Shutdown - 1 - 1 in Gujarati Fiction Stories by Ghanshyam Katriya books and stories PDF | અક બંધ - ભાગ 1.1

Featured Books
Categories
Share

અક બંધ - ભાગ 1.1

પહેલો દિવસ


હજુ તો એવું જ લાગે છે કે ગઈ કાલે જ 10માં ધોરણની પરીક્ષા પુરી થઇ છે. આજે સ્કૂલનો પહેલો દિવસ હતો અને બધા નવા મિત્રો બનવાના હતા. પણ ખબર નહિ કેમ, આજે વેકેશન માં કરેલી મોજ મસ્તી ની બહુ જ યાદ આવતી હતી. વેકેશન માં કરેલી ધમાલો જેવી કે ક્રિકેટ રમી-રમી ને પડોશીના તોડેલા બારીના કાચ, ગરિયાને જાળી વીટવીને ધોયા મારેલા ગરિયા, પતંગની વધેલી દોરીથી રમેલી લંગર-લુંડી... હજુ તો જેટલું કહીયે એટલું જ ઓછું છે. મનમાં બહુ બધી વાર એવું થતું હોય છે કે કદાચ એક વર્ષના ભણતર પછી બીજું એક વર્ષ વેકેશન હોવું જોઈએ જેથી કરીને વેકેશન ઓછું મળ્યું છે એવું મનમાં વિચાર પણ ના આવે. ચાલો હવે છોડો હવે એ બધી વાતને, એમ પણ વાતોનું વગડોળ બનાવીને કશું થવાનું તો છે જ નહિ.


હજુ તો આ બધું હું વિચારતો જ હતો એટલામાં જ રસોડામાથી મમ્મીની બૂમ આવી કે ચાલ હવે જલ્દી પથારી માંથી ઉભો થા અને મોઢું વીછળીને બાથરૂમ ભેગો થા. આજે તારો નિશાળનો પહેલો દિવસ છે અને આજે મોડું કરીશ તો આખું વર્ષ તારે મોડું થશે. મને આજ સુધી ખબર નથી પડી કે એવું કઈ બુકમાં લખેલું છે કે જે સ્કૂલના પહેલા દિવસે મોડા પહોંચીયે તો આખું વર્ષ મોડું થાય. હું જલ્દી થી તૈયાર થયો અને મેં મમ્મીને કીધું કે લાવ જલ્દી મને નાસ્તો કરાવ નહિ તો મારે મોડું થશે. એટલામાં જ સામેથી અવાજ આવ્યો કે અત્યાર સુધી સુઈ રહ્યો હતો ત્યારે તને મોડું નહોતું થતું? આજે વહેલા ઉઠવાનું હતું તો ગઈ કાલે રાત્રે મોડા સુધી ના જગાય. મેં મનમાં કહ્યું કે હા, ચાલો હવે જલ્દી થી મને નાસ્તો આપો એટલે હું સ્કૂલ ભેગો થાવ. હું મનમાં ગણગણતો હતો ત્યાં જ બીજી બૂમ પડી કે તે હજુ યુનિફોર્મ નથી પેહેર્યો? મેં એમને કહ્યું કે આજે સ્કૂલનો પેહલો દિવસ છે એટલે રેગ્યુલરમાં જ જવાનું હોય. હવે એમને કોણ સમજાવે કે આખા અઠવાડિયામાં એક બુધવારના દિવસે જ યુનિફોર્મ ના પહેરવાની છૂટી મળતી હોય. એમાં એકાદ દિવસ વધારે યુનિફોર્મ વગર જવાનું હોય તો એનો આનંદ જ કઈક અલગ હોય.


હું જલ્દીથી નાસ્તો કરી ને મારી સાયકલ લઇને નીકળ્યો, જેવી રીતે આગલા દિવસે નક્કી કર્યું હતું એ રીતે જ રાહુલ પેહ્લે થી મારી રાહ જોઈને ઉભો હતો. રાહુલ અને હું બંને છેલ્લા 3 વર્ષથી એક જ સ્કૂલ માં હતા. અમે બંને સારા એવા મિત્રો હતા. એટલા માટે અમે બંને એ નક્કી કર્યું હતું કે જો એક જ સ્કૂલ માં 11માં ધોરણ માં સાથે જ એડમીશિન મળી જાય તો સારું અને એવું જ થયું કે અમને બંનેને એક જ સ્કૂલમાં એડમિશન મળી ગયું. એ મારી રાહ જોઈને જ ઉભો હતો એવું લાગ્યું, અમે બંનેએ સાથે સાયકલ ચલાવી અને સ્કૂલ તરફ નીકળ્યા.


