Itna Corona Mujhe Pyaar - 7 in Gujarati Love Stories by Hyren books and stories PDF | ઇતના CORONA મુજે પ્યાર - 7

The Author
Featured Books
Categories
Share

ઇતના CORONA મુજે પ્યાર - 7

લોકડાઉન દિવસ ૩:

ધ્રુવ ઉઠ્યો ત્યારે પંક્તિ નાહવા ગઈ હતી એણે તકિયા નીચે નું ફોલ્ડર કાઢ્યું , એમાંથી એક પત્ર કાઢી વાંચવા લાગ્યો . જેમ જેમ એ પત્ર વાંચતો ગયો તેમ તેમ એના ચહેરા ના ભાવો બદલાવા લાગ્યા .

એ ધ્રુવ અને પંક્તિ એ એકબીજાને લખેલા પ્રેમપત્રો હતા . ધ્રુવે પત્ર પાછો મૂકી ફોલ્ડર પાછું ઓશિકા નીચે મૂકી દીધું .

પંક્તિ નાહીને બહાર આવી અને શું જુએ છે , ધ્રુવે ચા બનાવી હતી.

પંક્તિ : અરે વાહ , આજે વહેલો ઉઠી ગયો તું , અને ચા પણ બનાવી?

ધ્રુવ : હા , તને ગમે છે ને મારા હાથ ની બનાવેલી ચા .

પંક્તિ : yes , of course

ધ્રુવ : પંક્તિ , મારે તારો મૂડ ખરાબ નથી કરવો પણ મારે તને કંઈક કહેવું છે.

પંક્તિ : તે ચા મસ્ત બનાવી છે તો તારો એક ગુનો માફ છે , ચાલ બોલી દે.

ધ્રુવ : મને તારા મમ્મી નો ફોન આવ્યો હતો થોડા દિવસ પહેલા , કદાચ તારો ફોન નહિ લાગ્યો હોય એટલે મને કર્યો હશે એમણે. ' જમાઈરાજ આ પંક્તિ તો મારુ સાંભળતી જ નથી તમે એને સમજાવશો તો માની જશે , બે વરસ થઇ ગયા તમારા લગ્ન ને , હવે તો તમારે બાળક માટે planning કરવું જોઈએ કે નહિ? '

મેં એમને કહ્યું કે હું તારી સાથે વાત કરીશ . ડૉલી ત્યારે ત્યાંજ ઉભી હતી એટલે એણે સહજ પૂછ્યું કે, મારો શું વિચાર છે? મેં કહ્યું, હજુ કઈ વિચાર્યું નથી અમે , હું પંક્તિ ને પૂછી જોઇશ એને કોઈ વાંધો ના હોય તો મને પણ કોઈ વાંધો નથી .

પંક્તિ : hmm , તો આ વાત છે . તને તો ખબર છે ધ્રુવ મમ્મી એકવાર કોઈ બાબત પાછળ પડે પછી એનો છાલ જ ના છોડે , એને બીજા કોઈ કામ નથી , ફોન કરી કરી ને મને પણ પકાવી નાખે એકની એક વાત કરીને , બપોરે જમતી વખતે જ એનો ફોન આવે છેલ્લે તો મેં એને કહી દીધું બીજી કોઈ વાત કરવી હોય તો જ મને કોલ કરજે . એટલે એણે તને કોલ કર્યો હશે .

અને રામ નો સ્વભાવ તો તને ખબર જ છે. એણે સાંભળી લીધી આ વાત અને પછી મને ચીડવ્યા કરે .

ધ્રુવ : હા , રામ અને એની વાઈફ બંને આવ્યા હતા ને આપણા ઘરે , બંને નું નેચર સારું છે અને રામ ની sense of humour પણ સરસ છે . અને કદાચ એજ reason હોય કે મને insecurity ફીલ થવા લાગી . તને તો ખબર છે Men’s Ego કેટલો મોટો હોય છે?

પંક્તિ : કદાચ એજ વાત નો મને પણ ડર હતો કે તું મારી સ્થિતિ સમજી નહિ શકે એટલે મેં રામ ને વાત કરવાનું વિચાર્યું .

ધ્રુવ : અને હજી એક વાત , ઓલા દિવસે ડિનર date નો પ્લાન મારો જ હતો , ઓકે

પંક્તિ : સરસ , પણ આવું બધું અચાનક થાય એટલે જ શંકા આવે અને હા , મારી અને રામની પણ કોઈ ચર્ચા નથી થઈ બાળક ના પ્લાંનિંગ વિષે .

ધ્રુવ : જવા દે એ બધું અને હવે રિલેક્સ થઇ જા . હવે હું તને કોઈ ફોર્સ નહિ કરું ,

Take your own time and let me know , OK

પંક્તિ : ઓકે , બોસ

બંને ના મન પરથી એક મોટો બોજ ઉતરી ગયો હતો . બંને હળવાફૂલ થઇ ગયા હતા . સંબંધોનું સમીકરણ બહુ જ અટપટું હોય છે , ક્યારેક કોઈ નાની વાત મોટો આઘાત આપી જાય છે અને ક્યારેક કોઈક મોટી મૂંઝવણ ચા સાથેના અડધા કલાક ના સંવાદ માં ઉકેલાઈ જાય છે .

રાત્રે પંક્તિ ફ્રેશ થઈને આવી બેડરૂમ માં , એણે લાઈટ્સ ઑફ કરી અને ધ્રુવની પાસે બેસી ગઈ , ધ્રુવના હાથમાંનો મોબાઇલ એણે સાઈડ માં મુક્યો અને એના પર ઝૂકી ગઈ અને એને kiss કરવા લાગી . ધ્રુવ આનામાટે જરાય તૈયાર નહોતો . પંક્તિ એ ધ્રુવ નું t shirt કાઢ્યું . એ આગળ વધી રહી હતી

ધ્રુવ : પંક્તિ , sorry , હું Protection લેવાનું ભૂલી ગયો છું

પંક્તિ : કોઈ વાંધો નહિ , હમણાં એની જરૂર નહિ પડે , હું તૈયાર છું આપણા બાળક માટે

કહીને એણે ધ્રુવને પોતાની ઉપર ખેંચ્યો . ધ્રુવ ને હજુ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો , એણે પંક્તિ ને ચૂંટણી ખણી લીધી . પંક્તિ એ ચીસ પાડી અને ધ્રુવને વધારે જોરથી ચીમટો કાઢ્યો .

ધ્રુવ : ઓહ , મરી ગયો , સોરી સોરી મને લાગ્યું હું કોઈ સપનું જોઈ રહ્યો છું

પંક્તિ એ એણે દૂર હડસેલ્યો ' તું સપના જ જોતો રે !

ધ્રુવ હવે આ તક જવા દેવા નહોતો માંગતો એ પંક્તિ ને વળગી પડ્યો અને બંને એક સ્વપ્ન પૂરું કરવાની દિશા માં આગળ વધ્યા .

ત્યારેજ બાલ્કની માં થી એક ગીત સંભળાઈ રહ્યું હતું

" મૈને કિયા તેરા ઇંતેજાર ,

ઇતના કરોના મુજે પ્યાર "