Broken_Heart in Gujarati Short Stories by Parimal Parmar books and stories PDF | Broken_Heart

Featured Books
Categories
Share

Broken_Heart

બે યાર આટલો બધો શુ શરમાય છે ? આટલુ તો પેલી નેહા પણ નહીં શરમાતી હોય જેને તુ પ્રેમ કરે છે. તારા દિલમાં છુપાયેલી વાત ક્યાં સુધી મને જ કહ્યા કરીશ, હવે એકવાર નેહાને પણ કહીં દે. હુ તારી આ એક ને એક લવસ્ટોરીને સાંભળીને કંટાળી ગયો છુ યાર...અરીસા સામે બેઠેલા નિલ્યાની અંદર છુપાયેલો નિલેશ જાણે મોટા અવાજે બોલી રહ્યો હતો ને નિલ્યો એકદમ શાંત થઇને પોતાની અંદર બેઠેલા નિલેશની વાત સાંભળી રહ્યો હતો.

નિલ્યો માં-બાપનો એકનો એક દિકરો હતો નાનપણથી જ શરમાળ હતો ને હંમેશા બધાથી અળગો રહેતો. માં-બાપને એમ કે જેમ મોટો થાશે એમ બધા જોડે ભળી જાશે પણ નિલ્યો તો દાડે-દિવસે વધારે ને વધારે એકલો થઇ રહ્યો હતો. કોઇની જોડે વાત ન કરે, ટુંકમા જ પોતાનો જવાબ પુરો કરી દે ને આખો દિવસ પોતાના રુમમાં એકલો બેસી રહે.

માં-બાપને નિલ્યાની ચિંતા થવા લાગી એટલે છેવટે નિલ્યાને બારમું ધોરણ ગામમાં પુરુ કરાવીને આગળના અભ્યાસ માટે શહેરમાં મોકલવાનો નક્કી કર્યુ જેથી સારુ એવુ ભણી પણ શકે ને પોતાનો શરમાળ સ્વભાવ તથા એકલતા દુર કરી શકે.

પણ સ્વભાવમાં ફેર પડે તો નિલ્યો સેનો ? પાકા ઘડે કાંઠા ન ચડે એમ નિલ્યો શહેરમાં આવીને પણ એકલો રહેવા લાગ્યો. પોતાની એક અલગ રુમ રાખીને એમા રહેતો. કોલેજ જવાની ઇચ્છા થાય તો બેગમાં બે ચોપડી નાખીને કોલેજ જતો રેતો નહીં તો આખો દિવસ રુમમાં પડ્યો રહેતો. નિલ્યાની જિંદગી જાણે સાવ નિરસ બની ગયી હતી એકલતા જાણે અંદરથી નિલ્યાને ખાઇ રહી હતી. નિલ્યો કયારેક ઉંડા વિચારોમાં ખોવાઇ જતો. હુ કેમ બધાથી અલગ રહુ છુ ? મને કેમ હંમેશા એકલુ એકલુ જ ફીલ થયા કરે છે નિલ્યો પોતાની જાતને અરીસા સામે રાખીને આવા સવાલો કરતો પણ કયારેય કોઇ જવાબ મળતા નહી.

કોલેજના બે વર્ષ તો આમ જ નીકળી ગયા ને છેવટે જાણે ઇશ્વરની કૃપા થઇ હોય એમ ત્રીજા વર્ષમાં નિલ્યાને કોલેજમાં એક છોકરી પસંદ પડી. પોતાના ક્લાસમાં જ એડમિશન થયેલું એટલે નિલ્યો હવે દરરોજ કોલેજ આવતો થઇ ગયો. પેલા કયારેક છેલ્લી બેન્ચે બેસીને લેક્ચરમાં કંટાળો આવે તો છટકીને બહાર જતો રહેતો. પણ હવે તો કોઇપણ લેક્ચરમાં કંટાળો જ નહોતો આવતો. હંમેશા પેલી નવું એડમિશન લીધેલી છોકરીને જોયા કરતો.

