SuperStar - 17 in Gujarati Fiction Stories by Sandip A Nayi books and stories PDF | સુપરસ્ટાર - 17

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુપરસ્ટાર - 17


સુપરસ્ટાર 17


"કેવી રીતે ભાગી શકે તમને બધાને અહીં શું એકબીજાના ચહેરા જોવા રાખ્યા હતા ??"શોભીતે તેના બધા માણસોને હોસ્પિટલની બહાર જ ખંખેરી નાખ્યા.આશુતોષ કેવી રીતે ભાગી ગયો એની કોઈને ખબર નહોતી.અનુજા અને કબીર પણ આ બધું જોઈને નિસ્તેજ થઇ ગયા હતા.

"સર....વો અંદર હી થા.હમારી નજર હંમેશા ઉસ પર હી થી.પતા નહિ કબ વો ભાગ ગયા ઔર કૈસે ભાગ ગયા.......???"પોતાના સાથી પોલીસકર્મીએ શોભીતને બધો અહેવાલ આપતા કહ્યું.તેના મનમાં ભારો-ભાર પોતાની ફરજ અદા ના કરવાનો ભાવ દર્શાઈ રહ્યો હતો.આશુતોષ કેવી રીતે ભાગી ગયો એની કોઈને ખબર નહોતી.આશુતોષ પર હંમેશા બધા લોકોની નજર રહેતી હતી,ઊભા થવાના હોશ પણ એના પાસે નહોતા તો કેવી રીતે એ ભાગી શકે એ પણ આટલી સખ્ત બંદોબસ્તની વચ્ચે ??? શોભિતનું મન હવે અલગ જ વિચારોમાં ગોથે ચડી ગયું હતું.

"તુમ ઇતને લોગ વો અકેલા ઔર કોઈ બહાર સે ભી નહિ આયા તો વો ગયા કૈસે ??"શોભીતે બધા પર ગુસ્સે થતા કહ્યું.પોતાના બધા માણસો પર આજે શોભિતનો ગુસ્સો વધારે ને વધારે ફૂટી રહ્યો હતો.

"સર જબ મેં અંદર ગયી મૈને ઉસકો ચેક કિયા વો વહી થા ઉસકે દસ મિનિટ કે બાદ જબ મેં ગયી તો વો વહાં નહિ થા....."હોસ્પિટલની નર્સએ શોભિતને પોતાની વાત કરતા કહ્યું.

"આ કેવી રીતે થઇ શકે એના ઉભા થવાના પણ હોશ નહોતા તો કેવી રીતે ભાગી શકે ? કદાચ કોઈક બહારથી જ આવીને તેને લઇ ગયું હોઈ શકે....."અનુજાએ પોતાનું દિમાગ સાચી દિશામાં દોડાવતા કહ્યું.અનુજાની વાત એક રીતે તો સાચી જ હતી કેમકે આશુતોષના એવા હોશ જ નહોતા કે તે ખુદ ઉભો થઇ શકે તો એ તેને લેવા માટે જ કોઈ બહારથી આવ્યું હોય.

"કોઈ બહાર સે આયા થા યહાં પે ???"શોભીતે ફરજ બજાવતા પોલીસકર્મીને કહ્યું.

"નહિ સર મેં યહાં થા કો નહિ આયા....."તેણે ગભરાતા શોભીતને કહ્યું.

"તો ગયા કહા પે ફિર ???"શોભીતે હવે વધારે ગુસ્સે થઈને કહ્યું.બધા શોભિતનો ગુસ્સો જોઈને બોલતા બંદ થઇ ગયા હતા.

"મુજે વો સબ લોગો કી રિપોર્ટ ચાહિયે જો લોગ આજ ઇસ હોસ્પિટલ મેં આયે હો"શોભીતે બધાને સચેત કરીને કહ્યું.હવે શોભિત માટે આશુતોષને શોધવો વધારે જરૂરી થઇ ગયું હતું.

"ઔર સબ સીસીટીવી ભી ચેક કરો...."અનુજાએ પણ શોભિત સામે જોઈને કહ્યું.

