ભાગ-૧
સંસ્કૃતમાં એક શ્લોક છે,
'આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર ।
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમો સ્તુતે ।।
જેનો અર્થ થાય છે,
હે આદિદેવ સૂર્યનારાયણ,આપને હું નમસ્કાર કરૃં છું. હે દિવ્ય પ્રકાશ આપનાર દેવ. આપ પ્રસન્ન થાઓ.હે દિવાકર,પ્રકાશિત દેવ,આપને હું પ્રણામ કરું છું.
રાત્રી હજુ વિતાવીને સૂર્યએ તેનું આગમન કર્યું જ હતું.મંદિરના મધુર શંખથી ઊઠતું ગામ આજ તેમના તેમના નવા કામને શરૂવાત કરી રહ્યાં હતા.આજુબાજુ પંખીઓન મધુર વાણીમાં કલરવ કલરવ કરી રહયા રહ્યાં હતા.આ સંગીતથી ગામડાંની સોનેરી સવાર રળિયામણી લાગતી હતી.શીતલ પવનની મંદ મંદ વહેતી લહેરીઓ પૂર્વમાંમાં સૂર્યનારાયણનું સ્વાગત કરે છે.
.
આવી જ સવારે એક નાનકડા એવા ગામમાં અલિશા નામની પુત્રીનો જન્મ થયો અતિ સુંદર છોકરી હતી.તેનું એક નાનકડું સ્મીત માતા-પિતાને ખુશ કરી દેતું હતું.અલિશાના માતા-પિતા થોડુ ભણેલા હતા.તેના માતા-પિતાને ઇચ્છા એવી હતી કે મારી છોકરી જન્મથી જ તેને પસંદ વસ્તુ પર કામ કરે.અમારો તે છોકરી પર કોય અધીકાર નથી,અમને ઈશ્વરે ઘડયા છે તેમ તેને પણ ઈશ્વરે ઘડી છે.જો હું તેને કઈ કહીશ તો પણ એ બદલાય નથી જવાની કેમકે તે મોટી થશે ત્યારે તેને બધી ખબર પડવાની જ છે,અમારો કોઈ હક નથી તેની જીંદગી છીનવી લેવાનો.તેનું ઘ્યાન રાખવા વાળો ઇશ્વર છે જ....!!!!!તે તેની જ પુત્રી છે.અમારૂ કામ ફકત તેનું ઘડતર કરવાનું છે..
પુથ્વી પર જયારે ઈશ્વર જન્મ લે છે,ઈશ્વર નું ઘડતર તેના માતા-પિતા કરે છે.તેમ મારું કામ તેનું ઘડતર કરવાનું છે.એ પછી ઇશ્વર જ નક્કી કરે છે કે મારે મનુષ્યનું કલ્પાણ કઈ રીતે કરવું તેમ મારી દીકરી પણ તેનું ભવિષ્ય તે જ નક્કી કરશે.
અલિશાનો અથઁ થાય છે (ઇશ્વર માટે સમર્પિત )
અલિશા ધીમે ધીમે મોટી થઇ રહી હતી,તેનાં માતા-પિતાને અલિશા પર ગર્વ હતો.કેમકે તે નાનપણથી જ બુદ્ધીશાળી અને સુંદર હતી.તેને જોય તેના પર લોકો આકષીઁત થતા હતા
તે ધીમે ધીમે પાંચ વર્ષની થવા આવી હતી.અલિશાને હવે કોઇ સારી સ્કુલમાં એડમિશન લેવાનું હતું.પણ,અલિશાનાં માતા-પિતાઍ નક્કી કર્યું.કે જો તે હા, પાડશે તો જ તેને સ્કુલમાં મુકવામાં આવશે અલિશાની માતાએ પુછયું તારે સ્કુલ જવું છે.અલિશા એ તરત જ ના પાડી દીધી.અલિશાના માતા- પિતાએ નક્કી કર્યું કે તેને આપણે કોય સ્કુલમાં નહી મુકયે.
અલિશા ને બીજે દિવસે તેની માતાએ કહયું અલિશા હું તને ઘરે અભ્યાસ કરાવી શકુ ?
અલિશાને તો બસ તેની માતાનો પ્રેમ જોતો હતો.અલિશા ઍ તરત હા,પાડી અલિશાની માતા ખુશ થઇ ગઇ.
અલિશાને કાલથી તેની માતા ભણાવવાનું શરૂ કરવાની હતી
રાત્રે અલિશાની માતા કઇક વિચારી રહી હતી.તેને નિંદર નોહતી આવી રહી અલિશાની માતાને એક સ્વપ્ન આવ્યું કે મારી દીકરીને હું કઈક અલગ શિક્ષણ આપીશ તેને કઇક અલગ બનાવીશ.
