વેલકમ બેક...
પ્રેમ ની દુનિયા માં તમારું સ્વાગત છે...
તો પેહલો પ્રેમ તો પ્રેમ નો ફ્લોપ થાય ગયો.... વિચાર્યું તું સુ ને સુ થઈ ગયું....
દુખડા માં ગીત બેકગ્રાઉન્ડ માં વાગી રહ્યું હતું....
"ક્યાં સે ક્યાં હો ગયા.... બેવફા.... તેરે પ્યાર મે..."
દુઃખ માં ૧૦ મુ તો પાસ થઈ ગયું.....ને હવે પ્રેમ એ દુઃખ માં પાછી સ્કૂલ બદલી નાખી...
પેહલા પ્રેમ નો આઘાત હતો... રિઝલ્ટ સુધી ચાલ્યો.... ટકા સારા આયા એટલે વિશ્વ સુંદરી ભુલાઈ ગઈ....ને ધ્યાન ગયું ભણવામાં કે હવે સુ કરવું... સાયન્સ કે કોમર્સ.... ને હિંમત ભેર સાયન્સ લઈ લીધું....
સુ? ના રે પ્રેમ કઈ એક ની એક રીતે થોડો થાય!....
આ બીજો પ્રેમ તો એનાથી પણ જોરદાર હતો....
ના ના!!!! ... સ્કૂલ માં નતો.. કીધુ નઈ... તીર ક્યારેય એક જ નિશાના માં બે વાર ના વાગે.....
બીજો પ્રેમ થયો ૧૨ પાસ હેમખેમ થઈ ગયા પછી.....
તો આવો પ્રેમ ની બીજી વાર્તા પણ સાંભળીયે....
વાર્તા - ૨
૧૨ પાસ થઈ ગયું... વેકેશન લાંબુ હતું.... ને સોને પે સુહાગા જેવો મોકો આયો...
વૈશાખ માં રાજકોટ થી લગ્ન ની કંકોત્રી આવી અમારા દૂર ના સગા ની... સગા તો સગા હોય દૂર ના કે નજીક ના....
ને નવરાઈ પણ હતી..... ને આરામ લેવાનો મોકો પણ... ખબર પડી કે તરત નક્કી થઈ ગયું કે લગ્ન માં તો આપડે જવાનું જ છે....
ને ઘરના ની સર્વસંમતિ સાથે હુ રાજકોટ ગયો...આમ એકલો પહેલી વાર ગયો હતો....
લગ્ન રવિવાર ના હતા ને હુ ૩ દિવસ વહેલો જ પોહોચી ગયો... કે એ બાને રાજકોટ રખડી લઈશ...
ફર્યો ને મજા કરી ને રવિવાર જાન લઈ ને પાસે ના ગામ માં જ જવાનું હતું... બઉ દૂર નોતું.... ૩૦ કિલોમીટર આસપાસ હતું...
ને વાજતે ગાજતે બેન્ડ વાજા ને નાચતા નાચતા અમે પોહોંચી ગયા માંડવે....
હુ લાડલો બધાનો... એટલે વટ તો આપડો પેલેથી જ હતો.... ને ઉંમર પણ ૧૭ થઈ ગઈ હતી... જુવાની ઉંબરો ચડતી હતી...એટલે પાછો જોશ પણ વધારે....
"કન્યા પધરાવો સાવધાન"
ગોર મહારાજ એ એનાઉન્સ કર્યું.... ને સુંદર કન્યા ને લઈ ને બે કન્યાઓ આવી....
હા જેના લગ્ન હતા એના પર આપડે ને કોઈ ઇન્ટરેસ્ટ હતો નઈ....... પણ એને લઈ ને આવા વાડી કન્યાઓ માંથી એક કન્યા ને હુ જોતો રહી ગયો...... ને હવે થયું પિકચર ચાલુ...
ટવીસ્ટ ની તો વાર છે...
એ ગામડા ની કન્યા....સિટી માં તો બઉ છોકરી જોઈ પણ આ ગામડા ની ગોરી ની વાત જ કઈક અલગ હતી....
એના ચેહરા પર જે ચમક હતી એ સિટી ના પોલ્યુશન ના લીધે છોકરીઓ માં જોવા નો મળી....
એની આંખો... એના હોઠ.. એના ગુલાબી ગાલ .. ને એની સાડી માંથી જે કમર દેખાતી હતી ને ... હુ તો એની એ રૂપાળી કમર માં જ ખોવાઈ ગયો હતો....
રસમ વિધિ પત્યા સુધી હુ ત્યાં જ ઊભો રહ્યો વર રાજા ની સાથે ને એને લાઈન મારતો રહ્યો....
પટી તો ગઈ... એમ પણ હવે તો અનુભવ હતો.....
