પાર્ટ – ૨
રાહુલ ત્યાંથી તેનાં ફીઝીક્સના ટયુશન માટે નીકળે છે. અને બસ હવે એ સુહાની સફર આરોહી સાથેની યાદ આવે છે. ટ્યુશન માં પણ બેઠા બેઠા એ મીઠો પ્રેમાળ પેહેલો ધબ્બો આરોહીનો સીધો દિલમાં ઉતરી ગયો....હવે તો રાહુલની ખુશીઓનો પાર ન રહ્યો પુરેપુરો ભીંજાઈ ગયો આરોહીમાં જ. સપના હવે થોડા થોડા સાચા થવા લાગે છે. ઘરે હવે મુવી જોવે તો પણ આરોહી દેખાય. મમ્મી ના વેણ હવે એને મીઠા લાગવા લાગ્યાં....એને પણ નહોતું સમજાતું આ શું છે.! સ્કુલ માં જયારે મેડમ ભણાવતા રાહુલ તો બસ આરોહીના વિચારમાં જ એને એમ લાગતું જાણે આરોહી સામે છે.
આવો નિત્યક્રમ ચાલતો જેમાં બન્ને ટયુશનમાં મળતા વાતો કરતા બસ તે તો માત્ર એને જ જોતો રહેતો......રાહુલ એલા ! ટોપા હું મરી નથી ગયો ક્યારેક અમારી સામું પણ જો નહિ તો નહી આજે તું ગયો....જ્યાર થી આ માતાજી એ શું વાત કરી લીધી સાહેબ તો માળા બાંધવા લાગ્યાં....હવે દેવદાસ તું શાંતિ રાખ ને ! .તું સાવ સુકા ઘાસ જેવો છે.......હા તું તો જાણે પ્રેમનો ગોડ ફાધર હો એવી વાત કરે છે....રવિ આવી રીતે રાહુલ પર ગુસ્સે થવા લાગ્યો. પણ મિત્રતામાં ગુસ્સો થોડી ને હોય. ! હવે તો આ અટપટા લાગતાં જીવનના દાખલા ઉકેલવા જ પડશે....
હવે એકવાર રવિ ને રાહુલ કહે છે કે તું તારી રીતે ઘરે જતો રહે પણ ત્યારે બરોબર ખુબ જ ધોધમાર વરસાદ પડતો હોય છે. રવિ કહે છે એલા ! હું કેમ જાવ તું જો તો ખરા વરસાદ કેટલો છે. ? તું એક કામ કર વીપી ના ફોન માંથી ઘરે કે તને લેવા માટે કોઈ આવે હું તો નથી જ મૂકી જવાનો જા....આરોહી ત્યાં જ નીચે આવે એકટીવા શરુ કરવાની ઘણી ટ્રાય કરે છે પણ નથી થતું બસ ! આતો જોતું હતું રાહુલ ને.....એની પાસે ગયો .........કેન આઈ હેલ્પ યુ મિસ આરોહી ? .......યા જરૂર ! .....રાહુલ ને કિક મારતા જોઈ આરોહી હસી પડી !...રેવાદે તારું કામ નહિ ...આખરે ....ચલ આપણે બન્ને અહિયાં ગાડી મૂકી દઈએ ચાલતા જાય વરસાદમાં પલળતાં પલળતાં ...હા ચલ મજા પડશે....બન્ને નીકળે છે......કુદકા મારતા મારતા અને મોજ મસ્તી કરતા કરતા જાય છે. એમાં રાહુલ તો આરોહીમાં જ ગાંડો થઇ ગયો .....તને વરસાદ ગમે ? આરોહી એ પૂછ્યું .....હા ! જો તારો સાથ હોય તો .....હે શું કીધું ! ....નાના કંઇ નહિ છોડને યાર ! રાહુલ બોલ્યો....મને તો એમ થાય છે કે આજે તો કવિતા લખી નાખું તારાં નામની વરસાદમાં એની સ્મિત તો આખું વાતવરણ ખુશનુમાં કરી દીધું જાણે બધે માત્ર એની જ સુંગધ હોય એનો જ અવાજ હોય...
