Pret Yonini Prit... - 27 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - 27

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - 27

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-27
વિધુ વૈદેહી એમની મળવાની જગ્યાએ બસસ્ટેન્ડ પાસે મળ્યાં. વૈદેહીએ ઘરની અને પાપાએ કહેલી બધીજ વાત વિધુ સાથે શેર કરી. એ પછી એણે વિધુને પછી શાંતિથી મળવાનું કહીને ઘરે જવા માટે કીધું. "થોડોક સમય કાઢી આવી છું પાપા ઘરે ને ઘરેજ છે હું જઊં પછી ફોન પર વાત કરીએ એમ કહીને છૂટા પડ્યાં.
વિધુ એનાં ઘરે પહોચ્યો. વૈદેહી ઘરે પહોચી એક્ટીવા પાર્ક કરતી હતી અને એણે સંગીતાને ઘરમાંથી બહાર નીકળીને એનાં ઘર તરફ જતાં જોઇ એને થયું સંગીતાડી મને તો મળી છે પછી અત્યારે મારાં ઘરમાં શેના માટે ગઇ હશે ?
જે હશે એ એમ વિચારી ઘરમાં પ્રવેશ કર્યો. માં અને માસીનું મોઢું પડી ગયેલું જોયું અને પાપાનો ચહેરો તમ તમાયેલો હતો એણે જોયું... હૃદયમાં થોડો થડકારો આવ્યો પણ સ્વસ્થ થઇ ગઇ. સાંજ પડવા આવી ગઇ હતી એણે વાતાવરણ બદલવા કહ્યું "માં આજે હું રસોઇ બનાવું છું અને તે કીધુ હતું તો ડુંગળી-બટાકા મસાલો લઇ આવી છું..
માં એ આંખનાં ઇશારે એનાં પાપા તરફ જોવા કહ્યું ત્યાં તો એનાં પાપા બોલ્યા ? શાકભાજી લેવાં ગઇ હતી કે પેલાં વિધુને મળવા ? વૈદેહી થોડી અચકાય ગઇ પણ પછી કહ્યું "કેમ પાપા આવું પૂછો છો ? હું શાકભાજી લેવાં ગઇ ત્યાં વિધુ અને સંગીતા બંન્ને મળેલાં. વિધુએ પૂછ્યું "શું રીઝલ્ટ આવ્યું આગળ ભણવાની કે કેમ ? સંગીતાએ કહ્યું "ક્યારે આવી સોમનાથ બસ કેમ એમાં શું થયું ? આટલા બધાં ખીજાઇને કેમ બોલો છે ?
વૈદેહીને મંમી તરત જ બોલી "મેં કીધુને શાક લેવા ગઇ હતી. પેલી સંગીતાડી અહીં આવીને સળગાવી ગઇ. એ નપાણી મારી છોકરીથી ખૂબ સળગે છે. એનાં ઘરની જેમ અહીં લોહી ઉકાળા કરવા આવે છે.
વૈદેહીએ તરતજ વાત અકળાતાં કહ્યું "ઓહો હું આવી ત્યારે મેં એને આપણાં ઘરમાંથી નીકળતાં જોઇ. મને શું ખબર અહીં મારી ચાડીઓ ખાવા આવી છે ?
પાપા વિધુ સારો-સંસ્કારી અને હોંશિયાર છોકરો છે એ કોલેજથી મારો ફ્રેન્ડ છે વાત કરતી હતી તો શું થયું ? એ સંગીતાને ભાવ નથી આવતો અને એ મારી ચુગલી કરતી ફરે છે એણે કીધું અહીં પેલાં રખડેલ વિપુલીયા સાથે ક્યાં ક્યાં રખડે છે ? તો મારી પંચાત કરવા આવે છે ? હમણાંજ એનાં ઘરે જઇને એને પૂછું છું સીધી દોર કરું છું મારાં વિરૂધ્ધ અહીં આવીને તમારી કાન ભંભેરલી કરે છે ?
વૈદેહીની મંમીએ કહ્યું "રહેવા દે કાંઇ નથી જવું આપણે એનાં જેવાં નથી થઊં સહુ સહુનાં કર્મ એમને ભારે. હવે એને પણ આપણાં ઘરમાં પગ નહીં મૂકવા દઊં એ નક્કીજ.
વૈદેહીએ બધો ખૂલાસો થઇ ગયો પછી વાત બદલતાં કહ્યું "આજે હું રસોઇ બનાવું છું માં... મારાં હાથની રસોઇ પાપાને ખવરાવીશ આમ પણ ઘણાં સમયથી ઘરની રસોઇ એમણે ખાધી નથી.
