Preet ek padchaya ni - 51 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૫૧

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૫૧

અંધકાર હવે થોડું ઉજાસનું વાતાવરણ સર્જી રહ્યું છે...પણ હજુયે એ વાતાવરણમાં ભાર છવાયેલો છે. વિરાજ અને સૌમ્યા સમજી ગયાં કે આ પોતાનાં પરિવારજનોનાં કૌશલ દ્વારા થયેલાં અકાળે મોતને કારણે હજું એમની આત્માઓ ભટકી રહી છે‌. એનાં કારણે જ કૌશલ આ પીડામાંથી પસાર થઈ રહ્યો છે. જ્યારે માણસ રાક્ષસ સમાન બને છે ત્યારે એને નથી અટકાવી શકાતો તો આ તો અતૃપ્ત આત્મો...એમની તાકાત તો અકલ્પનીય હોય...આજે સમજાયું કે આ હવેલીમાં કોઈ પ્રવેશ કેમ નથી કરી શકતું એ લોકો સિવાય.

એકાએક વાવાઝોડું ફુંકાવા લાગ્યું...માત્ર એક બે બારીઓ સિવાય આખી હવેલી બંધ હોવાં છતાં એક ખુલ્લાં વાતાવરણમાં દરિયાકિનારા જેવો પવન ફુંકાયને બધાંને સ્પર્શી રહ્યો છે. આ અંધારામાં સૌમ્યા અને વિરાજ એકબીજાને પકડીને બેઠાં છે બાકી એ ધનઘોરતામાં કોણ ક્યાં બેઠું છે એ પણ જોઈ શકાતું નથી....એ આત્માઓના પડઘાં હજું એમ જ સંભળાઈ રહ્યા છે પણ એકાએક કૌશલનો એ દર્દજનક કિકિયારીઓનો અવાજ એકદમ બંધ થઈ ગયો. વિરાજ અને સૌમ્યા ગભરાઈ ગયાં. કંઈક અજુગતું થયું હોય એવો ભાસ થવાં લાગ્યો‌....પણ ઘોર અંધકારમાં કોઈ કંઈ પણ કરી શકે એમ નહોતું... બધાં એમ જ અજવાળું થવાની રાહ જોવા લાગ્યાં....!!

ધીમેધીમે અંધારાનું સ્થાન અજવાળાએ લેતાં હવે બધાં એકબીજાંને આમનેસામને જોઈ શકવા લાગ્યાં. ત્યાં જ એક આશ્ચર્ય સાથે ફક્ત ત્રણ જણાં ત્યાં હાજર છે... કૌશલ ત્યાંથી ગાયબ છે...કોઈને કંઈ સમજાયું નહીં. ત્રણેય એકબીજાં સામે જોવાં લાગ્યાં. આત્માઓ તો હજુ શાંત નથી થઈ તો પછી કૌશલને આત્માઓએ ગાયબ કર્યો કે એ પોતે જ છુમંતર થયો...આ આદત એની બહું જુની છે...

ત્રણેય જણાં આખી હવેલી ખુંદી વળ્યાં. ક્યાંય કૌશલનો અતોપતો ન મળ્યો. ને ધીમેધીમે હવેલીમાં ગુંજતા એ પડઘમ અજવાળાં સાથે શાંત પડી ગયાં....સિમોનીની વેદનાં અવ્યક્ત છે. એક અજાણ્યા વાતાવરણમાં, અજાણી ભુમિ પર તેનું સર્વસ્વ એવો તેનો પતિ એને છોડીને જતો રહ્યો એ પણ રહસ્યમય રીતે. એ બસ મૂક બનીને રડી રહી છે.

સૌમ્યા અને વિરાજે આંખોથી કંઈ વાત કરીને પછી સૌમ્યા સિમોની પાસે આવી. તેને સાંત્વના આપતાં કહ્યું," જે થયું એ સારું થયું કે ખોટું કોઈને ખબર નથી. પણ હવે અત્યારે અમને કોઈ ઉપાય જણાતો નથી. તમે અમારી સાથે અમારાં ઘરે ચાલો..."