ચલ રાહુલ હવે મારું ઘર આવવા આવ્યું છે...હું નીકળું બાય ! કાલે મળીયે જેવો રાહુલ ઘરે પોહ્ચ્યો. સામે થી રવિ ગુસ્સામાં બીચાડો પલળતો આવતો હતો એને પણ કોઈ લેવા ના આવ્યું.....કેમ ચાલીને આવે છે ? ......હા તે તો પ્લેન મંગાવી દીધું તું ને નઈ..સાલા હરામી...આમ કોઈ કરે ભાઈબંધ સાથે. હા ! ..જેવો ઘરમાં પહોચ્યો મમ્મીની રામાયણ શરુ... ક્યાં ગયું સ્કુટર...કેમ ચાલીને આવીયો હે ...ખબર જ નથી પડતી કઈ તે બીમાર પડીશ તો ! એકબાજુ ભણવામાં પાછો બહુ હોશિયાર રહ્યો એટલે હવે સાહેબ બીમાર પડશે અને સ્કુલ બંધ નઈ. ( ઘરમાં આરોહી અને રાહુલ ની મિત્રતા વિશે ખબર હતી બધા ને રાહુલ રોજ એની તારીફ મમ્મી ને કરતો.. ) કોની સાથે આવ્યો તું ...હું ......શું હું કોની સાથે .....હું અને આરોહી ચાલતા ચાલતા ..ઓ તો સાહેબ એ બિલાડી સાથે આવ્યા એમ ને સારું ચલ હવે કોરો થઇ જાય અને ભણવા બેસી જા ...એવું લાગતું હતું જાણે વિશ્વ યુદ્ધ મારા ઘરમાંથી જ શરુ થયું હોય.! ...
બન્નેની વાતો ચાલતી ફોનમાં મેસેજમાં... એવી મિત્રતા જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહિ, બસ એક દમ પ્યોર આયુર્વેદિક મિત્રતા હતી. ખબર નહી અચાનક એક વાર ઘરની રીંગ બેલ વાગી. થોડીવાર સુધી રીંગ બેલ વાગ્યા પછી મમ્મીએ દરવાજો ખોલ્યો અને કોઈનું સ્વાગત કરતા હોય એવું કંઇક સંભળાયું,,અચાનક નિદ્રા માંથી જાગી ઉભો થયો. અત્યારે રાત્રે ૨ વાગ્યે કોણ હશે ? રાહુલ ના પપ્પા ઘરે ન હતા. તે કંઇક ઓફીસ કામ માટે બહાર ગયા હતા. અને રાહુલ તો મસ્ત મજાના સપના જોઈ રહયો હતો. આળસ ખંખેરી દરવાજા પાસે ગયો...તો દરવાજા પર આરોહી હતી ....રાહુલ તો થોડીવાર ખોવાઈ ગયો આ તો અસ્પષ્ટ દેખાતું સ્વપ્ન હવે ફરીથી શરુ થઇ ગયું હોય એવું લાગ્યું...મમ્મી એ રાહુલ ને કોણી મારી ..આખરે એ માં છે બધું ઓળખી જાય....રાહુલ સપનાની દુનિયામાંથી ફરી બહાર આવ્યો. ...અરે આરોહી તું અત્યારે ? તસલ્લી માટે ફરી એક વખત ઘડિયાળ સામે નજર કરી લીધી. ૨ વાગ્યા છે આરોહી અત્યારે ...કઈ બન્યું છે ? ધીમે થી રાહુલના મમ્મી એ પૂછ્યું.