મહેશભાઇનાં ગુસ્સો શાંત થઇ ગયો હતો એમણે કહ્યું હાં હા તુ જ બનાવ તારાં હાથની રસોઇ જમીશું આજે બધાં. તારાં હાથ પીળા કરીએ પહેલાં તને પ્રેક્ટીસ પણ થઇ જશે.
વૈદેહી મનમાં ને મનમાં હસીને કહ્યું હાં મારો વિધુ મારો હાથ માંગવા આવશે હું રસોઇકળા શીખી લઊ માં પાસે જેથી હું મારાં હાથની સ્વાદીષ્ટ વાનગીઓ મારાં વિધુને ખવરાવી શકુ એમ મનમાં વિચારતી કીચનમાં ગઇ.
**************
વિધુ ઘરે પ્હોચ્યો જાળી ખોલીને ઘરમાં પ્રવેશતાં જ માંના ચહેરાં પર આનંદ આવ્યો એણે કહ્યું "દીકરા મને ખબર છે ખૂબ સારાં સમાચાર છે જા હાથ પણ ધોઇ પહેલાં સેવામાં જઇને માં મહાદેવનો આભાર માની આવ આશીર્વાદ લઇ આવા અને વિધુ હાથ ધોઇ ફ્રેશ થઇને સેવામાં જઇ પ્રાર્થના કરીને આશિષ લઇ રહ્યો. એણે મનોમન કહ્યું "માં બાબા નોકરી મળી ગઇ છે તમારા આશીર્વાદથી હવે વૈદેહી સાથે સગપણ અને લગ્ન કરાવી આપો બસ....
ત્યાંજ પાપાએ બૂમ પાડી "વિધુ અહીં આવ અને એ એમની પાસે ગયો" મારાં પર નિરંજન શેઠનો ફોન આવી ગયેલો એમણે તને નોકરી પર રાખી લીધો છે. એમનાં વિશ્વાસમાં રહેજે. ક્યારેય ભરોસો ના તોડીશ ભલે ખાનગી નોકરી છે પણ કાયમી છે અહી તારી મહેનત કદર થશે જ. હું પણ અઠવાડીયા દસ દિવસ પછી ઓફીસે બેસવાનો છું એણે સાથે જ હોઇશું.
વિધુએ કહ્યું "હાં મને સરે કીધેલું કે તારાં પાપા પણ અહીં આવીને બેસશે. પણ પાપા આમ અચાનક સરે તમને ઓફીસ બેસવા માટે કેમ કહ્યુ ? હમણાં સુધીતો ઘરે જ લખવા આપતાં હતાં. અજયભાઇ વિધુનાં પાપાએ કહ્યુ" દીકરા એમણે ટેક્ષટાઇલ, હીરા, પછી હવે કનસ્ટ્રકશનમાં ઝુકાવ્યું છે પ્રોપર્ટી બીઝનેસમાં એમાં કામ ઘણું વધી ગયું છે હું ત્યાં હાજર હોઊં તો બધાં કામ સાથે જોઇ શકું એમને રીપાર્ટ કરી શકું તો એમને લેવાનાં નિર્ણયમાં અનૂકૂળતા રહે બસ એજ કારણ છે. મને શું ફરક પડે છે ? હવે ફુલટાઇમ એમનું જ કામ કરીશ બીજા નામા આ વર્ષ પુરુ થાય છોડી દઇશ. મને એમણે એ પ્રમાણે પગાર પણ આપવા કીધુ છે એમને ભરોસાબંધ માણસો જોઇએ છે ભલે ઓછાં માણસ રાખી વધુ પગાર આપવો પડે એમને અને આપણને બંન્નેને ફાયદો છે.
વિધુએ કહ્યું "ઓકે પાપા ચાલો સારુ થયું હવે આપણો સાથે જ જઇશુ સાથે પાછા આવીશું એટલે સારુ રહેશે. અજયભાઇએ કહ્યું માં મહાદેવ જે કરે સારું જ કરશે. પણ હાં દિકરા તારાં પગાર નક્કી કર્યો ?
વિધુએ કહ્યું "ના પાપા મેં પૂછ્યુ નથી પણ તેઓ એવું બોલેલાં કે મહીનો પૂરો થયે નક્કી કરશે. મેં કીધુ ઓકે સર.
અજયભાઇ કહે હાં ઠીક છે એ ખૂબ હોંશિયાર માણસ છે તને એટલું કહી રાખું. તને એમનાં બધાં ધંધાનાં કામ સોંપશે તને થોડાં દિવસમં જ માપી લેશે પછી નક્કી કરશે. તું બસ ખંત અને ભરોસાપાત્ર બનીને કામ કરેજે....