જમણવાર બાદ જાન ૩ કલાક પછી ઉપાડવાની હતી.. મારી પાસે બસ એટલો જ સમય હતો... એની સાથે વાત કરવાનો...
હુ વર વહુ ને હેપ્પી મેરેજ કેહવાના બાને એમને જ્યાં હતા ત્યાં ઘૂસી ગયો... મને ખબર હતી કે એ કન્યા ત્યાં જ હસે....
નવા પરણેલા જોડે વાત કરતા કરતા ...ને વિશ કરતા કરતા કન્યા જોડે પણ વાત થઈ ગઈ.... ને ખબર પડી કે જેની જોડે લગ્ન થયા છે... એના કાકા ની છોકરી છે.... બસ તો હવે ક્યાં ચિંતા હતી...
બીજા ૨ દિવસ હુ રોકાઈ ગયો.... ને વરરાજા જે મારા સગા છે તો કઈ કેહવામાં ચિંતા થોડી... ને ફટાફટ એ કન્યા જોડે વાત કરવા માટે સંપર્ક પણ થઈ ગયો....
ને ફોન માં પહેલી વાર અમે ૨ કલાક વાત કરી ....પાછો જનમો જનમ નો પ્રેમ થઈ ગયો.....
નંબર તો હતો જ મારી પાસે ... ૨ દિવસ પછી હુ ઘરે આવા નીકળી ગયો....
પછી પણ વાતો ચાલુ રહી..... મન માં તો થઈ જ ગયું તું.. કે હવે બીજી ટ્રાયલ માં તો હુ પાસ જ છું....
પણ પછી આયો કહાની માં ટવીસ્ટ...
મહિના સુધી આ લોંગ ડિસ્ટન્સ રીલેશનશીપ ચાલી....
અમારો ટાઈમ નક્કી હતો કે રાતના બધા સૂઈ ગયા પછી જ વાત થાય....
એક વાર મને બઉ સર્વડો ઉપાડતા મે દિવસે ફોન કર્યો .. તો ઇંગેજ.....પાછો કર્યો તો પણ એમ..... ૧ કલાક ચાલ્યું...
( મારી પાસે સ્માર્ટ ફોન નતો... ત્યારે સેમસંગ ના ડબલા નો જમાનો હતો..... એમાં ખબર નો પડતી કે કોનો ફોન આવે છે )
છેક ૩ કલાક પછી એનો ફોન લાગ્યો.... હુ રાતો પીળો થતાં સીધો બબડવા નું ચાલુ....
"ક્યારનો કરું છું.. કોની જોડે વાતો કરતી તિ? ૩ કલાક સુધી...? ખબર નથી પડતી?" વગેરે વગેરે....
આખરે બીજો પ્રેમ હતો....
ને સામેથી અવાજ આયો...
"અરે કોણ બોલો છો?" કોનું કામ છે?"
મે પ્રેમ થી કીધુ પ્રેમ...ને ઓલી કન્યા નું કામ છે...
"કોણ એ કન્યા?"
" હા એ જ "
"અરે ભાઈ તમે બઉ સીધા લાગો છો... એના માં ના પાડતા.... એ તો હત્તર ને ફેરવે છે. આખા ગામ માં પ્રખ્યાત છે.....તમે શેહેર વાળા ક્યાં આમાં ભોળવાઈ ગયા....આ તો મારો ફોન છે .. હુ એની બાજુ માં રાહુ છું... ને એ ફોન મારા માંથી કરે... હુ તો ઘર બાર વાળી છું એટલે કોઈ ને શક ના જાય..... એને ફોન ના કરતા ક્યાંય ફસાવી દેસે... પછી તમારી ઈચ્છા"
અને હુ બસ આટલું સાંભળી પાછો દુઃખ ના સાગર માં સપડાઈ ગયો....
બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ચાલુ હતું...
"ક્યાં સે ક્યાં હો ગયા..... બેવફા...... તેરે પ્યાર મે......ચાહા થા.... ક્યાં મિલા.... બેવફા.......તેરે પ્યાર મે......."
અને બીજી વાર પણ પ્રેમ નો પ્રેમ છેતરાઈ ગયો....પેલા તો બચપન ને લુંટા... હવે આ ગામડા ની ગોરી ને લૂંટા.....
બસ પછી મે ક્યારેય ફોન ના કર્યો... ને ક્યારેય સામેથી આયો પણ નઈ.....
હા આ વાર્તા માં ઈમોશન હતું.....
ને એક સવાલ..."મારી જોડે જ આવું કેમ થાય છે?".....
પણ હજી તો કેટલું બધું થવાનું હતું...... તો ત્રીજા પ્રેમ ની વાર્તા .... આવતા ભાગ માં...
રડતા નઈ હો.....
" ક્યાં સે ક્યાં હો ગયા.......બેવફા......."
આવજો.....