Lockdown- 21 day's - 21 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૨૧

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૨૧


લોકડાઉનનો એકવીસમો દિવસ: (અંતિમ દિવસ)

સુભાષ અને મીરાં બંનેમાંથી કોઈ રાત્રે સુઈ નહોતું શક્યું, આખી રાત બંને એજ વિચારતા રહ્યા કે શું કરવું સવારે 10 વાગે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરવાના હતા. સુભાષ ઉઠીને ટીવી પાસે જ બેસી ગયો, મીરાંએ પણ આજે સુભાષ માટે ચા બનાવી તેના ટેબલ ઉપર મૂકી અને થોડે દૂર જઈને ઉભી થઇ ગઈ.

જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા હતા તેને જોતા લાગતું જ હતું કે લોકડાઉન વધી જશે, અને એજ થયું, મોદીજીએ પોતાના વક્તવ્યમાં લોકડાઉન વધારવા વિશેની વાત કરી, હવે 3 મે સુધી એટલે કે બીજા 19 દિવસ સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું હતું, સુભાષ અને મીરાં બંનેએ ટીવીમાંથી નજર એકબીજા સાથે મેળવી, આંખો દ્વારા જ વાત થઇ કે "હવે શું કરીશું?"

પરંતુ બંનેએ એકબીજા સાથે વાતો કર્યા વગર જ આંખો ઝુકાવી લીધી, મીરાં રસોડામાં ચાલી ગઈ અને સુભાષ પાછો ટીવીમાં પરોવાઈ ગયો, તેની આંખો તો ટીવીને જોઈ રહી હતી પરંતુ વિચારોમાં તો મીરાં સાથેના તૂટતાં સંબંધ ને કેવી રીતે જોડવો અને મીરાંને કેવી રીતે ડિવોર્સ આપવા માટે રોકી લેવી એજ ચાલતા હતા.

મીરાં પણ રસોડામાં કામ કરતાં કરતા એજ વિચારી રહી હતી કે આગળ શું કરવું? વૈશાલી અને તેના પતિ વચ્ચે જે થયું તે વાત સાંભળીને મીરાંનો પણ ડિવોર્સ લેવાનો વિચાર હવે બદલાવવા લાગ્યો હતો. તેના માટે જ તે સુભાષ સાથે વાત કરવા ઇચ્છતી હતી. દિવસ આખો તો એમ જ વીતી ગયો, પરંતુ રાત્રે જયારે સુભાષ બેઠક રૂમમાં બેઠો હતો ત્યારે મીરાં શૈલીને સુવડાવી સુભાષ પાસે જઈને ઉભી રહી અને કહ્યું:

"શું કરવાનું છે હવે? લોકડાઉન તો વધી ગયું છે."

સુભાષ: "મને તો લાગતું જ હતું કે લોકડાઉન વધવાનું છે, એમાં હું પણ શું કરી શકવાનો હતો, હવે 3 મે સુધી કઈ થાય એમ નથી અને જો કોરોના ત્યાં સુધી પણ ના ગયો તો હજુ બીજા દિવસો પણ આવા જ આવવાના છે. પણ તું ચિંતા ના કરીશ, હું હવે બીજા રૂમમાં સુઈ જઈશ અને જયારે પણ લોકડાઉન ખુલશે ત્યારે હું તને ડિવોર્સ આપી દઈશ."

મીરાં: "તમે પણ મને ડિવોર્સ આપવા ઈચ્છો છો?"

સુભાષ: "ના, હું નથી ઈચ્છતો કે આપણે અલગ થઈએ, પરંતુ હું એ પણ સમજી શકું છું કે મારી ભૂલ એવી છે કે હું માફીને પણ હકદાર નથી, તું નહિ, બીજી કોઈપણ સ્ત્રી હોય તો આ ભૂલ માફ ના કરી શકે એ વાત હું સમજી શકું છું."

મીરાં સુભાષની સામે આવીને બેઠી અને કહ્યું: "જુઓ, ડિવોર્સ તો હું પણ નથી ઇચ્છતી, આપણા બંનેના આ પ્રશ્નમાં શૈલીનો શું વાંક છે? એ તો હજુ કઈ સમજી પણ નથી શકતી, હું તમને એક બીજો ચાન્સ આપી શકું, પરંતુ તમે મને નિરાશ તો નહિ કરો ને?"