સિમોની : "ના... કૌશલ વિના હું ના જીવી શકું. એ ક્યાં હશે ?? હું કોઈને જાણતી નથી. આ અજાણી ભૂમિ પર હું કોઈની સાથે કેવી રીતે આવું ??હું અહીં જ રહીશ જ્યાં સુધી કૌશલ મને અહીંથી લઈ નહીં જાય ત્યાં સુધી. એ ચોક્કસ આવશે. "

વિરાજે એને પ્રેમથી કહ્યું, "જે ઘટનાની આપણને કંઈ ખબર જ નથી એનાં માટે તમે ક્યાં સુધી રાહ જોશો. કદાચ એક માતા પણ પોતાનાં દીકરાનાં પાછાં આવવાની રાહમાં રાહ જોતાં અંતિમ શ્વાસ લઈ લીધાં. કદાચ અફસોસ સાથે મારે કહેવું પડે છે કે એ પોતાનો જીવ બચાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે, કોઈને પણ છોડી પણ શકે છે અને કોઈનો પણ જીવ લઈ શકે છે.. કદાચ તમારો પતિ હોવાથી તમે નહીં સ્વીકારી શકો અને અચાનક અનુભવેલી આ વાતને તમે નહીં માનો પણ આ જ સત્ય છે. તમે અમારી સાથે ચાલો. હવે તો તમે એનાં મોઢે જ સત્ય વાત સાંભળી છે. "

સિમોની : તમારો આભાર. પણ તમે મને મારાં દીકરાને મળાવી આપશો ??"

સૌમ્યા : "હા ચોક્કસ. પણ આપ અમારી સાથે ચાલો."

આખરે સિમોનીને મનાવીને ત્રણેય જણાં હવેલીમાંથી બહાર નીકળ્યાં...પણ હજુંય પહેલાંની માફક એ ડૂસકાંઓ અને રૂદન જીવંત હોય એવું ભાસી રહ્યું છે....

*****************

જેવો નયન રાશિનાં એક એક અંગોને સ્પર્શવા લાગ્યો..એ પોતાની સૂઝબૂઝ ખોઈ ચુક્યો છે. શું કરી રહ્યો છે એ પણ એ વિચારવા અસમર્થ છે. એ જેમ જેમ આગળ વધી રહ્યો છે જાણે રાશિનાં શરીરમાં કંઈ ચેતના આવવાં લાગી...બંધ આંખોએ રાશિ બૂમ પાડવાનો પ્રયાસ કરવા લાગીને સામે જ જાણે નયનનાં કરતૂતો સામે વિરોધ કરવા લાગી....તે શિવુ...શિવુ...મને બચાવ એવું બોલવાં લાગી.

અચાનક અવાજ સંભળાતાં નયનને ભાન થયું કે રાશિ કોમમાંથી બહાર આવી ગઈ છે. તેણે પોતાનાં એ મજબૂત હાથોથી રાશિને જકડી દીધી અને એનાં મોં પર હાથ રાખી દીધો જેથી એ બુમ ન પાડી શકે.

રાશિ અત્યારે પોતાને બહું અશક્ત અનુભવી રહી છે‌. તે અત્યારે પોતાની જાતને બચાવવા પ્રયાસ કરી રહી છે પણ જાણે શરીર એનો સાથ નથી આપી રહ્યું. કમનસીબે જેક્વેલિન અને શિવાની બહુ ભૂખ લાગી હોવાથી અને નયન એની સાથે છે એવાં વિશ્વાસ સાથે હોસ્પિટલના એ નાનાં ભોજન માટે બનાવેલાં રસોડામાં જમવા ગયાં.

