ગામના પાદરમાં લાશ મળી આવતા ગામમાં શોકનો માહોલ થઇ ગયો હતો. પોલીસ તપાસ હાથ ધરતા જે જાણવાનું આવ્યું એ મુજબ લાશ સૂરજ ની હતી. સૂરજની લાશ સાથે એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જે વાંચીને પોલીસ અને ગામના લોકોના આંખોમાં આંશુ આવી ગયા હતા.
સૂરજની ઉંમર ૨૫ વર્ષની હતી. તે દેખાવે સાધારણ પરંતુ નમણો લાગતો હતો. જ્યારે તે ૧૫ વર્ષનો હતો ત્યારે જ મમ્મી પપ્પાનું મૃત્યુ જાત્રા કરવા જતાં એક્સીડન્ટ માં થયું હતું. એટલે પરિવારમાં તેની બહેન હતી જે સાસરે વળાવી લીધી હતી. પોતે નાનપણથી જ મહેનતુ અને કામગરો હોવાથી બાજુની એક ફેકટરીમાં નોકરી મળી ગઈ હતી.
સૂરજના લગ્ન બાજુના ગામની છોકરી શીતલ જોડે થયા હતા. પરિવારમાં પોતે અને પોતાની પત્ની બંને જ હોવાથી જે આવક આવતી એમાંથી ઘરનું ગુજરાન ચાલી જતું હતું. પોતે કંઈ વ્યસન ના હોવાથી જે પણ પગાર મળતો તેમાંથી થોડોઘણો બચાવ પણ થઈ જતો હતો.
શીતલ પણ ગામડાની હોવાથી મહેનતુ હતી. ઘરમાં કેટલું પણ કામ કેમ ના હોય. કામમાં ક્યારેય પાછી પાની ના કરતી હતી. પોતે થોડી રંગીન મિજાજની હતી. પણ ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ ચાલતી હતી. લગ્ન પહેલા ઘરે ઘણા મોજશોખ કરતી હતી. અને કેમ ના હોય પરિવારની એક માત્ર લાડકી હતી. લાડકોડ થી ઉછરેલી હતી. પરંતુ પરિસ્થિતિ અને ઘરના સંસ્કાર તેને આડ આવતા હતા.
૨૪ વર્ષની મંજુ પોસ્ટમાં કામ કરતી હતી. પોતે શહેરમાંથી આવતી હોવાથી અને પહેલેથી જ ભણવામાં ધ્યાન હોવાથી ઘરનું કામ અને રસોઈમાં હાથ વળ્યો ના હતો. જેથી મંજુએ શિતલને ઘરકામ અને રસોઈ માટે કામે રાખી હતી. શીતલ પણ ઘરનો ભાર એકલા સૂરજ પર ના આવે એ માટે તેને ત્યાં કામે જતી હતી.
મંજુ આખો દિવસ પોસ્ટના કામમાં વ્યસ્ત રેતી હોવાથી અને ગામમાં કોઈ જાણીતું ના હોવાથી કંટાળી જતી હતી. એટલે તે મંજુ જોડે વાતો અને મસ્તી કરીને સમય પસાર કરી લેતી. તો શિતલને પણ વાતો કરવા માટે કોઈના હોવાથી તે પણ મંજુ જોડે હળીમળી ગઈ. સૂરજ આખો દિવસ તો ક્યારે આખી રાત ફેક્ટરીમાં હોવાથી સમય પસાર કરવા અને દિલ હલકું કરવા તે શીતલ જોડે જ રહેતી.
આમ શીતલ અને મંજુ જોડે જોડે સમય પસાર કરતા બંને વચ્ચેની અંતર હવે ઓછું થવા લાગ્યું. શીતલ તો જાણે પોતાનો નાનપણનો સમય પાછો આવી ગયો હોઈ એમ મસ્તી થી જીવવા લાગી. હવે બંને એકબીજા માટે બહેનપણી થી વધીને કંઇક વિચારવા લાગ્યા હતા. બંને એકબીજા જોડે પૂરી જિંદગી પસાર કરવાના સપના જોવા લાગ્યા. બંને એકાંતમાં પોતાનું સુખ માણવા લાગ્યા.
આ વાતની સૂરજને ત્યારે થઈ જ્યારે શીતલ અને મંજૂએ સામેથી જ પોતાના બંને વચ્ચેના સંબંધની વાત કરી દીધી. શિતલે તો સૂરજ જોડે ડિવોર્સ માટે પણ કહી દીધું. સૂરજ તો થોડી વાર માટે કાપો તો લોહી ના નીકળે એવી હાલતમાં આવી ગયો હતો. તેને કઈ સૂઝ્યું નહી એટલે તે ત્યાંથી કંઈ પણ કીધા વગર જ ચાલી નીકળ્યો.
જે સૂરજ કોઈ લતમાં ના હતો એ સૂરજ આજે રાતે પાદરમાં દારૂ પીને વિચારતો હતો કે મારો શું વાંક છે. અને કાલે ગામના લોકોને ખબર પડશે કે સૂરજની વહુ સૂરજને નહી પણ એક બીજી છોકરીને પ્રેમ કરે છે અને તેની જોડે ઘર માંડવા માંગે છે. સાચું છે પ્રેમ જાતિ નથી જોતો. પણ ગામના લોકો તો વિચારે ને. પોતે તે શીતલ ને બંધિયાળમાં રાખવા માંગતો ન હતો. અને પ્રેમ જબરદસ્તી થોડી થાય છે.
એમ વિચારીને તેને ૨ દિવસમાં ડિવોર્સ પેપર પર સહી કરીને એક કોથળીમાં મૂકી દીધા અને પોતે દવા પીને મારી ગયો. ચિઠ્ઠીમાં એને લખ્યું કે મેં સ્વેચ્છાએ આત્મહત્યા કરેલી છે. જેમાં મજુ કે શીતલનો કોઈ વાંક નથી. તેમને રાજીખુશીથી હું પ્રેમના બંધન માં જોવા માંગતો હતો. મને લાગ્યું કે જે ગામના લોકો મને સંભળાવશે એ હું સાંભળી નહી શકું એટલે મેં પગલું ભર્યું છે. પોતે તે પોતાની બધી મિલકત અને મકાન પોતાની પત્ની શીતલ ના નામે કરી ને જાઉં છું.
આમ સૂરજ એ પોતાના પ્રેમ માટે બીજાના પ્રેમ સફળ કર્યો. એક સાથે ૨ પ્રેમની જીત થઈ.