આશુતોષ આ રીતે આટલી બંદોબસ્ત વચ્ચે પણ ભાગી કેવી રીતે ગયો એ બધાને સમજાતું નહોતું.શોભિત અને અનુજાના મગજ વધારે ગૂંચવાઈ રહ્યા હતા.તેના હોંશ જ નહોતા કે તે ખુદ ઉભો થઈને હોસ્પિટલમાંથી અને એ પણ આટલી બંદોબસ્ત વચ્ચે ભાગી શકે તો એ ભાગી કેવી રીતે ગયો ??? કબીર બાજુમાં પડેલી ચેરમાં બેસીને તેના સામે ભજવાતી નાટકીય પરિસ્થિતિને જોઈ રહ્યો હતો.તેના મનના ચારેકોર માર્ટિનાને ગુમાવવાથી લઈને પોતાના જ માણસથી મળેલા વિશ્વાસઘાતનો પુરેપુરો સંતાપ દેખાઈ રહ્યો હતો.કોઈ માણસ આટલી ચાલાકીથી કઈ રીતે ખુદના સાથે જ રહીને બીજા કોઈનો બદલો લેવા આ હદ સુધી જઈ શકે એ તેને સમજાતું નહોતું.કેમ આશુતોષ આ બધું એમ કે ટોપીવાળા માટે કરી રહ્યો હતો ?? પોતાના જિંદગીની પણ પરવા નહોતી એને ??

"તેના ફોટા સાથેના પોસ્ટર આજુ-બાજુના બધા પોલીસ સ્ટૅશનમાં અને ઇલાકામાં મોકલી આપો.જેમ બને એમ તેના ફોટા સાથે ડિટેઈલ્સ સોશિયલ મિડિયામાં સેર કરી દો,આઈ વોન્ટ આશુતોષ"શોભીતે બધાને સતર્ક કરતા કહ્યું.

"તને નથી લાગતું કે આ એ એમ કે ટોપીવાળા ત્યાં વિદેશમાં બેઠા બેઠા બધું કરી રહ્યો છે.આપણને મનફાવે એમ કઠપૂતરીની જેમ નચાવી રહ્યો છે.આશુતોષ તો બસ તેનું એક નાનું પ્યાદું છે.આપણે જો આ કેસમાં જડ સુધી જવું હોય અને માર્ટિનાને ખરો ન્યાય અપાવો હોય તો એમ કે ટોપીવાળાને પકડવો જરૂરી છે."અનુજાએ કબીરની બાજુમાં બેસતા શોભીતને કહ્યું.અનુજાની વાત સો ટકા સાચી હતી જો માર્ટિનાને ન્યાય અપાવો હશે તો ટોપીવાળાને પકડીને જેલના સળીયાની પાછળ ધકેલવો જરૂરી છે.

"એને પકડી લઈશું તો પણ શું છે કઈ નહિ છૂટી જશે એ જમીન પર પોતાની પંહોચ લગાવીને...."શોભીતે અનુજા સામે જોતા કહ્યું.

"તો એને પતાવી જ દઈએ ???"કબીરે બંનેની સામે જોતા કહ્યું.કબીરનું આ વાક્ય સાંભળીને શોભિત અને અનુજા બંનેની આંખો ફાટી ગઈ.

"કબીર તું શું બોલે છે તને ભાન છે ??" અનુજાએ કબીરના સામે જોતા કહ્યું.

"તો શું બોલું ?? તેણૅ મારી માર્ટિનાને મારા પાસેથી છીનવી લીધી,મારી જિંદગીને તહસમહસ કરી નાખી....,મારા હાથમાં આવી જાય તો હું પતાવી જ દઉં.....આઈ વિલ કિલ હિમ" કબીરે હવે પોતાનો પારો ખોતા ઉભા થઈને બુમા પાડીને કહ્યું.શોભિત અચાનક બદલાઈ ગયેલા કબીર સામે જોઈને કંઈ સમજી નહોતો શકતો કે તેના સાથે શું થઇ રહ્યું છે.

"જસ્ટ રિલેક્સ કબીર..."શોભીતે કબીરના ખભે હાથ મૂકીને તેને નીચે બેસાડતા કહ્યું.

"રિલેક્સ શું રિલેક્સ હાં આઈ વોન્ટ ટુ કિલ ટોપીવાલા....."કબીરે હવે સામાન્ય માણસની જેમ પોતાના બધા ગુસ્સા સાથે બૂમો પાડી પાડીને આજુ-બાજુ ઉભેલા લોકો સામે કહ્યું.કબીરનું મન-મગજ અચાનક જ હેબતાઈ ગયું હતું.અનુજા પણ તેના સામે જોઈને અચકાઈ ગઈ હતી કે હવે તેને શું કરવું ? કબીર આંખમાં ગુસ્સો દેખાતો હતો અને પાગલપન પણ હવે તેને કાબુ કરવો બધા માટે મુશ્કેલ હતું.

"કબીર રિલેક્સ આ કાબુ ગુમાવવાનો સમય નથી."અનુજાએ કબીરને પકડતા કહ્યું.કબીરે અનુજાનો હાથ છોડાવીને ગાંડાની જેમ હોસ્પિટલની વચ્ચે નાચવા લાગ્યો તેના માટે આ પરિસ્થતિ વધારે બેકાબુ બની ગઈ હતી.

