કરણ રૂમ માંથી બહાર આવી ને પપ્પા પાસે આવી ને બેસી ગયો. તેના પપ્પા સામે સ્માઇલ કરી એટલે પપ્પા સમજી ગયા કે કરણ દીકરો કઈક કહેવા માંગે છે.
કરણ બેટા બધું બરાબર તો છે ને ?
હા પપ્પા બધું બરાબર છે.
કોઈ વાત કરવી હોય તો તું વિના સંકોચે મને કહી શકે છે હું તારો બાપ પણ છું ને એક મિત્ર પણ.
મિત્ર શબ્દ સાંભળતા કરણ માં થોડી હિંમત આવી.
પપ્પા હું કોલેજ માં એક છોકરી ને પ્રેમ કરું છું. તમારી પરવાનગી હોય તો હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. ?
બેટા તારી પસંદ સારી જ હસે કેમકે તું મારો દીકરો છે. બેટા તું કૉલેજ પૂરી કરી લે પછી આ વાત પર વિચારીશું.
ઓકે પપ્પા
થેંક યુ....કહી કરણ પપ્પાને ને ગળે વળગી પડ્યો.
કરણ ને એમ હતું મારા પપ્પા મારા પસંદ ને ક્યારેય ઇગ્નોર નહિ કરે. એટલે તે છોકરી જેસીન ને મળતો રહ્યો અને તેને પણ કહી દીધું મારા પપ્પા આપણા સંબંધ નો સ્વીકાર કરી લેશે. બંને બહુ ખુશ હતા. તેઓ લગ્ન ના સપના જોવા લાગ્યા. અને સાથે ટાઈમ વિતાવવા લાગ્યા.
એક દિવસ જેસિન નો ભાઈ સાહિલ તે બંને ને ગાર્ડન માં જોઈ જાય છે. ત્યારે સાહિલ બંને ને કઈ કહેતો નથી પણ જ્યારે જેસિન ઘરે આવે છે ત્યારે સાહિલ તેને એક જ પ્રશ્ન પૂછે છે છોકરો તારા માટે યોગ્ય તો છે ને. ?
હા ભાઈ તે છોકરો બહુ સારો છે. અને મને બહુ જ મોહબત કરે છે.
શું નામ છે તેનું ? માટે હાથ ફેરવતા સહિલે પુછ્યું.
ભાઈ કરણ નામ છે. મારી કૉલેજ માં સાથે છે ને તે મારી સાથે નિકાહ કરવા માંગે છે.
નિકાહ ??? જેસિન
હા ભાઈ તે મારા માટે બધું કરવા ત્યાર છે.
સારું જેસિન તો એક દિવસ તેને દાવત પર બોલાવ.
જેસિન તો રાજી થતી થતી તેના રૂમ માં ગઈ ને કરણ ને કોલ કર્યો.
કરણ મારો ભાઈ આપણા લગ્ન માટે ત્યાર છે બસ તું એકવાર મારી ઘરે આવી જા તે તને સારું રીતે જોવા માંગે છે.
ઓકે જેસિન હું કાલે આવું છું.
લવ યુ કરણ
લવ યુ ટુ જેસિન
બીજે દિવસે કરણ જેસિન દાવત પર જાય છે. સાહિલ તેનું ખુબ સારું સ્વાગત કરે છે ને તેને જમવા બેસાડી બિરયાની ખવડાવે છે. પ્રેમ માં આંધળો બનેલો કરણ તેનો ધર્મ ભૂલી જાય છે ને જેસિન સાથે નોનવેજ ખાવા લાગે છે. સરળ સ્વભાવ નો કરણ સાહિલ ને ખુબ પસંદ આવે છે. ત્યારે સાહિલ કરણ ને કહ્યું તું લગ્ન પછી મુસ્લિમ ધર્મ અપનાવીશ. જેસિન સામે જોઈ કરણ હા પાડે છે. ત્યારે સાહિલ બંને કહ્યું તો હું કાલે જ તમારા નીકાહ માટે હું કરણ ના પપ્પા ને મળી આવું. તે સમયે કરણ એક શબ્દ બોલી શકતો નથી.
બીજે દિવસે કરણ તેના પપ્પા ને જાણ પણ નથી કરતો કે આજે જેસિન નો ભાઈ સાહિલ આવવાનો છે. પણ પપ્પા સાથે આજે ખુબ પ્રેમ ભર્યો વર્તાવ કરવા લાગ્યો.
દરવાજે અવાજ આવ્યો કરણ છે ઘરે .?
કરણ ના પપ્પાએ દરવાજો ખોલ્યો
કોણ ?
હું સાહિલ. તમને મળવા આવ્યો છું.
સાહિલ નામ સાંભળી તે સમજી ગયા કે મુસ્લિમ છોકરો છે પણ આવનાર મેહેમાન નું સ્વાગત કરવું તે તો સનાતન ધર્મ છે.
આવ અંદર આવ. બેટા સાહિલ માટે પાણી લાવ.
બોલ સાહિલ હુતો તને ઓળખતો નથી પણ તારે કામ હોય તે બોલ.
અંકલ મને ગોળ ગોળ વાતો કરતા નથી આવડતી એટલે સીધું કહી દવ છું.
કરણ અને મારી બહેન જેસિન એક બીજાને પ્રેમ કરે છે. હું મારી બહેન જેસિન માટે કરણ નો હાથ માંગવા આવ્યો છું.
કરણ ના પપ્પા એ ડાયરેક્ટ ના પાડી નહિ પણ સાહિલ પાસે થોડો સમય માંગ્યો. સાહિલ ચા પી ને નીકળી ગયો.
બેટા કરણ અહી બેસ.
કરણ પપ્પા પાસે બેસી ગયો ને પપ્પા ની વાતો સાંભળવા લાગ્યો.
મારી યુવાની માં પણ હું એક અન્ય જ્ઞાતિ ની છોકરી ના પ્રેમ મા હતો હું પણ ત્યારે ઈચ્છતો હતો કે તેની સાથે જ લગ્ન કરું પણ મારા પિતાજીએ સમજાવ્યું કે પ્રેમ તો તને આવનારી આપણી જ્ઞાતિ ની વહુ પણ આપશે પણ સમાજ માં જે પ્રેમ મળે છે તે તારી પસંદ ની છોકરી આવવાથી નહિ મળે એટલે તું મારું અને સમાજ નું વિચાર. તારી મમ્મી મારા જીવન માં આવી પછી તો પેલી છોકરી કરતા પણ મને વધુ પ્રેમ મળ્યો.. સાંભળ સમાજ થી જ આપણે છીએ.
તારો પ્રેમ અત્યારે તારી પર હાવી છે એટલે તને આ બધું નહિ દેખાય પણ સમય જતાં ખબર પડશે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે તું સમાજ અને જ્ઞાતિ થી તું જુદો પડી ગયો હસે. બાકી તારી પત્ની હમેશા તને જ પ્રેમ કરશે તે લખી લે. મારે જે કહેવાનું હતું તે મે કહી દીધું બાકી બેટા તારી મરજી તારી લાઈફ છે તારે છું કરવું.
કરણ માં આંખ માંથી આશું વહેવા લાગ્યા તે પપ્પા ને ભેટી પડ્યો. પપ્પા હું તમારી વાત ને સમજી ગયો. મને સાચી સમજ આપી પ્રેમ એટલો મહત્વ નથી જેટલી આપણો પરિવાર અને સમાજ છે.
જીત ગજજર