Nafratni aag ma prem nu khilyu gulaab - 20 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૦

Featured Books
Categories
Share

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૦

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૨૦


સંધ્યા અને સુરજ વચ્ચે લડાઈ થઈ હતી. સંધ્યા ઘરે આવીને બસ રડ્યે જ જતી હતી. મોહનભાઈએ રુકમણીબેનના પૂછવાથી તેમને કાર્તિક અને સુરજના પપ્પા વિશે અને મીરાંના મામા વિશે, ને સુરજ અને સંધ્યાના પ્રેમસંબંધ વિશે જણાવ્યું. હવે જોઈએ આગળ.



મોહનભાઈ અને રુકમણીબેનની વાતો સાંભળી, સંધ્યા નીચે આવી. સંધ્યા હજું કાંઈ બોલે એ પહેલાં જ સુરજ ત્યાં આવી પહોંચ્યો. સંધ્યાની આંખો જોઈને સુરજ સમજી ગયો કે, સંધ્યા બહું રડી હતી.

"યાર, આપણે જે કર્યું, એ એક નાટક હતું, તો તું શાં માટે રડી રહી છે??"

સુરજની વાત સાંભળીને, રુકમણીબેન અને મોહનભાઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. બંને સુરજ સામે અચરજભરી નજરે જોવા લાગ્યાં. સુરજે રુકમણીબેન અને મોહનભાઈને પગે લાગીને, તેમનાં આશીર્વાદ લીધાં, ને કહ્યું, " આન્ટી, હું સુરજ છું. અંકલે તમને મારાં વિશે જણાવ્યું જ હશે."

સુરજે તેની ઓળખાણ આપી. રુકમણીબેન મોહનભાઈ સામે જોવાં લાગ્યાં. મોહનભાઈએ ડોકું ધુણાવીને સુરજની વાતમાં હામી ભરી. રુકમણીબેન મોહનભાઈનો જવાબ મળતાં, સંધ્યા સામે જોવાં લાગ્યાં. સંધ્યા તેમનાં સવાલ સમજી ગઈ. રુકમણીબેન કાંઈ પૂછે, એ પહેલાં જ સંધ્યા બોલવાં લાગી.

"મેં અને સુરજે એક પ્લાન બનાવ્યો હતો. હું સુરજના ઘરે જઈને, તેનાં પપ્પા સાંભળે, એ રીતે સુરજ સાથે લડાઈ કરવાં લાગી. સુરજે ગુસ્સો કરીને, મારી સાથે રિલેશન તોડી નાખ્યાં. જેનાં લીધે સુરજના પપ્પા મારાં તરફથી નિશ્ચિત થઈ જાય, ને મને મારવાનો વિચાર છોડી દે-"

"આ તું શું બોલી રહી છે?? જેનો બાપ તને મારવાં માંગે છે, તેનાં છોકરાંને જ તું પ્રેમ કરે છે?? આખરે તમારે લોકોને કરવું છે શું?? મારી એકની એક દીકરી સાથે તમે શું રમત રમો છો??" રુકમણીબેન સંધ્યાની વાત વચ્ચે રોકીને જ બોલવાં લાગ્યાં.

"મમ્મી શાંત થઈ જા. સુરજ મારી સાથે છે. તે મને કાંઈ નહીં થવા દે. મને કાંઈ નાં થાય, એટલે જ અમે આ પ્લાન બનાવ્યો હતો."

"હાં આન્ટી, હવે મારાં પપ્પાની નજરમાં અમે અલગ થઈ ગયાં છીએ. હવે સંધ્યા તેમને કોઈ પણ પ્રકારે નડતરરૂપ નહીં થાય. જેનાં લીધે તેમણે હવે સંધ્યાને મારવાનો પ્લાન પણ કેન્સલ કરી નાખ્યો છે." સુરજ રુકમણીબેનને સમજાવતો હતો. સુરજના છેલ્લા વાક્યએ બધાંને નિઃશબ્દ કરી દીધાં. હોલમાં નિરવ શાંતિ છવાઈ ગઈ. સુરજે બધાનાં ચહેરાનાં હાવભાવ વાંચી લીધાં.

"હાં સંધ્યા, મેં કહ્યું એ સાચું છે. પપ્પાએ તારાં ગયાં પછી Mr,DK ને ફોન કરીને જણાવી દીધું કે, તે હવે તને નહીં મારે, ને હવે મારાં પપ્પા મને પોતાનાં બિઝનેસમાં સામેલ કરશે."

