પંક્તિ : હું તો મસ્તી કરતી હતી , રૂટિન જ કામ હતું , એવું કઈ હોય તો રજા લઇ લેજે
રામ : મને ખબર છે તું મસ્તી કરતી હતી તે , કાલે મળીયે , GN
પંક્તિ : GN
પંક્તિ બેડરૂમ માં ગઈ .
' બોલ શું કામ હતું ?
ધ્રુવ : કામ શું હોય ? સૂવું નથી તારે ? કાલે પાછું વહેલું ઉઠવાનું હશે ને ?
પંક્તિ : અરે , એ તો રોજ નું રૂટિન છે મારુ . અને આજે આમ પણ આપણે વહેલા છીએ .
ધ્રુવ : તો સમય નો સદુપયોગ કરીએ , અહીંયા આવ
ધ્રુવ એ પંક્તિ નો હાથ પકડી પોતાની તરફ ખેંચી , પંક્તિ ખેંચાઈ આવી એની તરફ . ધ્રુવ એ પોતાના હોઠ એના હોઠ પાર મૂકી દીધા . એક લાંબા અને પ્રેમાતુર ચુંબન પછી બંને નો કામાવેગ એમની આંખો માં દેખાવા લાગ્યો , નડતર રૂપ કપડાં ના આવરણો પણ એક પછી એક દૂર થવા લાગ્યા , કેટલાય દિવસો ની પ્રેમ ની ભૂખ આજે સંતોષાવા જઈ રહી હતી . બંને પ્રેમનું શિખર પામવા ઉત્સુક હતા .
પંક્તિ : ધ્રુવ , પ્રોટેકશન ક્યાં છે ?
ધ્રુવ : અરે , હું જ તો છું , તારું પ્રોટેકશન .
પંક્તિ ખચકાઈ ગઈ , ' ધ્રુવ , હું સિરિયસ છું , તને ખબર છે હું ગોળીઓ નથી લેતી '
ધ્રુવ : પંક્તિ , આપણી વાત થઈ હતી , બેબી પ્લાનિંગ માટે
પંક્તિ : ધ્રુવ મેં તને કીધું હતું ને કે હું તૈયાર નથી હજી , મને થોડો સમય આપ વિચારવા માટે
ધ્રુવ હવે ગુસ્સામાં ધ્રુજવા લાગ્યો ' હજુ કેટલો સમય જોઈએ છે તને ? બે વરસ થઇ ગયા આપણા લગ્ન ને , કે રામ એ ના પાડી છે તને ?' ધ્રુવ એક જ શ્વાસ માં બધું બોલી ગયો . 'ધ્રુવ ' પંક્તિ એ ચીસ પાડી . ધ્રુવ બાથરૂમ માં ચાલ્યો ગયો . પંક્તિ ની આંખો માં થી આંસુ વહેવા લાગ્યા . એ કપડાં પહેરી બેડ પર જ બેસી રહી . ધ્રુવ કપડાં પહેરી બહાર આવ્યો બાથરૂમ માં થી . પંક્તિ એની સામે ઉભી રહી ' આ છોકરા નું પ્લાંનિંગ તારા બોસ નો આઈડિયા હતો ને ? આજની વહેલી રજા , આ ડિનર એ પણ એણે જ પ્લાન કરી આપ્યું તને ધ્રુવ ? '
ધ્રુવ : તારું મગજ ખરાબ થઇ ગયું છે , મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી . તારી જે મરજી હોય એ કર , હવે હું તને ક્યારે પણ નહિ કહું બાળક માટે .
રાત તો નીકળી ગઈ જેમતેમ , સવાર પણ ભરેલા અગ્નિ જેવી જ હતી ; ગમે ત્યારે રમખાણ ફાટી નીકળે એવી. બંને એકબીજાંથી નજર પણ નહોતા મેળવી રહ્યા.
ધ્રુવ આજે રોજ કરતા વહેલો નીકળી ગયો ઓફિસ માટે . પંક્તિ પણ વહેલી પહોંચી ગઈ ઓફિસ . રામ આવ્યો હતો આજે .
રામ : અરે વાહ , આજે વહેલા વહેલા , એટલી મિસ કરતી હતી મને ?
પંક્તિ એ કોઈ જવાબ ના આપ્યો એને અને પોતાની ડેસ્ક પર જઈ બેસી ગઈ
રામે એને whatsapp પર મેસેજ કર્યો
' નારાજ છે , કાલે તને રિપ્લાય ના કર્યો એટલે ?
પંક્તિ : ના
રામ : વાઈફ ને સારું નહોતું એટલે નહોતો આવ્યો કાલે
પંક્તિ : ઓકે
લંચ ટાઈમ હોવા છતાં પંક્તિ કામ કરી રહી હતી , રામ એની પાસે આવ્યો ' જમવું નથી કે તારે ? '
પંક્તિ : હા , આવું છું , આ પતાવીને
રામ : પછી પતાવજે જમી લે પહેલા
રામે જમતા જમતા પૂછ્યું ' ઘરે બધું બરોબર છે ને ?'
પંક્તિ નું ધ્યાન નહોતું ,
રામ : પંક્તિ મેડમ
પંક્તિ : હમ , હા , બોલ ને
રામ : તે વિચાર્યું કઈ પછી બાળક વિષે ?
પંક્તિ : ના , રામ, મને આ વિષે હમણાં કોઈ જ વાત નથી કરવી
રામ : ok , કોઈ વાંધો નઈ
પંક્તિ : please , dont mind
રામ : અરે , તને તો ખબર છે , I have no Mind
અને બંને ખડખડાટ હસી પડ્યા
અને એજ દિવસે મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એ લોક ડાઉન નો નિર્ણય લીધો. દરેકે દરેક ચેનલ પર આજ ન્યૂઝ ફ્લેશ થઇ રહ્યા હતા . ધ્રુવ આ ન્યૂઝ જોઈને વધારે ટેન્શન માં આવી ગયો. પંક્તિ પણ આ ન્યૂઝ સાંભળી રસોડા માં નિસાસા નાખવા લાગી.. આમ પણ ઘર નું વાતાવરણ ભારે હતું . એમાંય હવે ૨૪ કલાક એકબીજા સાથે કેવી રીતે રહેવાશે , એ વિચારીને જ બંને નર્વસ થઇ રહ્યા હતા .