અને એજ દિવસે મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એ લોક ડાઉન નો નિર્ણય લીધો. દરેકે દરેક ચેનલ પર આજ ન્યૂઝ ફ્લેશ થઇ રહ્યા હતા . ધ્રુવ આ ન્યૂઝ જોઈને વધારે ટેન્શન માં આવી ગયો. પંક્તિ પણ આ ન્યૂઝ સાંભળી રસોડા માં નિસાસા નાખવા લાગી.. આમ પણ ઘર નું વાતાવરણ ભારે હતું . એમાંય હવે ૨૪ કલાક એકબીજા સાથે કેવી રીતે રહેવાશે , એ વિચારીને જ બંને નર્વસ થઇ રહ્યા હતા .
માણસ એક વિચિત્ર સામાજિક પ્રાણી છે જયારે કોઈ વસ્તુ એની પાસે ના હોય ત્યારે એની માટે રડતો હોય અને અચાનક જયારે એ વસ્તુ એને મળી જાય તો એને માણવાનું છોડીને બીજી કોઈ વસ્તુ ની પાછળ પડી જશે . આજની ફાસ્ટ લાઈફ માં દરેકનો એક જ પ્રોબ્લેમ છે , ટાઈમ નથી . પરિવાર માટે , પત્ની માટે , છોકરાઓ માટે , માતા પિતા માટે , દોસ્તો ને મળવાનો ટાઈમ નથી અને જયારે ૧૦દિવસ ની રજા મળી છે ત્યારે એટલા દિવસ કેમ નીકળશે એની ચિંતા શરુ થઇ ગઈ .
દિવસ ભરના થાક ને લીધે બંને રાત્રે તો તરત સુઈ ગયા , બીજે દિવસે ઓફિસ જવાનું ના હોવાથી બંને આરામથી ઉઠ્યા . બંને ઓફિસ માં આખું અઠવાડિયું busy હોય એટલે કરિયાણાની ખરીદી મહિના માં એક વખત માં જ કરી લેતા અને શાકભાજી અને ફ્રૂટ અઠવાડિયા માં એક વખત રવિવારે . આમ પણ બે જાણ ને કેટલું જોઈએ ખાવાનું ?
ધ્રુવ : શું બનાવે છે , નાસ્તા માં ?
પંક્તિ : કાંદા પૌઆ
ધ્રુવ : મને બ્રેડ શેકીને આપને
પંક્તિ : બ્રેડ નથી ,લેવા જવું પડશે અને સાંભળ દૂધ પણ લઇ આવને , દૂધવાળો પણ આવ્યો નથી અને ફોન પણ નથી ઉપાડી રહ્યો .
ધ્રુવ એ કંટાળાજનક મોઢું બનાવ્યું , હમણાં એનો ઝગડો કરવાનો પણ મૂડ નહોતો
ધ્રુવ : કાલ નું દૂધ નથી કે બધું વપરાઈ ગયું ?
પંક્તિ : હમણાં ની ચા બની જશે એટલું જ છે અને તને બપોરે પણ ચા જોઈશે ને ? થોડું વધારે જ લઇ લેજે આ લોકડાઉન માં પાછા ઠેકાણા નહિ હોય .
ધ્રુવ : અરે પણ , બધી જ emergency વસ્તુઓ મળવાની જ છે , વધારે લેવાની જરૂર નથી .
પંક્તિ : ભલે , પછી કાલે કઈ નહિ મળે તો મને નહિ કેતો .
ધ્રુવ પગ પછાડીને નીચે જવા લાગ્યો ' નહિ કહું , બસ '
સાંજે ૭.૫૫ નો સમય :
પંક્તિ : ન્યૂઝ ઓન કર ને મોદી સાહેબ આવવાના છે , કોઈ ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ હશે.
ધ્રુવે ન્યૂઝ ચેનલ ઓન કરી .
સમય : ૮.૨૦ :
ધ્રુવ : રવિવાર ના જનતા કરફ્યુ , આ મોદી સાહેબ રાતનાં ૮ વાગે આવે એટલે ૧૨ વાગે કંઈક ને કંઈક બંધ કરાવીને જ જાય .
પંક્તિ : એ જે કરે છે એ બરોબર જ કરે છે .
ધ્રુવ : હા ભાઈ , ભક્તો ને તો કમસેકમ એવું જ લાગે છે .
અને હા , કિચન માં જોઈ લે બધી વસ્તુ ઓ છે , પછી મને ભગાડતી નઈ રવિવારે .
પંક્તિ : લિસ્ટ બનવી રાખ્યું છે , સાંજે જ લઇ આવજે બધું એટલે રવિવાર ના બહાર નીકળવું ના પડે .
ધ્રુવ : ભલે , જય હો મોદી સાહેબ ની .
ધ્રુવ ને પંક્તિ ના મોદી પ્રેમની ખબર હતી એટલે જાણી જોઈને એને છેડતો વાતાવરણ હળવું કરવા. માટે.
દિવસ તો સરળતાથી પસાર થઇ જતો પણ બેડરૂમમાં પ્રવેશતા જ બંને ગંભીર બની જતા . ઊંઘ ના આવે તો પણ એકબીજાને "ડિસ્ટર્બ" કર્યા વગર , પડખા ઘસતા ઘસતા હારી થાકીને ઊંઘી જતા . વધુ એક દિવસ એમજ પસાર થઇ ગયો કોઈ વાત કે ચર્ચા વગર .
એકલા દિવસ પસાર કરવો બંને માટે એટલા માટે સરળ હતું કેમ કે ધ્રુવને મૂવી નો શોખ હતો . ધ્રુવ નો સમય tv , મોબાઈલ અને ગેમ્સ માં પસાર થઇ જતો અને પંક્તિ એને લખવા અને વાંચવાનો શોખ હતો . ઓફિસ જોઈન કર્યા પછી ટાઈમ ના મળે એટલે લખવાનું ઓછું થઇ ગયું હતું એનું , પણ એણે એક લાયબ્રેરી જોઈન કરી હતી અને પોતાનો વાંચવાનો શોખ એ પૂરો કરતી હતી .
૨૨ માર્ચ , ૨૦૨૦ સમય સાંજના ૪.૪૫ :
પંક્તિ : ધ્રુવ તૈયાર થઇ જા , તારા માટે થાળી લઇ આવું ?
ધ્રુવ : હમણાં જ તો નાસ્તો કર્યો આપણે ?
પંક્તિ : અરે , આપણે અભિવાદન કરવાનું છે બધાનું .
ધ્રુવ : અરે હા , હું તાળી વગાડીશ
પંક્તિ : આવી જા બાલકની માં
સમય : ૫.૨૦ :
બંને હજુ સુધી બાલકની માં જ ઉભા હતા , બંને ની આંખો માં આંસુ હતા . મોદી સાહેબે ફક્ત ૫ મિનિટ કહી હતી , પણ ૪.૫૦ થી ૫.૨૦ સુધી લોકો એ જે અભિવાદન કર્યું છે , બંને ના રૂંવાટા ઉભા થઇ ગયા હતા .
પંક્તિ : આજનો દિવસ હું ક્યારેય નહિ ભૂલું .
ધ્રુવ : મોસ્ટ મેમોરેબલ મોમેન્ટ , અમને ગર્વ છે મોદી જી તમારા ઉપર.
બંને અંદર આવ્યા લાગણી નો ઉછાળો આવ્યો હતો , ધ્રુવ પંક્તિ ને ભેટવા જઈ રહ્યો હતો ને ત્યાં જ એની સાસુમા નો ફોન આવ્યો.