"એ કેવી રીતે શક્ય છે?? જો તું જ તેમની સાથે તેમનાં ધંધામાં સામેલ થઈ જાશે, તો તું પણ એમાં ફસાઈ જાશે." સંધ્યા સુરજની વાતો સમજી નાં શકી. તે સુરજની વાતોથી ડરી ગઈ હતી.

"એવું કાંઈ નહીં થાય. આપણે એ બાબતે પણ કંઈક વિચારી લેશુ." સુરજ કંઈક વિચારતો હોય, એવાં ભાવથી બોલ્યો.

"મને નથી લાગતું કે, Mr,DK એટલી આસાનીથી હિતેશભાઈની વાત માની લેશે. તેમણે આજ સુધી તેમનાં ધંધામાં નડતરરૂપ કોઈ પણ વ્યક્તિને જીવતો છોડ્યો નથી." મોહનભાઈના ચહેરા પર ચિંતાની રેખાઓ છવાઈ ગઈ. તેઓ અસ્વસ્થ થઈને, સોફા પર બેસી ગયાં. સુરજ અને સંધ્યા બંને તેમની પાસે જઈને બેઠાં.

સુરજ મોહનભાઈના ખંભે હાથ મૂકીને, બોલી રહ્યો. "અંકલ, તમે ચિંતા નાં કરો. હું સંધ્યાને કાંઈ નહીં થવા દવ. હવે Mr,DK વધુ લોકોને પોતાની લાલચનો શિકાર નહીં બનાવી શકે."

"તમે લોકો જે વિચારો એવું જ થાય, તો એનાથી વધું મારે શું જોઈએ??" મોહનભાઈ સુરજની વાતોથી થોડાં સ્વસ્થ થયાં.

સુરજે સંધ્યાની ઘરેથી વિદાય લીધી. સુરજે પ્લાન તો ક્યારનો બનાવી લીધો હતો કે, Mr, DK સુધી કેવી રીતે પહોંચવું. પણ સુરજ જે રસ્તે જવાનો હતો, એ રસ્તો એટલો સરળ નહોતો. એ વાત બધાં જાણતાં હતાં. જે વ્યક્તિ આટલાં વર્ષોથી કોઈનાં હાથમાં નાં આવ્યો હોય. એ વ્યક્તિને હરાવવો કોઈ આસાન કામ નહોતું. છતાંય સવાલ સંધ્યાના જીવનનો હતો. તો સુરજ માટે કાંઈ પણ કરીને, Mr, DK સુધી પહોંચવું જરૂરી બની ગયું હતું.

સુરજના ગયાં પછી, મોહનભાઈ પોતાનાં રૂમમાં ગયાં. મોહનભાઈ બહું પરેશાન હતાં. તેમને ખુશી હતી કે, હવે Mr, DK નો ખેલ લાંબો સમય ચાલવાનો નથી. પરંતુ, તેને હરાવવા એટલાં આસાન નહોતાં. જે મોહનભાઈ જાણતાં હતાં. એ જ વાતથી તેઓ પરેશાન હતાં.

રુકમણીબેન પોતાનું કામ પતાવીને, મોહનભાઈ પાસે આવ્યાં. મોહનભાઈને ચિંતામાં જોઈને, તેમણે મોહનભાઈને પૂછ્યું. "તમે કેમ પરેશાન છો?? કોઈ મોટી વાત તો નથી ને?? તમે અત્યાર સુધી તો બધું છુપાવ્યું, હવે તો‌ જે‌ હોય તે મને જણાવી દો."

"Mr, DK કોણ છે, એ હું જાણું છું. પણ હું તને જણાવી નહીં શકું. જો હું તને જણાવીશ, તો નાં થવાનું થઈ જાશે." મોહનભાઈ મનમાં જ બોલી રહ્યાં હતાં.

મોહનભાઈ તરફથી કોઈ જવાબ નાં મળતાં, રુકમણીબેને તેમનાં હાથ પર હાથ મૂકીને, ફરી પૂછ્યું. "હું તમને કહું છું. હવે તો કોઈ વાત નથી છુપાવતા ને તમે??"

"નહીં, હવે કોઈ વાત નથી છુપાવતો. હવે તો જે મને ખબર હતી, એ બધી ખબર તને પણ પડી ગઈ છે. હવે છુપાવવા જેવું કાંઈ છે જ નહીં." મોહનભાઈ રુકમણીબેન સામે જોયાં વગર જ જવાબ આપીને રૂમમાંથી જતાં રહ્યાં.

*****

Mr, DK નાં બંગલોએ પાર્ટીનો સારો માહોલ જામ્યો હતો. હિતેશભાઈ, ઉમાશંકર, કાર્તિક અને મનિષભાઈ બધાં ત્યાં હાજર હતાં.