સુભાષ થોડા ઉત્સાહમાં આવતા જ "જો મીરાં, મેં તો તને પહેલા જ કહ્યું હતું કે મારી ભૂલ થઇ છે અને હું આ ભૂલને સુધારવા માંગતો હતો. મેં તો એમ પણ નક્કી કર્યું હતું કે જો તું ડિવોર્સ લઇ લઈશ પછી મારી ભૂલને સુધારી અને હંમેશા તારી રાહ જોઇશ. તારા માટે મારા હૃદય અને મારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા રાખીશ."

મીરાં: "અને હું પાછી ના આવી અને મારા લગ્ન બીજે થઇ ગયા હોત તો?"

સુભાષ: "તો હું શૈલીને સાચવવામાં મારુ જીવન વિતાવી દેતો, પરંતુ જે ભૂલ ના કારણે આપણા વચ્ચે જે થયું હતું એ ભૂલ હું જીવનમાં બીજીવાર ક્યારેય ના થવા દેતો."

મીરાં પણ સુભાષની ભાવનાને સમજી ગઈ, તેને પણ એમ લાગ્યું કે સુભાષ ખરેખર બદલાઈ જવા માંગે છે અને મારે પણ એ માટે તેને એક મોકો તો આપવો જ જોઈએ. અને તેથી જ તેને કહ્યું:
"સુભાષ આપણે ડિવોર્સ નહિ લઈએ, પણ તમારે મને વચન આપવું પડશે કે આવી ભૂલ તમે જીવનમાં ક્યારેય નહિ કરો, અને હું પણ તમને વચન આપું છું કે હું પણ ક્યારેય એવું નહિ કરું જેના કારણે તમારે બીજા કોઈ વિશે વિચારવું પડે, બીજા કોઈના પ્રેમની તમને પણ જરૂર પડે."

સુભાષ પોતાની જગ્યાએથી ઉભો થઇ અને મીરાંની પાસે આવીને બેસી ગયો અને મીરાંનો હાથ પકડીને કહેવા લાગ્યો: "મીરાં હું તને વચન આપું છું આવી ભૂલ હું ક્યારેય નહીં થવા દઉં, મારી આ પહેલી ભૂલ છે અને એને તું પ્લીઝ માફ કરી દે, જીવનમાં ક્યારેય હું તને ફરિયાદનો કોઈ મોકો નહિ આપું."

સુભાષનો હાથ મીરાંના હાથમાં હતો એ હાથને મીરાંએ આંસુઓથી ઉભરાતી આંખો સાથે કહ્યું: "સુભાષ ભૂલ તમારી એકલાની પણ નથી, મારી પણ છે, મેં જ તમને એવું કરવા માટે એક મોકો આપ્યો હતો, હું તમારાથી એટલી દૂર થઇ ગઈ જેના કારણે તમારે બીજાનો સહારો લેવો પડ્યો, હું ઘર લેવાના અને મારી જીદ પુરી કરાવવાના સપનામાં એ ભૂલી ગઈ કે એક પુરુષને શું જોઈએ ? તેની શું ઈચ્છા હોય છે? મને આજે એ વાતનો અનુભવ થાય છે કે તમે એ સમયે પણ મારો પ્રેમ પાછો પામવાના તમામ પ્રયત્નો કર્યા હતા, પરંતુ મને ત્યારે તમારો પ્રેમ દેખાઈ જ રહ્યો નહોતો, મારી અંદર રહેલો ગુસ્સો અને મારી જીદ જ બહાર આવતા હતા અને તેના કારણે જ તમારે પણ આવું કરવાની ફરજ પડી છે, પરંતુ આજે હું પણ તમને વચન આપું છું કે મારા તરફથી હવે એવું ક્યારેય નહીં થાય, હું મારા પ્રેમ અને મારી લાગણીને તમારી આગળ જીવંત રાખીશ, તમને ભરપૂર પ્રેમ કરીશ, ક્યારેય પ્રેમ બાબતે કોઈ ફરિયાદનો મોકો નહિ આપું."