હા, એ છોકરી નેહા હતી. પપ્પાની જોબનુ ટ્રાન્સફર આ શહેરમાં થયેલુ એટલે પોતાની કોલેજ છોડીને આ કોલેજમાં એડમિશન લીધેલુ. દેખાવમાં સીધી સાદી સરળ છોકરી હતી. પણ નેહાનો સ્વભાવ ય થોડો શરમાળ તો ખરો જ. નેહા કોલેજમાં નવી હતી એટલે કોઇ ફ્રેન્ડસ નહોતા અને બીજા બધા છોકરી છોકરાઓ બે વર્ષમાં એકબીજા જોડે સેટલ થઇ ચુ્કયા હતા સિવાય નિલ્યો. ભુતને પીપળો જડી જ રહે એમ નિલ્યો અંદરોઅંદર ખુશ થવા લાગેલો.

નિલ્યાનો સ્વભાવ ધીમે ધીમે બદલાયો જેને હંમેશા એકલતા કોરી ખાતી એ નિલ્યો હવે નેહાના વિચારોમાં ખોવાયેલો રહેતો ક્લાસમાં પણ નેહાને ટગર ટગર જોયા કરતો. બે વર્ષ કોઇના જોડે કામ સિવાય વાત નહોતો કરતો એ નિલ્યો હવે બીજા મિત્રો પાસેથી નેહા જોડે ફ્રેન્ડશીપ કરાવવાની વાતો કરવા લાગ્યો

નિલ્યાના જીવનમાં ગજબનુ પરિવર્તન આવી રહ્યુ હતુ. જેમ આખા જંગલને બાળવા માટે ફકત એક તણખો જ કાફી હોય એમ નિલ્યાના સ્વભાવને બદલવા માટે નેહાની એક ઝલક જ કાફી હતી. નિલ્યો બદલાઇ રહ્યો હતો જાણે નિરસ બનેલા જીવનમા નિલ્યાને ફરી રસ પડવા લાગ્યો હતો જીવનમાં નવા રંગો પુરાઇ રહ્યા હતા. નિલ્યો ખુશ હતો ને આખરે દોસ્તોના સપોર્ટના લીધે નિલ્યાની ફ્રેન્ડશીપ નેહા જોડે થય જ ગઇ.

નિલ્યો હવે થોડો ખુલ્યો ઓછાબોલો હતો એ હવે પોતાની વાત નેહા સામે રાખી શકતો ધીમે ધીમે નિલ્યો ખીલી રહ્યો હતો પોતાના મનમાં આવતા અવનવા વિચારો નેહા સામે રાખી શકતો. નેહા પણ સામે પક્ષે પોતાના જીવનની વાતો નિલ્યા સામે રાખી શકતી એ પણ નિલેશને નિલ્યો કહીને જ બોલાવતી એના શબ્દોમા પ્રેમ સાફ ઝલકાતો પણ બંનેમાથી એકેય પોતાના શરમાળ સ્વભાવના લીધે પ્રેમનો ઇઝહાર નહોતા કરી શકતા.

એક અલગ લવસ્ટોરી શરુ થય ચુકી હતી નેહા અને નિલ્યાની. બંને ખુશ હતા બંનેને એકબીજાનો સાથ ગમતો. બંનેએ એકબીજાની જીંદગીમાં નવા રંગો પુર્યા હતા. નિલ્યાનો બદલાયેલો સ્વભાવ પોતાના માતા પિતા થી અજાણ નહોતો બંનેના ચહેરા પરની ચિંતા દુર થઇ ચુકી હતી હવે ચહેરા પર સ્મિત હતુ પોતાના દિકરામાં આવેલા બદલાવને લઇને હવે બંને ખુશ હતા.

બે યાર આટલો બધો શુ શરમાય છે ? આટલુ તો પેલી નેહા પણ નહીં શરમાતી હોય જેને તુ પ્રેમ કરે છે. તારા દિલમાં છુપાયેલી વાત ક્યાં સુધી મને જ કહ્યા કરીશ, હવે એકવાર નેહાને પણ કહીં દે હવે હુ તારી આ એક ને એક લવસ્ટોરીને સાંભળીને કંટાળી ગયો છુ યાર...અરીસા સામે બેઠેલા નિલ્યાની અંદર છુપાયેલો નિલેશ જાણે મોટા અવાજે બોલી રહ્યો હતો.