રાશિ પોતાની જાતને છોડાવવા ઘણો પ્રયાસ કરવા લાગી. નયને તેની સાથે ધીમેથી પ્રેમથી એનાં કોમળ હોઠોને પસવારતા કહ્યું, "તું હવે તો મારી બનીશ ને ?? હવે તો માની જા. આટલી આ સુંદરતાને તું ક્યાં સુધી આમ સાચવીશ ?? તું તારી જાતને મને સોંપી દે પછી કોઈ તને અડવાની પણ કોશિશ કરી શકે. બસ મને ફક્ત તું જોઈએ. તારી આ અપ્સરાને પણ શરમાવે એવી કાયા. મારાં પિતા તો તારી માતાનાં પ્રેમમાં અંધ બન્યા હતાં પણ તું એનાંથી પણ સાત ડગલાં ચઢે એમ છે તો હું તને કેમ છોડી શકું...બસ એકવાર હા કહી દે. પછી આપણે રાજીખુશીથી લગ્ન કરીશું."

રાશિનો રોષ ભભુકી ઉઠયો તે બોલી કચકચાવીને નયનનો હાથ પકડતાં બોલી, " તને મારૂં શરીર જોઈએ છે ?? આવાં તારાં જેવાં હવસખોરને હું મારી જાતને સોંપું ?? ક્યારેય નહીં...મને પહેલાં દિવસે તને જોઈને જ તારી નજરમાં કંઈ મેલ છે લાગ્યું હતું પણ મેં નજર અંદાજ કર્યું પણ પેલાં દિવસે તે આપેલાં કાગળે મને સાબિતી આપી દીધી હતી. આથી જ મેં ચાચીનાં ઘરે જવાનું નક્કી કર્યું હતું....પણ ખબર નહીં હું કેવી રીતે પાછી તારી પાસે પહોંચી...પણ આજે કે કદીયે પણ હું તને મારી જાત પણ નહીં સોંપું કે તારી જીવનસાથી બનું....બસ મને એકવાર મારાં માતાપિતાને મળવાં દે..."

આખરે એ કામાંધ બનેલાં એ નયને રાશિનાં એ જવાબથી રોષે ભરાઈને ઝડપથી પોતાની ડોક્ટરની ડીગ્રીનો ગેરફાયદો ઉઠાવીને એને બેભાન થઈ જાય માટે એ ઘેનનું ઇન્જેક્શન આપી દીધું....ને રાશિ અર્ધનિદ્રામાં ફરી શિવુ...શિવુ...મને બચાવ કરતી કરતી ચિરનિદ્રામાં પોઢી ગઈ....આખરે એ દૃષ્ટ, દાનવ બની નયને રાશિનું સર્વસ્વ લુંટી દીધું........


*****************

વિરાજ અને સૌમ્યા સિમોનીને લઈને એમનાં ઘરે આવ્યાં. સિમોની બહું ઉદાસ છે પોતાની જાતને એકલી અનુભવી રહી છે.. ત્યાં જ દરવાજે નિયતિ એક થેલો ભરીને તૈયાર ઉભી છે.

સૌમ્યાએ આશ્ચર્ય સાથે પુછ્યું ," શું થયું ?? શીદ જવાની તૈયારી કરી બેના ??"

નિયતિએ ત્રણેય સામે જોયું. સિમોનીને જોતાં તેને થોડો અંદાજો તો આવ્યો પણ અચાનક અહીં જોતાં એ જ છે કે એ કંઈ સમજાયું નહીં.

વિરાજ : " બેના આ સિમોની...એ હમણાં આપણી સાથે જ રહેશે‌. તમને તફલીક નથી ને ??"

નિયતિ : "ના ભાઈ. પણ તમે લોકો ક્યાં હતાં આખી રાત ?? હું તો હવેલીએ આવીને ગઈ. આપણે ઝડપથી જવું પડશે."

સૌમ્યા :" ક્યાં જવાનું છે ?? "

નિયતિ: "નયનની હોસ્પિટલ...રાશિને... ત્યાં... "બોલતાં બોલતાં એની જીભ થોથવાઈ ગઈ.

