પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-29
વિધુ આજે વહેલો જ તૈયાર થઇને સાઇટ પર પહોચી ગયેલો. ત્યાં જઇને જોયું તો બાબુ પગી અને સુપરવાઇઝર શૈલેશની મીલીભગતથી સિમેન્ટની ચોરી થઇ રહેલી શૈલેશની પોતાની પ્રાઇવેટ સાઇટ પર અહીંથી સીમેન્ટ જતો હતો. શૈલેશ વિધુને પહેલાં જ દિવસે ઓફર કરી દીધી અને અહીં આવું બધુ ચાલ્યા કરે આ લાઇન જ એવી છે વિગેરે વાતો કરીને વિધુને સંડોવવા પ્રયત્ન કર્યો. વિધુ શૈલેશની સામે જ જોઇ રહ્યો. એ વિચારમાં પડી ગયો.
વિધુએ કહ્યું "શૈલેશભાઇ તમે શું બોલી રહ્યાં છો એ તમને ખબર પડે છે ? ક્યારથી આ બધુ ચાલે છે ? હું તો હજી આમે સાઇટ પર આવ્યો મારું જણાવું જરૂરી છે બધુ પણ તમે મને શું આપશો ? કંઇક નક્કી કરો પછી વિચારીને કહ્યુ. તમે થોડું ખાલી સીમેન્ટ લઇ જતાં હશો ? બીજી મટીરીયલ પણ લેતાં જ હશો ને ? એ બધાંનાં મારાં ભાગનું શું ? બધુ તમે એકલા ખાવ થોડું ચાલે ? એમાં બાબુ પગી અને બંસીકાકાનો પણ ભાગ હશેને ? પણ મને શું મળશે ?
શૈલેશ હવે સમજી ગયો કે વિધુને ભાગ જોઇએ છીએ પણ કેટલો મળશે ? એ નક્કી કરવાં માંગે છે એનાં કપટી મગજે બીજું કંઇ વિચાર્યા વિનાં જ કહી દીધું ભાગમાં 10% બાબુ પગીને આપુ છું 40% તારાં અને 50% મારાં બોસ મંજૂર ? બંસીકાકાને કંઇ ખબર જ નથી ભાગ કેવો ? અને એ તો શેઠનો ચમચો છે.
વિધુએ વધારે વાત કઢાવવા પૂછ્યું "ઠીક છે મને મંજૂર છે પણ ક્યારે ભાગ મળશે ? આમાં કોઇ મુદત નહી મળે એકબાજુ માલ બહાર જાય બીજુ બાજુ મને મારો ભાગ મળી જવો. જોઇએ. સિમેન્ટ સિવાય શું છે ?
શૈલેશ એકમદ રાજી થઇ ગયો. એને નિરાંત થઇ ગઇ કે આ માસ્ટર કી મારાં કાબૂમાં આવી જાય પછી જોવાનું નહીં ભલે ભાગ આપવો પડે. એણે કહ્યું સ્ટીલ, કપચી, રેતી, સિમેન્ટ, ટાઇલ્સ બધામાં ધાડ પાડું છું જેવી જરૂરીયાત કારણકે બાકી પુરું પણ નથી થતું. તારી પાસે બે ચાર મહિનામાં ગાડી આવી જશે.
એમ કહીને હસવા માંડ્યો. બહું નિતી અને સારાં રહેવામાં કપડાં પણ ઉતરી જાય છે એવુ વળતર જ નથી મળતું વિધુએ કહ્યું "પણ તમને તમારો પગાર સમયસર પૂરતો મળે તોય ?
વિધુ હજી તારે નવું નવુ છે પગારમાં ઘર ચાલે શોખ પૂરાં ના થાય. આખરનાં સમયમાં કેટલી જાતનાં ખર્ચા હોય છે તને ક્યાં નથી ખબર ? ધીમે ધીમે સમજાઇ જશે..
વિધુએ કહ્યું "પણ પગી સિવાય નહીં. બંસીકાકા કોન્ટ્રાક્ટ કામ કરતાં હોય બધી એજન્સીઓ હોય કોઇને ખબર નથી પડતી ?