નિલ્યો એકદમ શાંત થઇને પોતાની અંદર છુપાયેલા નિલેશની વાત સાંભળી રહ્યો હતો. હિંમત ભેગી કરી રહ્યો હતો. બીજા દિવસે નેહા સામે પોતાના પ્રેમનુ પ્રપોઝલ મુકવાનુ હતુ જો કે બંને વચ્ચે સમજણ હતી એટલે આ પ્રપોઝલની જરુર નહોતી છતાય પોત‍ાનો અહમ સંતોષવા માટે એ જરુરી હતુ.

રાતે બંને વચ્ચે લાંબા સમય સુધી ચેટીંગમાં વાતો થાય છે ને છેવટે બીજા દિવસે કોલેજની નજીકમાં આવેલા કેફેમા મળવાનુ નકકી કરે છે નેહા પણ નિલ્યાના મનમાં છુપાયેલી લાગણીઓ જાણતી હતી બંને ખુબજ ખુશ હતા બંને વચ્ચેના આ દોસ્તીના સંબંધને આવતી સવારે નવું નામ આપવાનુ હતુ આપી ચુક્યા હતા. ફક્ત ફોર્માલીટી બાકી હતી.

બીજા દિવસે સવારે નિલ્યો ઉર્ફ નિલેશ તૈયાર થઇને કેફેમાં વહેલા પહોંચી જાય છે. પહેલીવાર વાળમાં ઝેલ નાખીને વાળને સ્ટાયલીશ કર્યા હતા. બ્લેક ટી-શર્ટ પર સ્પ્રેય છાંટ્યો હતો ને આંખો પર ચશ્મા પહેર્યા હતા. નક્કી કરેલા ટાઇમ કરતા દસ મિનિટ વધારે થઇ જાય છે પણ નેહા હજુ પહોંચી નહોતી એટલે નિલ્યો બારી બહાર તાકી તાકીને નેહાની રાહ જોઇ રહ્યો હતો.

નિલ્યો કેફેની બહાર નીકળ્યો નેહા સામે સ્કુટી લઇને આવતી દેખાઇ નિલ્યો ખુશ થયો બંનેની આંખો દુરથી જ મળી ગયી બંનેના ચહેરા પર કયારેય ન જોયુ હોય એવુ સ્મિત ઉભરાઇ આવ્યુ.

નેહાએ સ્કુટી પરથી જ પોતાનો હાથ ઉંચો કર્યો નિલ્યો નેહાને જોઇ રહ્યો અચાનક સ્કુટીનુ બેલેન્સ ખોરવાયુ સ્કુટી નીચે પડી સાથોસાથ નેહા પણ પાછળથી આવતી ઝડપભેર ટ્રક હોર્ન વગાડતી સ્થિર થાય એ પહેલા નેહાના શરીર પરથી પસાર થય ચુકી હતી. નિલ્યામા શ્વાસ થંભી જાય છે મનમાં ઉડે સુધી ફાળ પડે છે. નેહાની લાશ સામે જોઇને નિલ્યો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો

નિલ્યાની જિંદગી ફરી બેરંગ બની ગયી. ફરીથી પહેલાની જેમ જ જીંદગી નિરસ બની ગયી. નિલ્યાને ફરી એકલતા કોરી ખાવા લાગી.

નેહાની સાથોસાથ પોતાની અંદર છુપાયેલો નિલેશ નામનુ પ્રાણપંખેરુ પણ નેહા સાથે જ ઉડી ગયુ હતુ.

નેહાનુ જિંદગીમાં થોડા સમય માટે આવીને લાંબા સમય માટેની યાદ મુકીને જતા રહેવાની આ ઘટનાએ નિલ્યાને લેખક બનાવી દીધો.

આભાર.

સમાપ્ત

લી.
પરિમલ પરમાર