Samudri Safar - 6 in Gujarati Detective stories by Megh books and stories PDF | સમુદ્રી સફર - 6

The Author
Featured Books
Categories
Share

સમુદ્રી સફર - 6

કઈ અજ્ઞાત...

જહાજ પર નિકોલસ ના પાછા ફરતાની સાથેજ જહાજ જીવંત થઈ ગયું. નિકોલસ ની ચિંતા માં સાથી મુસાફરોએ ચિંતા માં દોઠ દિવસ પસાર કરી દીથો હતો . તેઓ ગઈ રાત્રે સૂતા પણ ન હતા અને નિકોલસ ના પાછા ફરવાની વાત થી તેઓ ખુશી અને રાહત અનુભવતા હતા. આ તેઓ નો એકબીજા પ્રત્યે નો પ્રેમ દર્શાવતો હતો. તેઓ એકબીજા ની ખુબજ ચિંતા કરતા હતા અને તેટલીજ પ્રેમ પણ કરતા હતા.
નિકોલસ એક એવા માણસ ની પાછળ તરતો હતો જેણે જેક ની રૂમ ને તહસ નહસ કરી નાખી હતી. નિકોલસ ને તે માનવ તો મળ્યો નહતો પરંતુ તેને એક રાત્રિ રોકવા એક ટાપુ પ્રાપ્ત થયો ચતો. જ્યારે નિકોલસ કપ્તાન જયોર્જ સામે નવા ટાપુ ની વાત કરી ત્યારે જયોર્જ થોડો ચિંતાતુર થઈ ગયો. જયોર્જ એક સારો કપ્તાન હતો. તેને સમુદ્રી લૂંટારાઓ સામેની કટોકટ ની પરિસ્થિતિ માં પણ ખૂબ જ સાથ આપ્યો હતો અને પોતાની કેપ્ટન તરીકેની ફરજ હૂબહૂ નિભાવી હતી.તે પોતાની ફરજ થી સભાં હતો . તેથી તે પોતાની માં ની ચ્ નાઈ તથા પોતાના માં ના ભાવ કોઈ ને પણ કહેતો નહિ કે જેથી કોઈ ચિંતાતુર ના થાય. તે પોતાની ચિંતા પોતાના સુધી જ સીમિત રાખતો. પરંતુ આ નવા કોઈ ટાપુની વાત થી તે રીતસર નો ચિંતાતુર દેખાતો હતો. તે પોતાના માં ને જાળવી લેતો પણ તેની આંખો બધુજ બોલી જતી.
આકાશ માં ચંદ્ર પોતાની આખી કાળા દેખવતો હતો. એથી એવું તારણ થઈ શકાય કે આજે પૂનમ છે . પૂનમ ના ચંદ્ર ના પ્રકાશમાં સમુદ્ર પર જહાજ ડોલી રહ્યું છે. સ્ટીવ તથા નિકોલસ જેક ના કેબિન માં પત્તા રમી રહ્યા છે. જેક ના જીતવાનો અવાજ અખા જહાજ ને જીવંત કરી જાય છે . નિકોલસ પાણી માં ભીનો થઈ ને પાછો અવ્યો હતો તેથી ભર ઉનાળા માં પણ તેને ઠંડી લાગી જવાથી શરદી થઈ ગઈ. જ્યોર્જે પોતાની સાથે લાવેલા કેટલાક પાંદડાને પીસી એક પીણું બનાવી નિકોલસ ને પીવડાવ્યું. જેથી નિકોલસ જલ્દી સજો થઇ જાય.
સમુદ્ર માં આવતા મોજા જહાજ ને મંદ મંદ હલાવતા જાય છે. જયોર્જ અને કેબિન દરરોજ ની માફક આગળ કયા જવું અને આવતી કાલે શું કરવું તેનું મોટો દુનિયા નો નકશો પહોળો કરીને માળખું બનાવી રહ્યા છે. જયોર્જ કઈ બોલી રહ્યો છે અને કેવિન કઈ લખી રહ્યો છે. જયોર્જ વારેઘડીએ પોતાનું દૂરબીન કાઢી નિકોલસ જે દિશાએથી પાછો વાળ્યો હતો તે દિશા બાજુ આંખો માંડી રહ્યો છે પરંતુ નિરાશ નજરે પાછો ફરે છે. નિકોલસ પાછો તો આવી ગયો પણ કોઈ અજ્ઞાત વસ્તુ ની શોધ કેપ્ટન માટે મૂકી ગયો. જયોર્જ છેલ્લા એક કલાક માં એવું પાંચ થી સાત વાર કરી ચુક્યો હતો. એથી કંટાળી ગયેલા અને હજી સુધી ચૂટણીપ્રચારના રહેલા કેવિન જહાજ ની શાંતિ ભંગ તથા પોતાના મૌન ને ભંગ કરતા જયોર્જ ને એક પ્રશ્ન પૂછી જ લીધો.
કેવિન એ કહ્યું " જયોર્જ જ્યારથી પણ નિકોલસ આવ્યો છે ત્યારથી તું તારા મુખ પર ભેદ છૂપાવી બેઠો છે. તને શું એવું લાગે છે કે અમને અટલા વરસો તારી સાથે રહ્યા તો પણ તારા મુખ પરની ચિંતા નથી દેખાતી. "
જયોર્જ કહ્યું " ચિંતા તો છે પરંતુ હું જ હજી નક્કી કરી શક્યો નથી કે શું એ એક સમસ્યા છે. શું એ સાચે j છે "
કેવિન એ વળતો જવાબ આપ્યો " હું તારી વાત નથી સમજી શકતો કરા સ્પસ્ટ વ્યક્ત કરીશ ? "
જયોર્જ કહ્યું " મને તમારા બધા ની જવાબદારી છે એથી હું મારા કોઈ અનુભવ પરથી કે કોઈ મારી ભૂલ ના કારણે તમને કોઈ નાનાઈ વાતે ચિંતા કરવા મજબૂર ના કરી શકું. પહેલા માટે આ સમસ્યા શું સાચે જ છે કે નાઈ તેની જાંચ કરવી પડશે. પછી હું તમને કોઈ જાણકારી આપી શકીશ. "
કેવિન એ કહ્યું " ભલે પરંતુ અમે તારી સાથે રહ્યા છીએ તેથી અમે પણ તારા જેવા શસ્ક્ત છીએ. અમે પણ કોઈ સમસ્યા સામે લડી શકવા સક્ષમ છીએ પણ અમારા કરતા વધુ અનુભવી છે. એથી તરે અમને જ્યારે પણ જણાવવું હોય ત્યારે જણાવજે. હું તારા પર અનુશાસન કરવાની ઇચ્છા નથી રાખતો. "
જયોર્જ એ કહ્યું " તમે બધા સાથીદારો મને સમજી શકો છો તેથી જ મને તમારા સાથે મુસાફરી કરવાની મજા આવે છે. તેથી જ મને તમારો પૂરો સહકાર પ્રાપ્ત થાય છે . આપણે જો સાથે હોય તો કોઈ પણ મુશ્કેલી આપણને હરાવી શક્તિ નથી ."
રાત અંધારી થતી જતી હતી. ઉત્તર તરફથી આવતો પવન વાદળાં ને દક્ષિણ તરફ લઈ જતો હતો. ચંદ્ર વાદળાની પાછળ છૂપાતો જતો હતો . ચંદ્ર નો પ્રકાશ પણ ઝાંખો પડતો હતો. જહાજ પર કેપ્ટન જ્યોર્જ સિવાય બીજું કોઈ જાગતું નહોતું. કેવિન પણ પોતાના કેબિન માં જઈ ને સુઈ ગયો હતો. નિકોલસ એ જેક ની સાથે રમતા રમતા તેની j રૂમ માં સુઈ ગયો હતો. સ્ટીવ પોતાની રૂમ માં જઈને સુઈ ગયો. માત્ર જ્યોર્જ j જહાજ ના તૂટક પર બેઠો હતો. તે હજી પણ નિકોલસ જે દિશા તરફ થી અવ્યો હતો તે દિશા તરફ દૂરબીન માંડી ને જોઈ રહ્યો. આકાશ માં ઉનાળા માં કાળા વાદળાં છવાઈ રહ્યા હતા. જ્યોર્જ એ વાદળો ને જોઈ રહ્યો હતો. તેને કોઈ ચિંતા પણ હતી અને કોઈ આસ પણ હતી . પરંતુ તેને પણ પોતાની બધી ચિંતા ત્યજી પોતાના કાંડા ઘડિયાળ માં સવાર માટેનો સમય નક્કી કરી દૂરબીન જહાજ ની તૂટક પરજ ચોડી પોતાના કેબિન માં સુવા ચાલ્યો ગયો. આ દરમ્યાન કેવિન કેપ્ટન જ્યોર્જને સુવા માટે કહેવા આવ્યો હતો પણ જ્યોર્જ ને પોતાના કક્ષ માં જતો જોઈ તે કઈ કહ્યા વગર ચાલ્યો ગયો.
સવાર પડવા આવી હતી. ચંદ્ર અથમાવા લાગ્યો હતો અને નવા દિવસ નો પ્રારંભ થવાનો હતો. સૂર્ય પૂર્વ દિશામાં પ્રકાશ ફેલાવી રહ્યો હતો. એક નવા દિવસ નો સુંદર પ્રારંભ થઈ રહ્યો હતો. સવારે મંદ મંદ ગુલાબી ઠંડી નો અનુભવ થતો હતો. દરિયા માં હોઈએ તો ઉનાળા માં પણ સવારે ઠંડી નો અનુભવ થતો. સવારે સવારે માત્ર બે ત્રણ કલાક ની ઊંઘ લઈને જ્યોર્જ ઊઠીને તરો તાજા થઈ પોતાની રૂમ ની બહાર આવી ગયો હતો. કેવિન સવારે ઊઠીને જ્યોર્જ નું કેબિન સાફ કરતો હતો. સ્ટીવ અને નિકોલસ જેક ની સારવાર કરતા હતા. તેઓ પણ નાહીને તૈયાર થઈ ગયા હતા.જેક હવે એકદમ સ્વસ્થ લાગતો હતો. જ્યોર્જ પોતાની રૂમ બંધ કરીને કેબિન તરફ જતો હતો. હવે તે માત્ર રાત્રે સુવા માટે જ પોતાની રૂમ માં અવાનો હતો . હવે તે જહાજ પર માત્ર કેબિન માં જ રહેવાનો હતો. તે જહાજ નો કેપ્ટન હતો તેથી તેનો સમય પોતાની રૂમ કરતા પણ વધારે કેબિન માં વીતતો હતો. તેણે પોતાના કેબિન માં જતા પહેલા જેક ના ખબર પૂછવા તેના રૂમ તરફ વળ્યો. જેક પણ જ્યોર્જ ને જોઈ ખૂબ ખુશ થઈ ગયો. સ્ટીવે પહેલા જેકને અને ત્યાર બાદ જ્યોર્જ ને પોતાનું પ્રખ્યાત કોફી પીણું પીવડાવ્યું. જ્યોર્જ ને પોતાના કેબિન માં જવાની કંઇક ઉતાવળ હતી તેથી સ્ટીવ અને જેક ને પોતાની રૂમ માં મૂકી બહાર નીકળી ગયો. કોફી ગરમ હતી તેથી તે પોતાના હાથ માં જ કપ લઈને કેબિન તરફ ચાલવા લાગ્યો. વચ્ચે આવતા મોટા તૂતક પરથી તેને પેલી દિશા તરફ આંખ માંડી અને કઈ ધ્યાન થી જોવાનો પ્રયત્ન કર્યો . તેને પોતાનું ગઈ કાલ રાત્રે તૂતક પર જ છોડી દીધેલું દૂરબીન બીજા હાથમાં લઈ કેબિન તરફ વાળ્યો.
કેબિન માં પ્રવેશતા જ માથે કઈ બાંધેલા અસામાન્ય માણસ જે પોતાના મોટા ટેબલ પર ટેબલ થી પણ મોટા નકશામાં કઈ જોતો હતો તેને જોયો. જ્યોર્જ જેમ દાખલ થયો તેમ પેલો માણસ પાછો ફર્યો અને તેને જ્યોર્જ ને જોયો. જ્યોર્જ ના ચહેરા પર હળવું હાસ્ય આવ્યું. તે માણસ કેવિન હતો. તે જ્યોર્જ નું કેબિન સાફ કરતો હતો તેથી તેના પ્રિય વાળ ના બગડે તેથી માથે કપડું બાંધ્યું હતું.
કેવિન એ પોતાની આંગળી મોટા નકશા પર મૂકી કઈ બતાવી પૂછ્યું " અહી જે ગોળ કર્યું છે તે મને કોઈ નિશાની લાગે છે. આ શાના માટે છે ? મને જાણવાની ઇચ્છા થાય છે એથી મે પૂછ્યું "
જ્યોર્જ ભેદી સવાર માં કહ્યું " એ અજ્ઞાત આજે જ્ઞાત થશે . ".