"તો‌ આખરે તારાં રસ્તાનો કાંટો હટી જ ગયો એમ ને??" Mr.DK હિતેશભાઈની સામે જોઈને બોલ્યાં.

"હાં, મને તો ખબર જ નહોતી કે, એક લડાઈ તે બંનેને અલગ કરી શકે. જો પહેલાં ખબર હોત, તો આ કામ મેં પહેલાં જ કરી દીધું હોત. ખેર 'દેર આયે દુરસ્ત આયે' આ શુભ કામ તેમનાં હાથે જ થઈ ગયું. એનાંથી મોટી વાત શું હોય??" હિતેશભાઈ દારૂનાં નશામાં ચૂર થઈને, બોલી રહ્યાં હતાં.

કાર્તિકને હિતેશભાઈ અને Mr.DK ની કોઈ વાત સમજમાં નાં આવી. તે સંધ્યા અને સુરજના પ્લાનથી અજાણ હતો.

"કોની વાત કરો છો તમે?? કોણ અલગ થઈ ગયું?? આ પાર્ટી કોનાં અલગ થવાની ખુશીમાં ગોઠવી છે?? મને તો જણાવો." કાર્તિકે બધું જાણવાં માટે પૂછી લીધું.

"આ પાર્ટી સુરજ અને સંધ્યાના અલગ થવાની ખુશીમાં રાખી છે." હિતેશભાઈ ખુશ થઈને બોલ્યાં.

હિતેશભાઈના એક વાક્યએ કાર્તિકના પગ નીચેથી જમીન સરકાવી દીધી. તેને હજું પણ હિતેશભાઈની વાત ઉપર વિશ્વાસ નહોતો આવતો.

"આખરે સુરજ અને સંધ્યા શાં માટે અલગ થયા? કાલ તો સુરજે અમારો સાથ આપવાનું નક્કી કર્યું હતું. તો એ આવું કેવી રીતે કરી શકે? જો એ અલગ થઈ જાશે, તો હું અને મીરાં પણ ક્યારેય એક નહીં થઈ શકીએ." કાર્તિક મનમાં જ બધું બોલી રહ્યો. તે એક ઝાટકે ઉભો થઈને, દરવાજો ખોલીને, બંગલાની બહાર નીકળી ગયો. બહાર નીકળીને, તેણે મોબાઈલ કાઢીને, સુરજને ફોન કરવાનું વિચાર્યું. પણ રાતનાં બાર વાગ્યા હોવાથી, ને સુરજ ઘરે એકલો જ હોવાથી, કાર્તિકે તેની ઘરે જવાનું જ યોગ્ય સમજ્યું. કાર્તિક પોતાની બાઈક લઈને, સીધો સુરજની ઘરે પહોંચી ગયો.

કાર્તિકના અચાનક જવાથી Mr.DK એ મનિષભાઈને પૂછ્યું, "અરે, આ તારાં છોકરાંને શું થયું?? આમ કેમ ભાગી ગયો??"

"તેની તો આદત છે. તે ક્યારેય એક જગ્યાએ ટકે છે ખરો!! ગયો હશે ક્યાંક, આપણે પાર્ટી ચાલું રાખો." મનિષભાઈની વાતથી બધાં ફરી પાર્ટી માણવા લાગ્યાં.


*****

આ તરફ કાર્તિક સુરજ પાસે પહોંચી ગયો. કાર્તિક તરત જ સુરજના રૂમમાં ગયો. સુરજ રાતનાં બાર વાગ્યા હોવાથી સૂતો હતો. કાર્તિકે ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ લીધો, ને સુરજના મોંઢા ઉપર ઠાલવી દીધો. સુરજ એક ઝાટકે સીધો જ ઉભો થઈ ગયો.

"શું છે અત્યારે?? રાતે તો સૂવા દો." સુરજ નીંદરમાં જ બોલ્યો.

"ઓય, ઉઠ. અમારી જીંદગીની વાટ લગાવીને, તું આરામથી સૂતો છે!! તે સંધ્યાથી અલગ થવાનું વિચાર્યું જ કેમ?? જવાબ આપ મને." કાર્તિક ગુસ્સામાં તમતમી રહ્યો હતો.

કાર્તિકના અવાજથી સુરજની બધી નીંદર ગાયબ થઈ ગઈ. સુરજ કાર્તિક સામે જોઈ રહ્યો. કાર્તિકને એ રીતે ગુસ્સામાં જોઈને, સુરજ હસવા લાગ્યો.