ના આંટી બસ એમ જ .. હવે રાહુલની ઊંઘ સાવ ઉડી ગઈ પણ એની સુપરમેન જેવી દશા ને સુધારવા ગયો...ત્યાં રાહુલના મમ્મી એ અંદર બોલાવી આવ બેટા ! જે કામ હોય તે નિરાંતે વાત કર ...પેલો માથું ખંજવાળતા આવ્યો ...આને અત્યારે શું કામ હશે ? આરોહી એ આંખો થી રાહુલ કીધું પણ પેલા અક્કલના ઓથમીરને કઈ સમજાયું નહિ......આરોહી બોલી આંટી કેન વી ગો ફોર ટી ? ..હે.....અત્યારે ૨ વાગે ? પણ ઉમંરના ઉંબરા પર ઉભા હદયને પરખતા રાહુલના મમ્મી ને વાર ન લાગી....સવાર એ પેલા આવી જજો...ટૂંકમાં આ બધું ચાલી થયું હતું રાહુલ જાણે ડાયરેક્ટર હોય એમ બધી ભૂમિકાઓને નિહાળી રહ્યો હતો.....
માત્ર ફોર્માલીટી માટે રાહુલ એનાં મમ્મી ને પૂછયું ....કેન આઈ ગો વિથ હર ? મમ્મી હસવા લાગી ...ખોટી ચાપલાગીરી કરતા છાનો માનો જતો હોય તો જાને....પણ હા જલ્દીથી પાછા ઘરે આવજો..બહાર નીકળતાની સાથે જ રાહુલે આરોહીના વાળ ખેંચીયા પણ એનાં લાંબા , મુલાયમ , એની કોમળતાની લીધે રાહુલનો પ્રયાસ વ્યર્થ ગયો. હરામી ! અત્યારે કોણ બોલાવે ચા પીવા ? અને એ પણ મમ્મી સામે બોલાવે ? હદ છે હો ....આરોહી હસી પડે છે ...ચાહત કા નશા હે જનાબ જલ્દી ચઢતા નહી હૈ .ઓર ચઢતા હે તો ઉતરતા નહિ હૈ...આરોહી મજાક કરતા બોલે છે. ..રાહુલ તેનાં કપાળ પર અડતા બોલે છે તારી તબિયત તો ઠીક છે ને અને જમ્યા પછી પાણી જ પીધું તું ને ? બન્ને હસવા લાગે છે...ચલ હવે ચાપલી ક્યાં જશું બોલ અત્યારે ચા પીવા ? ....ત્યાં જ એક tea post દેખાઈ છે...ત્યાનું વાતાવરણ એકદમ ખુશનુમા રોમેન્ટિક વાતાવરણ હતું....૩ થી ૪ કપલ બેઠા હતા વાતાવરણ ને વધારે પ્રેમાળ બનાવી રહ્યા હતા..રાહુલે ચા નો ઓર્ડર આપી ત્યાં બેઠા ! પછી બન્ને બધી જૂની એમની વાતો યાદ કરી...અને હસવા લાગે છે .....કે રાહુલ કેવો ગાંડો થઇ જતો એને જોઇને..
રાહુલ કહે છે આ વખતે વેકેશનમાં હું તને આમારા જુના ગામ જુનાગઢ લઇ જઈશ ત્યાં નું કુદરતી સૌંદર્ય તને મંત્ર મુગ્ધ કરી દેશે...ખુશ થઇ ગઈ હે.... ક્યારે કે ને જલ્દી હો યાર મને બહુ જ ગમે ઊંચા ઊંચા પર્વતો....હરિયાળા ખેતરો ...નદી..બહુ જ મજા આવશે..આપડે જશું...એય ! એકવાત કેવાની મારા કાકાના લગ્ન હમણાં જ છે..૧૫ દિવસ પછી તું આવીશ બોલ ? .....ક્યાં છે ક્યાં ગામ ?......એ ત્યાં જ જુનાગઢમાં ....અરે વાહ ! સારું હું આવીશ મજા આવશે. આમ ને આમ નાદાનની માં રહેલા બન્નેના દિલો વાતો કરતા કરતા ક્યારે સવારના ૫ વાગી ગયા ખબર જ ના પડી...ટ્યુશન માં પણ સાહેબના આવ્યા હોય ત્યારે આમ જ બન્ને ની વાતો ચાલ્યા રાખતી અને રવિ મુર્જાયલા ફૂલની જેમ બેઠો રેહતો બસ....ક્યારે ગાળો પણ સાંભળતો તો ક્યારે માર પણ ખાતો......ઘણીવાર કહેતો તે આ તારી કેમેસ્ટ્રીમાં ભાઈબંધીનું મ્થેસ ખરાબ કરી નાખ્યું.....