શૈલેશ કહે "કોન્ટ્રાક્ટનું કામ પાસ હું કરું છું માપ હું લઊં બીલમાં માપ વિગેરે ચેક કર્યા પછી બંસીકાકા પાસે રીપોર્ટ જાય એટલે બધી જ એજન્સી અને કોન્ટ્રાક્ટર મારાં હાથ નીચે જ કાબૂમાં રહે છે. બધાંને પોત પોતાનો ઇન્ટરેસ્ટ હોય.
વિધુ કહે પણ મટીરીયલ આકીટેકની ડીઝાઇન માપ પ્રમાણે આવે એ રીતે સ્ટીલ-સિમેન્ટ એ બધો માલ ઉતરેને ? ખબર ના પડે ? માલ સાઇટ પર આવ્યાં પછી સગે વગે તમે કરો તો અહીં ના ખૂટે ?
શૈલેશ કહ્યું "ભાઇ તું તો બહુ ઊંડે ઉતરવા લાગ્યો. તારો ભાગ તને મળી જ જશે ચિંતા ના કર પૂરો આવીશ. એમાં ચોરી કે દગો નહીં કરું... ચોર થી ચોરનાં સંબંધ વધુ મજબૂત અને વિશ્વાસપાત્ર હોય છે.
વિધુએ કહ્યું "અરે મને જાણવું છે કે સંગેવગે જયાં વળી ખૂટે તો શું સ્થિતિ સર્જાય કોઇ પૂછે નહીં ? મેં જાણેલું હોય તો જવાબ આપી શકું કારણ કે મને પણ પૂછવામાં આવશે. અથવા તમારાં જવાબમાં હું સહકાર આપી શકું એમાં તમારો જ બચાવ છે એટલે જાણવું છે.
શૈલેશ વિધુની હુંશિયારી પર ફીદા થઇ ગયો એણે કહ્યું "વાહ ભાઇ તું તો ઘણો હુંશિયાર અને ચાલાક છે.. સાચી વાત છે તારે જાણવું જ જોઇએ એણે કહ્યું "સીમેન્ટમાં તો માલ બનાવવામાં એવી માત્રામાં ફરક લાવી દઇએ જ. જેમ 4 નો માલ હોય ત્યાં 8:3 નો કે 8:4 નાં માલ બનાવી એડજેસ્ટ કરી લઇએ સ્ટીલમાં સ્ટ્રક્ચર એન્જીનીયર ચેક કરી જાય પછી એમાંથી સળીયા કાઢી લઇએ છતાં સ્ટ્રક્ચર વીક ના થાય અને ટાઇલ્સમાં ડેમેજ અને વેસ્ટેજ બનાવી દઇએ બધામાં બધાં રસ્તા હોય છે. બંસીકાકા અને શેઠ સુધી સાચી વાત કયારેય પહોચે જ નહીં અને કોન્ટ્રાક્ટર બધાં અમને જ સાથ આવે કારણ કે બધાનો ઇન્ટરેસ્ટ સચવાતો હોય.. એમ કહી એણે ઇન્ટરેસ્ટ શબ્દ પર વજન મૂક્યો.
વિધુએ શૈલેશ સાથે બધી ચર્ચા કરીને બધીજ વિગત જાણી લીધી... શૈલેશ ગભરાયાં વિનાં 120 સિમેન્ટ બેગ ટેમ્પામાં લોડ કરાવી લીધી એને થયું કે વિધુ માની ગયો છે અને એમની ગેંગમાં ભળી ગયો છે. વિધુ પછી બધુ જોતો રહ્યો કંઇ બોલ્યો નહીં. શૈલેશ ટેમ્પામાં ડ્રાઇવર સાથે વાત કરતો હતો ત્યારે વિધુએ એનાં નવાં ફોનથી તાત્કાલીક ફોટાં અને વીડોય શુટ કરી દીધો શૈલેશ સાથેની બધીજ વાતચીત હુશિયારીથી ટેપ કરી લીધેલી પેલાં ને ખબરજ ના પડી...
