નીકળી ગયો હતો ઘરેથી, એટલે મારે એની રાહ જોવાની હતી. થોડી વાર માં રાહુલ આવ્યો અને અમે સાથે સાયકલ ભગાવી. સ્કૂલ માં પહોંચી ને પોતાની જગ્યા પર બેસી ગયા. મને મન માં હજુ ગઈ કાલ ના જ વિચાર આવતા હતા. મારા મન માં એકી સાથે 2 પ્રશ્નો ઉદભવેલા હતા. પેહલા તો મને સ્વરા ની ટિખળ ભરેલી નજર વિશે વિચાર આવ્યો અને પછી તરત જ આકૃતિ ની આંખ માં જોયેલો ગુસ્સો કે જે એણે મને એની શેરી માં વળાંક વળતાની સાથે જ બતાવ્યો હતો. હું હજુ આ વિચાર માં ડૂબેલો હતો ત્યાં જ અચાનક મારા કાને ધમ ધમ કરતો અવાજ સંભળાયો. મેં ઉપર નજર કરી ને જોયું તો એ અવાજ આકૃતિ નો હતો. એ ક્લાસરૂમમાં આગળ રાખેલી સ્ટેજ પર ગુસ્સામાં હોય એવી રીતે જતી હતી જેના લીધે આટલો બધો અવાજ આવતો હતો. આખા ક્લાસ નું ધ્યાન એના પર હતું અને એનું ધ્યાન મારા પાર હતું. એ મારી સામે ગુસ્સામાં જોઈને જતી હતી. એટલે રાહુલ એ મારી સામે જોઈને મને પૂછ્યું કે ‘ભાઈ, તારે એક જ દિવસ માં શું દુશ્મની બંધાય ગયી તે પેલી છોકરી તારી સામે આટલું ગુસ્સા માં જોવે છે?’. મેં કીધું કે મને પણ કઈ જ ખબર નથી.


સ્કૂલ નો રીશેષ નો બેલ વાગ્યો અને જેવા ટીચર ક્લાસ ની બહાર નીકળ્યા એટલામાં તો ફરીથી અવાજ ચાલુ થઈ ગયો બધાનો. બધા પોતપોતાના નાસ્તાના ડબ્બા ખોલીને નાસ્તો કરવા માટે તૈયાર થઈ ગયા, હું પણ મારી બેગ માંથી નાસ્તાનો ડબ્બો કાઢવા માટે નીચે નમ્યો અને જેવું ઉપર જોયું કે ‘મારી આંખો ફાટી ગયી, હું ડરી ગયો’. મારી નજર સાથે આકૃતિ, સ્વરા અને સાક્ષી ત્રણેય એક સાથે ઉભી હતી. આકૃતિ નો ચેહરો એકદમ ગુસ્સામાં લાલ ચોળ થયેલો હતો, જયારે સ્વરાના ચેહરા પર ટીખળ ભરેલી સ્માઈલ હતી અને સાક્ષી તો એના ચેહરા પર મંદ મંદ હાસ્ય રેલાવતી હતી. મને કઈ જ સમજ ના પડી કે એ ત્રણેય મારી પાસે કેમ આવ્યું અને આકૃતિ નો ચેહરો કેમ આટલો ગુસ્સાવાળો છે?