અરે...! પ્લીઝ યાર તું બારી બંધ કરને આ સૂર્યના કિરણો મારી ઊંઘમાં ખલેલ પહોંચાડી રહ્યાં છે, મને હજું ઊંઘ આવે છે સંજય પ્લીઝ માની જાને મારી વાત તું બારી બંધ કરને આમ ઊંઘમાં બબડતી દીપાલી ક્યાં જાણતી હતી કે બારી ખોલીએ સંજય નહીં પણ એની મમ્મી શોભના હતી, દીપાલી તો બસ સવાર સવારમાં સંજયના નામની માળા જપતિ હતી, અને દીપાલીની મમ્મી "શોભના અંતે થાકી બોલી દીપાલી હું સંજય નહીં તારી મમ્મી છું બેટા ઉઠ હવે ઘડિયાળમાં જો અગિયાર વાગી ગયાં બેટા."
"દીપાલી : મમ્મી અગિયાર વાગી ગયાં અને તું પણ ખરી છે હવે છેક મને જગાડે છે..?"
"શોભના : હા મને થયું ભલે સૂતી દીકરી પિયર આરામ ન કરે તો ક્યાં કરે, ચાલ તું ફટાફટ ફ્રેશ થઈજા જો તારા માટે ગરમાં ગરમ ચા અને બટેકાપૌવા બનાવીને લાવી છું."
"દીપાલી : ઓકે મમ્મી બસ પાંચ મિનિટમાં આવી."
દીપાલી ફ્રેશ થઈ બેડ પર નાસ્તો કરવા બેસી ગઈ અને શોભના એની બાજુમાં બેઠી એની દીકરી સાથે વાત કરવાની શરૂવાત કરી.
"શોભના : દીપાલી તું જલ્દી નાસ્તો કરીલે તારા માટે એક સરપ્રાઈઝ છે, તું નાની હતી ત્યારે તો હું તારી ડ્રેસ ડિઝાઇનર હતી જ પણ તું પરણી સાસરે ગઈ પછી તારી પસંદ તારી ડિઝાઇનર બદલી ગઈ છે છતાં પણ મેં તારા માટે એક અનોખો ડ્રેસ તૈયાર કર્યો છે જે તને ગમશે જ મને તો એટલી ખબર છે બસ...."
"દીપાલી : મમ્મી તું મારા માટે ડ્રેસ તૈયાર કરે અને મને ન ગમે એવું કદી બન્યું છે, તે ક્યારે ડ્રેસ તૈયાર કર્યો હું ઘરમાં જ છું છતાં મને કેમ નથી ખબર મમ્મી..? કે તું મારા માટે ડ્રેસ તૈયાર કરે છે. ચાલ જલ્દી આપ એ ડ્રેસ મને."
"શોભના : પહેલાં નાસ્તો કરી લે બીજી બધી વાત પછી, ડ્રેશ પણ પછી આપીશ, જો તું મારા સવાલનો જવાબ આપીશ તો જ તને એ ડ્રેસ મળશે."
"દીપાલી : સારું તો માતે પૂછો સવાલ."
"શોભના : દીપાલી તે અને સંજયે શું માંડ્યું છે બેટા ? તમારે કરવું છે શું ? તું એક મહિનાથી આવી છે કેટલી વાર તમને બન્નેને પૂછ્યું છતાં નથી તું જવાબ આપતી કે નથી સંજય જવાબ આપતો, શું ચાલી રહ્યું છે તમારી વચ્ચે...? આમ તો તું સવાર સવારમાં સજયનું નામ લેતા થાકતી નથી."
"દીપાલી : મમ્મી પ્લીઝ મારે એ સંજયનું નામ નથી સાંભળવું, અને હું હવે એમના ઘરે નથી જવાની મેં પપ્પાને બધી વાત કરી દીધી છે."
"શોભના : સારું તો મારું શું કામ છે અહીં હું જાઉં છું, તમે બાપ દીકરીએ સમજી લીધું છે તો હું નાહકની તારી ચિંતા શું કામ કરું."
"દીપાલી : મમ્મી ક્યાંય નથી જવું અહીં મારી પાસે બેસ તું અને મારો ડ્રેસ આપ મને."
"શોભના : હા ડ્રેસ તો હું તને આપવાની છું, પણ મને પહેલા મારા સવાલનો જવાબ આપે તો."
"દીપાલી : મમ્મી તો સાંભળ મેં એક વર્ષમાં બે થી ત્રણ વખત જ કહ્યું હતું કે સંજય તું રોજનું ત્રણ કલાક ટ્રેનમાં ઉપડાઉન કરી બહુ થાકી જતો હશે તો આપણે તું જ્યાં નોકરી કરે છે એજ શહેરમાં આપણે એક નાનકડું ઘર વસાવી લઈએ તો તારે આ રોજનું ટ્રાવેલિંગ ન કરવું પડે. બસ આટલી જ વાત પર જગડો થયો મમ્મી."
"શોભના : દીપાલી આટલી નાની અમથી વાત પર તું ઝગડો કરી એક મહિનાથી અહીં બેઠી છે, તું આટલી સમજદાર છો...