ડેવિડ ઓય ડેવિડ ઉઠને ઓય,હે ભગવાન આને શું થયું યાર,ઓય તું બીવડાવમા યાર પીલ્ઝ ઉભો થા યાર,
એલા દિપકા આખું માથું ફરે છે યાર,આંખો ખુબ બળે છે,
હા યાર શરુઆત માં મને પણ એવું થાતુ હતું,પણ યાર આ ચારેય બાજુ વીરાન છે અને કાઇ યાદ પણ આવતું નથી કે આપણે અંઇઆ કેમ આવ્યા કોની સાથે આવ્યા કંઇ રીતે આવ્યાં,યાર અંઇઆ તો ચારેય બાજું ધૂળ ઉડે છે અને રણ સિવાય બીજું કાંઈ દેખાતુ નથી,કોઈ માણસ પણ નથી દેખાતો નથી યાર આપણી હારે બીજું કોણ કોણ હતું કાઇ યાદ આવે છે,અરે શું યાદ આવે તું પણ હવે યાદ આવ્યો છે તો બીજું કોણ કોણ ક્યાંથી યાદ આવે યાર....અરે આ પેન્ડલ તો ક્યાંય જોયું હોય એવું લાગે છે,અરે યાર પીંટુડો...! યાદ આવ્યું આપણી જોડે પિન્ટુડો હતો અને,અને..શું પણ તોપા..! ઓય મારી જાન મારી દુનિયા રાગિણી યારરરરરર.....ઓ શીટ યાર ક્યાં હશે આ રાગિણી અને પિન્ટુડો.....
હું અને ડેવીડ્યો રાગિણી અને પિન્ટુડા ને રાડુ પાડી ને એના નામ થી પોકારવા લાગ્યા,મારી આંખ માંથી આંસુ વહી જાતા હતાં અને એમાં રાગિણી નો અવાજ સાંભળ્યો અને હું તો એ દિશા તરફ દોડવા લાગ્યો,એ દિવસે જ્યારે રાગિણી ને જોઈને એવું લાગતું હતું કે મારો પુનર્જન્મ થયો છે,હુ રોતા અવાજે રાગિણી ને ગળે વળગાડી એક દમ મોટા અવાજે રોવા લાગ્યો,એમાં પિન્ટુડો બોલ્યો ઓ ભઇ શાંત થા અમે જીવીએ છીએ,
આ તારી રોવાની પીપુડી બંધ કર,અને છાની મની પેલી બેગ શોધ એમાં આખી દુનિયા ની જીંદગી ને બચાવવા ની ઔષધિ છે,
પિન્ટુડા આપણે ક્યાં છીએ યાર,એ તો કે,અને અંઇઆ કેમ પોચ્યા,શું કરવાં આપણે નીકળ્યા હતા,
ઓ ભઇ શાંતી હો,પેલા તું બેગ ગોતવા લાગ પછી તને બધું કહીશ,
ત્યાં અચાનક મને ચક્કર આવ્યા અને હું જમીન પર પડ્યો અને પછી ધીમે ધીમે આખું પિક્ચર આંખો ની સામે દેખાવા માંડ્યું....
હા તો આપણે અંઇઆ થી ચાલું કરીએ,ડેવિડ અને દિપક બેવ જોર જોરથી રાડુ પાડવા લાગ્યા અને પિન્ટુડો એટલે એક એવો વ્યક્તિ કે જેને ગેમ માં ખુબ રસ હતો,અમુક વાર તો ગેમ માં એવો લપેટાઇ જાય કે જાણે એને એવું લાગે આ ગેમ નહિં પણ હું પોતે જ છું,
અને વાત પણ સાચી હતી,પિન્ટુડો એક ગેમ લાવ્યો હતો જેમાં એક ટાસ્ક આવે છે કે દુનિયા પુરી થવા ઉપર હોય છે અને અમે ત્રણ જણા અને એક સ્ત્રી ટોટલ ચાર દુનિયા ને બચાવવા માટે આગળ આવતા હોય છી,
દુનિયા એટલે પુરી થવા પર હોય છે કે બીજા ગ્રહ ના માણસો,
માણસો....????
સિરીયસ્લી....!