સૌમ્યા : " શું થયું રાશિને ?? એ તો ચાચી પાસે ગઈ છે તો ??"
નિયતિ : "એ બધું નથી ખબર રાશિ ત્યાં હોસ્પિટલમાં છે...આપણે ઝડપથી ત્યાં પહોંચવાનું છે."

ને પછી બધાં ફટાફટ થોડી જ વારમાં સિમોનીને લઈને નયનની હોસ્પિટલ જવાં નીકળ્યાં...‌ને રાશિની ચિંતા કરવા લાગ્યાં.....

****************

નયન તો પોતાની વાસનાઓને સંતૃપ્ત કરીને જાણે કંઈ બન્યું જ ન હોય એમ કોઈને ધ્યાન ન જાય એમ રૂમમાંથી બહાર નીકળી ગયો....ને થોડીવારમાં જ શિવુ અને જેક્વેલિન બંનેને આવતાં જોઈને નયન ત્યાં આવીને દુઃખી થતાં બોલ્યો, ચાચી હજું રાશિમાં કોઈ ચેતના નથી આવી રહી. પણ હજું થોડાં દિવસો પ્રયત્ન કરીએ....

જેક્વેલિન : " હા બેટા અમને તારાં પર સંપૂર્ણ વિશ્વાસ છે. ઘરના વ્યક્તિથી વધારે કોણ વધારે સારી સારવાર કરે ?? આજે તો એનાં માતાપિતા પણ આવી જશે. આજે તો એનાં માતાપિતા આવી જશે કદાચ એ લોકો કહે એ પ્રમાણે કરીશુ..."

નયન : " હા ચાચી ચોક્કસ. મારાં પોતાનાં લોકોને થોડી એમજ મોકલી દઉં. કંઈ તો સારૂં થવું જોઈએ ને. નહીંતર મારૂં આ ભણતર શું કામનું ??"

જેક્વેલિન :" હમમમ... ભગવાન તને સુખી રાખે !! " જેક્વેલિનથી અનાયાસે આ શબ્દો નીકળી ગયાં !!


*******************

સાંજનો સમય છે‌. નયને પરિચારિકાઓને હુકમ કરી દીધો કે રાશિને સારવાર એ પોતે આપશે.... એમાં કોઈએ કંઈ જ નયનનાં આદેશ સિવાય બદલવું નહીં....

બે દિવસથી નયન ત્યાંનાં ડૉક્ટર ક્વાર્ટરમાં સુઈ જાય છે. ઘરે પણ ગયો નથી...એ હજું મનમાં કંઈક વિચારતો બહાર હોસ્પિટલનાં બહારનાં ભાગ પાસે પહોંચ્યો ત્યાં જ એને
વિરાજ, સૌમ્યા, નિયતિને આવતાં જોયાં. પણ સાથે સિમોનીને અને એ પણ કૌશલ વિના એકલી જ જોતાં એને ઝાટકો લાગ્યો‌. મનમાં કુશંકાઓ ઘેરાવા લાગી....તે ઝડપથી પહોંચ્યો.

એકસાથે બધાં રાશિ વિશે પુછવા લાગ્યાં. પણ એનાં મનમાં તો પોતાનાં પિતા વિશે અસંખ્ય સવાલો ઘુમી રહ્યાં છે પણ નિયતિની હાજરીમાં એ પુછવું શક્ય નથી. તેણે બધાંને અંદર રાશિનાં એ ખાસ રૂમમાં જવાં માટે કહ્યું. રાશિ માટે ચિંતાતુર સૌને એ ખ્યાલ ન રહ્યો કે નયને પોતાની માતા સિમોનીને એની પાસે જ ઉભી રાખી દીધી છે.

એ લોકોનાં જતાં જ નયને સિમોનીને કૌશલ વિશે પુછ્યું. સિમોનીએ બધી જ વાત જણાવી અને આ લોકોનાં સારાપણાની પ્રશંસા કરી.

