my best friend in Gujarati Moral Stories by Kishan Bhatti books and stories PDF | મિત્ર મારો વિશ્વાસ મારો

Featured Books
Categories
Share

મિત્ર મારો વિશ્વાસ મારો

દોસ્ત ની વાત કરીએ તો વાત જ ના પુરી થાય આપણે મિત્રતા નિભાવિયે છીએ પણ તે મિત્ર આપણી જ પાછળ આપણું ખરાબ બોલે છે જો સારો મિત્ર હોય તો તે કોઈ આપણું ખરાબ બોલતો પણ નથી અને જ્યાં આપણું ખરાબ બોલતા હોય ત્યાં તે વ્યક્તિ ને સંભળાવી દે છે તે સાચો મિત્ર છે .મિત્ર તો ઘણા મળ્યા મને મારી જિંદગી માં પણ કોઈ એ સાથ ના આપ્યો છે અમુક કે જરૂર પડ્યે યાદ કરે છે હા તો પણ તેને મિત્ર માનીને તેનું કામ કરી આપું છું .આપણે તેને મિત્ર માન્યા છે તેને ભલે ને આપણને મિત્ર ના માન્યા હોય તો પણ હું તો તેની સાથે મારી સાથે તેને જેવું કર્યું તેવુ તો ના જ કરી શકું ને ??? મિત્ર તો તેને કહેવાય જે આપણા માતા પિતા ને તેના માતા પિતા આપણી બહેન ને તેની બહેન માને પણ હવે એવું જોવા નથી મળી રહ્યું હા તમે બધું તેના માતા પિતા બહેન માટે પોતાનું સમજી કરશો તો પણ ઘણા મિત્ર એવા હોય છે જે આ બધી ફરજ નિભાવે છે અને આપણે ઘરે ના હોય તો પણ આપણું કામ કરી આપે .મને કોઈ કાઈ કરે તો પેલાં તે વચ્ચે આવે અને મને કાઈ પણ થાય તે પેલા તેને દુઃખ થાય એવા મિત્ર હોવા જોઈએ કોઈ સાથે ઝઘડો થાય તો. વિચાર્યા વગર તેની સાથે લડી લે પછી ભલે ને તે ગમે તે હોય .મારી બેન ને તેની બેન માને અને સૌથી આગળ તે હોય.લગ્ન મારી બેન ના હોય અને તેની બહેન ના લગ્ન હોય તે રીતે રહે મારા કરતાં પણ તેને મારી બહેન પેલા ભાઈ તેને માનતી હોય.વાત ગર્લફ્રેન્ડ ની હોય તો પણ હંમેશા તે પેલા આગળ હોય ગમે તે કરી છૂટવા મારા ફ્રેન્ડ આગળ છે તે ગર્લફ્રેન્ડ ને મનાવાની વાત હોય કે સાથે ફરવા જવાની કે પછી મારા જન્મદિવસ ની તે હંમેશા પેલા જ હોય છે .જ્યારે ગર્લફ્રેન્ડ છોડી ને જાય છે તો સૌથી પહેલા તે જ પાસે આવે છે અને કહે છે તે તારા લાયક નથી ચાલ બીજી પટાવીએ અને કહે કે મારી ગર્લફ્રેન્ડ ની ફ્રેન્ડ તારા મોબાઈલ નંબર માંગતી હતી આ કહેવા વાળા ફ્રેન્ડ જ હોય છે બીજું કોઈ નહીં જે સાચો ફ્રેન્ડ હશે તે કોઈ દિવસ તમારો સાથ છોડીને નહિ જાય તે તમારી સાથે તમારા પડછાયા ની જેમ જ રહશે તેને ગમે તેંટલી ગાળો આપશો તેની સાથે ગમે તેટલો ઝગડો કરશો તો પણ તે તમારી હંમેશા સાથે જ રહેશે અને જેને છોડીને જવું હશે તે તમારી એક નાની એવી ભૂલ હશે તો પણ તે ફ્રેન્ડ તમારો નાય હોય તો તે તમારો સાથ છોડીને જતો રહેશે .મિત્ર તો ઘણા મળ્યા મને પણ વધારે તો જરૂર હોય ત્યારે યાદ કરવા વાળા જ મળ્યા તો પણ હુ તેને મારા મિત્રો જ માનુ છું અને મિત્રતા નિભાવુ છું એક દિવસ તેને ભાન થશે એટલે નાય ભૂલે તે મને ખબર છે તે પહેલાં મને જ યાદ કરીને કહેશે સોરી યાર ભૂલ થઈ ગઈ મારી મને માફ પણ નાય કરે એવું કહીને મારી પાસે મારા મિત્ર આવી જશે તે મને પુરી ખાતરી છે તે મને છોડીને ક્યાંય નાય જાય તે ખબર છે મને અત્યારે ભલે તેને ગર્લફન્ડ છે એટલે યાદ નથી કરતા પણ તે એક દિવસ જરૂર યાદ કરશે ??