શું કહું તમને યાર પેલા બીમારીઓ જાનવર માંથી માણસ ને થતી હતી અને આ બીમારી ફક્ત માણસ ને થાય છે,
એકદમ બીજા ગ્રહ ના લોકો....
યાર વડિ લોકો....!
આ તમને લોકો ને સમજાવા માટે બીજા ગ્રહ ના લોકો ની કાલ્પનિકતા કેવી પડે છે યાર.................
આ હું શું કાલ્પનિક વાત કરું છું,
પણ હા બીજા ગ્રહના એવા શક્તિશાળી જીવો કે જે પ્રુથ્વિ પર એનો હક જમવા માટે આવ્યાં હોય છે,એના સંપર્ક માં જે મનુષ્ય આવે એને એવો વાઈરસ લગાડે કે એની મગજ હદય માં અને પછી આખા જેમ કે સૂકી ખાંસી,તાવ આવવો,ઉલ્ટીઓ થવી,શરીર જકડાય જવું અને પછી છેલ્લે શરીર માં રહેલી તમામ શક્તિ હણાય જાય અને માણસ નું રુપ બદલાઇ જાય છે અને એ એવા જીવ જેવા બની જાય છે કે તેઓ લોકો આ વાઇરસ નો ફેલાવો કરવા માંડે અને આમ એમની ચેન કાયમ કરતા હોય છે,
પણ પિન્ટુડો એક સાયન્ટીસ્ટ હોય છે કે જે આ દુનિયા ને બચાવા માંગે છે પણ કેવી રીતે એ સમજાતું નથી અને એ એક એવી સ્પેસશીપ બનાવે છે જ્યાં દુનિયાના તમામ માણસોને બીજા ગ્રહ માં સીફ્ટ કરે છે,
વેલ તમને લાગતું હશે કે આવાં તો હજારો મુવી માં જોયું કાઢ્યું છે,ખાસ કરીને મારવેલ ની ફિલ્મો માં પણ મારા વ્હાલા વાચક મિત્રો એવું નથી,હું તો એક એવી કાલ્પનિક જગત ની વાત કરું છું જ્યાં આવું બની પણ શકે અને નો પણ બની શકે,
ખેર તમને યાદ કરાવી દઉ કે હાલ માં જ એક બીમારી બોવ જોરશોર થી અને તેજી થી આગળ વધી રહી છે,
"કોરોના" અને એના લક્ષ્મણ અને લક્ષ્ય શું છે...?તો કે માણસ ને ખતમ કરવાનો,એક શરીર માંથી બીજા ના શરીરમાં આમ એની ચેન ચાલું જ રહે છે,અને દુનિયામાં કોઇ એવા દેશ બાકિ નથી જ્યાં આ બીમારી ના હોય,
આ બીમારી રાજા કે રંક જોતી નથી,ફક્ત માણસ ને જ જોવે છે,
આ બીમારી ની વેક્સીન હજું બની નથી અને મારી કાલ્પનિકતા ની દુનિયા માં પિન્ટુડો એક એવો હિરો છે જે બધાને બચાવે છે,
મંદિરો બંધ થઈ ગયા,ચર્ચ બંધ થઈ ગયા,ગુરુદ્રારા બંધ થઈ ગયા અને મસ્જિદો બંધ થઈ ગઈ અને એવામાં પિન્ટુડો એક સાયન્ટીસ્ટ રુપે પ્રગટ થાય છે અને દુનિયા ને બચાવવા નીકળી પડે છે,
સ્ટાઇ-ફાઇ જેવું અને એડવેન્ચર જેવું ફિલ થાય છે યાર,
જાણે હુ કોઇ અલગ જ દુનિયામાં હોય એવું લાગે છે,
પાંચ મીટર ની સ્ક્રીન પર મુવી જોતો હોય ને એવું લાગે છે,
તો પિન્ટુડા ની વાત કરી અને હવે કરી ડેવીડ ની વાત,
ડેવીડ આ ગેમ નો પાયો હતો,ડેવીડ્યો એક એવી સ્પેસશીપ બનાવી હતી જેમા માણસોને કોરેન્ટાઇન અને વેન્ટીલેટર ની સુવિધા મડિ શકે,એક એવી સ્પેસશીપ જેમાં લાખો માણસો નો ઇલાજ થય શકે અને સેનેટરાઝ કરેલી હતી,જેમા એ બીજા ગ્રહ નો વાઇરસ જેનું નામ હાલ માં આપણે કોરોના કહીએ છીએ એજ,પણ એ માણસ ના રુપ આવતો હોવાથી એની આગળ વધવાની શક્તિ ખુબજ વધારે પડતી હોય છે,જેવો હાથ મીલાવો કે તરતજ તમે એના શીકાર,આમ આનો એક ઇલાજ છે હાલ પુરતો,મતલબ કે મારો કાલ્પનિકતા નો પિન્ટુડો એની વેક્સીન ના બનાવી લે ત્યાં સુધી,
ઇલાજ આ પ્રમાણે....
