Answer towards North - 8 in Gujarati Adventure Stories by Suketu kothari books and stories PDF | ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૮

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૮

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૮

.....કાળા ચશ્માં અને જમણા હાથમાં મોટી ઘડિયાળ. ટટ્ટાર બેસીને ગાડી ચલાવતો અને થોડી થોડી વાર એ સેફટી માટે કાચમાંથી પાછળ જોયા કરતો. ઘણીવાર અમે બંને એક સાથે એકબીજાને જોઈ લેતા એટલે મને ખબર પડી કે એની નજર મારા પર છે.

હવે આગળ.....

૫૦૦ કિમી લાંબા સફરમાં થોડીવાર માટે હું આ બધી હકીકતમાંથી બહાર આવીને વિચારોમાં ખોવાઈ ગયો અને રોશની સાથે જોડાયેલી બધીજ યાદો મારા મનમાં એકસાથે આવવા લાગી.

***

મને હજુ પણ યાદ છે એની પહેલી ઝલક જયારે મેં એને બુલેટ મોટર-સાઇકલ ચલાવતા જોઈ હતી. કોલેજના પ્રથમ વર્ષના પ્રથમ દિવસે, એ એની ફ્રેન્ડ સાથે બુલેટ પર આવી હતી. ત્યારે તો મને એમ હતું કે આ કોઈ છોકરો છે. કારણકે એણે રે-બનના એવીએટર વાળા સનગ્લાસ પહેર્યા હતા. એની હેયર-સ્ટાઈલ પણ છોકરાઓ જેવી હતી-બોયકટ. બ્લેક કલરનું લેધર જેકેટ અને એજ કલરના ઘુટણ સુધી આવે એવી ચેનવાળા શુઝ. જોકે મારું વધારે ધ્યાન તો એની પાછળ બેઠેલી છોકરી પર હતું કારણકે પહેલી નજરે બુલેટ ચલાવવાવાળો વ્યક્તિ કોઈ છોકરો હોય એવું મને લાગ્યું જે એની બહેનને કદાચ કોલેજના પહેલા દિવસે મુકવા આવ્યો હોય. એનું બાઈક એણે પાર્કિંગમાં મૂકીને જયારે એણે પોતાના સનગ્લાસ ઉતાર્યા અને એનું જેકેટ ઉતાર્યું ત્યારે એનું નાજુક મોઢું, કમર ઉપરના શરીરના વળાંકો અને છાતીના ઉભાર ઉપર મારું ધ્યાન ગયું, ત્યારે મને ખબર પડી કે આતો કોઈ છોકરી છે. એ દિવસે એણે સફેદ કલરની પાતળી જર્સી અને ડેનીમનું ઘુટણેથી ફાટેલું બ્લુ કલરનું જીન્સ પહેર્યું હતું. ટી-શર્ટનું ગળું ડીપ હોવાથી મારું ધ્યાન ત્યાં વારે વારે જતું હતું. હવે મારું બધું ધ્યાન એની પાછળ બેઠેલી છોકરી પરથી હટીને રોશની પર સ્થિર થઇ ગયું હતું. એણે પહેરેલી ટી-શર્ટ ટુકી હોવાથી એની કમર હું જોઈ શકતો હતો. રોશનીએ જેકેટ કાઢતી વખતે એનો છાતીનો ભાગ થોડી વાર માટે આગળ જાય એ દ્રશ્ય જોઈને હું એજ સમયે એનું ફિગર અને પાતળી કમર જોઈને સ્તબ્ધ થઇ ગયો હતો. જેકેટ કાઢીને એણે એની બેગમાં મુક્યું અને ચશ્માં આગળની બાજુ ટી-શર્ટમાં ભરાયા. ચશ્માંની એક દાંડી એના શરીરને અડે એવી રીતે અંદર ગઈ હશે એ વિચારીને હું મનમાં ને મનમાં ખુશ થતો હતો.