સ્કૂલના કેમ્પસમાં અંદર ગયા અને અમે અમારો કલાસરૂમ ગોતવા લાગ્યા કારણકે 11માં ધોરણ માં આ સ્કૂલમાં 3 વર્ગ હતા. એમાંથી અમારો વારો ક્યાં વર્ગમાં છે એ અમને ખબર જ ન હતી, અમને તો બસ મનમાં એટલું જ હતું કે બંનેનો એક જ વર્ગમાં વારો આવવો જોઈએ. સ્કૂલના નોટિસ બોર્ડ પર જોયું તો મારો અને રાહુલ નો વારો એક જ વર્ગ માં હતો. અમે ક્લાસમાં અંદર જઈને જોયું તો હજુ થોડાક જ વિદ્યાર્થીઓ હાજર હતા, એમ કહીયે તો કદાચ વર્ગ ની પેહલી 2 પાટલીઓ જ ભરાયેલી હતી. અમે બંને જઇને 3જા નંબર ની પાટલીએ બેસી ગયા અને ટીચર ની રાહ જોવા લાગ્યા. બધા અંદરોઅંદર એક બીજા સાથે વાતો કરતા હતા, કોઈ એકબીજા ને પોત-પોતાના નામ પૂછતાં હતા અને અમુક લોકો સાથે મેરીટનું પણ પૂછી લેતા હતા.

આવું બધું ચાલતું હતું એટલા માં જ મારી નજર છેલ્લી લાઈનમાં પેહલી પાટલી પર બેસેલી એક છોકરી પર પડી. એની જગ્યા બારીની એકદમ જ નજીક હતી અને એને જોઈને એવું લાગતું હતું કે એ કદાચ પહેલા આવી ને ત્યાં બેસી ગઈ હશે અને પોતાની જગ્યા રોકી લીધી હશે. સ્કૂલના સમયમાં તો એવું જ હતું કે જે પેલા દિવસે આવીને બેસે એ જગ્યા પર જ એણે રોજે બેસવાનું, કદાચ એટલે જ એ છોકરીએ ખૂણાની જગ્યા પકડી લીધી કે ત્યાંથી બારીની બહાર જોવાની મજા આવે. ક્લાસમાં બીજા બધા કરતા એ કંઈક અલગ જ લગતી હતી, કદાચ ક્લાસના બધા જ લોકો નું ધ્યાન એના પર એક વાર તો ગયું જ હશે કારણકે એ એક જ છોકરી એવી હતી કે જેણે સ્કૂલનો યુનિફોર્મ પહેરેલો હતો અને એ પણ સ્કૂલના પહેલા દિવસે જ. અત્યાર સુધીમાં ક્લાસમાં કેટલાય છોકરાઓ અને છોકરીઓ આવ્યા હતા, પણ એમાંથી કોઈએ પણ સ્કૂલનો યુનિફોર્મ પહેરેલો ન હતો. મને મન માં વિચાર આવ્યો કે આ તે વળી કેવી છોકરી કે જેણે સ્કૂલના પેહલા દિવસે જ યુનિફોર્મ પેહરી લીધો, જયારે બીજા બધા તો રાહ જોઈને જ બેઠા હોય કે ક્યારે રેગ્યુલર માં સ્કૂલે જવાનું બહાનું મળે. હું હજુ મન માં આટલું જ વિચારી રહ્યો એટલા માં ક્લાસમાં બીજી 2 છોકરીઓ આવી અને એ બંનેને જોઈને આખો ક્લાસ દંગ રહી ગયો કેમ કે એ બંને છોક્રીઓએ પણ પેહલા દિવસે સ્કૂલનો યુનિફોર્મ પહેરેલો હતો. એ બંને એકસાથે ખાલી પાટલી પર બેસી અને પેલી છોકરીને કંઈક ઈશારો કર્યો, જેના વિષે હું હજુ મનમાં વિચારતો હતો. એ તરત જ ત્યાંથી ઉભી થઈને એ બંને છોકરીઓ પાસે જઈને બેસી ગઈ. એટલી વાર માં બધા જ એક સાથે ઉભા થયા ત્યારે તો મને ખબર પડી કે ક્લાસમાં ટીચર પણ આવી ગયા છે એટલે બધાની સાથે એમને ગુડ મોર્નિંગ વિશ કરવા માટે હું પણ ઉભો થયો.

આજે પેહલો દિવસ હતો એટલે ટીચર એ બધા ને કીધું કે ચાલો બધા પોતા-પોતાના નામ બોલો અને કઈ સ્કૂલમાંથી આવ્યા છો એ કહેવાનું અને સાથે તમારે 10માં ધોરણમાં કેટલા માર્ક્સ આવ્યા એ પણ બોલવાના છે. જયારે પેલી ત્રણેય છોકરીઓનો વારો આવ્યો ત્યારે બધા ને ખબર પડી કે એ ત્રણેય છોકરીઓએ એમનું 10મુ ધોરણ આ જ સ્કૂલમાંથી પૂરું કરેલું હતું. એ સમયે મને એ છોકરીનું નામ ખબર પડી કે એનું નામ હતું આકૃતિ.

Continued...