1)ઘર માં રહો
2)વારે વારે 20સેકન્ડ સુધી હાથ સાફ કરો
3)જ્યાં ત્યાં થૂંકવુ નહિ
4)નમસ્કાર કરો અને હાથ મીલાવાનુ ટાળો
5)ગળે મળો નહિં
6)ઠંડા એટ્મોફિયર માં રહો નહિ કે જેનૂ તાપમાન 27° થી ઓછું હોય,
હાલ પુરતી આટલી કાળજીથી દેશ માં કોરોના નો ફેલાવો રોકિ શકો છો,
હવે વાત કરીએ રાગિણી ની કે જે મારી સ્વીટ એન્ડ ક્યુટ ગર્લફ્રેન્ડ હોય છે જે હાલ માં અત્યારે મને દેખાતી નથી પણ એનું કાર્ય હું તમને કહિ દવ...
રાગિણી એ રોગ માટેની અમારી જમીન પર એક એવી લેડિ છે કે જે પોતાના પર કોરોના વાઈરસ ની વેક્સીન ની પ્રીટેસ્ટ કરાવે છે,એને પોતાની જીંદગી ને લોકો માટે દાન કરી દીધી હોય છે,અને જો એની પર એક્સપરીમેન્ટ ફેઇલ થાય તો ઓપ્શન નં-2 એટલે કે હું,
અને રહી મારી વાત તો ભાઇ હું તો સિમ્પલ એક નોવેલીસ્ટ છું કે જેની નોવેલો વાંચીને રાગિણી મારા પર ઇમ્પ્રેસ થય અને પછી વાત ચીત અને હાલ ફિલહાલ અમે ડેઈટ પર છીએ,
ડેઈટ.....!
આ ડેઈટ નહિં પણ મોત ની સાઈન છે મારા માટે,હું રાગિણી સાથે ડેઈટીંગ કરુ,લવ અમારો સકસેસ થાય એની પેલા તો કોરોના નામનો દેત્ય મારી લવ સ્ટોરી નો વિલન બની ગયો યાર,
હજી તો મારો નવો નવો લવ થયો હતો,જે પહેલી વાર થયો હતો,હજી તો ફ્લાઇન કિસ થી આગળ વધ્યો પણ નો હતો,અને ત્યાં અચાકનક આ વાઇરસ આવી ગયો,
કેટલા સપના જોયાં હતાં કે અમે હારે મુવી જોઇશું,પાર્ક માં ફરવા જઇશું,પુરાની ફિલ્મો ની જેમ હારે જીવા મરવાના કસમો ખાશુ,એને થંડરબર્ડ પર બેસાડી ને લોંગ ડ્રાઈવ પર જશું,એક બીજાં ના પ્રેમ માં એવા ખોવાઈ જશું કે એનામાં હું અને મારા માં ઇ,પછી લગ્ન કરત અને ગોમટોલ બે ટેણીયા હોત,પણ અત્યારે એવી હાલત થઈ ગઈ છે કે અગાશી પર ચડ્યા હોય તો એવું લાગે છે કે જાણે માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યા હોય,કેમ કે લોકડાઉન છે ને એટલે ઘર અંદર થી ઘર ની અગાશી બસ આ આપણી સફર છે,
પણ અત્યારે હું કાલ્પનિકતા ની દુનિયા માં છું જ્યાં મારે દુનિયા ને બચાવવાની છે,
એક વાત કહું મીત્રો ખોટું ના લગાડતા હો....
