Ajab chokri - 1 in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | અજબ છોકરી - 1

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અજબ છોકરી - 1

*અજબ છોકરી*. વાર્તા.. ૧૩-૧-૨૦૨૦

આજના માહોલમાં માણસ ભણ્યો કેટલું તે તેના ”સર્ટિફિકેટ” પરથી ખબર પડે છે, પણ સમજ્યો કેટલું અને કેટલું આચરણ માં ઉતાર્યું એ તેના ”સંસ્કાર” પરથી ખબર પડે છે... એમ જ કંઈ અમથી કોયડા જેવી જિંદગી નથી બનતી ... અમુક વ્યક્તિઓ ના વ્યક્તિત્વ જ કંઈક અલગ હોય છે..
એમજ મીઠો નથી લાગતો ઘરનો રોટલો કોઈ લાગણીશીલ હાથ નાં ટેરવાં પણ શેકાયા હોય છે સાથે સાથે ત્યારે મીઠાશ ભળે છે...
આખી સોસાયટીમાં અનેરી ચર્ચા નો વિષય બની ગઈ હતી... અનેરી ઘરનાં અને ઓળખીતા, પારખીતા માટે એક કોયડા સમાન હતી... બધાં એક જ વાત કરતાં... આ અનેરી તો કોયડા જેવી બની ગઈ છે આ છોકરી.... કોઈ ની સમજમાં નથી આવતી એ શું કરે છે... રોજ સવારે વહેલી નિકળી જાય છે તે રાત્રે દશ વાગ્યા પછી જ સૂવા આવે છે...
માતા પિતા પણ પૂછપરછ કરતાં અનેરી તું શું કરે છે???
તું કઈ દુનિયામાં જીવે છે???
હવે તારી ઉંમર થઈ છે તો લગ્ન કરી લે બેટા... નહીંતર અમારાં પછી તારું કોણ???
અનેરી એક જ જવાબ આપતી...
તમે ચિંતા ના કરો ... હું કોઈ એવું કામ નથી કરતી કે તમારે નીચું જોવું પડે...
અને મારે લગ્ન નથી કરવા...
ઉપર ભગવાન બેઠો છે બધાં નું સારું જ કરશે માટે આપ ખોટી ચિંતા છોડી દો...
અનેરી ના ઘરમાં વૈષ્ણવ ધર્મ ને માનતાં... અનેરી ને સર્વ ધર્મ હતો..
બહું પૂછપરછ પછી પણ અનેરી એ કોઈ ને કશું કહ્યું નહીં....
ત્યારે સોસાયટીમાં રહેતા અનેરી નાં પિતા ના ભાઈબંધ બળવંત ભાઈએ કહ્યું કે જનકભાઈ આપણે એક કામ કરીએ...
હમણાં જ બેંગલોર થી ભણીને આવેલ મારો દિકરો સંજય એને અનેરી ની પાછળ લગાવીએ...
જેથી અનેરી ની દરેક ગતિવિધિઓ ની આપણને ખબર પડે...
આમ તો અનેરી ખુબ જ ડાહી ને સમજદાર છે પણ તમે એનાં પિતા છો... અને તમને ચિંતા થાય છે તો મને આ રસ્તો દેખાયા છે... જો તમારી હા હોય તો કાલથી જ શ્રી ગણેશ કરીએ...
જનકભાઈ સાચું કહ્યું તે દોસ્ત...
એક દોસ્ત જ બીજા દોસ્તને કામ આવે છે...
તો તું સંજયને કહેજે કે અનેરી ને ખબર ના પડે એમ એનો પિછો કરી સચ્ચાઈ જાણી લાવે... જેથી અમને ચિંતા ઓછી થાય...
બાકી આ છોકરી કોયડા જેવી બની ગઈ છે...
કમાય છે એ અડધાં રૂપિયા ઘરમાં આપે છે... પોતે એક ટાઈમ ચા પીવે છે ઘરમાં અને એક ટાઈમ રાત્રે રોજ ખિચડી જ ખાય છે....
આખા વર્ષ માં બે જોડ ડ્રેસ લે છે...
અને સાયકલ લઈને બધે ફરે છે...
બાકી નથી મોજશોખ કરતી....
કે...
નથી કોઈ ખર્ચ કરતી...
નથી ઘરમાં કોઈ દિવસ માળા કરતી કે નથી યમુના મહારાણી ના પાઠ કરતી...
આવું કોયડા જેવું જીવન જીવે છે તો અમને એની સતત ચિંતા રહે છે...
દોસ્ત આટલું કામ થઈ જાય એટલે મારે બહુ મોટો માથેથી ભાર હળવો થઈ જાય...
આપણું મિશન કાલથી ચાલુ.... અનેરી એક કોયડો...
બન્ને દોસ્ત હાથ મિલાવી છૂટા પડ્યા કહે ....
જય શ્રી કૃષ્ણ...
નવાં સમાચાર સાથે ફરી મળીશું...
બંન્ને પોતપોતાના ઘરે ગયા...
બળવંત ભાઈએ એમનાં દિકરા સંજય ને બધું સમજાવી દીધું...
અને કહ્યું કે અનેરી સવારે આઠ વાગ્યે ઘરેથી નીકળી જાય છે તું તૈયાર રહેજે...
સંજય કહે સારું પિતા જી...
બીજા દિવસે સવારે શરું થયું " મિશન ઓફ ધ અનેરી એક કોયડો " ....
સવારે જેવી અનેરી સાયકલ લઈને નિકળી સંજય એનું બાઈક લઈને તૈયાર જ હતો...
જેવી અનેરી સોસાયટી ના ઝાંપા ની બહાર નીકળી..
સંજય ધીમે ધીમે એની પાછળ જવા લાગ્યો...
અનેરી જયહિદ ચાર રસ્તા પર ત્રીજા માળે આવેલાં ડોક્ટર નાં દવાખાનામાં ગઈ....

બીજા ભાગમાં વાંચો આગળની કહાની....

તમારા અમૂલ્ય પ્રતિભાવ આપશોજી...

ભાવના ભટ્ટ અમદાવાદ........