રાહુલ ને તો બસ કાકા ના મેરેજ ની વાટ ! કેમ ના હોય આરોહી સાથે રહેવા મળે એટલે......રાહુલ હવે સ્નેહના તાંતણે બંધાતો ગયો...આરોહી પણ થોડી એની સાથે ભળતી ગઈ..એકબીજા સાથે બન્ને ખુશ હતા..કયારેક બન્ને માંથી કોઈના આવ્યું હોય તો મૂડ સાવ ખરાબ રહેતો..પણ એમને ક્યાં ખબર છે ...કે પ્રેમના અંકગણિતના અવયવો માંથી મુશ્કેલીઓના છેદ ઉડાડવા પડશે. પ્રેમનું વર્ગમૂળ કાઢી એનો ગુણાકાર કરવો પડશે. એ વાતની આ બન્નેને ક્યાં ખબર હતી...કે આ સ્નેહ ક્યાં સુધી રહેશે.....
થોડા સમય પછી.....કાકાના લગ્ન આવે છે..લગ્નની આગલી રાત્રે જેમાં રાહુલ તો એવો તૈયાર થાય છે જાણે એનાં જ લગ્ન હોય પેલો રવિ એને કે એલા ! તારા છે લગ્ન તે તૈયાર થાય છે...ટપોરી લાગે છે. આ શેરવાનીમાં...બન્ને મીઠા ઝઘડા કરતા ગયા...અરે બ્રો ! મારે આરોહી ને તેનાં ઘરેથી લેવા જવાની છે...! બ્રો વાડી છાની માની જતી હોય તો જાને....અને હા તને હું હમણા જ લઇ જાવ હો .....રેવાદે ભાઈ! તું હું આવી જઈશ..રવિ રાહુલની મસ્તી કરતા બોલે છે.....રાહુલ આરોહીના ઘરે પોહ્ચે છે..ત્યાંજ રાહુલ જોઈજ રહ્યો જાણે ભગવાનની અપ્સરા કરતા પણ સુંદર છોકરી પગથીયા ઉતરીને આવતી હતી એને જોઇને રાહુલના મોઢા માંથી ઉદગાર નીકળી ગયો..’’ જેટલી વાર ભગવાન ને આ દુનિયા બનાવતા થઇ હશે ને એટલી જ વારમાં આ એક છોકરી બનાવી હશે...દૂધ જેવી ધોળી , ચકોર અનીયાણી આંખો અને એની ફરતે લગાયેલું કાજળ....અને એમાય લાલ રંગની સાડી ઊંચા હિલ વાળા સેન્ડલ , કમર સુધી આવતા સિલ્કી અને સ્ટ્રેઈટ વન સાઈડેડ વાળ , આછી ગુલાબી લીપ્સ્ટીક અને ચેહરા પર મંદ મંદ હાસ્ય એની સુંદરતા સોળે કળાએ ખીલેલી હતી......રાહુલ તો આરોહીને પહેલી વાર સાડીમાં એટલી સુંદર જોઈ શૂન્ય વકાશ થઇ ગયો...આરોહીના મમ્મી બોલી ધ્યાન રાખજે બેટા તારું. ! ..રાહુલ મનમાં વિચારતો કે આજે જઈ આનો હાથ માંગી આવું...