જે લોકો દેશ છોડી ને વિદેશ જવાનો શોખ રાખતા હતા એ લોકો ને 100% સમજાય ગયું હશે કે ભારત માં રહેશો તો જ જીવતા રહેશો,
આતો કોઇ ચમત્કાર જ આપણને બચાવી રાખે છે,બાકિ સવા સૌ કરોડ ની વસ્તી માં તો આ વાઇરસે ભુક્કો બોલાવી દીધો હોત,પણ મે જેમ કહ્યું એમ કે આપણે એક દેશ માં રહીએ છીએ જ્યાં માનવતા ના અદ્ભુત દાખલાઓ છે,આપણો દેશ એ સહનશીલતા વાળો દેશ છે,
કેમ કે આપણે હંમેશા બધાને સહન કરતા આવ્યા છીએ, પછી મુગલો હોય,જર્મની વાળા હોય કે પછી અંગ્રેજો હોય,
આપણે હંમેશા શાંત અને સહનશીલતા સાથે એ લોકોનો સામનો કર્યો છે,
અને એમાંય આતો વાઈરસ છે અને એને તો આપણે ખાલી ઉલ્લુ રમાડવાનો છે,બસ ઘર માં રહો અને સુરચ્છીત રહો,
જ્યાં સુધી તમે આ વાઇરસ ને લેવા ઘરની બાર નીકળશો નહિં ને ત્યાં સુધી એ તમારી પાસે નહિં આવે,પણ જો તમે એને સામે થી બોલાવો તો વાત અલગ છે,તો તો તમને ઇશ્ર્વર પણ નો બચાવી શકે,એટલે ઉડતું તીર પકડવાનું નહિં,
બસ ઘરમાં રહો કહાની વાંચો,ના લગ્ન નો થયા હોય તો ઘર માં માઁ-બાપ ને કામ કરાવો,લગ્ન થયા હોય તોય બી માઁ જે કામ કરતી હોય એમની મદદ કરવાની,
ખાસ કરીને જે સ્ત્રીઓ સાસરીમાં સાસરીયુ માને છે એ જ મોટી ભુલ છે,
તમે સ્ત્રી લોકો એક ઘરને મુકિ ને બીજાં નવા ઘરે જાઉ છો,
એમાં નવીન એક જ વ્યક્તિ હશે એ છે તમારો પતિ બસ,
બાકિ બધા સંબંધ સરખા છે,
ત્યાં તમારે બેન હતી તો અંઇઆ નણંદ છે,ત્યાં તમારે ભાઇ હતો તો અંઇઆ દિયર છે,ત્યાં તમારે માઁ બાપ હતા તો અંઇઆ પણ સામે માઁ બાપ જ છે,ખાલી એક વ્યક્તિ બદલાઇ છે એ છે તમારો પતિ....
ઓહો....... બોવ જ્ઞાન ની વાત કરુ છું કા...કંટાળી ગયા હોય તો કહાની ને આગળ વધારી....
અમે ચારેય ખુબ મહેનત કરતાં હતાં લોકો ને બચાવવાની,
અંદર થી ખુબ દુખ પણ હતું કે એકા એક આવું દુનિયામાં થય ગયુ,
વાઈરસ ખુબ તેજી થી આગળ વધી રહ્યો છે અને અમે લોકો એનાથી પણ વધારે સેવા કરી રહ્યા હતા,
એક દિવસ બન્યું એવું અમે સ્પેસશીપ માં દુનિયા ભર ના લોકો ને ભરી ભરી ને સ્થળાંતર કરી રહ્યા હતા,પેલા ભારત દેશ ના બધા લોકો ને હાથ માં લીધો,જેટલાં કોરોના ના પેઇન્ટસ હતા એ લોકો ને મંગળ ગ્રહ પર અલગ સુવિધા કરી,પછી જેટલાં કોરેન્ટાઇન હતા એ લોકો ને અલગ રાખ્યાં અને જે લોકો સાજા અને નિરોગી હતા એ લોકો ને સાવ અલગ રાખ્યાં,બધી ગોઠવણી થય ચુકી હતી,
કોરોના પેઇસેન્ટ ધીમે ધીમે સાજા થવા પર હતા,કોરેન્ટાઇન વાળા પણ ચિંતા મુક્ત બની ગયાં હતા,