જે લોકો ભણે છે તેનાંથી અલગ જ તેને શિક્ષણ આપીશ॰સવાર પડતા જ તેમણે નક્કી કરી રાખ્યું હું તેને એ રીતે નહી ભણાંવું કે લોકો જે રીતે ભણે છે,સવારમાં વહેલા ઉઠીને અલિશાને તૈયાર કરી મેં કહ્યું ચાલ અલિશા હું આજ તને ભણાવીશ .અલિશા તૈયાર થઈ ગઈ,અલિશા ને ખબર પણ ન હતી કે ભણતર કેવું હોય.પણ તેને તેની માતા પર વિશ્વાસ હતો.
અત્યારના સમયમાં નાના બાળકોને શું ભણવવામા આવે છે તે ખબર જ નથી પડતી.બાળકને ખબર જ નથી હોતી કે ભણતર શું છે.સવારમાં વહેલા ઉઠી ૫ કિલોનો થેલો લઇ તૈયાર થઇ જાય..
સ્કુલેથી ઘરે આવીને સીધા કલાસીસમા.એ પછી કરાટે કલાસીસ શરુ થાય.એ પછી ડાન્સ કલાસીસ શરુ થાય.બાળકની જીંદગી લોકો છીનવી રહયા છે.તેને જીવવાદો,બાળકને કમળની જેમ ખીલવાદો.
અલિશાની માતા એ એક સરસ મજાનાં ગાર્ડનમાં લઈ ગઈ,તેને રમવા માટે થોડાક રમકડાં આપ્યાં ,તેની માતા અલિશાને નિહાળી રહી હતી,ઈશ્વર આપણી અંદર એવી કોઈ વસ્તું મૂકી હોય છે કે તમે દુનિયામાં આવીને તેની પર તમે તમારું મનગમતું કામ કરી આગળ વધી શકો.
અલિશાની માતા અલિશાને નિહાળી રહી હતી,તેની માતા એ સતત પંદર દિવસ સુધી અલિશાને જે રમકડે રમવું હોય તેનાંથી રમવા દીધી.તે નીહાળી રહી હતી,
અલિશા પંદર દિવસ રમકડાથી રમી તેના પરથી તેની માતા એ નક્કી કર્યૂ કે સૌથી વધુ રસ મારી દીકરીને કોયની સાથે વાત કરવામાં છે..તે પંદર દિવસ એક જ ઢીંગલી સાથે વાત કરી રહી હતી તેની સામે ટ્રેન ,વિમાન એવા ઘણા બધા રમકડા હતા,પણ અલિશા તે ઢીંગલી સાથે જ વાત કરી રહી હતી,હું તેને સાડી પહેરાવીશ, હું તેને માથું ધોય આપીશ,હું તેને ડ્રેસ બદલી આપીશ
હું તને નવરાવી આપીશ,અલિશા ઢીંગલી સાથે વાત કરી રહી હતી.સૉળમા દિવસે અલિશાની માતા એ ઢીંગલી સંતાડી દિધી..
તે થોડી વાર આમ તેમ ફરી પણ ઢીંગલી તેને મળી નહી.થોડીવાર તેની માતાની સામે જોવે થોડી વાર રમકડામાં જોવે.અલિશાની માતાને ખબર પડી ગઇ કે અલિશા ઢીંગલી શૉઘી રહી છે..
તરત જ એક બાજુના ખુણામાં તેની માતા એ ઢીંગલી મૂકી દીધી.તે ઢીંગલી જોતા જ રાજી રાજી થઇ ગઈ.
જીવનમાં પણ એવું જ બંને છે તમને તમારી મનગમતું વસ્તુ નહી મળે એટલે તમે નાસીપાસ થઇ જશો.પણ' જેવી તે વસ્તુ મળી જાય એટલે ખુશખુશાલ થઇ જાઑ.અલિશાની માતાને ખબર પડી ગઇ કે મારી દીકરીને ઢીંગલી બોહૂ જ વાલી છે.તે બજારમાંથી એ.બી.સી.ડી બોલતી ઢીંગલી લઇ આવી.અલિશાની માતા એ અલિશાને કહ્યું બેટા આ ઢીંગલી બોલે છે,તારી સાથે વાત કરવા માંગે છે.એ બોલે તેમ તું બોલ.અલિશા તો જેમ ઢીંગલી બોલે તેમ જ બોલવા લાગી.અલિશા માત્ર ત્રણ દિવસમાં એ.બી.સી.ડી બોલવા લાગી.
“જો તમે તમારું મનગમતું કામ લઇ તેની અંદર તમે કોઇ પણ કામ કરશો તો તમને જરૂર સફળતા મળશે તમે તે કામને વળગી રહેશો અને તમને નિરાશ થવાનો સમય પણ નહી મળે”
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળ
સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup