ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૫
.....એણે ધીમે રહીને એની બેગ ખોલી અને એની બીજી બંદુક કાઢીને તરતજ મારી સામે તાકી અને બંદુક ચલાવી પણ એમાંથી ગોળીજ ન નીકળી કારણકે એ બંદુકની ગોળીઓ મેં કાઢીને મારા ખીસ્સામાં મૂકી દીધી હતો અને બંદુક પાછી બેગમાં મૂકી દીધી હતી. બંને બંદુકો એકસરખીજ હતી એટલે એની ગોળીઓ મને કામમાં લાગવાની હતી અને આવી કોઈ પરિસ્થિતિ સર્જાશે એનો પણ મને અંદાજો હતો.
હવે આગળ.....
જોહને આ હરકત કરી એટલે એણે સબક શીખવાડવો જરુરી હતો, મારો નિશાનો ચુકે નહિ એટલા માટે બીજા ૨ ડગલા આગળ ચાલીને મેં જોહનનાં પગમાં તરત એક ગોળી મારી દીધી. આવું કરતાજ ૬.૫ ફીટનો જોહન જાનવર ઘભરાઈ ગયો. એણે વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે હું ખરેખર ગોળી ચલાવીસ. હવે એ મારા પૂરેપુરા વશમાં આવી ગયો હતો. એટલામાં કુશનો ફોન આવ્યો અને એણે મને લોકેશન કીધુ. એ જે મને લોકેશન કહેતો હતો એ જોહનને સંભળાય તે માટે મેં ફોન સ્પીકર પર કરી દીધેલો. જોહનને ખબર પડી કે હું તો એનાજ ઘરનું સરનામું બોલું છું એટલા માટે એ થોડોક વિચારતો થઇ ગયો હશે કે હું જો થોડીક જ વારમાં તેના ઘરનું સરનામું મેળવી શકતો હઉ એટલે હું સાવ સામાન્ય માણસ તો નથી. જોહન વધારે સુન થઇ ગયો હતો.
હવે બાજી ઘણીખરી મારા હાથમાં હતી એટલે મારા અંદર સવાલોનો જે વંટોળ હતો એણે શાંત પાડવાનો સમય આવી ગયો હતો. મેં જોહનને સવાલ પૂછવાના ચાલુ કર્યા. જોહન આફ્રિકાનો હતો તેમ છતાં ગુજરાતી ભાષા સારી રીતે સમજી અને બોલી શકતો હતો. મને લાગે છે એણે દુનિયાની બધી ભાષાઓ આવડતી હશે કારણકે એ કામ જ એવું કરતો હતો કે એણે જે માણસની સુપારી મળે એણે મારવા એ દેશમાં જવું પડે. જોહન દેખાવમાં પણ ખુબ ડરામણો લાગતો હતો એકતો આટલો લાંબો માણસ એમાં એટલો કાળો કે ખાલી આંખો અને બોલે ત્યારે એના દાત દેખાય બસ. જોહને કાળા કલરની બોડી-ફીટ ટી-શર્ટ પહેરી હતી અને આર્મીના લોકો પહેરે એવું ઘણાબધા ખીસ્સા વાળું ખુલ્લું પેન્ટ. એક કાનમાં બુટ્ટી હતી અને જોહનનો બીજો કાન તો હતોજ નહિ. એક બાજુનો આખા હાથ પર ટેટુ કરાવેલું હતું. એનો કાળો હાથ અને એના પર ઘાટા લીલા કલરનું ટેટુ. હાથના કલરના કારણે ટેટુ બરાબર દેખાતું નહોતું અને એટલેજ એ ટેટુ વધારે બિહામણું લાગતું હતું. આવા વ્યક્તિની સામે મેં સિંગલ પસ્સીએ બાથ ભીડેલી અને એ વિચારીને મને બીક પણ લાગતી હતી અને પોતાના પર ગર્વ પણ થતો હતો.
મેં એણે પહેલો પ્રશ્ન પૂછ્યો કે, ‘તને મારી પત્નીને અને મને મારવાનું કોણે કીધું ?’, પણ એ કશું ન બોલ્યો જાણે એને કઈ ખબર ન પડતી હોય એમ મારી સામે ઘૂરક્યા કરતો હતો અને એવી રીતે જોતો હતો કે જાણે હું સહેજ નજર ચૂક થાઉં અને એ મારા પર ત્રાટકે પણ હવે હું એ ભૂલ થવા દઉં એમ ન હતુ. મારી જોડે ત્રણે પત્તા મજબુત હતા. એકતો મારી જોડે બંદુક હતી, બીજું પત્તું એના ઘરનું સરનામું હતું અને ત્રીજું મારી જોડે હવે ફોન પણ હતો. આ ત્રણે વસ્તુની મદદથી હું એણે અને એણા ફેમિલીને ખતમ કરવા સક્ષમ હતો અને આ વાત એણે પણ ખબર પડી ગયી હતી. પગે વાગેલી ગોળીના કારણે એણી ૨૫% શક્તિ મેં ખતમ કરી કાઢેલી. પણ આ ત્રણ પત્તા મારે માટે વાપરવા જોખમ કારક હતા કારણકે જો હું આ પત્તા વાપરું તો રોશનીની હત્યા પાછળનું રહસ્ય મને ક્યારેય જાણવા ન મળે એટલા માટે મારી સાથે સાથે જોહન જીવે એ પણ ખુબ અગત્યનું હતું.
