દાદા નું વ્હાલ ,
બા નો પ્રેમ,
પપ્પા નો પ્યાર,
મમ્મી ની મમતા,
ભાઈ નો મીઠો ઝગડો,
બહેન ની સાર- સંભાળ,
બાપુજી નો શાંત સ્વભાવ,
મોટા બા નો ચંચળ જીવ,
કાકા નો ગુસ્સો,
કાકી નું હેત,
ભાઈ-ભાભી નો સહકાર,
ફઇ નો દયાળું સ્વભાવ,
નાના નાની ની સુંદર વાર્તા ઓ,
મામા મામી નું પ્રેમાળ હ્દય,
માસી નો મીઠો ઠપકો,
એ જ છે મારૂં જીવન,
એ જ છે મારો પરીવાર...
-જીનલ ડુંગરાણી " જીનુ "
થોડા દિવસ પહેલા ઇંગ્લીશ મિડિયમ શાળા માં બોલાવવામાં આવેલ, એક મીટીંગ માં ત્યાં ના આચાર્ય ની એક ફરીયાદ એ હતી કે.....
એક બાળક વાલી મીટીંગ માં ક્યારેય પોતાની માતા ને શાળા એ લાવતો નથી અથવા એની માતા ક્યારેય વાલી મીટીંગ માં આવતી નથી.
ધોરણ પાંચ ના તે દરેક વિદ્યાર્થી ઓ સાથે અલક-મલક ની વાતો કરી ને પછી દરેક ને કેવી "માં" પસંદ છે તે નિબંધ લખવા માટે આપ્યો,દરેકે પોત
પોતાની માતા ના વખાણ કર્યા હતા.
જીનુ ના લખાણ નું હેડીગ હતું...
"ઓફલાઇન માં"
મારે "માં" જોઇએ છે પણ "ઓફલાઇન".
મારે અભણ "માં" જોઇએ છે જેને "મોબાઇલ" વાપરતા નહી આવડે તો
ચાલશે પણ મારી સાથે " દરેક જગ્યા એ જવા માટે સમય" હોય.
મારે "જીન્સ" અને "ટી શર્ટ" પહેરે તેવી "માં" નહીં પણ જીનુ ના મમ્મી જેવી સાડી પહેરતી "માં" જોઇએ છે.
જેના ખોળામાં માથું નાખીને હું જીનુ ની જેમ સુઇ શકું.
મારે "માં" તો જોઇએ છે પણ "ઓફલાઇન" જેને 'મારા માટે સમય ' તેના ' મોબાઇલ ' કરતાં વધારે હોય "પપ્પા" માટે વધારે હોય.
જો ઓફલાઇન "માં" હશે તો પપ્પા સાથે ઝગડો નહીં થાય.
મને સાંજે સુતી વખતે વીડિયો ગેમ ની બદલે વાર્તા સંભળાવી ને સુવરાવે.
ઓનલાઇન પીઝા નહીં મંગાવે, મને અને બા બાપુજી ને સમયસર રસોઈ કરીને જમાડે.
બસ મારે તો એક "ઓફલાઇન માં" જોઇએ.
આટલું વાંચતા મોનીટર ના હીબકાં પુરા વર્ગ માં સંભળાય રહ્યા હતા.
દરેક વિદ્યાર્થી ની આંખો માં ગંગા જમના વહેતી હતી.
મિત્રો આ આજ ના જમાના માં "મોબાઇલ" પ્રત્યે "અત્યંત પ્રેમ" રાખનાર માતા માટે સમજવા ની વાત છે.
- જીનલ ડુંગરાણી "જીનુ"
તો બોલો મિત્રો તમારે કેવી "માં" જોઇએ છે????🤔👨👩👧👧✍️🌹🌹🌹🌹🌹
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
एक चांद का टुकड़ा है तुं,
आसमान में उडता परींदा है तुं,
भैया की आंखों का तारा है तुं और
मेरे लिए सागर का किनारा है तुं...
-भैया की लाडली बहन
-jinaldungrani"jinu"
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
ना कागज ✍की पसती थी,
ना सागर 🏖 का किनारा था,
ये तो सिर्फ मस्ती 😆 थी,
ये ❤ भी आवारा था😍.
- jinal dungrani "jinu"
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Be Positive
ચોપાટ માંડી છે તારણહાર તે,
થાકીશ પણ કદી હારીશ નહીં
ફેંકવા હોય એમ ફેકજે પાસા,
દાવ મારો પણ હજુ બાકી છે.
હારવા નથી રમતી જીત મારી પાકી છે.
આજ ભલે અવળા પડે પાસા,
કાલ હજીતો બાકી છે....
jinal dungrani "jinu"
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
મારું મંતવ્ય
મને જયોતિષીઓ ઉપર શ્રધ્ધા નથી
કારણ કે ન જાણ્યું જાનકી નાથે
કાલ સવારે શું થવાનું છે.
તો દોસ્ત જિંદગી છે જીવી લેજો
જે મળ્યું એને સ્વીકારી લેજો.
jinu the sayar ni kalme
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
પરાજય
મિત્રો,
જે વારંવાર પરાજિત થયા પછી પણ
પ્રયત્નો કરતા રહે છે એ અથાગ પરિશ્રમ
પછી જરુર સફળતા મેળવે છે,કહેવાય છે
ને કે સીધી મળેલી સફળતા કરતા પરાજિત
થઈ ને મળેલી સફળતા નો આનંદ અનેરો હોય છે....🙏
Jinu the sayar
આભાર મિત્રો
ખુબ ખુબ આભાર આપને મારી રચનાઓ વાંચી...