કબીરને આ રીતે જોઈને ત્યાં ઉભેલા બધા લોકો કંઈ સમજી નહોતા શકતા કે કબીર કેમ અચાનક પોતાના પરનો કાબુ ગુમાવી રહ્યો છે.કબીરને કાબુ ગુમાવતો જોઈને અનુજા અને શોભિત પણ ચિંતામાં આવી ગયા હતા.કબીર પાગલપન કરતા કરતા અચાનક જ જમીન પર નીચે ફસડાઈ પડ્યો,તેના આંખોમાં માર્ટિનાને ગુમાવવાનું પુરેપુરૂ દુઃખ અને વ્યથા દેખાઈ રહ્યા હતા.તેની આંખો હવે ધીરે-ધીરે બંદ થવા લાગી હતી..........

********************

"આવું થવું નોર્મલ છે જયારે તમારા સામે બધા દરવાજા બંદ થઇ જાય,પરિસ્થતિ તમારા અનુકૂળ ના હોય ત્યારે તમે તમારા પરનો કાબુ ગુમાવો છે અને કબીર સાથે એવું જ થયું છે.માર્ટિનાને ગુમાવવાનું દુખ એ સહન ના કરી શક્યો અને બીજી બાજુ આશુતોષ પોતાના માણસે જ એના સાથે આ કર્યું એટલે વધારે તેના દિમાગ પર અસર થઇ....."શોભિત અને અનુજા ડોકટર વિશ્વનાથની સાથે બેઠા હતા.કબીર અંદર રૂમમાં આરામ કરી રહ્યો હતો. કબીરની દિમાગી હાલતનો અહેવાલ ડોકટર શોભિત અને અનુજાને આપી રહ્યા હતા.કબીરના મન-મગજ પર આ બધું થવાથી બહુ મોટી અસર થઇ હતી.

"તો ડોકટર હવે શું કરવું જોઈએ અમારે ?"શોભીતે ડોકટરને પૂછતાં કહ્યું.

"હવે તમારે કબીરને એવા માહોલમાં રાખવો જોઈએ જેથી કરીને તેને આવી બધી વાતો ઈફેક્ટ ના કરે,તેને સારા વાતાવરણની અને માહોલની જરૂર છે."ડોકટરે શોભીતના સામે જોતા કહ્યું.અનુજા અને શોભિત બંને ડોકટરની વાતથી સહમત થયા હોય એવું લાગ્યું.

"પણ....આ કેસથી એને દૂર કઈ રીતે રાખવો કેમકે આશુતોષ પણ લાપતા છે ???"શોભીતે અનુજા અને ડોકટર સામે જોઈને કહ્યું.

"મારા ખ્યાલથી કબીરને હાલ આ કેસ કરતા ખુદની વધારે ચિંતા કરવી જોઈએ એ જેટલો આ કેસમાં ઉલજસે એટલી એની હાલત ખરાબ થશે.છેલ્લે પરિણામ તો આપણને ખબર છે કે ગુનેગાર કોણ છે."ડોકટરે શોભિત સામે જોઈને કહ્યું.શોભિત અને અનુજા બંને કોઈ ઊંડા વિચારોમાં પડી ગયા હતા.અત્યારે તેમના માટે કબીરને સારા માહોલમાં રાખવો વધારે જરૂરી હતું અને બીજીબાજુ આશુતોષને પકડવો પણ એટલું જ જરૂરી હતું.

"તો શું આપણે કબીરને કોઈ શૂટિંગ માટે થઈને બહાર ના મોકલી શકીએ ??"અનુજાએ શોભિત સામે જોતા કહ્યું.

"બહાર એટલે ??"શોભીતે અનુજા સામે સવાલ કરતા કહ્યું.

"મને ખબર છે ત્યાં સુધી કબીરની લાસ્ટ ફિલ્મ જે તે શૂટ કરી રહ્યો હતો તેનું શૂટ લંડનમાં થવાનું હતું તો કેમ ના થોડા દિવસ માટે તેને શૂટમાં ત્યાં મોકલી દઈએ ??"અનુજાએ ડોકટર અને શોભિત સામે જોતા કહ્યું.

"એ જશે પણ ?"શોભીતે પોતાના માથે હાથ મુકતા કહ્યું.

"સારો વિચાર છે.કામના લીધે કબીરનું દિમાગ પણ શાંત રહેશે.અલગ માહોલ મળશે તો એ બધું ભૂલવાની પણ કોશિશ કરશે."ડોકટરે કહ્યું.શોભિત અને અનુજા બંને પાછા વિચારોમાં પડી ગયા.લાસ્ટમાં બધાએ ડિસાઈડ કર્યું કે કબીરને શૂટ માટે થઈને લંડન જવા માટે સમજાવો......
********************

"સર સબ સીસટિવી દેખે લેકિન વો કહી નજર નહિ આ રહા ઔર સર બહાર ભી કહી ઉસકા કોઈ અતા-પતા નહિ હે..."સાથી પોલીસકર્મીએ શોભીતને અહેવાલ આપતા કહ્યું.