કૌશલ પોતાની માતાને જરાં પણ શંકા ન જાય તેમ બોલ્યો, " હા મા એ તો છે. હું એ બધાંને બહું સારી રીતે જાણું છું. બસ હવે એકવાર રાશિ સારી થઈ જાય તો..."

સિમોની : " તો શું ??"

નયન :" તું જો મા એને એકવાર એ તને પણ પહેલી નજરે ગમી જશે...પછી જો તું હા કહે તો‌..."

સિમોની સહેજ હસીને બોલી, "હું તારી માતા છું દીકરા. હું સમજી ગઈ. પણ એ પણ આ સંબંધ માટે ખુશ હોવી જોઈએ ને. બાકી તો જેની માતા આટલી સુંદર અપ્સરાને પણ પાછી પાડે એવી છે અને પિતા તો એક સંપુર્ણ પુરૂષ કહી શકાય એવાં છે તો એમની પુત્રીમાં તો જોવાપણું શું હોય ?? હવે તું મને પણ મળાવ."

નયન સિમોનીને લઈને રાશિનાં રૂમમાં ગયો. સૌમ્યા અને વિરાજ બહું દુઃખી છે. જેક્વેલિને એ દિવસની બધી જ વાત કરી..

જેક્વેલિન દુઃખી થતાં બોલી, " પણ દીકરી મને સમજાયું નહીં કે એણે પોતે આવું કંઈ કર્યું છે કે આ કોઈ દુર્ઘટના બની છે‌. પણ એકવાત તો હતી ચોક્કસ જે એને હેરાન કરી રહી હતી . પણ સત્ય તો ત્યારે જ ખબર પડે જ્યારે રાશિ એકવાર પહેલાંની જેમ સામાન્ય બની જાય."

વિરાજ : "પણ નયન તારું શું કહેવું થાય છે દીકરા ?? રાશિને સારૂં ક્યારે થશે ?? એ કઈ સ્થિતિમાં છે ??"

નયન : " મારો અનુભવ કહે છે કે થોડાં દિવસો અહીં જ સારવાર હેઠળ રાખીએ. હજું પણ એનાં સારા થવાની આશા જીવંત છે‌ ....બાકી તો તમારી દીકરી છે તમે કહો એમ તમારો જે નિર્ણય હોય તે બરાબર છે.... હું તો બસ એનું સારૂં ઈચ્છું છું."

નયને સારી સારી વાતો કરીને બધાંને રાશિને થોડો સમય હોસ્પિટલમાં રાખવાં તૈયાર કરી દીધાં. જેક્વેલિન થોડાં સમય માટે પોતાનાં ઘરે ગઈ. નયને તેનાં એક નજીકમાં હોસ્પિટલનાં એક મકાનમાં બધાંનાં રહેવાની વ્યવસ્થા કરી દીધી. સિમોનીને ડૉ. કેવલનાં ગેસ્ટ હાઉસ પર મોકલી દીધી.

એને પોતાની યોજના મુજબ બધું ગોઠવતો ગયો. હવે તો ચેક અપ અને સારવારનાં નામે રાશિની પાસે જવું ને બસ એની વાસના સંતોષવી એ એનો નિયમ બની ગયો. બસ પોતાનાં હાથમાં બધું લઈ લીધું અને એ રાશિને ઇન્જેક્શનની ઘેનની અસરમાંથી બહાર જ નથી આવવાં દેતો કે જેથી કોઈને ખબર પડે કે રાશિ કોમામાંથી બહાર આવી ગઈ છે....‌..

શું નયનની સચ્ચાઈ બધાં સામે આવશે ?? એ કોણ લાવી શકશે ?? કૌશલ ફરી મળશે ખરાં કે આત્માઓએ ખરેખર એનો ખાત્મો બોલાવ્યો હશે ?? શું એ હવેલી આત્મા મુક્ત બનશે ખરી કે ફરી કોઈ નવી આત્મા ત્યાં અતૃપ્ત બનીને ત્યાં વસી જશે ??

જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૫૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.........