ચલો મિસ્ટર રાહુલ ! આરોહી ગાડી પાછળ બેઠી બોલી રાહુલનું તો દિલ નું એન્જીન સ્ટાર્ટ થઈ ગયું. ગાડી પાચલ બેઠા બેઠા એનો મીઠો મધુર અવાજ એની પેલી ટ્રીપ યાદ આવી ગઈ...એક વાત કવ આરોહી ? રાહુલે પૂછયું.....ના નઈ કે તો આરોહી મજાક કરતા કહે છે....હસવા લાગે છે....સારું નહિ કવ....માથા માં ટાપલી મારતા બોલને હવે ....તું આજે ખરેખર ખુબજ સુંદર લાગે છે..મારી પાસે શબ્દો નથી તારા વખાણ કરવાના .....મારી ડિક્ષનરીમાં કોઈ શબ્દ નથી જડતો કે જે તારા માટે બન્યો હોય.....આરોહી રાહુલ ઓળખવા લાગે છે....થેન્ક્સ ...તું પણ સારો લાગે છે એમ કહી બન્ને થોડા હસ્યા...બન્ને જણ પાર્ટી પ્લોટમાં પહોચી જાય છે અને દાંડિયારસમાં રમવા લાગે છે.પણ બે માંથી એક પણ નું મન માનતું નથી.. બન્ને એક બીજાની સામે જોયા કરે છે અને હસ્યાં કરે છે.દાંડિયારસ પુરા થતા ચાર વાગી જાય છે.....
ત્યાંજ ત્યાના મેહમાનો માંથી કોઈ બુમ પાડે છે ....ચાલો બધા હવે ફ્રેશ થઇ તૈયાર થઇ જાવ હમણાં જ જાન ઉપડશે. બધા તૈયર થઇ જાય છે. બસમાં રાહુલ છેલ્લી સીટ પર બેસીને સુવાની તૈયારી કરતો હોય છે ત્યાંજ એ આરોહી બસમાં ચડતી જોવે છે અને ખુશ થાય છે કે ચાલો ૫ કલાક તો સારા જશે. એનાં આવવાની ખુશીમાં રાહુલ ઈયરફોન કાઢી બારીમાં જ જોવા લાગે છે...ત્યાંજ ....બોલી ઓ ...હેલ્લો વીપીના સુલતાન .....કોઈની જગ્યા રાખી છે કે બેસી જાઉં ....યાર ! અહિયાં તો શાંતિ રાખ તેલ લેવા ગયો વીપી યાર...હા બેસ ને ..... સવારના ૫ વાગ્યામાં આરોહીનું રૂપ પણ કઈ કમ નહોતું લાગતું....આછા ગુલાબી રંગનું ટોપ, બ્લેક જીન્સ અને વાળમાં ગુલાબી કલરની કલીપ ..અને એજ એનું મનમોહક સ્મિત સાલું બધું જ ભૂલવાડી દેતું...બન્ને દાંડિયરાસ ની વાતો કરવા લાગ્યાં,. પરંતુ બસ માં બધા જ લોકો વાતો કરી રહ્યા હતા જેના કારણે અવાજ અનહદ વધારે હતો.
રાહુલ ને ગુસ્સો આવ્યો..પરંતુ આરોહી એ કહ્યું કે હમણાં બધા ની વિકેટ પડી જશે બધા રાતે જગ્યા છે ને હમણાં સુઈ જશે ત્યાં સુધી આપને પણ સુઈ જઈએ. રાહુલ ને પણ આ વાત લોજીકલ લાગી તો એને હા માં માંથું હલાવ્યું. અને આરોહી બારી વાળી સીટ પાસે બેસીને સુઈ ગઈ..હજી તો રાહુલ સુવાની તૈયારી કરે બધા એનાં મિત્રો આવી એમાં ખાસ રવિ આવી તેને બરોબર નો જુડવી નાખ્યો સાલા હરામી ! ફૂલોનો મહેક આવી તો તું તો પાંદડા ને જ ભૂલી ગયો. ..અને આ બન્ને ની મિત્રતા એટલે સમુંદરની ઊંડાઈ જે ક્યારેય માપી ન શકાય...થોડીક ક્ષણો રાહુલ આરોહી ને ભૂલી ગયો અને મિત્રો સાથે વાત કરવામાં મશગુલ થઇ ગયો...અને એમાં પણ આરોહી સુતી હતી....બધા મિત્રો વાત કરતા કરતા સુઈ ગયા ને પછી આરોહી અને રાહુલની વાતો ચાલુ થઇ.......જો આરોહી આ અંબાઝર નદી છે...આની આસપાસના દ્રશ્યો બહુ જ સારા છે..નદી ડુંગરાઓ અને મંદિર પણ છે અહિયાં એક સરસ !..
