જીવન ઉપયોગી સોનેરી સૂત્રો...
મિત્રો,માનવ જીવન અમૂલ્ય છે, એ બહુ મુશ્કેલી થી આપણને મળ્યું છે,તો એવો એને શ્રેષ્ઠ રીતે કઈ રીતે જીવવું એ જોઈ લઈએ.
- સૌ પ્રથમ તો ક્યારેય પોતાની જાતની,અથવા પોતાના સુખ ની કોઈ ની પણ સાથે સરખામણી ના કરવી...એનાથી હંમેશા દુઃખ જ મળશે....જોવું હોય તો બીજા નું દુઃખ જોજો એના થી તમને તમારું દુઃખ ઓછું લાગશે..
- વધુ સારા જીવન માટે કામના અને મહેનત જરૂર કરવી,પણ ખોટા રસ્તા ક્યારેય ન લેવા કેમ કે એ હંમેશા ખોટી જગ્યા એ જ લઈ જશે અને અત્યારે ભલે ખૂબ સારું દેખાય પણ એનો અંત ક્યારેય સારો નથી હોતો.
- જીવન માં કઈ પણ નવું અને સારું કરવા માટે ક્યારેય મોડું થતું નથી,હંમેશા નવું નવું જે જીવન ને ઉન્નતી આપે એ શીખી શકાય છે.
- જે પણ રીતે શક્ય હોય, જરૂરિયાત મંદ ની મદદ કરવી, જે પણ થઈ સકે, એ આશીર્વાદ તમને વિચાર્યું નહિ હોય એ સમય પર પાછા મળશે,અણધાર્યું સારું કામ થઈ જશે.
- દરરોજ પ્રાથના કરવાની ટેવ પાડો....પ્રાથના માં બહુ તાકાત હોય છે..
- જ્યારે પણ તકલીફો આવે ત્યારે દુઃખી થવાં ને બદલે એને ભગવાન ની મરજી સમજીને સ્વીકારવું,અને એમાં પણ સમજણ ને ધીરજ ટકાવી રાખવી, અને આ સમય પણ વીતી જશે એ યાદ રાખવું.
- સમય નું મહત્વ સમજો,અને પોતાના અને બીજાના સમય ને માન આપો.
- કોઈ ની ટીકા,નિંદા ક્યારેય ના કરવી,કોઈ નું ખરાબ ન બોલવું, ના કરવું....થાય એટલું બીજાનું સારું કરવું...સારું બોલવું...
- પોતાના વિશે પણ ક્યારેય મજાક માં પણ નબળી કે નકારાત્મક વાતો ના કરવી,આપનું અજાગૃત માં એ બધી વાતો ને સ્વીકારી હકીકત બનાવી દે છે, એટલે થાય એટલું સકારાત્મક જ બોલવું,વર્તવું અને વિચારવું...દરેક પરિસ્થિતિ માં.... આ થોડું અઘરું લાગે પણ અભ્યાસ કરવા થી ધીરે ધીરે દરેક પરિસ્થિતિ માં કૈક ને કૈક સારું જોવા ની ટેવ પડી જશે.
- એક વાત હંમેશા યાદ રાખવી કે આપને ખૂબ જ મજબૂત હોઈએ છીએ,આપણને આપણું બળ કોઈ મુશ્કેલી ના આવે ત્યાં સુધી ખબર પડતી નથી,તકલીફો ની સાથે પ્રભુ હિંમત પણ આપે છે,એટલે હિંમત ક્યારેય ના હારો....તો અડધી જંગ જીતી જાશો...
- આપને હંમેશા ત્યારે જ હારી એ છીએ જ્યારે આપણે હાર માની લઈએ છીએ,બાકી દુનિયા માં લાખો લોકો એવા છે જે આપણા થી વધારે દુઃખ અને તકલીફ માં છે, કોઈ ને અસાધ્ય બીમારી છે, તો કોઈને બાળકો નથી, કોઈ ને બાળકો છે તો કહયું કરતા નથી, કોઈ ને પહેરવા ચપ્પલ નથી, તો કોઈ ને તો પગ જ નથી, કોઈ ને જીવવું છે તો એમની પાસે વધુ દિવસો નથી, કોઈ ને જીંદગી ને જુવાની છે તો કોઈ પણ કારણ ના લીધે પોતાનો જીવ લઈને ટુંકાવી દે છે, કોઈ ને નોકરી નથી, તો કોઈ ને નોકરી માં મજા નથી આવતી, કોઈ ના લગ્ન નથી થતાં, તો કોઈ ના છૂટાછેડા નથી થતા, કોઈ ને પરદેશ જવું છે,તો કોઈ ને ત્યાં થી પાછા આવવું છે, કોઈ ને ખુબ પૈસો ને પ્રસિદ્ધિ જોઈએ છે,તો પ્રસિદ્ધ લોકો ને એકલતા ને શાંતિ જોઈએ છે, કોઈ ઓડી લેવી છે તો કોઈ ને સાઈકલ ના પણ ફાફા છે....કોઈ ને ફરવા જવું છે તો કોઈ ને ઓપરેશન ના પણ પૈસા નથી, કોઈ ને લેટેસ્ટ ફોન લેવો છે તો કોઈ ને જમવાના પૈસા નથી....એવું તો ઘણું બધું દુનિયામાં છે મિત્રો....
મિત્રો, આશા છે કે આ સૂત્રો તમને ઉપયોગી થશે....વાંચીને તમારા પ્રતિભાવો જરૂર જણાવજો જે થી કરીને વધુ લખવાનું પ્રોત્સાહન મળે.