"આમ પાગલની જેમ‌ શું હસે છે? આ તને હસવા જેવી વાત લાગે છે??" સુરજના હસવાથી કાર્તિક વધું ગુસ્સે થયો હતો.

"તું બેવકૂફ છે, અક્કલ વગરનો છે, એટલે હું હસું છું." સુરજ કાર્તિકને ગુસ્સામાં જોઈ પોતાનું હસવું રોકી નથી શકતો.

"શું બકવાસ કરે છે તું?"

"બકવાસ તો તું કરે છે. મેં કાંઈ સંધ્યા સાથે રિલેશન નથી તોડ્યા."

"તો તારાં પપ્પા તારાં અને સંધ્યાના અલગ થવાની પાર્ટી, Mr.DK નાં બંગલે મનાવી રહ્યાં છે, એ શું છે?"

"એ બધું નાટક હતું. સંધ્યાને પપ્પાથી બચાવવાનું." સુરજ એકદમ શાંત અવાજે બોલ્યો.

"તો એ નાટક હતું?? મને તો થયું સાચે જ તમે અલગ થઈ ગયાં. હે ભગવાન, બચાવી લીધો તમે. જો તમે અલગ થઈ ગયાં હોત, તો મારું શું થાત?" કાર્તિક ભગવાનનો આભાર માની, સુરજની પાસે બેઠો.

"અરે પાગલ, તારો પ્રેમ સાચો હોય, તો અમે અલગ થઈ જાત, તો પણ તને મીરાં મળી જ જાત. પ્રેમ કાંઈ કોઈની મદદથી નાં મળે. પ્રેમ સાચો હોય, ને નસીબમાં હોય, તો કોઈની મદદ વગર પણ મળી જ જાય."

"ઓકે ગુરુજી" કાર્તિક સુરજની સામે હાથ જોડીને ઉભો રહી ગયો.

"હવે નાટક બંધ કર, ને ત્યાં પાર્ટીમાં શું થયું?? એ જણાવ."

"કાંઈ ખાસ નહીં. મને તો તું અને સંધ્યા અલગ થયાં એ વાતની ખબર પડી, તો હું તો પાર્ટી છોડીને, તારી પાસે આવી ગયો."

"તું ડોબો જ રહીશ. હવે તે લોકોનાં પ્લાનની ખબર કેવી રીતે પડશે?"

"અરે ચિંતા નાં કર, તારો ભાઈ છે ને. જે કાંઈ પણ થાશે, એ મને જાણ થયાં વગર નહીં થાય. હું પણ એ બધાંની સાથે જ મળેલો છું. એ ભૂલી ગયો??" કાર્તિક નખરાં કરતાં કરતાં બોલી રહ્યો હતો.

"હવે તો હું પણ તમારી સાથે જોડાવાનો છું."

"હેં?? આ તારો મગજ તો ઠેકાણે છે ને??" સુરજના શબ્દોથી કાર્તિકની આંખો ફાટી ગઈ. તેનાં ચહેરાની બધી ખુશી ગાયબ થઈ ગઈ.

"હાં, પપ્પાએ જ Mr.DK ને કહ્યું કે, એ મને તેનાં ધંધામાં સામેલ કરશે."

"તો તું એમની વાત માની લઈશ એમ?? જો તું જ અમારી સાથે મળી જઈશ, તો અમને આ ધંધામાંથી કોણ કાઢશે??"

"એ બધું થઈ જાશે. Mr.DK કોણ છે, એ જાણવાં મારે તમારી સાથે હોવું જરૂરી છે. જો મને તેનાં વિશે જાણકારી રહેશે, તો જ હું તમને તેની જાળમાંથી મુક્ત કરી શકીશ."

"તેની જાણકારી આપવા માટે હું છું. હું તને તેનાં વિશે બધું જણાવીશ."

"એ વિશે પછી વિચારીશું. મારાં પપ્પા શું કરે છે, પહેલાં એ તો જાણી લઈએ."

"ઓકે"

કાર્તિકને સુરજના મનમાં શું ચાલી રહ્યું હતું, એ કાંઈ સમજમાં નાં આવ્યું. કાર્તિક કાંઈ પણ બોલ્યા વગર પોતાની ઘરે જતો રહ્યો.




(ક્રમશઃ)



આખરે Mr.DK કોણ છે? મોહનભાઈ તેમને કેવી રીતે ઓળખે છે? જો તેઓ Mr.DK ને ઓળખે છે, તો કોઈને કહેતાં કેમ નથી? કાર્તિક શું કરશે હવે? એ જોશું આગળનાં ભાગમાં.