એક અદ્ભુત , સુંદર અને નમણી છોકરી તૃપ્તિ જેની ઉમર વીસ વર્ષ , તૃપ્તિ નીડર અને બહાદુર છોકરી અને દેખાવે જાણે ખરતો તારલો .
તૃપ્તિનાં ઘરમાં એક નાનકડો ભાઈ ( જીગર ) અને એના મમી પાપા બધાં સુખી થી રહે . તૃપ્તિનાં પાપા એક પોલિસ ઇન્સ્પેક્ટર એટલે ગમે ત્યારે ટ્રાન્સફર થતું રહે અને આ વખતે તૃપ્તિનાં પાપા નું ટ્રાન્સફર અમરેલી જિલ્લામાં થયું , બધો સામાન ભરી અને તૃપ્તિ તેના પરિવાર સાથે અમરેલી જવા નીકડી ગય . જૂના પોલિસ ક્વાર્ટર માં તેના પાપા ને ક્વાર્ટર મળ્યું એટલે પોતાનો બધો સામાન ત્યાં સીફ્ટ કર્યો . થાકી પાકી અને બધા સાંજે સૂઈ ગયા અને સૂર્યનારાયણ રથડા સાથે તૃપ્તિ ની અમરેલી માં પેલી સવાર પડી અને સવાર ના કામ પતાવી અને તૃપ્તિ બજાર જવા નીકડી અને નીચે જય તૃપ્તિ સ્કૂટી ચાલુ કરે ત્યાંતો એક છોકરી આવી અને તૃપ્તિ ને હેલો કીધું અને ક્યૂટ સ્માઇલ આપી તૃપ્તિ એ પણ હેલો કીધું .
પેલી છોકરી એ તૃપ્તિને પૂછ્યું નવાં છવ ?
તૃપ્તિ : હા કાલે જ આવ્યા .
સારુ તમારું નામ તો જણાવો ,
તૃપ્તિ
તૃપ્તિ : તમારું નામ .
પાર્થવી
તૃપ્તિ : સારુ સારું
પાર્થવી : ક્યા બજાર જાય છે?
તૃપ્તિ : હા, તમે પણ ત્યાં જ જાવ છવ?
પાર્થવી : હા, ચલ હું પણ આવું છું..
પછી બંને બજાર જય ને આવે છે અને તૃપ્તિ ને એની નવી ફ્રેન્ડ મળી ગય .
સાંજે 5 વાગે પાર્થવી એ તૃપ્તિનાં ઘરનો દરવાજો ખટખટાવ્યો એટલે તૃપ્તિ એ દરવાજો ખોલ્યો પછી બંને નીચે ગાર્ડન માં ફરવા નીકડી .
પાર્થવી : તું ભૂત માં માને છે ?
તૃપ્તિ : ના , જરાય નઈ હો
કેમ ? તું માને છે ?
પાર્થવી : હા , મારી એક જૂની ફ્રેન્ડ હતી , તેનું નામ સીમા હતું એ લોકો મુળ તો મોરબી ના હતા પણ પાપા ની નોકરીના કારણે આયા આવ્યા હતા , સીમા ઘણીવાર મારી પાસે રડતી અને એવું કેતી કે કોઈ એને રાતે હેરાન કરે છે . પણ કોઈ સીમાની વાત માનવા તૈયાર ન હતું અને છેવટે એક દિવસ એવો આવ્યો કે સીમા એ આત્મહત્યા કરી લીધી .
તૃપ્તિ : ના , હું તો નઈ માનતી , કોઈ બીજું કારણ પણ હોય શકે કોઈ મેન્ટલી સ્ટ્રેસ, , બ્રેક અપ
પાર્થવી : સારુ તો તું ન માન, પણ ધ્યાન રાખજે રાતે.
તૃપ્તિ : તું ડરાવ નઈ મને અને ચાલ હવે અંધારું થવા માંડ્યું ઘરે જાય મમી ખીજાસે .
પાર્થવી : સારુ ચાલ .
પછી બંને ઘરે જાય છે, સાંજે જમી અને તૃપ્તિ સૂઈ જાય છે પણ તેને ઓલી વાત યાદ આવે છે થોડુક વિચાર્યા પછી સૂઈ જાય છે .
પણ રાતે 2 વાગે તૃપ્તિ ની ઉંઘ ઉડી જાય છે અને એને કોઈ બોલવતું હોય તેવો આભાસ થાય છે, તૃપ્તિ હિંમત ભેગી કરી અને એ આવાજ તરફ જાય છે અને ઘરની બારી ઉઘાડે છે પણ તેને ત્યાં કઈ દેખાતું નથી એટલે તે પાછી સૂઈ જાય છે .
બીજે દિવસે સવારે તૃપ્તિ ઉઠે છે અને રાત ની વાત વિશે થોડું વિચારે છે પણ પછી પોતાનો મન નો વહેમ સમજી ભુલી જાય છે અને પાછી પાર્થવી જોડે બજાર જાય છે અને અલકમલક ની વાતો કરી બંને પાછી આવે છે અને પછી સાંજે તૃપ્તિ પાછી સાંજે પાર્થવી જોડે ગાર્ડનમાં જાય છે .
પાર્થવી : તને ખબર તૃપ્તિ સીમા ને રાતે કોઈ બોલવતું એવું એ કેતી પણ એ જ્યારે ત્યાં જોવા જતી તો કોઈ ન હોય .
તૃપ્તિ : મન માં ને મન માં મુંજાય છે કારણ કે તૃપ્તિ જોડે પણ કાલ રાતે એવું જ થયું હતું .
તો પણ અજાણ બની ને એવું કાંઈ ન હોય એ બધા મન ના વહેમ હોય છે .
પાર્થવી : તું તો માનેજ નઈ કઈ પણ , પણ હું તો માનું
તૃપ્તિ : હું જે વસ્તુ જોવ એના ઉપર જ વિશ્વાસ કરું .
પાર્થવી : ક્યારક તો તને પણ એ ભૂત દેખાશે.
એટલું કહી બંને હસવા માંડયા અને પાછા પોતાના ઘરે જતા રહ્યા .
તૃપ્તિ હવે આ વાત ઉપર થોડુક વધારે વિચારે છે અને વિચારતી વિચારતી સૂઈ જાય છે પણ પાછા રાતના 2 વાગે તેની ઉંઘ ઉડી જાય છે અને પાછો એને આભાસ થાય છે કે કોઈ એને બોલાવે છે અને તૃપ્તિ ઉભી થય અને બારી ઉઘાડે છે ત્યાંતો એક પડછાય તૃપ્તિ ની સામે આવે છે અને જાણે જીવ લેવા તત્પર હોય એવું તૃપ્તિને લાગ્યું એટલે ફટાફટ બારી બંધ કરી.
તૃપ્તિ આ દ્રશ્ય જોય અને ડરી ગય સાચેન તૃપ્તિ ને ભૂત દેખાણુ , તૃપ્તિ સીધી મમી પાપા ના રૂમમાં જતી રહી અને બધા ને આ વાત કરી પણ પાપા મમી ને એવું કે તૃપ્તિ ને આ નવી જગ્યા છે એટલે કદાચ આવા ભ્રમ થતાં હશે એટલે એમણે તેને મનાવી અને સુવડાવી દીધી .