તેણે મોહિત નો હાથ પોતાના હાથ માં લીધો અને રડતા રડતા જ બોલી કે તને મારો જરા પણ વિચાર ના આવ્યો આવું કરતા પહેલા. તું મને આટલું હેરાન કરે છે છતાં હું તારી સાથે વાત કરું છું. શું એનો મતલબ તું નથી સમજતો? મેં તારી પાસે સમય માંગ્યો તો અને એ આપવા માટે પણ તું અસમર્થ રહ્યો! હું તને ચાહું છું મોહિત. શું એ વાત તું મારા કહ્યા વગર સમજી ના શક્યો?
આ વાક્ય સાંભળતા જ મોહિત બેઠો થઈ ગયો અને મીતા ને પોતાના બાહુ પાશ માં જકડી લીધી. સાચું કહે છે ને મીતા? ઓહ! તો તું નાટક કરતો હતો. તું સાવ જંગલી અને નિર્દય માણસ છે. તને ખબર નથી પડતી કે તારા આવા મજાક થી મારા શું હાલ થશે?
અરે! એજ તો જાણવું તું. એટલે જ તો આ નાટક કર્યું. આ નાટક ના કરત તો તારા દિલ ની વાત બહાર કેવી રીતે આવત? મને કેવી રીતે ખબર પડત કે જેમ તું મારા દિલ માં વસે છે. તેમ હું પણ તારા દિલ પર રાજ કરું છું.
જો તું નોર્મલ ખબર કાઢી ને જતી રહી હોત તો હું સમજી જાત કે તને મારા પ્રત્યે કોઈ લાગણી નથી. અને હું તારા માર્ગ માં ફરી ક્યારેય ના દેખાત. પણ હવે જ્યારે તે મને તારા દિલ ની વાત જણાવી દીધી છે તો હવે હું તને આખી જિંદગી મારા પ્રેમ થી હેરાન કરીશ.
મોહિત છોડ મને. મારે ઘરે જવું છે.બહુ મોડું થઈ ગયું છે. મીતા ખોટો ગુસ્સો કરવાનો બંધ કર. હવે, હું તારો પીછો છોડવાનો નથી. ફરી એક વાર તને દિલ થી કહેવા ચાહું છું કે i love you very much મીતા. I love you too Mohit અને શરમ થી મીતા એ એની ગરદન મોહીત ની છાતી પર ઢાળી દીધી. બંને જણા ના ગરમ શ્વાસ એક બીજા ના શરીર ને અથડાતા રહ્યા. અને એક બીજા ની હૂંફ મહેેેસુસ કરતા રહ્યા.
એટલા માં દરવાજા પર ટકોરા પડયા અને બન્ને અલગ થયા. નોકર અંદર દાખલ થયો.ભાઈ હવે ઘરે જઈશું મારે હજી ઘણા કામ કરવાના છે. હા, તમે નીકળો હું આવું છું. સારું, એમ કહી ને એ નીકળી ગયો.
મોહિત, ચાલ મારે પણ જવું પડશે. મમ્મી ચિંતા કરશે. હા, હું તને મુકવા આવું છું. પણ એની પહેલા એક કામ કરવાનું છે. એમ કહી ને એને મીતા ને પોતાની નજીક ખેંચી અને જોર થી હગ કરી.
મોહિત છોડ મને. બધો પ્રેમ આજે જ કરીશ. એમ ખોટો ગુસ્સો કરી મીતા રુમ ની બહાર નીકળી ગઈ. મોહીતે એને ઘરે ઉતારી અને પછી પોતાના ઘરે જવા નીકળ્યો.
ઘરે પહોંચી તો મીતા એ જોયું કે જીગર ઘરે આવી ને બેઠો હતો. ઓહ !જીગર તું અચાનક અહીં. કોઈ કામ હતું? કેમ? કામ વગર તને મળવા ના આવી શકાય? તું બહુ બિઝી થઈ ગઈ છે. જ્યારે થી અહીં આવ્યો છું ત્યાર થી તારી પાસે સમય જ નથી મારી સાથે વાત કરવાનો. મારી બેસ્ટ ફ્રેન્ડ મને ભૂલી ગઈ છે. એવું કંઈ જ નથી તું જાણે છે ને કોલેજ અને નવી નોકરી. સમય જ નથી રહેતો. તું બેસ હું પાંચ મિનિટ માં ફ્રેશ થઈ ને આવું.
જીગર મીતા ને પોતાના દિલ ની વાત જણાવા માંગતો હતો પણ ડરી રહ્યો હતો કે તેમની મિત્રતા પર આની અસર ના પડે. એટલા માં મીતા આવી. આવ મોહિત આપણે રુમ માં બેસીએ.
શું જીગર મીતા ને પોતાના દિલ ની વાત જણાવશે? મીતા ની આગળ ની સફર કેવી હશે જાણવા માટે વાંચતા રહો આગળ ના ભાગ