હું જોહનની સામે બંદુક ધરીને ઉભો હતો અને જોહન થોડોક થાકેલો હોય એવી રીતે એક બાજુ નમેલો હતો. મારી બિલકુલ પાછળ ગાડી ઉભી હતી. ગાડીનો પાછળનો ડેકીનો દરવાજો ખુલ્લો હતો જે બિલકુલ મારી પાછળ હતો. એમાં રોશનીની વીંટાળેલી લાશ હતી જેમાંથી આવતી ગંધ થોડીક ઓછી થઇ હતી. જોહનની સામે બંદુક રાખીને હું ૨ ડગલા પાછળ ગયો અને જોહનની બેગમાંથી હાથ નાખીને અણીદાર ચપ્પુ કાઢ્યું અને એ ચપ્પુ જોહન તરફ ફેક્યું, જોહનને ચપ્પુ આપવું એ મારા માટે ખુબ જોખમ ભર્યો નિર્ણય હતો પણ એ એના પગમાંથી ગોળી ન કાઢે તો પણ એટલુજ જોખમકારક હતું. પેન્ટના ખિસ્સામાંથી લાઈટર કાઢીને એના તરફ ફેક્યું. મેં જોહનને ચપ્પા અને લાઈટરની મદદથી પગમાંથી ગોળી કાઢવાનું કીધું અને એણે ચેતવણી પણ આપી કે જો ચપ્પાનો ઉપયોગ મને મારવા કર્યો છે તો આ બંદુકમાંથી ગોળી નીકળતા વાર નહિ લાગે. એણે મારા પર વિશ્વાસ હતો કારણકે મેં એનો પરચો આપીજ દીધો હતો. એણે ચપ્પાને લાઈટરની મદદથી ખુબ ગરમ કર્યું અને ઘુટણથી નીચેનું પેન્ટ ફાડીને એ ચપ્પાને જોરથી પગમાં વાગેલી ગોળી તરફ જવા દીધું. મને નવાઈ એ લાગતી હતી કે મારા ટાંકા લેવા મોઢા પર રૂમાલ બાંધવો પડેલો અને આ માણસ ગોળી કેટલી આસાનીથી કાઢે છે . ચપ્પુ થોડુક આમતેમ હલાવીને ગોળી કાઢી દીધી. રોશનીનો ડેકીમાં પડેલો રૂમાલ મેં એણે બાંધવા આપ્યો. ચપ્પુ અને લાઈટર મેં પાછુ માંગી લીધું.
છેલ્લા ૧૦ વર્ષમાં આ પ્રથમ દિવસ હતો જે દિવસે મેં સવારથી અત્યાર સુધી સિગરેટ ન પીધી હોય. જોહને પાછુ આપેલું ચપ્પુ મેં મારા પાછળના ખિસ્સામાં મુક્યું અને જોહન જોડે સિગારેટ માગી. મને માઈલડ પીવાની ટેવ પણ આની જોડે તો કશીક અલગ જ બ્રાંડની સિગારેટ હતી. જાડી અને કાળી જાણે કે સિગાર હોય. જે હોય એ, મારે અત્યારે નશાની જરૂર હતી. લાઈટરથી એ સિગારેટ સળગાઈ અને પીધી.
રોશનીના પગ ગાડીની બહાર લટકતા હતા. મેં ગાડીની ડેકીને ટેકો લીધો અને રોશનીના પગ બહાર લટકતા હોવાથી દરવાજો બંધ થયો નહિ. જેવો સિગારેટનો એક કશ માર્યો હું થોડોક રિલેક્ષ થયો અને થોડોક તાનમાં આવીને મારા બે પગ ક્રોસ કરીને ઉભો રહ્યો. એક હાથથી હું સિગારેટ પીતો હતો અને જમણા હાથથી મેં રીવોલ્વર જોહન તરફ તાકેલી હતી. ફરીથી મેં એણે એજ પ્રશ્નો પૂછ્યા પણ એ જવાબ નહોતો આપતો. મેં બીજા પ્રશ્નો પૂછ્યા કે તારો બોસ કોણ છે?, એ ક્યાં રહે છે?, અને તને કયાંથી ફોન કરે છે?, આ કામ કરવા માટે એણે તને કેટલા રૂપિયા આપ્યા છે?, તારા બોસ જોડે બીજું કોણ કોણ છે?, તારા બોસને કેમ મારી પત્નીની લાશ જોઈએ છે?, એણે મારી જરૂર કેમ નથી?, અને મારી જરૂર નથી તો મને કેમ માર્યો ?, આટલા સમયથી મારા મનમાં જેટલા પણ પ્રશ્નો આવેલા એ બધા પ્રશ્નો સિગારેટનો એક કશ અંદર જતાજ મેં જોહનને એક સાથે પૂછી લીધા. એ કોઈપણ પ્રશ્નનો જવાબ આપતો ન હતો એટલે હું એક પછી એક પ્રશ્નો કરતોજ રહેતો હતો. એ કશુજ બોલી રહ્યો ન હતો અને મારામાં જાણવાની ઉત્સુકતા વધી રહી હતી. મેં પ્રશ્નોનો બીજો રોઉંન્ડ શરુ કર્યો. મેં એણે પૂછ્યું કે, ‘તું કોણ છે અને ક્યાંથી આવે છે તારું શું કામ છે તું અમને ક્યાં લઇ જાય છે.?’
.....વધુ ભાગ-૬માં
સુકેતુ કોઠારી