મારા બધા વાંચકમિત્રો ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ.મારી હોરર નવલકથાઓ બદલો,કોલેજગર્લ અને અર્ધજીવિતને તમે આટલો બધો પ્રેમ આપ્યો અને પ્રતિભાવો આપ્યા એ બદલ તમામ વાંચકમિત્રો નો દિલથી આભાર માનું છું.અહીં એક સ્પષ્ટતા એ પણ કરીશ કે નવલકથા પહેલા ભાગ થી વાંચવાનું રાખશો તો આગળ જતાં નવલકથામાં આવતા વળાંકોને સમજી શકશો.આ નવલકથા સાવ અલગ પ્રકારની છે એટલે વાંચતી વખતે ફેલાભગ થી આવતી બધી નાની મોટી બાબતોને ધ્યાનમાં લેશો તો તમને અંત સમજાશે.
આજે આપ સૌના અઢળક પ્રેમ અને સપોર્ટને કારણે એક નવી નવલકથા લખવા જઇ રહ્યો છું.જેનું નામ હશે ગુમરાહ.આમ તો મારી દરેક નવલકથા હોરર અને લવ થીમ નું કોમ્બિનેશન હોય છે પણ આ નોવેલ રહસ્ય,રોમાંચ,સસ્પેન્સ અને ડર નું મેગા કોમ્બિનેશન છે.આશા કરું છું આપ સૌ વાંચકમિત્રોને મારી આ નવલકથા પસંદ આવશે.
-જય ધારૈયા(ધબકાર)
ગુમરાહ - ભાગ 1 શરૂ
આજે એમ.કે આર્ટ્સ કોલેજનો નજારો બિલકુલ અલગ હતો. રાત ના નવ વાગ્યા હતા પણ કોલેજના બધા વિધાર્થીઓ અને પ્રોફેસરો કોલેજ ની બહાર એકઠા થયેલા હતા.ચારેયબાજુ રંગબેરંગી લાઈટો લાગેલી હતી અને દીવાલો પર ખૂબ જ સરસ ફોટો લાગેલા હતા.કોલેજનો માહોલ એકદમ ખુશનુમા હતો અને ત્યાં કોલેજના કેમ્પસમાં સ્ટેજ પણ ખૂબ જ શાનદાર રીતે બનાવવામાં આવ્યો હતો.થોડીજ વારમાં આ સ્ટેજ ઉપર સોનિયા શર્મા આવી.
"ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ આર યુ ઓલ રેડી?"
"યસ! પ્લીઝ સ્ટાર્ટ સ્ટાર્ટ!" સામેથી બધા કોલેજના વિધાર્થીઓએ જોશમાં જવાબ આપ્યો.
"ઓકે સો ટુડે વી સેલિબ્રેટ એન્યુઅલ ફંક્શન એન્ડ નાવ વી ઓલ એન્જોય મ્યુઝિક" સોનિયા શર્મા બોલી.
જોરજોરથી ગીતો વાગવા લાગે છે.બધા કોલેજીયનો પાર્ટી ને એન્જોય કરવા લાગે છે અને પ્રોફેસર પણ પોતાના કોલેજના દિવસોને યાદ કરીને પોતે પણ એક કોલેજ સ્ટુડન્ટ હોય તેની જેમ બધા વિધાર્થીઓ સાથે નાચવા લાગે છે. અને થોડીકવાર તો એક છોકરીની ભયાનક ચીસ સંભળાય છે.આ ચીસ એટલી ભયાનક હોય છે કે આટલા બધા અવાજ ની અંદર પણ લોકો આ ચીસ સાંભળીને એકદમ ડરી જાય છે.એટલામાં ત્યાં કોલેજના પ્રિન્સિપાલ સૂરજ દેસાઈ.
"આટલી ભયાનક ચીસ કોની હશે! જનક તું જ બધા લોકોને ઉપર બોલાવવા ગયેલો હતો ને?" કોલેજના પ્રિન્સિપાલ સૂરજ દેસાઈએ જનક ને કહ્યું.
સૂરજ દેસાઈ એમ.કે આર્ટસ કોલેજમાં છેલ્લા વિસ વર્ષથી ફરજ બજાવતા હતા.તેમનો સ્વભાવ કઠોર હતો.પણ આ કોલેજમાં આવતા બધા ગરીબ વિધાર્થીઓની ફી સૂરજ દેસાઈ ભરતા.એટલે જ તેમની કઠોરતા સાથે તેમની ઉદારતા પણ દેખાઈ આવતી હતી.