ત્યાંજ અંબાઝર નદી પાસે એક રેસ્ટોરન્ટ હતી ત્યાં બધા ને ચા – નાસ્તા માટે કીધું. આ બન્ને પણ નીચે ઉતરી ચા નાસ્તો કર્યો રાહુલ આરોહી ને બધું બતાવતો હતો. ચાલ ! આપને જઈએ જોવા નદી અને પર્વતો બધા નાસ્તો કરે ત્યાં સુધી હજુ તો તારા કાકાના લગ્ન રાત્રે ૮ વાગે છે ત્યાં સુધી માં તો જોઈ લેશું મજા આવશે ચલ ને યાર....હજી તો અહિયાં ઘણી બધી વાર છે....તને નથી ગમતું આવું જોવું .....મને તો બહુ જ ગમે છે મેં તો ૫ વર્ષ આમાં ગાળેલા છે રાહુલ આરોહીને બોલે છે..
તો શું તારી પ્રિય મિત્ર ને આ બધું નહિ બતાવે નાના છોકરાની જેમ બોલી ! ...ના બિલકુલ નહિ બતાવું મસ્તી કરતા કરતા રાહુલ હસવા લાગ્યો...આરોહી હં કહી ગુસ્સે થાય છે ત્યાંજ ....જે કપ રાહુલના હાથમાં હતો એ જ કપ એક હાથમાં લઇ નીચે બેસી ને કહે છે...હા જો મારી સૌથી સારી મિત્ર મારા કાળજા નો કટકો બની જાય તો હું બધું બતાવું...આરોહી તને પહેલીવાર જ્યારથી જોઈ છે હું દુનિયા ભૂલી ગયો છે..મારે તારી સાથે સુખનો સરવાળો અને દુખની બાદબાકી કરી નવા સમીકરણો બનવા છે. મારે a + b = ab કરી આપણી મિત્રતા ને સ્નેહના તાંતણા માં બાંધવી છે...ટૂંકમાં કહું આરુ ! તું એક ગીતના શબ્દો છે ...તું લાગણીઓની ગઝલ છે ! તારું સ્મિત મારા દિલની ઠંડક છે... તું છો તો બધું બાકી કઈ નથી...આરોહી ના દિલમાં પણ લાગણીઓ હતી એટલે એણે રાહુલ ને કીધું ..ચલ આપણે આ વાદળો ને આંજી લઇ એ અને મન મુકીને આકાશની સફર નીકળીએ.....
બસ હવે તો આ પ્રિય મિત્રો એકબીજાની પ્રેમની લાગણી બની ગયા હતા. તો ચલ હવે રાહુલ આપણે આ ગાંડી ગીરની વનરાઈ અને આબઝર ના નીર વખોડીએ...બન્ને ખુબજ ખુશ છે..રાહુલ હળવો થઇ ગયો એનાં મનનો ભાર હળવો થઇ ગયો જણાય છે...બન્ને નદી પાસે જાય છે...ખુબ જ મસ્તી કરે છે...એકબીજા પર પાણી ઉડાડે તો હસતા હસતા દોડવા લાગે....ત્યાં આરોહી એક ઘોડા વાળાને જોવે છે ..રાહુલ ચલને મને આ ઘોડા પર બેસવું છે....ચલ ને યાર પ્લીઝ બેસાડ ને ......કાલુ કાલુ બોલતા .....હા તો ચલને પાગલ મેં ક્યાં ના પાડી છે...બન્ને ઘોડાની સવારી પણ કરે છે બહુ જ મસ્તી કરે છે જાણે એક જ દિવસમાં આખી ઝીંદગી જીવી લીધી હોય એવી રીતે...