અને આપણા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ને પણ સાવચેત કરી દીધા હતા,
આમ માત્ર 8 દિવસ સુધી માં આખા ભારત દેશ ને મંગળ ગ્રહ પર અલગ અલગ રાખીને 100% કોરોના મુક્ત કર્યા, પછી મંગળ ગ્રહ પર ના ભારતીયો ને ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર મુકી ને અમે ચારેય પ્રુથ્વિ પર એટલે કે ભારત આવ્યા એ જોવા માટે કે ભારત દેશ ની પાવન ભુમિ પર કોરોના ના સિસ્ટીમ છે કે નહીં,લગાતાર 5 દિવસ ના પરિક્ષરણ બાદ અમને એક પણ વાઇરસ ના સિસ્ટીમ દેખાયા નહિં,એટલે અમે લોકો ખાવા પીવા ના તમામ રાશન સ્પેસશીપ માં ભરીને મંગળ ગ્રહ પર લઇ ગયાં,
ડોક્ટર સ્ટાફ સાથે ની વાત ચીત જાણવાં મડ્યુ કે કૈ જેટલાં કોરોના પેઇસેન્ટ હતા એ બધા હવે સુરચ્છીત છે અને સ્વાસ્થ છે,હવે આપણા સવા સૌ કરોડ ની આબાદી માં એક પણ કોરોના વાઈરસ ના સિસ્ટીમ છે નહિં,તમે કહો આપણા દેશ ની ભુમિ પર તમને કાઇ સિસ્ટીમ મંડ્યા.?
જી નહિં ડોક્ટર એક પણ છે નહિં,હવે આપણે એ લોકો ને આપણા દેશ તરફ પાછા લઇ જાય તો કેવું રે....
હા પણ તમે જે વેક્સીન તૈયાર કરી છે એનું પરિક્ષરણ તો કરવું પડશે ને...તો આપણે દુનિયા ને બચાવવા એ વેક્સીન આપી શકીએ,
જી રાગિણી હજું અંડર કોરોના જ છે,અને એની પર તમે એસ્સપરિમેન્ટ કરી શકો છો,
ઓકે ક્યાં છે એ...???
સ્પેસશીપ ના લાસ્ટ રૂમ માં રાખી છે,
ઓહ અચ્છા તો ચાલો આપણે એમના પરિક્ષરણ માટે જઇએ,
રાગિણી પર કોરોના વાઈરસ માટે ની વેક્સીન નુ ટેસ્ટ લીધું અને હું રોતો,ભગવાન પાસે હાથ ફેલાવીને રાગિણી ની જાન ની ભીખ માંગતો હતો,પિન્ટુડો અને ડેવિડ મારી પાસે આવ્યા અને મને આસવેસન આપવાં લાગ્યા કે હિંમત રાખ ટેસ્ટ સારો હશે અને એ દુનિયા ને બચાવા કામ આવશે,તું આમ ટુતી જાઇશ તો રાગિણી નું ધ્યાન કોન રાખશે...
થોડિ વાર પછી ડોક્ટર આવે છે અને મારો હાથ ઝાલીને રાગિણી પાસે લઇ જાય છે,
ડોક્ટર આ ટેસ્ટ કામયાબ રહ્યો ને...???
તમે જ પુછી લો ને....
રાગિણી આમ તો બેહોશ હાલત માં પડી હતી પણ મે એનો હાથ પકડીને કહ્યુ
રાગિણી એય રાગિણી,તને ખબર છે,જ્યારે મેં તને પેલી વાર જોય ને ત્યારે જોતાંની સાથે જ ગમી ગઈ હતી અને એવા ટાણે જ તારી હારે મન માં ફેરા ફરી લીધા હતા,અને એયને બે મસ્ત ગોમટોલ જેવા ટેણીયા,એક તારા હાથ માં ને બીજું મારા હતા હતું,સફેદ દૂધ જેવા અને તારા જેવા જાડા હતા,
ઓયયયયય......કેવી વાહીયાત ભરી વાત કરે છે યાર દિપડા તું,લગ્ન થયા ને છોકરાઓ પણ કરી લીધા એ પણ બધું મન માં,,,,
અરે ડેવિડીયા આ તો ભાન માં આવી ગઇ લ્યા...
