Pret Yonini Prit... - 30 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - 30

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - 30

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-30
આજે વિધુ સવાર સવારમાં સીધો સાઇટ પર આવી ગયેલો. આજે મૂહૂર્ત એવું રચાયું કે શૈલેશ સાઇટ એન્જીનીયર, બાબુ પગીનું ચોઘડીયું બગડ્યુ અને વિધુનું સુધરી ગયું. વિધુએ ચાલાકી સાથે શૈલેશપાસે એનાં ગોરખ ધંધા ઓકાવ્યા બધુ જ ઓડીયો-વીડીયો ટેપ કર્યુ અને શૈલેશ સાથે વાતો કરતાં કરતાં એની નજર ચૂકાવી નિરંજન ઝવેરીને પણ મોકલી દીધું.
તમાશાને તેડું હોય ? સાઇટ પરની બીજી ગતિવિધિમાં વિધુ અને શૈલેશ પરોવાયા ત્યાંજ સાઇટનાં કમ્પાઉન્ડમાં ત્રણ ગાડીએ એ પ્રવેશ કર્યો. એક કારમાં નિરંજન ઝવેરી, બીજીમાં બંસીકાકા સાથે સીક્યુરીટી અને ત્રીજી કારમાં અજાણ્યાં માણસો હતાં જે વિધુ ઓળખી ના શક્યો.
વિધુ આ બધાને જોઇ વિચારમાં પડી ગયો કે એટલી વારમાં સર આટલી વ્યવસ્થા અને સીક્યુરીટી સાથે આવી ગયાં ? આટલી ચપળતા અને તૈયારી ? થોડીવારમાં બધાં જ વિધુ ઉભેલો ત્યાં આવી પહોંચ્યાં.
વિધુએ નિરંજન ઝવેરીને નીચો નથી પગે લાગ્યો પછી બોલ્યો "સોરી સર તમને સવાર સવારમાં બોલાવવા પડ્યાં પરંતુ સ્થિતિ સંજોગો એવાં હતાં કે... હજી આગળ વિધુ બોલે તે પહેલાં નિરંજન ઝવેરીનો તમતમતો ચહેરો દૂર ઉભેલાં શૈલેશ તરફ જોઇ રહેલો. ગભરાયેલા બાબુ પગી ઝડપથી ખુરશીઓ લાવીને મૂકી ગયો અને અપરાધ ભાવ સાથે નીચાં મોઢે ઉભો રહી ગયો.
નિરંજન ઝવેરીએ બાબુને કહ્યું "જા તારાં મળતીયા સાહેબો બોલાવીને લાવ તું પણ સાથે આવ. અને એમણે બંસીકાકાને કહ્યું હું વાત કરું છું ત્યાં સુધી આ સીક્યુરીટી ઓફીસને સમગ્ર સાઇટ બતાવો-સાઇટ ઓફીસ, ગોડાઉન, મટીરીયલ્સ ઉતરે છે એ જગ્યા બધુ જ વિગતવાર બતાવી સમજાવીને આવો.
વિધુ જોઇ રહેલો એણે મોકલેલી માહિતી અને પુરાવાનું પૂછપચ્છ વિના નિર્ણય લેવા માંડ્યા હતાં.
શૈલેશ દોડતો દોડતો નિરંજન ઝવેરી પાસે આવ્યો આવી સીધો જ પગમાં પડી ગયો અને માંફી માંગવા માંડ્યો "સર મારી ભૂલ થઇ ગઇ માફ કરો... નિરંજન ઝવેરીએ એની તરફ તીખી નજર કરી પછી બોલ્યાં" આ તારો ઓડીયો વીડીયો બધોજ મારી પાસે છે બોલ શું કહેવું છે ? એમ પૂછતાં જ સાથે સાથે વિધુને ઇશારો કર્યો... વિધુ તરત જ સમજી ગયો અને એણે એનાં ફોનનો વીડીયો ચાલુ કરી દીધો. શૈલેશ કંઇ સમજે પહેલાં જ આ બધુ ત્વરીત ગતિમાન થયું.
શૈલેશ બે હાથ જોડી માફી માંગતાં કહ્યું બધુ જ સાચુ છે હું કબૂલ કરું છું... વિધુતે ખૂબ ચાલાકીથી મારી પાસેથી બધી વિગત કઢાવી લીધી મને માફ કરો.
નિરંજન ઝવેરીએ કહ્યું " મારી સાઇટ ચાલુ થઇ ત્યારથી આટલા વર્ષ થયાં ત્યારથી આ ચાલતું હશેને ? તને અહીં નોકરી રાખવા જેની જેની ભલામણ લઇ આવેલો એમણે અને તારે બધી ભરપાઇ કરવી પડશે. પછી ત્રીજી ગાડીમાં આવેલાં અજાણ્યા લોકોને ઇશારો કર્યો એ લોકો રીતસર શેલેશને ઊંચકીને ગાડીમાં નાંખીને જતા રહ્યાં...
