દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ ઘટનાઓ બનતી હોય છે, પરંતુ અમુક ઘટનાઓ એવી હોય છે કે જે જલ્દીથી ભુલી શકાતી નથી. આ ઘટના પણ કંઈક એવી જ છે, જે હું પણ ભુલી શક્યો નથી. હું મોહનલાલ, જ્યાં રહુ છુ ત્યાં બનેલી એક ઘટના વિશે તમને કહેવા માંગુ છું.
મોતીલાલ ત્રિપાઠી અને જયા મોતીલાલ ત્રિપાઠી મારા પાડોશી અને સ્વભાવે ખુબ સારા છે, આજે તેમના લગ્નને 28 વર્ષ થયા છે જેના ઉપલક્ષમાં તેમણે નાનકડી પાર્ટી રાખી છે. અને આજથી 4 દીવસ બાદ તેમના દીકરાના લગ્ન છે, લગ્ન ની તૈયારી ઓ ખુબજ સારી રીતે ચાલી રહી છે. અને મોતીલાલ નું ઘર હુ રહુ છું ત્યાંથી 4 મકાન બાદ આવે છે. આ સોસાયટીના મકાનો થોડા નાના છે. માટે લગ્ન બાદ તેમના દીકરાનો સમાવેશ થઈ શકે એમ નથી, તેથી તેમણે પોતાના દીકરાના લગ્ન બાદ તેની માટે નજીકમાં ભાડા પર ઘર શોધી રાખ્યું છે, તેને સુવા બેસવા માટે અલગથી ઘરની વ્યવસ્થા કરી છે.
લગ્નની તૈયારીમાં ઘરના સભ્યો તથા તેના મિત્રો અને તેના દીકરાના મિત્રો પણ છે, ઘર નાનું હોવાથી પ્રસંગો ત્યાં થઇ શકે તેમ નથી માટે તેમણે હોલ બુકીંગ કરાવ્યો છે અને બધા જ પ્રસંગો પણ ત્યાં જ કરવાના છે. પરંતુ તે લોકો જ્યાં રહે છે ત્યાં રહેવા આવ્યા ને છ-આઠ મહિના જ વીત્યાં છે, લગ્નને ફક્ત બે દિવસ જ બાકી છે, ત્યાં રાસ ગરબા, પીઠી એવા પ્રસંગો ચાલી રહ્યા છે. મોતીલાલ અને તેમના સગા સંબંધીઓ પણ ખૂબ ધામધૂમથી લગ્નની તૈયારી કરી રહ્યા છે, પરંતુ તે લોકો અત્યારે જે નવી સોસાયટીમાં રહેવા આવ્યા છે ત્યાંની બનેલ એક ઘટના તેઓને ખબર નથી અને સોસાયટીના લોકોએ પણ તેમને એ ઘટના કહી નથી તેની પાછળનું કારણ એ છે કે જો લોકોને તેની ખબર પડે તો લોકો ત્યાં મકાન રાખવા રાજી થતા નહોતા, તેથી સોસાયટીના દરેક સભ્યએ ભેગા થઈ નક્કી કર્યું કે એક ઘટના વિશે કોઈને કંઈ કહેવું નહીં અને કોઈ નવું ભાડુંત કે મકાન ખરીદનાર આવે તો એ વાત કોઈએ કરવી નહીં. આ કારણોસર ત્રિપાઠી પરિવારને આ વાતની જરા પણ ખ્યાલ નથી.
સમય વીતતો જાય છે. લગ્નના આગલા દિવસ સુધી બધા જ મહેમાનો આવી ગયા છે, કન્યા પક્ષવાળા તરફથી પણ ખુબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે અને અંતે લગ્નનો દિવસ આવી જાય છે. લગ્ન પ્રસંગ કોઈપણ વિઘ્ન વિના સમયસર સારી રીતે પૂર્ણ થાય છે. વરપક્ષ જાન લઈને ઘરે પાછા ફરે છે, આગળ કહ્યા મુજબ તેમના પુત્ર અને તેમની વહુનું બીજે રાખેલ ઘરમાં સ્વાગત કરવામાં આવે છે. સાંજના 6 વાગી ગયા છે, સમય વીતવાની સાથે મહેમાનો પણ પોતાના ઘરે જવા રવાના થાય છે. જયેશ અને રેખાનો રૂમ પણ ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યો છે. લગ્નને એક મહિનો વીતી ગયો છે, લગ્ન બાદ તેમનું જીવન ખૂબ જ સારી રીતે ચાલે છે.