વિધુએ કહ્યું "ઓકે પાપા પછી એ માં પાસે ગયો માં હીંચકે બેઠાં હતાં.. એણે કહ્યું માં આજે હું ખૂબ જ ખુશ છું આજે મસ્ત રસોઇ બનાવો... ગરમા ગરમ પઇતાનાં ભજીયા રીંગણ બટાકાનું શાક, ભાખરી, પાપડ અને કેસરવાળું દૂધ.
માંએ કહ્યું શું વાત છે ? મેં આ બધીજ તૈયારી કરી છે આજે પેટ ભરીને જમજો કેટલાય સમયથી ચિંતા હતી તારાં ઠરીઠામ થવાની... મહાદેવે બહુ જ ગોઠવી દીધુ.
વિધુએ કહ્યું "માં તમને યાદ છે ને ? સારો દિવસ જોઇને વૈદેહીને ત્યાં તું અને પાપા મારું માંગુ નાંખવા જજો પ્લીઝ હવે યાદ નહીં કરાવું.
માં એ કહ્યું "દીકરાં બધુ જ યાદ છે હજી આજથી નોકરી ચાલુ થઇ છે તારી... શ્રાવણ મહીનામાં જઇશ હવે જેઠ તો ગયો અષાઢ અને શ્રાવણ... મહાદેવનાં મહીનામાં.. પવિત્ર મહીનો છે.
અરે માં એટલાં બધાં સમય પછી ? 1 મહીનો અને દસ દિવસ પછી ? જેઠ પુરો થાય અષાઢમાં જાવને ? અષાઢી બીજે જાવ... એટલો પવિત્ર દિવસ ના મુહુર્ત જોવાનું ના ચોઘડીયું.
માં એ કહ્યું "અલ્યા બહુ ઉતાવળીયો.. સારું સારુ તારાં પાપાને વાત કરીને જઇ આવીશું. એનાં પાપા તો ઘરે હશે ને ? કે ટુરમાં ના હોય.
એની ચિંતા ના કર. વિધુએ કહ્યું "બહુ સારુ જ થશે અને અહી જ હશે હમણાં 2-3 મહિનાં ટુરમાં નહી જાય પછી ભાદરવામાં જવાનાં માં એમની સીઝન પ્રમાણે હમણાં જઇ આવ્યા ઉનાળાની લગ્નની સીઝન ધંધો કરી લીધો.
માં કહે "તને બધી ખબર.. બધી ખબર રાખે છે એમની ઠીક છે ચાલ હું ગરમા ગરમ રસોઇ બનાવુ છું તું જમી લે. રસોઇ માં એ ગરમા ગરમ કરીને વિધુને જમાડ્યો. અને વિધુ પછી ઉપર પોતાનાં રૂમમાં આવ્યો અને બેડ પર પહોળો થઇને પડ્યો આજે થોડી હાંશ હતી નિરાંત હતી નોકરી મળી ગઇ હતી.. માં પણ અષાઢી બીજો વૈદેહીનો ઘરે માંગુ ડળવા જશે.. બધાં આનંદ સુખનાં વિચારોમાં પડી ગયો.
થોડીવાર પછી એણે વૈદેહીને ફોન કર્યો. થોડી રીંગ વાગ્યા પછી એણે ઉપાડ્યો. વૈદેહી કહે આટલો વહેલો કેમ ફોન કરે ? સૂતા વખતે રૂમમાં આવુ. ત્યારે વાત કરીએને ? હજી અહીં બધાં જમે છે. વિધુ આજે રસોઇ મેં બનાવી છે ફાંકડી અને ટેસ્ટી થઇ છે બધાં વખાણ કરી કરીને ખાય છે વિધુએ કહ્યું "બસ મને નહીં જમાડે તારાં હાથની રસોઇ
વૈદેહી કહે "આખી જીંદગી મારાં વરને મસ્ત ટેસ્ટી રસોઇ કરીને જમાડીશ. પંખો નાંખીશ અને તાજો માજો રાખીશ પણ અત્યારે કેમ ફોન કર્યો ?
વિધુએ કહ્યું "બસ એ દિવસો જલ્દી આવે એટલે માં ને મનાવી લીધી છે અષાઢી બીજે માં તારાં ઘરે આવશે મારું માંગુ લઇને... વૈદેહી આશ્ચર્ય આનંદ સાથે સાંભળી રહી.
વધુ આવતાં અંકે - પ્રકરણ-28