Ajab chhokri - 2 (Last part) in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | અજબ છોકરી - 2 (છેલ્લો ભાગ)

Featured Books
Categories
Share

અજબ છોકરી - 2 (છેલ્લો ભાગ)

*અજબ છોકરી*. વાર્તા.. ભાગ-૨. ૧૩-૧-૨૦૨૦

અંનેરી સોસાયટીના ઝાંપા ની બહાર નીકળી..

સંજય ધીમે ધીમે એની પાછળ જવા લાગ્યો...
અનેરી જયહિદ ચાર રસ્તા પર ત્રીજા માળે આવેલાં ડોક્ટર નાં દવાખાનામાં ગઈ...
સંજય નીચે ઉભો રહ્યો...
એણે ત્યાં રહેતા જમાદાર ને પૂછ્યું કે આ હમણાં અહીં સાયકલ પાર્ક કરીને ઉપર ગઈ એને ઓળખો છો એ ઉપર કેમ ગઈ???
એ રોજ આવે છે???
જમાદાર કહે તમારે શું કામ છે???
તમે કોણ અનેરી બહેન વિશે પૂછપરછ કરનારાં???
સંજયે બધી વાત કહી અને કહ્યું કે જનક કાકા ચિંતા કરે છે એટલે...
જમાદાર કહે અનેરી બહેન ઉપર દવાખાનામાં નોકરી કરે છે ..
બહું જ ભલા છે...
બીજી કોઈ મગજમારી નથી એમની...
સંજયે પૂછ્યું કે આખો દિવસ કામ કરે છે???
જમાદાર કહે ના...
એ તો ૧-૩૦ એ છૂટી જાય પછી બીજા દિવસે આવે...
સંજયે જમાદાર નો ખુબ ખુબ અભાર માન્યો અને ચા પિવડાવી...
અને એ દૂર જઈને ઉભો રહ્યો...
સમય થયો એટલે અનેરી નીચે આવી અને સાયકલ લઈને નિકળી...
સંજય પાછળ પાછળ જવા લાગ્યો...
જવાહર ચોક એક ક્લાસીસમાં અનેરી ગઈ... ત્યારે પોણા બે થયાં હતાં...
અનેરી ઉપર ક્લાસીસમાં ગઈ એટલે સંજયે નીચે દુકાનમાં પૂછપરછ કરી અને જાણ્યું કે અનેરી રોજ બપોરે બે થી ચાર બે કલાક ટ્યુશન ના લેક્ચર આપવા આવે છે...
સંજયે ત્યાં સુધી નીચે જલારામ નાસ્તા હાઉસમાં ગરમગરમ બ્રેડ પકોડા ખાધાં અને ચા પીને બાઈક પર બેસી અનેરી ની રાહ જોવા લાગ્યો...
ચાર વાગ્યા એટલે અનેરી નીચે ઉતરી અને સાયકલ લઈને એલ.જી હોસ્પિટલ પાસે આવેલી એક સોસાયટીમાં ગઈ અને ઝાંપો ખોલી સાયકલ પાર્ક કરીને ઘરમાં ગઈ...
સંજય સોસાયટી ના નાકાં પાસે ઉભો રહ્યો...
ત્યાં સોસાયટી ના ચોકીદારને પૂછપરછ કરી જાણકારી મેળવી કે અહીં આ નીતા બેન પંડ્યા ના ઘરે રોજ સાંજે પાંચ થી આઠ પંદરેક છોકરાઓ ને ટ્યુશન કરાવે છે....
સંજય જાણકારી મેળવી ને એક કામ પતાવી આવ્યો...
સવા આઠ થયાં એટલે અનેરી એ સાયકલ લઈને સિધી પારસ પ્રોવિઝન સ્ટોર પાસે આવી...
ત્યાંથી સિંગ ચિક્કી અને તલના લાડુ લીધા એક મોટી થેલી ભરીને અને આવકાર હોલ પાસેના ઝુંપડપટ્ટી પાસે સાયકલ પરથી થેલો ઉતાર્યો....
બધાં બૂમો પાડવા લાગ્યા...
એ દિદી આવી.... એ દિદી આવી...
ઉતરાયણ નજીક માં જ આવતી હોવાથી અનેરીએ બધાં ને
તલના લાડુ અને ચિક્કી વહેંચી... બધાંના મોં પર ખુશી જોવા મળી....
સંજય દૂર થી આ જોઈ રહ્યો હતો..
સંજય તો આ બધું જોઈ ને આભો જ બની ગયો...
એક કોયડા રૂપ બની ગયેલી છોકરી ની આવી માણસાઈ જે
ઘરનાં પણ અજાણ છે....
સંજય મનમાં ને મનમાં ધન્ય છે અનેરી તને... જો સર્વ માણસોમાં હોય સ્નેહનો વહેવાર, બધાં દિવસ બની જાય પછી તહેવાર...આનંદ અને ઉલ્લાસ જીવનમાં રોજ ભળે, નિઃસ્વાર્થભાવ જો દરેકના દિલમાં હોય...
અનેરી બધાં ના ખંબર અંતર પૂછી ને સાયકલ લઈને નિકળી..
સંજયે એક છોકરા ને નજીક બોલાવ્યો અને બસો રૂપિયા આપી કહ્યું કે ઉતરાયણ માં પતંગ દોરી લાવજે બેટા....
તારું નામ શું છે...
છોકરો કહે લખો....
સંજય કહે બેટા આ તમારા અનેરી દિદી રોજ આવે છે અહીં...
લખો કહે મહિનામાં એક દિવસ જરૂર આવે છે અને મદદ કરે છે... અને વાર તહેવારે ચીજ વસ્તુઓ આપી જાય છે..
વળી કોઈ કોઈવાર કોઈ મોટા મંદિરોમાં ભંડારો કર્યો હોય તો પ્રસાદી પણ લાવીને વહેંચે છે....
લાખો તો દોડતો જતો રહ્યો...
સંજય ભારે મને બાઈક ચલાવી ઘર તરફ વળ્યો ...
ત્યાં ફૂટપાથ પર અનેરી ને એક ગરીબ ને દવા આપતાં જોઈ...
એ ઉભો રહ્યો...
અનેરી ઘરે પહોંચી...
અને નાહીને જમી ને સુઈ ગઈ...
બીજા દિવસે એ નિકળી એટલે બળવંત ભાઈ ઘરે આવ્યા અને કહ્યું કે અલા જનક... તું તો બહુ જ ભાગ્યશાળી છે કે તારા ઘરે કોયડા રૂપે નહીં પણ એક અમૂલ્ય રત્ન પેદા થઈ છે... જે બીજા માટે જીવે છે...
ધન્ય છો તમે મા બાપ...
ધન્ય તમારી ભક્તિ...
કે આવી ગુણીયલ અનેરી પેદા થઈ...
જનકભાઈ કહે પણ શું વાત છે એ તો કહે..
બળવંત ભાઈ એ અતિથિઈતી બધી જ વાત કરી આ સાંભળીને અનેરી ના માતા પિતા રડી પડ્યા...
અરે રે અમે અમારી જ છોકરી ને ઓળખી ના શકાય અને એને કોયડા રૂપ બની ગયેલી છોકરી સમજ્યા...

સંપૂર્ણ

તમારા અમૂલ્ય પ્રતિભાવ આપશોજી...
ભાવના ભટ્ટ અમદાવાદ......