આરોહી ને હસતી કિલ કીલાટ કરતી જોઈ રાહુલ ભગવાનનો આભાર માને છે..હરણ અને તેનાં બચ્ચા ને પણ મળે છે..આ બધું નિહાળી રહેલો રાહુલ આરોહીના આ સ્મિત ને આ તેનાં ગાંડપણ ને પોતાના મોબાઈલ માં ઉતારી લે છે. બન્ને પણ વિચાર નથી આવતો કે કેમ અચાનક એટલું બધું જીવી લીધું ઘડીકમાં ....ત્યાં જ મગર જોઇને આરોહી ચીસ પાડે છે અને બન્ને ભાગી પાછા બસ પાસે આવે છે ત્યાં બધાએ નાસ્તો કરી લીધો હોય છે હવે બસ ઉપડવાની તૈયારી માં જ હોય છે...બન્ને બસમાં બેઠા બેઠા આ ગાંડપણની વાતો કરતા કરતા ખુબજ હસી પડે છે.....બસ આગળ જતા સત્તાધાર પાસે પહોચે છે ત્યાં રવિ જોવા જાય છે કે ચલ રાહુલ સાથે વાત કરું...પણ .......રાહુલ અને આરોહી નથી દેખાતા...એને તો ઘડીક પરસેવો છુટી જાય છે બધા પોત પોતાની વાતમાં મશગુલ કોઈને ધ્યાન પણ નહિ ......રવિ તો એ જ વિચારમાં ક્યાં ગયો હશે રાહુલ એને એમ કે હજુ નહિ આયો હોય એ સીધો ત્યાંજ આવશે...
જાન લઇ જેવા સાંજે પહોચે છે...ત્યાં સાંજ સમાચારમા વાંચે છે....પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અમદાવાદથી આવતી જાનમાં એક યુવક અને યુવતીનું મોત નીપજ્યું છે. મળેલ માહિતી પ્રમાણે નદી ઉપર આવેલા પુલ પરથી એક જમ્પર આવતા બસની ગતી વધારે હોવાને કારણે બસમાં આવેલ ઈમરજન્સી એક્ઝીટ ખુલી જાય છે..અને યુવક અને યુવતી તે નદીમાં નીચે પડી જાય છે......બારી પાસે બેઠેલી આરોહી ને કોઈ સ્પોર્ટના હોવાને કારણે તે પુલ પાસે પડી અને તેને બચવવા જતા રાહુલ પણ પુલમાં ખાબક્યો. બન્ને ના શરીર ખુબજ ખરાબ હાલતમાં મળી આવ્યા છે. ત્યાં ઘોડાના વેપાર કરતા ભોળાભાઈ એ બન્ને ના શવ જોયા અને એમણે કહ્યું આ હમણાં જ ખુબ જ મસ્તી કરતા હતા બન્ને...સારી મિત્રતા જોવા મળી હતી.....આ બધું વાચતા રવિના મો માં થી ચીસ નીકળી જાય છે...અને રડી પડે છે....
એકબીજા માટે હમણાં બની ગયેલા....એકબીજા ખોવાઈ ગયેલા ને થોડી ખબર હતી કે હમણાં આપણે આ પંચભૂતમાં લીન થઇ જશું....આરોહી એ કીધું કે ચલ આકાશ ની સફર આ તો સાચી સફર થઇ ગઈ...હવે એ બન્નેનો પ્રેમ પણ બન્નેની જેમ અમર થઇ ગયો....
સમાપ્ત.