"સર આઈ હેવ નો આઈડિયા મેં તો બધા લોકોને નીચે આવવા જ કહેલું" જનકે સૂરજ દેસાઈને કહ્યું.
"જનક એક ખૂબ જ હોંશિયાર સ્ટુડન્ટ હતો અને તે ટી.વાય.બી.એ નો વિદ્યાર્થી હતો અને આ ફંક્શન માં ત્યાં હોસ્ટેલમાં રહેતા બધા વિધાર્થીઓ ને બોલાવવાની જવાબદારી જનકને સોંપવામાં આવી હતી.
"તો જનક તે બધાને બોલાવ્યા તો પછી આટલી ભયાનક ચીસ કોની હતી?"
"સૂરજ સર અમે લોકો ઉપરના માળ ઉપર જઈને ચેક કરી લઈએ કે આટલી જોરથી કોણે ચીસ પાડી" આટલું કહીને જનક તેના બે ત્રણ મિત્રો સાથે ઉપરના માળ પર જાય છે.
"અરે જનક આ બધા રૂમ તો સાવ ખાલી છે કોઈ નથી અહીંયા!!" જનકના મિત્રોએ જનકને કહ્યું.
"ના બ્રો હજુ પેલો કોર્નર નો ક્લાસરૂમ બાકી છે ચાલ ત્યાં જોઈ આવીએ" જનકે તેના મિત્રોને કહ્યું.
"અરે યાર આ બધા કલાસરૂમ માં કોઈ ના મળ્યું તો ત્યાં તો કાંઈ નહિ હોય ચાલ ને નીચે સર ને હું કહી દઈશ કે ઉપર કોઈ હતું નહીં" જનકના મિત્રો કંટાળી ને બોલ્યા.
"હું તો ચેક કરવા જાવ છું કારણ કે સૂરજ સરે મને જવાબદારી સોંપી હતી બધાને બોલાવવાની અને કાંઈ પણ આમથી તેમ થયું હશે તો બધો દોષનો ટોપલો મારી ઉપર જ આવશે એટલે હું તો જાવ છું કોર્નર માં કલાસરૂમ પાસે" આટલું કહીને જનક કોર્નરના કલાસરૂમ પાસે ગયો અને ત્યાંનો નજારો જોઈને જનકે પણ જોરથી ચીસ પાડી અને એ પણ ખૂબ જ ગભરાઇ ગયો.
"અરે આ તો જનકનો અવાજ હતો ને જવા દો તો મને ઉપર શું થયું છે એ જોવા" એટલું કહીને સૂરજ દેસાઈ બીજા માળ ઉપર જનક પાસે આવે છે.અને કલાસરૂમ માં નજર પડતા સૂરજ દેસાઈ પણ એકદમ ડઘાઈ જાય છે.
"ઓહ માય ગોડ આ છોકરી કોણ છે? આપણી કોલેજ માં જ હતી?" સૂરજ દેસાઈએ ડરીને જનકને પૂછ્યું.
"અરે સર આ છોકરીનું નામ નેહા છે અને હા એ આપણી કોલેજમાં જ ભણતી હતી" જનક ગભરાઈને બોલ્યો.
"તો જનક મેં તો આ છોકરીને કોઈ દિવસ કોલેજ માં જોઈ નથી" સુરજ દેસાઈએ જનક ને કહ્યું.
"હા સર એને તમે નહિ જોઈ હોય કારણ કે આ છોકરી સાથે સાથે UPSC ની તૈયારી કરતી હતી એટલે અહીંયા કોલેજ માત્ર પરીક્ષા આપવા જ આવતી હતી" જનકે સૂરજ દેસાઈ ને કહ્યું.
"ઓકે તો કાંઈ વાંધો નહિ જે થઈ ગયું એ થઈ ગયું પણ હવે તમે બધા મારી વાત સાંભળો આપણી કોલેજમાં આજે આવી ઘટના બની છે તેની કાનોકાન પણ કોઈને ખબર ના જવી જોઈએ.અને જો આ વાત બહાર ફેલાઈ તો પછી તમારા બધાના સારાવાટ નહિ રહે" સૂરજ દેસાઈએ જનક અને તેના મિત્રો ને ધમકી આપતા કહ્યું.