શૈલેશ ડ્રાઇવર સાથે વાત કરી વિધુ પાસે આવ્યો અને વિધુને ખીસ્સામાંથી પાંચ હજાર કાઢીને આપ્યાં અને બોલ્યો આ તારો આજનો ભાગ અને હસી પડ્યો જલ્સા કર હવે આ બાઇક ઠાઠીયું કાઢીને નવી લઇ લેજે આમ રોજ કંઇને કંઇ મળ્યા કરશે. સહકાર હશે તો રાજ કરીશું પછી શૈલેશ નજીક આવીને બોલ્યો "આવાં બધાં સોદામાં દગો નથી ચાલતો વિધુએ સમજી જજે. અમે આવું કંઇ કરતાં હોઇએ તો એને પહોંચી પણ વળતાં હોઇએ એટલે દગો સહન થી કરતાં.. એ લોકો આ પૃથ્વી પર જ નથી રહેતાં.
વિધુએ શૈલેશનો ખભો થાભડીને કહ્યું "ભાઇ શૈલેશ વિધુ એ માટીનો છે જ નહીં ડર એટલે શું ? એજ મને નથી ખબર એટલે ધમકીથી તો કદી વાત જ ના કરતો કારણ કે હું બેટામાંથી બાપ ક્યારે થઇ જઊં કોઇને ખબર જ નથી પડતી.
શૈલેશની ધમકીની અસર એને અવળી પડી એટલે શૈલેશે બાજી સાચવવા કહ્યું "અરે અરે ધમકી નથી આપતો આંતો આવાં વ્યવહારનાં પણ નિયમો હોય છે ભાઇ અને એણે ટેમ્પાવાળાને જવા માટે ઇશારો કરી દીધો અને બાબુ પગીને બૂમ પાડીને કહ્યું "સર માટે ચા મંગાવ અને વિધુ બાઇક પર જ બેસી રહ્યો બીજી ગતિવિધી જોઇ રહ્યો. શૈલેશ આપેલાં પૈસા ખીસામાં મૂકી દીધાં.
શૈલેશ ચા મંગાવીને એણે કહ્યું "હું સાઇટ પર આંટો મારી આવુ.. તારે આવવુ છે ? વિધુએ કહ્યું આપણે ચા પીને જઇએ ચા મંગાવી છે તો પહેલા પી લઇએ ને.
શૈલેશ કહ્યું "ઓકે એમ કહી એ પગી તરફ ગયો અને વિધુએ બધી વાતચીત - ફોટો-વીડીયો બધુ જ નિરંજન ઝવેરીને મોકલી દીધુ એમનાં પ્રાઇવેટ નંબર પર અને તાત્કાલીક સાઇટ પર આવવા કીધું.
ચા આવી ગઇ વિધુ અને શૈલેશ ચા પી લીધી બંન્ને જણાં સાઇટ પર ગયાં જ્યાં બાંધકામ ચાલુ હતુ ત્યાં શૈલેશ કેવી રીતે કામ જોતો શું સૂચના આપતો બધુજ સાંભળી રહ્યો નિરીક્ષણ કરતો રહ્યો.
વિધુએ પૂછ્યુ ? સવારનાં 10.30 થવાં આવ્યાં હજી કોન્ટ્રાકટર કેમ નથી આવ્યાં ?
શૈલેશ કહ્યું "એ કોઇ પ્રસંગમાં ગયેલાં છે આજે બપોર સુધીમાં આવી જશે પણ એમનો સ્ટાફ બધો જ હાજર છે એ બધાં જ કામ કરે છે એમનો મુકાદમ મજૂરો બધાં છે સૂચનાં પ્રમાણે કામ ચાલુ છે અને એ બધાનું મોનીટરીંગ હું સંભાળું છું એટલે કામ ચાલે છે.
વિધુ કહે તો તો એ તમને પણ સાચવતાં જ હશે ને ? શૈલેશે કહ્યું "બધુ અરસપરસ છે ધંધામાં અને આવાં કામોમાં સહકારથી જ રહેવું પડે. અને ત્યાં સાઇટ કમ્પાઉન્ડમાં બે ત્રણ ગાડીઓ અંદર આવી એક ગાડીમાંથી નિરંજન ઝવેરી બંસીકાકા અને બીજી ગાડીમાંથી ઓળખાયાં નહીં પણ કોઇક....
શૈલેશની નજર પડી એણે વિધુ સામે જોયું અને વિધુ હસી રહ્યો.
પ્રકરણ-30 આવતાં અંકે.