થોડીકજ વારમાં અમારા પ્રથમ દિવસનો પ્રથમ લેકચર ચાલુ થવાનો હતો માટે અમે બધા ક્લાસરૂમમાં ગયા. હું રોશનીને જોઈ શકું એવી રીતે પ્રથમ લાઈનમાં બેઠો કારણકે એ જમણી બાજુની ત્રીજી લાઈનમાં બેઠી હતી અને હું ડાબી બાજુની પ્રથમ લાઈનમાં એટલે હું સહેજ પાછળ ફરું કે મને તરત રોશની દેખાય. અમને એમ કે થોડી વારમાં કોઈ પ્રોફેસોર આવશે અને અમારો પ્રથમ લેકચર ચાલુ થશે, પણ એવું થયું નહિ. એકાએક ૮-૧૦ લોકોનું ટોળું આવ્યું અને પ્રોફેસર જે સ્ટેજ પરથી ભણાવે ત્યાં ચઢી ગયા. એ ૮-૧૦ લોકોના ગ્રુપમાં એમનો જે લીડર હતો એણે પોતાની ઓળખાણ આપી. એ જે રીતે વાતો કરતો હતો એના પરથી અમને એટલી તો ખબર પડી ગયી હતી કે આ લોકો અમારું રેગીંગ કરવા આવ્યા છે. અમારામાંથી ઘણા લોકો ઘભરાઈ ગયા હતા, પણ હું એમાંનો નહોતો, મને કઈ ખાસ ફરક નહોતો પડતો આ બધી વસ્તુઓથી. એ લોકોએ અમને એક એક કરીને પોતાનું નામ અને ઓળખાણ આપવાનું કીધું. આટલુજ કીધું હોત તો હું આપી દેત પણ એમને કીધું કે તમારે લોકોએ પોતાની ઓળખાણ આપતા આપતા સ્ટેજ ઉપર બધાની સામે ડાન્સ કરવાનો જેનાથી મને વાંધો હતો, માટે જયારે મારો વારો આવ્યો ત્યારે મેં એ કરવાની ના પાડીને રૂમની બહાર નીકળી ગયો. એ લીડરે મને ધમકી આપવાનો પ્રયત્ન કર્યો પણ મને કઈ ફરક ન પડતો હોય એમ એની સામે જોઈને હું રૂમની બહાર નીકળી ગયો. બહાર નીકળીને હું સીધો કેન્ટીનમાં જઈને બેઠો. ૨૫-૩૦ મીનીટ પછી રોશનીને મેં કેન્ટીનમાં આવતી જોઈ. એની ચાલવાની સ્ટાઈલ ખુબ અદ્ભુત હતી જાણે કોઈ સુપર મોડેલ રેમ્પ વોક કરતી હોય. એણે લેધર જેકેટ ફરીથી પહેરી લીધુ હતું અને ચશ્માં પણ. હું એણેજ જોયા કરતો હતો. મને એમ કે એણે ચશ્માં પેહર્યા છે એટલે એનું ધ્યાન મારા પર નહિ હોય પણ એતો સીધી મારી જોડે આવીને મારી સામેની ખુરશીમાં બેસી ગઈ. હું થોડોક નર્વસ થઇ ગયો કારણકે આની પેહલા મેં કોઈ છોકરીને ફેસ નહોતી કરી. એણે મને “હાઈ” કીધું મેં પણ “હાઈ” કીધું.

એણે મને સીધો સવાલ કર્યો કે, 'કેમ મને ઘૂર્યા કરે છે.?', મેં પણ ખોટુ કઈ દીધું કે, ‘ના હું ક્યાં ઘુરું છુ.’ તો એણે સામે કીધું કે, ‘કોલેજમાં બુલેટ લઇને આવી અને ક્લાસમાં બેઠી ત્યારે કોણે જોતો હતો.’, મેં કીધું, ‘અરે એતો એમજ.’ રોશની બધી જ વાતો પોઈન્ટ ટુ પોઈન્ટ કરતી હતી. આવા લોકો જોડે વાત કરવી અથવા એમને મુર્ખ બનાવવા ખુબ અઘરા હોય છે. મેં ફરીથી કીધું, ‘એતો એમજ.’ મેં વાત બદલવા પૂછ્યું, ‘કેમ ક્લાસની બહાર આવી ગઈ સીનીઅર તો હજુ ક્લાસમાંજ છે ને?’. એણે કીધું, ‘હા, પણ હું પોતાની ઓળખાણ આમ ડાન્સ કરીને નહિ આપું એમ કહીને બહાર આવી ગઈ.’ આખા ક્લાસમાંથી કોલેજના પ્રથમ દિવસે સીનીઅરનો સામનો કરવાવાળા અમે બેજ હતા. એણે પોતાનું વાક્ય પૂરું કરતાજ અમે બંને હસવા લાગ્યા. થોડીકવારમાં ક્લાસમાંથી અમારા બીજા બધા ક્લાસમેટ કેન્ટીનમાં આવ્યા. એમાંથી થોડીક છોકરીઓ અને છોકરાઓ અમારી જોડે આવીને બેઠા. કદાચ એ લોકોણે અમે જે કર્યું’ એ ગમ્યું હશે માટે.

હું અને રોશની આવી રીતે મળ્યા હતા અને પછી રોજ દિવસમાં એકાદ-બે વાર વાતો કરતા કરતા, અમે સારા મિત્રો બની ગયા અને થોડાકજ મહિનામાં અમારું ગ્રુપ પણ બની ગયું. થોડાક દિવસો પછી કોલેજમાં કલ્ચરલ-ફેસ્ટીવલ આવ્યો અમે બધાએ એમાં ભાગ લીધો. રોશનીને હોસ્ટીંગ/એન્કરીંગ કરતા ખુબ સારું આવડતું માટે એ આખા ફેસ્ટીવલની હોસ્ટ બની અને મને પહેલેથી લખવું ગમતું એટલે મેં એક નાટક લખ્યુ હતું.

અમે લોકો એ ફેસ્ટીવલ માટે ખુબ તય્યારીઓ કરી હતી અને એ તયારીઓ માટે મેં અને રોશનીએ સાથે ખુબ સારો સમય પસાર કર્યો હતો. રોશનીની એન્કરીંગ માટેની બધીજ સ્પીચ મે જ લખી હતી. જે દિવસની અમે ખુબ તયારીઓ કરી હતી એ દિવસ આવીને જતો પણ રહ્યો. અમારા નાટકના ખુબ વખાણ ન થયા કારણકે નાટકમાં એક્ટિંગ કરતા અમારા મિત્રોએ ડાયલોગ બોલવામાં ખુબ લોચા માર્યા હતા, પણ અમારા નાટકની વાર્તાના ખુબ વખાણ થયા હતા. એના કરતા વધારે રોશનીના એન્કરીંગના વખાણ થયા હતા, જેના કારણે રોશની અને હું કોલેજમાં ઘણા પ્રખ્યાત થઇ ગયા હતા.

.....વધુ ભાગ-૯માં

સુકેતુ કોઠારી