hetal chavda in Gujarati Women Focused by Alpesh Karena books and stories PDF | કોરોના યોદ્ધો 23 વર્ષની હેતલ

Featured Books
Categories
Share

કોરોના યોદ્ધો 23 વર્ષની હેતલ

બધી જ મહાસત્તા, તમામ મહારાજા અને જગતનો જન જન જેનાથી ત્રાહિમામ છે એવા કોરોના વાયારસને હવે પ્રાણી સિવાય દરેક મનુ ઓળખતો થઈ ગયો છે. આકાશ પાતાળમાં બસ આ કોરોનાના ભરડામાંથી કઈ રીતે બહાર નીકળવું એની જ માથાકૂટ ચાલી રહી છે. આમ પણ જીવ કોને વ્હાલો ન હોય?? છતાં પણ અમુક વર્ગ પોતાના જીવની પરવાહ કર્યા વગર જનસેવાનું કામ કરે છે. આમ તો ઘણા લોકો કામ કરે છે પણ મારા ઓળખીતા છે એટલે એના વિશે લખવાનું નિમિત્ત બન્યું. આ લખાણ એ દરેક માટે છે, જેણે આવા કરિકાળમાં પોતાનાથી આગળ બીજા લોકોનું અને દેશનું પહેલા વિચાર્યું. એ પછી કોઈ ડોક્ટર હોય તો પણ ભલે. નર્સ હોય તો પણ ભલે, પોલીસ, સફાઈ કર્મી કે સરકારી અધિકારી કે પછી કોઈ મીડિયાકર્મી પણ ભલે હોય.

આ છોકરીની માત્ર ૨૩ વર્ષની ઉંમર, ૨૫ કિલોમીટર જ ઘર દુર હોવા છતાં પરિવારથી અને મા-બાપથી અલગ રહેવાનુ. ૨૪ કલાક માતાપિતાને ચિંતા કે મારી દીકરીનું શું થશે? 3 ભાઈ બહેનમાં સૌથી મોટી બહેન એટલે એ પણ જવાબદારી અને પારિવારિક આશા તો કરી જ. રોજની ૮ કલાક નોકરી અને એ પણ એક એક સેકન્ડનો ખતરો. નાની ઉમરમાં આટલું ખંતથી કામ કરતી છોકરીનું નામ છે #હેતલ_અરવિંદભાઈ_ચાવડા.

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં પોતે હાલમાં કોરોનાના કહેર વચ્ચે પોતાની ફરજ બજાવી રહી છે. આપણે ખાલી દિવસમાં ઘર બહાર બે વાર છાસ દુધ અને શાકભાજી લેવા જવાનું થાય તો પણ કેવા માસ્ક પહેરીને જઈએ છીએ. તેમજ બહારથી ઘર અંદર પ્રવેશ કરીએ તો પુરી તકેદારી રાખીએ. તો વિચારો કે દરરોજ ૮ કલાક નવા નવા દર્દી સાથે મુલાકાત થાય એટલે હેતલને અને એના પરિવારને કેવી બીક રહેતી હશે. છતાં ભગીરથ દાદાની કૃપાથી આ છોકરી જિંદગીની ચિંતા કર્યા વગર પોતાનો માનવધર્મ અને દેશધર્મ નિભાવી રહી છે. તાલાલા ગીરમાં રહેતી હેતલ જ્યારે નાની હતી ત્યારથી જ એનું સપનું હતું કે, નર્સ બનીને લોકોને મદદરૂપ થવું છે. એમાં પણ હવે તો આવો જોરદાર મોકો મળ્યો. એટલે ચોખ્ખી જ વાત છે કે, તેે હાથમાંથી ન જવા દે. હવે તો છેલ્લા ૨ વર્ષથી તે વેરાળવ સિવિલમાં પોતાની ફરજ અદા કરે છે.

જ્યારે હેતલને એના માતા પિતા કહે કે, દીકરી નોકરી તો પછી પણ મળી જશે. અત્યારે આ બધું છોડી દે અને ઘરે આવી જા. કારણ કે લોકો ટપટપ મરી રહ્યા છે અને કોરોના આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. સાહેબ ત્યારે આ ૨૩ વર્ષની દીકરીએ જે જવાબ આપ્યો એ સાંભળી તમે સલામી આપવા મજબૂર થઈ જશો. હેતલ એના પરિવારને સહજતાથી અને બુદ્ધિપુર્વક સમજાવે છે કે- તમે વિચારો કે આપણા જ પરિવારમાં કોઈને કોરોનાની ગંભીર બિમારી થઈ હોય અને એવા સમયે કોઈ જ મદદે ન આવ્યું અથવા તો સમયસર સારવાર ન મળી, ભગવાન ન કરે અને કોઈ મોટી મુસીબતનો સામનો કરવો પડે તો વિચારે એક માતા પિતા કે પરિવારના સભ્ય તરીકે તમને કેટલો અફસોસ થશે? એટલું દુઃખ થશે કે જેનું વર્ણન અશક્ય છે. તો મને આ સમયમાં એ મોકો મળ્યો છે. હાલની પરસ્થિતિ પ્રમાણે નર્સ અને ડોક્ટરની લોકોને જરૂર છે. માટે મને મારી ફરજ પૂરી કરવા દો અને બિલકુલ ચિંતા ન કરો.

આટલો સુંદર જવાબ સાંભળીને મને નથી લાગતું કે હવે મારે હેતલ વિશે કઈ વધારે લખવાની જરૂર હોય. તો આવા ડોકટર, નર્સ તેમજ સફાઈ કર્મી અને કે પણ લોકો નાના મોટા પાયે આ મહામારીને રોકવા માટે મદદ કરી રહ્યા છે એ બધાને દિલથી સલામ કરીએ. તેમને ખોબલે અને ખોબલે વધાવી લઈએ.
- અલ્પેશ કારેણા.