નિરંજન ઝવેરીએ કહ્યું "બાબુ પગીને ઓફીસે બોલાવી હિસાબ કરીને છૂટો કરો. અને બંસીકાકાને કહ્યું તમે આ સીક્યુરીટીને આજથી અહીં એપોઇન્ટ કરી દો બંસીકાકા સીક્યુરીટીને બતાવી આવી ગયેલાં એમણે આજ્ઞાકારી નોકરીયાતની જેમ હાં ભણી.
નિરંજન ઝવેરીએ કહ્યું "વિધુ તું પણ ઓફીસે આવ બંસીકાકા અહીં હમણાં રોકાશે મારે બધી વાત કરવાની છે ઓફીસે કરીશું.. વિધુએ કહ્યું " સર આપ નીકળો હું મારી બાઇક લઇને આવું છું પહોચું જ છું.
નિરંજન ઝવેરીએ કહ્યું "ઓકે.. અને પછી બંસીકાકાને જરૂરી સૂચના આપી કહ્યું "કોન્ટ્રાક્ટરને ફોન કરી સીધો ઓફીસે બોલાવો આગળનું કામ એ પછી જ ચાલુ થશે અત્યારે બધાંજ કામ બંધ કરાવો એમનાં સ્ટાફને છૂટી આપી દો બધાંને સાઇટથી બહાર કાઢો. અત્યારનો લેટેસ્ટ સ્ટોક છે દરેક મટીરીયલનો એ ફ્રેશ ડેટા બધાં લઇને ઓફીસે આવજો જેટલો સમય લાગે લેજો પણ કાળજીથી બધું પુરુ કરીને આપજો કોઇ નાની આઇટમ પણ રહી ના જવી જોઇએ.
સૂચના આપી નિરંજન ઝવેરી નીકળી ગયાં. વિધુ તો વિચારમાં પડી ગયો. સરનાં ગયાં પછી એણે બંસીકાકાને કહ્યું "મેં આટલી માહિતી હજી કલાક બે કલાક પહેલાં જ મોકલી છે અને આટલો ત્વરીત નિર્ણય ?
બંસીકાકાએ કહ્યું "વિધુ, શેઠને ઘણાં સમયથી શંકા હતી પરંતુ પુરાવો હાથ નહોતો લાગ્યો એટલે યોગ્ય તક અને પુરાવાની રાહ જોઇ રહેલાં ત્યાં તેં પુરાવો પુરો પાડ્યો જે તૈયારી હતીજ એ એમણે આજે અમલમાં મૂકી. હવે બધાનો વારો આવશે આજે, ઘણાં પત્તા કપાઇ જવાના... તારો રીપોર્ટ અને પુરાવો એટલો સોલીડ હતો કે... જે થયું સારું થયું.. સાલા ચોર ઘણાં સમયથી આવું કરતાં હતાં. શેઠની પહેલી જ સ્કીમ છે અને જો એ બદનામ થાય તો શેઠનું આ લાઇનમાં શરૂઆતથી જ પત્તુ કપાઇ જાય અને નામ પર બટ્ટો લાગે એ જુદો.
આજે ઘણાં મહત્વનાં નિર્ણય લેવાઇ જશે.. વિધુ તને એક વાત કહુ એક વડીલ તરીકે હીતેચ્છું તરીકે સલાહ આપું છું.... આજે પ્હેલાં જ દિવસે તેં ગોરખ ધંધા પકડી લીધાં શાબાશી મળવી જોઇએ પણ વ્યક્તિગત રીતે તેં એક સાથે ઘણાં દુશ્મન ઉભા કરી દીધાં છે એટલે તારી જાતને સાચવજે આ લોકો ઘણાં નીચ અને ખૂંખાર હોય છે એ તને કોઇ રીતે નુકશાન પહોંચાડવા પ્રયત્ન કરશેજ. પણ.. શેઠ બધું જ જાણે જ છે એટલે એ પણ ધ્યાન રાખશે...
વિધુએ કહ્યું "મેં મારી ફરજ બજાવી છે મેં ક્યાં કોઇ ખોટું કામ કર્યું છે તે હું ડર રાખું ? છતાં તમારી સલાહ સિરો માન્ય હું ધ્યાન રાખીશ. ચાલો કાકા હું ઓફીસ જવાં નીકળું શેઠ રાહ જોતાં હશે..