અરે હું ક્યાર ની ભાન માં જ છું આતો તારુ રિએક્ટ જોવા માટે બેભાન નું નાટક કરતી હતી,
એલા એય પિન્ટુડા સ્પેસશીપ ને ભારત પહોંચાડ એટલે હુ આની હારે ફેરા ફરી લઉં,નહિંતર આ ક્યાંય બીજે ફેરા નો ફેરવી લ્યે સમજ્યો....
હા હવે હાલૉ બધાય આપણા વતન આપણી પ્રુથ્વિ પર...
અમે લોકો બધાય ને ભારત પહોંચાડવાની કામગીરી હાથ લીધી અને એ લોકો ને પહોંચાડ્યા પછી અમે લોકો જ્યારે સ્પેસશીપ ને પાર્ક કરવા જતા હતા ત્યાં અચાકનક અમારી સ્પેસશીપ નું સર્વર બગડ્યું અને બધા કંટ્રોલ ઓટોમેટીક થયા અને એક વિશાળ મોટા વેરાન રણ માં અમારૂ સ્પેસશીપ પડ્યું અને અમે લોકો અમારી યાદ શક્તિ ભુલી ગયા અને મને અચાનક ચક્કર આવતાં ની સાથે બધું યાદ આવ્યું તો લાલ કલર ની બેગ જેમાં કોરોના વેક્સીન હતી એ મડિ ગય અને અમે લોકો સ્પેસશીપ માં જેટલું આવાં પીવા નું હતું એમાંથી અમારાથી લેવાય એટલું લઇને ચાલવા માંડ્યા અને અમે ચાર દિવસે હાઇવે પર પહોચ્યા અને ત્યાં થી સીધા રાજસ્થાન અને રાજસ્થાન ના ચીફ મિનિસ્ટર ને વાત કરી અને પછી અમને લોકો ને પ્રધાનમંત્રી પાસે લઇ ગયા અને ત્યાં અમને લોકો ખુબ શુભેચ્છાઓ સાથે દેશ અને દુનિયા ને બચાવવા બદલ રાષ્ટ્રીય પુરસ્કારો આપ્યા,અને અંતે ભારતે એ વેક્સીન ને દુનિયા ભર ના દેશો ને આપીને કોરોનાને દુનિયા માંથી નાબુદ કર્યો....
ત્યાં અચાનક એક કોક લાત મારતું હોય એવું લાગ્યું અને એકદમ જાડા અવાજ માં સંભળાતું હતું એલા એય ઉઠ નાલાયક આ તારા બાપા બાર વાગ્યા આમ જો એ કોક ના ફોન પર ફોન આવે છે ઉઠ ને નકર હજી મારે હુ,અને ભાઇ એક ઝાટકે મારી આંખો ખોલીને જોયું તો સાલુ એક સપનું હતું અને એમા મારા બાપા ને મોકો મડિ ગયો મને લાતૂ મારવાનો સંભાળવાનો,
અને મે તરતજ રાગિણી,પિન્ટુડો,અને ડેવિડીયા ને કોન્ફરન્સમાં માં લઇ ને આ સપના વિશે વાત કરી....
તો એ લોકો એ પણ જોર જોરથી હસવા લાગ્યો માંડ્યા અને બોલ્યાં લોકડાઉન માં રે,,,,બાકી દવા એ લોકો શોધે જેને હકીકત માં શોધવાની જરૂર છે,બાકિ કુંભકર્ણની જેમ સુઇ રેવાથી અને સપનાઓ જોવાથી વેક્સીન ના બની રે હો ભાઇ....
અરે રાગિણી તું તો કંઈક બોલ યાર,આ લોકો ને કેને...
શું કવ દિપડા તારા કામ જ આવા હોય,અને એકેઇ દિ એવો ગ્યો છે,જેમા તે મારી હારે લગન નો કર્યા હોય,અને બે ટેણીયા ના જોયા હોય,કે જોઇને મને....
મારે એકેઇ જોડે વાત નથી કરવી જાઉ,,,,,આઇ હેટ અલ ઓફ યુ....
અરે આતો છોકરી ની જેમ નારાજ થય ગય હે,હાલ હાલ તૈયાર થઈને અને ચા પી ને પાછો કોલ કર ચલ,અને હા મને એક જ ને હો,,,,તારા આ બે નમુના ને નય....
