Karma Attracts Other Karma in Gujarati Philosophy by Maitri Barbhaiya books and stories PDF | Karma Attracts Other Karma

Featured Books
Categories
Share

Karma Attracts Other Karma

આજ‌ આપ સૌ વાચકમિત્રો સમક્ષ વાત કરવી છે Law Of Karmaની.અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા હશું કે જેવા તેના કર્મો,જે જેવા કર્મ કરે એને એવા ફળ મળે.પણ, આપણે આના વિશે ક્યારેય ઊંડાણમાં નહિ વિચાર્યું હોય.કર્મને લ‌ઈને આપણે સાંભળેલા કે વાંચેલા અમુક વિધાનો જે આપણને Whatsapp કે Facebook પર આવતા રહેતા હોય છે:

૧)Karma Has No Menu.You Get What You Deserve.
૨) You Will Never Understand The Damage You Did To Someone,
Until The Same Thing Is Done To You,
That's Why I Am Here(KARMA)

પહેલા એ જાણવાની દિલચસ્પી થાય છે કે આ કર્મ શબ્દ ઉદ્ભવ્યો ક્યાંથી? તો ચાલો પહેલા એ જાણીએ: કર્મ શબ્દ પહેેેલી વખત સંસ્કૃત ભાષામાં ઋગ્વેદમાં પ્રયોજાયો હતો જેેેનો મતલબ છે-વૈદિક સંસ્કૃત શબ્દ કર્મ નો અર્થ છે "કાર્ય" અથવા "કામ".
સંસ્કૃત બાદ કર્મ શબ્દ પ્રયોજાયો હતો પાલી ભાષામાં જેનો અર્થ થાય કૃત્ય.

પહેલા કુલ ૧૧ ધર્મો હતા ત્યારબાદ એમનું અસ્તિત્વ ન રહ્યું.હાલમા જે ધર્મ અસ્તિત્વમાં છે તે છે હિન્દુ ધર્મ, ઈસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ.

નામ ઉદભવ કાળ
૧) હિન્દુ ધર્મ - ઇસ.પૂર્વે ૩૦૦૦
૨) યહૂદી ધર્મ - ઇસ.પૂર્વે ૧૨૦૦
૩)શિન્તો ધર્મ - ઇસ.પૂર્વે ૬૬૦
૪) જરથોસ્તી ધર્મ - ઇસ.પૂર્વે ૬૬૦
૫)તાઓ ધર્મ - ઇસ.પૂર્વે ૬૦૪
૬) જૈન ધર્મ - ઇસ.પૂર્વે ૫૯૯
૭) બૌદ્ધ ધર્મ - ઇસ.પૂર્વે ૫૬૩
૮)કૉન્ફ્યુશિયસ ધર્મ - ઇસ.પૂર્વે ૫૫૧
૯) ખ્રિસ્તી ધર્મ - ઇસ.નો પ્રારંભ કાળ
૧૦) ઇસ્લામ ધર્મ - ઇસ.૫૭૧
૧૧) શીખ ધર્મ - ઇસ.૧૪૬૯

કર્મની પરિભાષા દરેક ધર્મોએ અલગ આપી છે.હિન્દુ, બૌદ્ધ,શીખ તેમજ તાઓવાદ ધર્મમાં કર્મનું તત્વજ્ઞાન પુુનર્જન્મના વિચાર સાથે ગાઢ સંંકળાયલ છે.વર્તમાનમા કરવામાં આવેલ કર્મ આ જન્મમાં વ્યક્તિનાં ભાવિ તેમજ ભાવિ જીવનની પ્રકૃતિ અને ગુુુણવત્તાને અસર કરે છે.

જૈન ધર્મની કર્મ માન્યતા: જૈન ધર્મ એવું કહે છે કે કર્મ એ મૂળ ઉપપત્તિ/સૃષ્ટિ-રચના છે.આત્માના સ્થાનાંતરણ (જીવ) ના આધારે માનવ નૈતિક ક્રિયાઓ.જૈન ધર્મ એવું માને છે કે કર્મ એ સ્થૂળ વિષય છે જે સમગ્ર બ્રહ્માંડમાં છે.આપણા કાર્ય જીવ કર્મને આકર્ષે છે!
જરથોસ્તી ધર્મ, યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મ પુનર્જન્મમાં માનતા નથી પરંતુ કર્મના નિયમને સ્વીકારે છે.આ ધર્મો અનુસાર માનવને તેના કર્મનો યોગ્ય બદલો મળે છે.

કૉન્ફ્યુશિયસ ધર્મ,તાઓ ધર્મ અને શિન્તો ધર્મ આ ત્રણ ધર્મમાં કર્મના નિયમોનું સ્પષ્ટ પ્રતિપાદન નથી પરંતુ આ ધર્મોમાં સત્કર્મનો ઉલ્લેખ છે, જે ગર્ભિત રીતે કર્મના નિયમનો નિર્દેશ કરે છે.

હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મમાં કર્મનો નિયમના સ્વીકારથી તેમાં પુનર્જન્મનો સ્વીકાર અનિવાર્યપણે આવી જાય છે.આ જન્મમાં કરેલા કર્મનું ફળ વ્યક્તિ ન ભોગવી શકે તો પછીના જન્મમાં ફળ મળશે એવો સ્વીકાર અનિવાર્ય છે.ધર્મો એ સ્વીકારે છે કે માનવના તમામ કર્મોના ફળ તેને ભોગવવા પડે છે, આવો ખુલાસો ધાર્મિક જીવનના સુદ્રઢ આચરણ માટે અનિવાર્ય છે.

આપણે ક્યારેય કર્મને વિચારોના સંદર્ભમાં નહીં વિચાર્યું હોય તો ચાલો આજે વિચારીએ અને વાત કરીએ એના વિશે:
જેમ Carમા Reverse Gear હોય છે એમ કર્મની પણ Reverse Gear હોય છે.જો આપણા વિચારો સારા હશે તો આપણને સારાં કર્મ(કામ) કરવાની ઇચ્છા થશે અને એનું પરિણામ પણ સારું આવશે આને કહેવાય સકારાત્મક કર્મ ચક્ર.

આવી જ રીતે નકારાત્મક કર્મ ચક્ર હોય છે, જેને મેં કહ્યું Reverse Gear.આપણને જો વિચારો ખરાબ આવશે તો આપણને કર્મ(કામ) કરવાની પણ એવી જ ઈચ્છા થશે અને અંતે પરિણામ પણ એવું જ આવશે.એટલે વિચાર અને કર્મ વચ્ચે બહુ સીધો સંબંધ છે, અહિં નિર્પેક્ષતા છે જ નહીં, છે માત્ર તો સાપેક્ષતા.

આપણે અત્યાર સુધી નસીબ વિશે એવું સાંભળ્યું છે કે નસીબ તો વિધાતા લખે છે.
આપણો ધર્મગ્રંથ રામાયણમાં એવો ઉલ્લેખ થયો છે કે આપણે જ આપણા કર્મ દ્વારા આપણું નસીબ લખતા હોઈએ છીએ!