"અરે સાહેબ આ કોઈ નાની વાત નથી એક છોકરીની ડેડ બોડી મળી છે અને તમે આ વાત છુપાવવાનું કહો છો!સોરી સર હું આ વાત નહિ છુપાવી શકું હું તો પોલીસ ને ફોન કરીને જ રહીશ" જનકે ગુસ્સામાં સૂરજ દેસાઈ ને કહ્યું.
"જનક તું રહેવા દે નહિતર!" સુરજ દેસાઈ ગુસ્સામાં બોલ્યા.
"શું કીધું રહેવા દે નહિતર હા શું કરી લેશો બોલો અરે એક નિર્દોષ છોકરીની આપણી સામે લાશ પડી છે અને તમે મને પોલીસને આ વાતની જાણ કરતા રોકો છો!" જનકે ગુસ્સામાં સૂરજ દેસાઈને કહ્યું.
અને ત્યારબાદ તરત જ જનક તેના સર ની વિરુદ્ધ માં જઈને પણ પોલીસ ને કોલ કરી દે છે અને થોડીકવારમાં ત્યાં ઇન્સ્પેકટર જયદેવ ત્રિપાઠી પોતાની ટિમ સાથે ઘટના સ્થળે પહોંચી જાય છે.
"જય હિન્દ સર મેં જ તમને કોલ કર્યો હતો પ્લીઝ સર આ બાજુ આવો આ રહી ડેડ બોડી" જનક જયદેવ ને ડેડ બોડી બતાવતા બોલ્યો.
"હ.. સૌથી પહેલા આ ડેડ બોડી કોણે જોઈ?"
"સૌથી પહેલા આ લાશ મેં જોઈ સર" જનકે ગભરાયા વગર ઇન્સ્પેકટર જયદેવ ને જવાબ આપ્યો.
"ઓકે..તમે આ છોકરીને ઓળખો છો?"
"હા સર હું આ છોકરીને ઓળખું છું આનું નામ નેહા છે અને એ અમારી જ કોલેજમાં જ ભણતી હતી." જનકે જવાબ આપ્યો.
"હમ્મ.. ઓકે કોન્સ્ટેબલ તમે હવે રૂમ માં જાવ અને પૂરા રૂમ ની તપાસ કરો અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો મને ઈનફોર્મ કરજો અને કોન્સ્ટેબલ વરુણ તમે આ લોકો સાથે ના જતા મારી સાથે જ રહેજો આપણે પંચનામું પણ તૈયાર કરવાનું છે" ઇન્સ્પેકટર જયદેવે કોન્સ્ટેબલો ને કહ્યું.
હવે જયદેવ ની પૂરી ટિમ આખા રૂમ ની તલાશી લેવામાં લાગી જાય છે અને જયદેવ પોતાની કાર્યવાહી ને આગળ વધારે છે.ઇન્સ્પેકટર જયદેવ એક મોટી ઉંમરના વ્યક્તિ છે છતાં પણ તેઓ એકદમ ફિટ છે અને તેમની પર્સનાલિટી ઉપરથી તેમનો અનુભવ દેખાઈ આવતો હતો.તેઓ ચારેય બાજુ નજર ફેરવતા હોય છે અને તેમની આંખો સૂરજ દેસાઈ પર આવીને અટકે છે.
ગુમરાહ - ભાગ 1 પૂર્ણ
હવે જોવાનું એ રહે કે ઇન્સ્પેકટર જયદેવ શું નેહા ના કાતિલ ને પકડી શકશે?હવે ઇન્સ્પેકટર જયદેવ સૂરજ દેસાઈ ને શું પૂછતાછ કરશે?અને સૂરજ દેસાઈ શું કામ પોલીસ ને બોલાવવામાં આટલા બધા ગભરાઈ છે?
કદાચ સૂરજ દેસાઈ તો આ નેહા ના કાતિલ નહિ હોય ને?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે જોતા રહો રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા "ગુમરાહ"
તમને જો આ નવલકથા નો પ્રથમ ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી મને તમારો પ્રતિભાવ આપજો જો કોઈ ખામી જણાય તો પણ જરૂરથી સૂચન આપજો.