વિધુએ બાઇક ચલાવતાં પહેલાં પોતાનો મોબાઇલ ચેક કર્યો.. વૈદેહીનો કોઇ મેસેજ નહોતો એ નિરાશ થયો પણ બીજો મેસેજ વાંચ્યો... શૈલેશ સુપરવાઇઝરે લખેલો કે વિધુ તેં આજે જે કાંડ કર્યો છે એનું ભુગતાન પણ તારે હવે ભોગવવું પડશે.... તું પણ જો દીકરા... તારી શુ વલે થાય છે... તને પણ બરબાદ કરી નાંખીશું ઊગતો જ ડામી દાટી દઇશું...
વિધુએ વાંચી હસવામાં કાઢ્યું અને ફોન બંધ કરી પોકેટમાં મૂકી અને બાઇક સ્ટાર્ટ કરીને નીકળ્યો ઓફીસ જવાં. જતાં પહેલાં. સીક્યુરીટીનું નામ જાણી લીધુ અને બંસીકાકએ પણ વિધુની ઓળખ કરાવી લીધી..
વિધુ મારતી બાઇકે ઓફીસ જવા નીકળ્યો અને વૈદેહીનાં વિચાર આવ્યાં...હજી સુધી એનો એક મેસેજ નથી ?
વિધુ વૈદેહીનાં વિચાર કરતો કરતો ઓફીસ પહોચી ગયો. એનાં મનમાં વિષાદ છવાઇ ગયો. વૈદેહી પહોચી ગઇ હશે મુંબઇ ? હજી એનો કોઇ મેસેજ કેમ નથી ? એમ વિચારતો ઓફીસમાં પ્રવેશી ગયો. બ્યુટીફુલ રીસેપ્નીસ્ટ ભૂલીએ હસતાં હસતાં કહ્યું "સર તમારી જ રાહ જુએ છે તમે અંદર જાવ અને વિધુ થેંક્યુ કહીને અંદર ગયો.
નિરંજન ઝવેરીએ એને સામે બેસવા કહ્યું "પછી એમણે બે કોફી ઓર્ડર કરી રમેશને. વિધુની સામે થોડીક વાર જોઇ રહ્યાં પછી બોલ્યાં" અચાનક જ તું સવારે સાઇટ પર પહોચી ગયો કે તને કોઇ શંકા થયેલી પહેલાં ?
વિધુએ કહ્યું "ના સર હું વહેલા તૈયાર થઇ ગયેલો અને ઓફીસનાં સમયને થોડી વાર હતી એટલે વિચાર એમજ આવેલો કે સાઇટ પર થોડો અભ્યાસ કરીને ઓફીસે જઊં આમ પણ તમે કામ સમજવેલુ અને બંસીકાકાએ પણ ગઇકાલે વિગત આપેલી હું તો એમજ પહોંચી ગયેલો પહોચ્યાં પછી ત્યાં ગતિવિધી કંઇક વિચિત્ર લાગી અને મારાં મનમાં અગમ્ય એહસાસ થયો કે અહીં કંઇક ગરબડ છે...
નિરંજનભાઇએ કહ્યું "અને તું સાચો જ ઠર્યો .. મને થોડી ગંધ હતી પણ પુરાવો પાકો નહોતો. કંઇ નહી.. શૈલેશ પાસેથી તો મારાં માણસો બધુજ રઇએ રઇ ઓકાવશે. બધી કબૂલાત થાય પછી એની પણ કાર્યવાહી કરીશ. પરંતુ ત્યાં સુધી બીજી એપોઇન્ટમેન્ટ કરી લેવી પડશે અને એ પણ તું પસંદ કરજે પછી હું આગળ જોઇશ. બાય ધ વે આજનું તારું કામ મને ખૂબ ગમ્યુ આવી જ રીતે ખંત અને પૂરાં વિશ્વાસથી કામ કરજે તારી વફાદારી ઊગી નીકળશે એ નક્કી .
ત્યાંજ રમેશ કોફી લઇને આવ્યો. નિરંજન સર ચૂપ થઇ ગયાં કોફી મૂકી રમેશ ગયો પછી કહ્યું "આ બધાંજ ચાલાક છે બધાથી સાવધાન રહેવાનું.. ગરીબની... ડમાં દાંત હોય છે એક શબ્દ ગળીને કહેવત બોલી ગયાં.
એ સાંભળી વિધુ ખડખડાટ હસી પડ્યો. પછી બોલ્યો સર... તમે તો ઘણી કહેવતો જાણો છો. અને ત્યાં વિધુનાં ફોન પર રીંગ આવી એણે નિરંજન સર સામું જોઇ કહ્યું એસ્ક્યુઝ મી સર.. હું આવું વાત કરી એમ કહી ચેમ્બરથી બહાર નીકળ્યો.
વધુ આવતા અંકે -- પ્રકરણ-31