હા સારું ચાલ કરૂ છુ,,,,,લવ યૂ અલ....
હા હા હવે લવ અ લોટ....
મીત્રો કોરોના વાઈરસ એક બોવ ભયંકર અને સંક્રમણ વાડી બીમારી છે,આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ કે આની વેક્સીન જલ્દિ થી તૈયાર થઈ જાય અને દેશ તેમજ આ દુનિયા બચી જાય,આ બીમારી રાજા કે રંક જોતી નથી,
આ બીમારી હિન્દુ કે મુસ્લિમ જોતી નથી,આ બીમારી મનુષ્ય માત્ર ને હણવા આવી છે પણ જો આપણે ધ્યાન રાખીએ,અને આ બીમારી ની ચેઇન તોડીએ તો જ આપણે આ બીમારી ને હરાવી શકીશું નહીં હો તો આપણે હણાય જશું....
બસ આપણા દેશ ના પ્રધાનમંત્રી સાહેબ ની વાત નુ અને એમની આજ્ઞાનું પાલન કરીએ અને સંયમથી આ મહામારી બિમારી થી જંગ જીતીએ,
મારા વ્હાલા મિત્રો જ્યાં સુધી આ મહામારી નો કોઇ પુખતો ઇલાજ ના મડિ રે ત્યાં સુધી તમે તમારું અને તમારા પોતાઓનુ ધ્યાન રાખજો,
આ એક એવી બીમારી છે જે ઝડપ થી અસર નથી કરતી પણ એ અસર કરે એની પેલા તો આપણે કેટલાઇને મંડ્યા હોય,તો એ લોકો ને પણ થય હોય,એમ એક માંથી દસ ને થાય એવું પાપ તમે કોઇ દિવસ ના કરતા,અને તમને જરા પણ એવું લાગે તો આરોગ્ય સંસ્થા નો સંપર્ક કરજો,અને ચેકઅપ થી ડરતા નહિં સામે આવજો,જેથી કરીને પોલીસ પ્રશાસન ને હેરાન ન થવું પડે,
મારા દેશ ના એ તમામ યોધાઓને ચરણ સ્પર્શ નમન કરું છુ કે જેવો દેશ ને બચાવવા પુરજોશમાં મહેનત કરે છે,
મારા અને મારા દેશ માટે જે ડોક્ટર,નર્સ,વોર્ડબોય,અને સફાઈ કર્મચારી તેમજ ભારત ની તમામ ફોર્સ ખડેપગે સેવા આપી રહિ છે એમને હું ચરણ સ્પર્શ નમન કરું છુ,
અને જેટલા બી લોકો આ લોકડાઉન નુ પાલન કરે છે એમને પણ હું નમન કરું,
અને જે લોકો પોતાની મર્દાનગી બતાવા ખાલી સીન નાખવા બહાર નીકળે છે એમને હું ફક્ત એટલું જ કહીશ કે જે આવા તત્વો છે એ એના પરિવાર તેમને દેશ ના ગદ્દાર છે,અને આપણી કમનસીબી એ છે કે આપણે આવા તત્વો ને પણ સાચવવા પડે છે,સુધરી જાવ યાર હજી પણ મોડું નથી થયું.....
તમારી ખુદ ની રક્ષા બીજા માટે વરદાન છે,
મહર્ષિ ચરક જીએ કહ્યું હતું કે જ્યારે કોઇ એવી બીમારીનો સામનો કરવો પડે કે જેમાં એક માંથી બીજા થાય તો એમાં જ્યાં સુધી ચિકિત્સક એનો કોઇ પુખતો ઇલાજ ના શોધી લે ત્યાં સુધી એના સંક્રમણ માં આવવું નહિં....
સાહેબ આતો હજારો વર્ષ જૂની સંસ્કૃત ભાષા માં કહેલી મહર્ષિ ચરકે કરેલી વાત છે,અને આજે એ ઘટના વર્તમાન સમયમાં થય રહી છે,તો હું હજી હાથ જોડીને પગે પડી ને કહ્યું છું કે તમે સંક્રમણ થી બચો અને આજુબાજુ ના માણસોને બચાવો....
વંદે માતરમ્