પૈસો અને કંજુસાઈ
ગમે તેટલા પૈસા કમાઈ લઇએ પણ મન ને શાંતિ નાં મલે તે ના જ મળે
ગમે તેટલુ ભેગુ કરો, પણ એ વાપરી જ ના શકો તો શુ કામનું ? ખાલી હાથ આવ્યાં હતાં ને ખાલી હાથ જવાનું છે. તો ચાલો, જે સંપતી ભેગી કરી છે એમાંથી થોડોક હિસ્સો કાઢીને પરિવાર સાથે વેકેશન માણી આવીએ. જીવન ને પુરે પુરુ માણવામા જે મજા મળશે, એ સંપત્તિ ભેગી કરવામાં તો નહી જ મળે.
ઘણાં માણસો એવા હોય ક જે પૈસે ટકે તો બહુ જ ધનવાન હોય છે પણ મન થી તો પાંગળા અને ગરીબ જ હોય છે.
એવું કહેવાય છે ક હૈદરાબાદ ના નિઝામ પાસે કરોડો ની દોલત હતી, એમની પાસે ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વિ ણા ય નહી એટલાં અઢળક હીરા ઝવેરાત અને સુવર્ણ મુદ્રા ઓ હતાં. એ જમાના મા કોહિનૂર જેવો દુર્લભ હીરો પણ નિઝામ ની માલિકી નો હતો. નિઝામ એના એ અઢળક બેશકીમતી હીરાઓને વર્ષ મા એક વાર સૂર્ય પ્રકાશ આપવા માટે ઓરડા માંથી નીકાળીને એના મહેલ ની સાતેય અગાશી પર મુકતો ને સાતેય અગાશીઓ છલો છલ ભરેલી અને ઝળહળતી હોય તો કેવું અદ્ભૂત દૃશ્ય સર્જાતુ હશે !!!!
1947 મા જ્યારે હિન્દુસ્તાન નાં ભાગલા ભારત - પાકિસ્તાન મા થયા ત્યાર નિઝામ ને તો પાકિસ્તાન મ ભળી જવું હતુ પરંતુ હૈદરાબાદ ભારત ની ભૂમિ પર હોવાથી ભૌગોલિક કારણો ના લીધે આ શક્ય બન્યુ નહી અને હૈદરાબાદ પાકિસ્તાન મા ભળી શક્યું નહીં . હવે ભારત મા રહેવું ક પાકિસ્તાન મા... એ અસ મંજસ મા નિઝામ એ પાકિસ્તાન નાં હાઈ કમિશન ની મદદ થકી લન્ડન ની વેબમિનસ્ટર બેંક મા એક મિલિયન પાઉન્ડ 【 એટલે કે અત્યાર ના લગભગ 9 કરોડ રૂપિયા ( ચોક્કસ રકમ = 9,31,33,760 .00 રૂપિયા ) 】 જમા કરાવેલા .
હૈદરાબાદ ના છઠ્ઠા નિઝામ કે એમના પછી ની એમની કોઈ પણ પેઢી આ રૂપિયા વાપરી શકી નહી . બેંક મા પડેલી આ રકમ નું વર્ષો વર્ષ સુધી વ્યાજ આવતું રહ્યુ અને 2014 મા આ રકમ વધીને 310 કરોડ થઇ ગઇ ! લગભગ સિત્તેર વરસ થી લન્ડન ની બેંક મા પડેલી
નિઝામ ની આ મિલકત પર ભારત સરકાર , પાકિસ્તાન સરકાર અને નિઝામ નો પરિવાર ત્રણેય એ દાવો કરેલો છે , અને હજુ પણ આ મિલકત માટે નો કાનૂની દાવો ન્યાયાલય ચાલુ જ છે .
ટૂંક મા આટલી સંપત્તિ હોવાં છતા પણ કોઈ એને વાપરી શક્યું નથી નાં ભારત સરકાર ની થઇ કે ના પાકિસ્તાન સરકાર ની થઈ કે ના તો નિઝામ ના પરિવાર અને વારસદાર ની થઈ !!!
કહેવાય છે કે નિઝામ પોતે ખૂબ જ કંજૂસ હતો . એક લોક વાયકા તો એવી પણ છે કે નિઝામ એ પોતે ૩૦ વરસ સુધી એક ની એક જ ટોપી પહેરી રાખેલી . એની પાસે એક ખાસ શેરવાની હતી જ્યારે કોઈ પ્રસંગ કે પછી દીવાન - એ - આમ કે દીવાન - એ - ખાસ મા જવાનું હોય કે પછી કોઈ રાજા ને મળવા જવાનું હોય અથવા તો કોઈ રાજા નિઝામ ને મળવા આવવાના હોય તે પોતાની એ ખાસ શેરવાની જ પહેરતો . કોઈ એને કઇક નવું પહેરવાનું કહે તો એ ઉત્તર મા કહે કે, ' શુ ફરક પડે છે ? બધાને ખબર તૌ છે જ ને કે હુ હૈદરાબાદનો મહાન નિઝામ છું ! બધા મને ઓળખે જ છે ને મને. ' લોકો તો એવું પણ કહે છે કે નિઝામ મહેમાનો ને મોંઘી સિગારેટ તો પીવડાવતો, પણ એમને એ સિગારેટ પીતા જોઇ પોતાનો જીવ બળી જતો, એટલે મહેમાન જતા રહે પછી એશ ટ્રે મા જે ટુકડા બચ્યા હોય એ પોતે ફૂંકતો.
અને આવી તો કેટલીયે લોક વાયકા ઓ છે નિઝામ ના કંજૂસ સ્વભાવ વિશે.
હવે આ નિઝામ નો સ્વભાવ હતો કે પ્રકૃતિ...
સ્વભાવ અને પ્રકૃતિ વિશે આપણે આગળ એટ્લે કે એક બે અંક પછી જોઇશુ ....
મન ની વાતો ભાગ - ૨ મા આપણે જોઈશું સબંધ વિશે ...
જેમા આપણે વાત કરીશુ કે
કોઈ પણ રીલેશનશિપ ને હેપ્પી રાખવી હોય તો...(continue)
આજના વોટ્સએપના જમાનામા ' I am not available ' સ્ટેટ્સ રાખવું બહુ અઘરું છે ...
( continue continue )
~ Atmin Limbachiya
(Thank you)