જયેશ અને તેના માતા-પિતા રોજની જેમ પોતાના કામમાં વ્યસ્ત છે, એક દિવસ અચાનક જયેશ દરરોજની જેમ નોકરીએથી ઘરે પહોંચે છે અને દરવાજો ખટખટાવે છે બે-ત્રણ વાર આ રીતે દરવાજો ખટખટાવા છતાં રેખા દરવાજો ખોલતી નથી તેથી તેની પાસે રહેલી ઘરની બીજી ચાવીથી દરવાજો ખોલી અંદર પ્રવેશે છે ત્યારે જોવે છે કે રેખા લગ્નના જોડામાં તૈયાર થઈને ઘરમાં સૂતી હોય છે, આ જોઈ જયેશ ગભરાઈ જાય છે, તે તરત જ તેના માતા-પિતાને ફોન કરી બોલાવે છે તે લોકો પણ આ દ્રશ્ય જોઈ ગભરાઈ જાય છે. એ લોકો પણ વિચારમાં પડી જાય છે કે આ શું ! વહુ આ રીતે તૈયાર શા માટે થઈ છે. જયેશ તેને જગાડે છે ત્યારે તે અચાનક ધ્રૂજી ઊઠે છે તે પોતાને લગ્નના જોડામાં જોઈ પોતે પણ ચોંકી જાય છે, તેને પૂછવામાં આવે છે તો તે પણ અચંબિત થઈ જાય છે કે આ કપડા મેં ક્યારે પહેર્યા, જેમ તેમ કરી તે શાંત થઈ મોતીલાલ તેના દીકરા અને વહુ ને પોતાના ઘરે લઈ જાય છે જમવાનું બન્ને ત્યાંજ જમે છે અને ઘરે પરત ફરે છે ત્યાં મોતીલાલ જયેશ ને કહે છે કે આજની રાત અહીયા જ સુઈ જાવ પરંતુ જયેશ ઘરે પર જવાનું કહી પરત ફરે છે ઘરે પહોંચી જયેશ ફરીથી રેખાને તે વિશે પૂછે છે પરંતુ તેનો એજ જ જવાબ છે કે એ વિશે મને કંઈ ખબર નથી ત્યારબાદ તેઓ સુઈ જાય છે.
બીજા દિવસે સવારે જયેશ દરરોજની જેમ નોકરીએ ચાલ્યો જાય છે, પરંતુ રેખા ઘરમાં એકલી હોય છે તેમનું ઘર થોડું મોટું છે અને એક રૂમ પણ ખાલી હોય છે આ વાત જયેશના પિતાને ખબર છે, અને એક દિવસ તેના પિતાને તેમના બહારગામના એક સંબંધી નો ફોન આવે છે અને વાત એવી થાય છે કે ત્યાં મારા એક મિત્રના છોકરાને નોકરી મળી હોવાથી ત્યાં રહેવા આવવાનો છે તો તમારા ધ્યાનમાં કોઈ રૂમ ભાડે હોય તો કહેજો ને, જયેશ ના પિતા કહે છે હા મારો દીકરો અને વહુ રહે છે ત્યાં એક રૂમ ખાલી છે રૂમની વ્યવસ્થા થઈ જશે તેની ચિંતા ના કરશો. આ વાત થયા બાદ મોતીલાલ જયેશને અને રેખાને રૂમ ભાડે આપવાની વાત કરે છે, પરંતુ જયેશ આ વાત માનતો નથી અને રૂમ ભાડે ન આપવાનું કહે છે, પણ મોતીલાલ તેને સમજાવે છે કે રૂમ ખાલી છે તો કોઈને ભાડે આપી દઈએ જેથી બે પૈસાની આવક પણ થશે અને તે આખો દિવસ બહાર નોકરીએ જવાનો છે માટે તેને રૂમ ફક્ત રાત્રે સૂવા માટે જોઈએ છે અને આખો દિવસે નોકરીએ જવાનું હોય છે. આ વાત સાંભળી જયેશ હા પાડી દે છે.
થોડા દિવસ બાદ તે વ્યક્તિ રહેવા આવે છે, તેનું નામ મુકેશ છે જયેશ અને મુકેશ વચ્ચે વાતચીત થાય છે. ધીમે ધીમે જયેશ અને મુકેશ બંને સારા મિત્રો બની જાય છે અને ઘણીવાર જયેશ મુકેશ ને તેની સાથે જમવા પણ આમંત્રિત કરે છે. બંને વચ્ચે સારો એવો સંબંધ બની જાય છે, જ્યારે જયેશને નોકરીને લીધે ઘણી વાર બહારગામ જવાનું થતું અને મુકેશને નોકરીમાં ખૂબ રજાઓ પણ મળતી તેથી તે ઘરે પણ સમય વિતાવતો અને ઘણીવાર ઘરમાં ખાવાની સામગ્રી ખુટી જતા તે રેખા પાસે માંગવા પણ જતો.
એક દિવસ રેખા તે જ રીતે દુલ્હન ના કપડા પહેરી ઘરમાં હતી અને દરવાજો ખૂલ્લો રહી ગયેલો, તેજ દીવસે મુકેશ સામગ્રી ખુટી જતા તે રેખા પાસે લેવા જાય છે, રેખાને બે-ત્રણ વાર સાદ કરે છે એ ન સાંભળતા પછી તે ઘરમાં જાય છે ત્યાં શું જોવે છે! રેખાને દુલ્હન ના કપડા માં જોઈ મુકેશ ચોકી જાય છે પરંતુ મુકેશ તેની પાછળનો ચહેરો ઓળખી જાય છે, મુકેશ તેને ઓળખતો હોય છે અને તે વાતો કરી ત્યાંથી ફરી તેના રૂમમાં ચાલ્યો જાય છે, પરંતુ રેખા જાગે છે ત્યારે તે તેના રોજ-બરોજના કપડામાં હોય છે, આ વખતે જયેશને કે તેના પિતાને આ ઘટના ની ખબર નથી ત્યારબાદ અવાર-નવાર રેખાનું એ સ્વરૂપ મુકેશ ને જોવા મળે છે એ બાબત વિષે ફક્ત મુકેશ જ જાણે છે! વિચારવા જેવું એ છે કે તે કોણ હશે, મુકેશ તે વ્યક્તિ ને કઈ રીતે ઓળખે છે…..
આશા છે આ વાર્તા તમને ગમી હશે. આ રહસ્ય જાણવા માટે વાંચો ભાગ-2 (ટુંક સમયમાં)