"તો ગયા કહા ફિર ?? જો બહાર નહિ નિકલા તો વો યહી હોસ્પિટલ મેં હોના ચાહિયે "શોભીતે પોતાના દિમાગને વધારે જોર આપતા કહ્યું.આશુતોષ સિસટીવીમાં દેખાતો નથી કે નથી કોઈ એવું વ્યકતી દેખાતું કે જે આવીને તેને બહાર લઇ ગયું હોય તો કદાચ આશુતોષ હોસ્પિટલમાં જ ક્યાંક હોવો જોઈએ અને જો એ બહાર નીકળી પણ ગયો હોય તો એની એવી હાલત જ નહોતી કે તે બહુ દૂર જઈ શકે......

"પુરી કી પુરી હોસ્પિટલ કી જાંજ કરો......"શોભીતે બધાને ઓર્ડર આપતા કહ્યું.


*********************

"કબીર અમારી વાત માન તારા માટે જ અમે કહી રહ્યા છીએ....."અનુજાએ કબીરને ટેબ્લેટ્સ આપતા કહ્યું.

"તમને લાગે છે કે માર્ટિનાને ન્યાય અપાવ્યા વગર હું આ બધું કરી શકીશ.....??"કબીરે ટેબ્લેટ્સને ગળાની નીચે ઉતારતા કહ્યું.

"અમને પણ ખબર છે કે તારા માટે આ કેટલું કઠિન છે.કબીર અમે અમારા તરફથી બધા બેસ્ટ ટ્રાય કરી રહ્યા છીએ કે આશુતોષને પકડીને જેલના સળીયાની પાછળ ધકેલી દઈએ...."શોભીતે કબીર સામે જોતા કહ્યું.અનુજા અને શોભિત બંને કબીરને સમજાવી રહ્યા હતા કે તે પોતાની નવી ફિલ્મનું શૂટ સ્ટાર્ટ કરવા માટે લંડન જાય એટલે તેને અલગ માહોલમાં સારું લાગશે પણ કબીર જવા માટે મનાઈ કરી રહ્યો હતો.

"કબીર માર્ટિનાને ખરો ન્યાય ત્યારે જ મળશે જયારે તું પોતાના કામ માટે પોતાના સપના પુરા કરવા માટે જીવીશ તો...માર્ટિનાએ સાથે રહીને કબીરને ધ સુપરસ્ટાર કબીર બનાવ્યો અને તું આજે નાસીપાસ થઇ રહ્યો છે.માર્ટિના જ્યાં પણ હશે ત્યાં બેઠા-બેઠા ખુશ થશે જો તું તારા કામમાં તલ્લીન રહીશ તો....."અનુજાએ કબીરના સામે જોઈને કહ્યું.કબીર અનુજાની આ વાત સાંભળીને કબીર પોતાની બાજુમાં પડેલા ફોન સામે જોઈ રહ્યો.અનુજાની વાત એક રીતે તો કબીરને સાચી જ લાગી હતી કેમકે માર્ટિના પોતાના સપનાઓ પુરા કરવા માટે હંમેશા પોતાના સાથે રહી હતી.માર્ટિનાને હંમેશા સારું લાગતું જયારે કબીર કામ કરતો.કબીરે બાજુમાં પડેલા પોતાના ફોનને ઉપાડીને ફોન કર્યો.અનુજા અને શોભિત બંને કબીર સામે કઈ ખબર ના પડી હોય એમ જોઈ રહ્યા.

"હા.....કબીર બોલું છું મિશ્રાજી.આઈ મ રેડી ફોર યોર ફિલ્મ શૂટ ફટાફટ લંડન જવાની તૈયારી કરો ........"કબીરે આટલું બોલીને ફોન કટ કર્યો.અનુજા અને શોભિત બંને એકબીજા સામે જોઈને ખુશ થઇ ગયા કે કબીરે એમની વાત માની લીધી.

**************
"સર.....સર....."શોભીતે ફોન ઉપાડ્યો કે સામેથી સાથી પોલીસકર્મીનો અવાજ સંભળાયો.

"શું થયું....??"શોભીતે પોતાની સિગારેટનો કશ લેતા કહ્યું.આજે શોભિત બસ આ સિગારેટ પર જ દિવસ નીકળ્યો હતો.

"આશુતોષ કા પતા ચલ ગયા....."સામેથી આવેલા જવાબને સાંભળીને શોભીતે તરત સિગારેટને ફેંકી દીધી અને પોતાની બંને આંખોને સતર્ક કરી.


(કર્મશ:)