સુભાષને પણ મીરાંની એ વાત ગમી, સુભાષનો બીજો હાથ હવે મીરાંના ગાલ ઉપર પહોંચ્યો, તેની આંખોમાંથી ઉભરાયેલા આંસુઓને લૂછી તેને કહ્યું: "મીરાં મને પણ જો તારો પ્રેમ આ રીતે મળતો હોય તો મારે બીજા કોઈની જરૂર નથી, મારા જીવનમાં આ ભૂલ પણ મેં ભૂલથી કરી દીધી હતી, હવે એને નહિ દોહરાવું, મારે આખું જીવન તારી સાથે જીવવાનું છે, તારી સાથે મારે ઘરડા થવાનું છે, આપણા બાળકોનું સારું ભવિષ્ય બનાવવાનું છે, અને જો તું મને આ રીતે સાથ આપીશ તો હું તને વચન આપું છું કે થોડા જ સમયમાં આપણું પણ એક પોતાનું ઘર હશે, તારા દરેક સપના પુરા થશે, સાચું કહું તો જ્યારથી આપણી વચ્ચે વિખવાદ શરૂ થયો ત્યારથી મારી ઈચ્છાઓ અને મારા સપનાઓ પણ પુરા કરવાની મને કોઈ ઈચ્છા બાકી નહોતી રહી, કઈ પણ નવું કરવાની ભાવના મારી અંદરથી ઓલવાઈ ગઈ હતી. પરંતુ હવે તારા સાથમાં હું આગળ નીકળીશ, વધુ મહેનત કરીશ અને મારા, તારા અને શૈલીના સપનાઓ પુરા કરીશું."

સુભાષની વાત સાંભળીને મીરાંને પણ ખુશી થઇ, તે સુભાષને ભેટી પડી, બંનેની આંખમાં આંસુઓ વહેવા લાગ્યા અને મીરાં સુભાષને પોતાની બાહોમાં વધારે જકડી અને કહેવા લાગી "હવે આપણે આ સાથ ક્યારેય નહીં છોડીએ, નવા જીવનની આજથી જ શરૂઆત કરી દઈએ"

સુભાષ અને મીરાં એકબીજાને ભેટતા જ 3 વર્ષ પહેલાનો પ્રેમ પાછો જાગી ઉઠ્યો, મીરાંએ સુભાષને વહાલ ભરેલા ચુંબન આપ્યા, મીરાંએ પણ સુભાષને કહ્યું: "આજે હું તમને એ બધા જ હક પાછા આપું છું જે એક પતિ તરીકે ના હોય છે, તમે તમારી ભૂલોને ભૂલીને આગળ વધો, હું મારી ભૂલોને ભૂલીને આગળ વધુ, આજે એવું માની લો કે આપણા લગ્ન બાદની આ પહેલી રાત છે."

સુભાષ પણ આ વાતથી ખુશ થઇ ગયો અને મીરાંને ઊંચકીને રૂમની અંદર લઇ ગયો. તેમના બેડરૂમમાં તો શૈલી સુઈ રહી હતી જેના કારણે આગળના દિવસે સુભાષ મહેમાનો માટેના જે રૂમમાં સુઈ ગયો હતો ત્યાં મીરાંને લઇ ગયો. મીરાંને બેડ ઉપર સુવડાવીને તે બહાર નીકળ્યો ફ્રીજમાંથી ચોકલેટ લઈને મીરાંને આપી, મીરાં ફરીવાર સુભાષને ભેટી પડી, અને બંને પતિ પત્નીના સંબંધોને ભોગવી નવા જીવનની શરૂઆત કરવા લાગ્યા."

(આ નવલકથા અહીંયા જ પૂર્ણ કરું છું, ઘણા વાચકોની ઈચ્છા હતી કે લોકડાઉનમાં વધારો થયો છે તો આ નવલકથાને પણ વધારવામાં આવે, પરંતુ એ સૌ વાચકોની માફી માંગુ છું, કારણ કે હું આ નવલકથાને અહીંયા જ વિરામ આપવા માંગુ છું, પરંતુ હા, એટલું વચન તમને પણ ચોક્કસ આપું છું કે આ સમય દરમિયાન હું કંઈક નવું વાંચન માટે આપણને પીરસતો રહીશ. સૌ વાચકોનો ખુબ ખુબ આભાર, એક નવી વાર્તા, નવા વિષય સાથે ફરી મળીશું.)

લે. નીરવ પટેલ "શ્યામ"