The Author AJ Maker Follow Current Read હેપ્પી બર્થ ડે By AJ Maker Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books ધ ગ્રેટ રોબરી - 4 વિશ્વની એ લુંટ જેના લુંટારા ઝડપાયા નથી.... હીરા અને ઝવેરાતની... સંઘર્ષ જિંદગીનો - 3 ( ગયા અંકથી આગળ )સવાર પડે છે. અને અજય પથારીમાંથી ઉઠે છે.... મારા અનુભવો - ભાગ 25 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 25શિર્ષક:- હતાશાલેખક:- શ્રી સ્વ... લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-35 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-35 “કૂઉઉઉઉ....!” “પ્... પાવર ઓફ યોર સબકોન્શીયસ માઈન્ડ અચેતનમન ખુબ સમજદાર છે. એ તમારા બધા પ્રશ્નોના જવાબો જાણે છે.... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share હેપ્પી બર્થ ડે (11) 1.8k 17.6k 2 Happy Birthday to you“Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to dear મોનિકા Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday dear અંશુલ, Happy Birthday to you.” મોનિકાએ ડબલ ફ્લોર કેક કાપીને પ્રથમ દોઢવર્ષના અંશુલને ખવડાવ્યો. આજે માં-દીકરાનો જન્મદિવસ હતો. “જ્યારથી અંશુલ જન્મ્યો છે દર વખતે પેલો કટકો એજ ખાય છે મને તો કોઈ પુછતુ જ નથી.” મિતેશે હળવી ટીખળ કરતા કહ્યું. “કેમ? તમને તમારા દીકરાથી જ જેલસી થાય છે?” મોનિકા એ પણ સામે જવાબ આપતા કહ્યું. બધા હસવા લાગ્યા. શહેરના છેડે આવેલી હાઉસિંગ સોસાયટીમાં આ પરિવાર આનંદથી જીવી રહ્યો હતો. પતિ પત્ની, દાદા દાદી અને એક બાળક, કમ્પ્લીટ ફેમીલી હતું કોઈ જાતની ખોટ કે ઈશ્વર પ્રત્યે કોઈને ફરિયાદ ન હતી. બસ આનંદ અને સંતોષ હતો. પાર્ટી પૂરી થયાબાદ રાત્રે ૧૧વાગે મોનિકાને આઈસક્રીમ ખાવાની ઈચ્છા થઇ. મિતેશે જરા આનાકાની કરી પરંતુ મોનિકાની જન્મદિવસની તલવાર સામે તેનું કઈ ન ચાલ્યું. અંશુલને ઘરે દાદા દાદી પાસે સુવડાવી બન્ને આઈસક્રીમ ખાવા ગયા. પરંતુ પાછા ઘરે બન્ને સાથે ન આવી શક્યા. પાછા વળતી વખતે એક કાર સાથે જોરદાર એક્સીડેન્ટ થતાં મોનિકાનું અવસાન થયું. મિતેશ પણ ખૂબજ ઘાયલ થયો. થોડીવારમાં જાણે પંખીનું હસતું ખેલતું મળું વીખાઈ ગયું.એ ઘટનાને પૂરો એક વર્ષ થયો. સવારના ભાગમાં પરિવાર જનોએ અંશુલના હાથે મોનિકાના નામે અલગ અલગ દાન ધર્મ કરાવ્યા અને સાંજે અંશુલની બાજુમાં મોનિકાનો ફોટો રાખીને ડબલ ફ્લોર કેક કાપતાં ગાયું, “Happy Birthday to you……..* * * * *ઈશ્વર સિવસ કોઈ વસ્તુ જો સનાતન સત્ય હોય તો એ છે મૃત્યુ, પણ આપણે એનાથી ડરીએ છીએ દૂર ભાગવાના નાહક પ્રયાસો કરીએ છીએ. પણ જે થવાનું છે એ ક્યારેક ને ક્યારેક તો થવાનુ જ છે.આખું જીવન કોઈને સમર્પિત કરવું ખૂબજ સારી વાત છે, પણ જ્યારે એ વ્યક્તિ ન હોય ત્યારે તેની કમીને જીવનમાં હાવી થવા દેવું એ વ્યાજબી નથી. આપણે અહી ઘણી વખત એવું થાય છે કે કોઈ સ્પેશીયલ દિવસ ઉપર, તહેવાર ઉપર કોઈનું મૃત્યુ થયું હોય તો આગળના આવનારા વર્ષોમાં પરિવારના લોકો એ તહેવાર પ્રસંગ માણવાનું છોડી દે છે. આવું કરવા પાછળ શું લોજીક છે એ આજ સુધી મને તો સમજાણું જ નથી.જેમનું જવાનું નિશ્ચિત હતું, એ ગયા, એમના માટે દુઃખ થવું યોગ્ય છે, થાય જ, પણ એ દુઃખને આપણે આપણા પરિવાર જનો પર થોપીએ એ ક્યાં સુધી વ્યાજબી છે? પરિવારમાં થયેલા અમુક વર્ષો પહેલાના મરણ પ્રસંગને કારણે બાળકોને દિવાળી જેવા તહેવારની ઉજવણી કરતા રોકનારા લોકો મે જોયા છે, ધૂળેટીના દિવસે ઘરમાં પુરાઈને રંગોથી દૂર રહેતા લોકો મે જોયા છે. આવા તો ઘણા પ્રસંગો છે, પણ આજ સુધી એ પ્રસંગ પછી ઉજવણી બંધ કરવાનું કારણ આજ સુધી કોઈ જણાવી શક્યું નથી.આપણા સ્વર્ગસ્થ સ્નેહી સ્વજન પણ નહિ ઇચ્છતા હોય કે એમની પાછળ આપણે ખુશ થવાનું છોડી દઈએ. કદાચ સારા દિવસે મૃત્યુ લખવાના કારણે એમની આત્મા ઈશ્વરને દોશી માનતી હશે. આપને ઈશ્વરને અપરાધી બનતા રોકીએ તો?દુઃખની છાયામાં સુખને ઢંકાતા બચાવીએ તો?દરેક ને ક્યારેક ને ક્યારેક તો જવાનું તો છે, બસ, જવાથી પહેલા કંઇક એવું કરતા જઈએ કે આપણી પાછળ કોઈ આમ દુઃખી થઈને ખુશ થવાનું છોડવાને બદલે એ દિવસને વધુ સારી રીતે સેલીબ્રેટ કરે, તો? આપણું જીવન તો આપને હસતાં હસતા જીવ્યા હશું, પણ આપણી પાછળ પણ લોકોને હસતાં શીખવાડી જઈશું.By - A.J.Maker Download Our App