અર્શિફા સમીરને ત્યાં જવા બહુ જ ઉતાવળે તૈયાર થઈ રહી હતી. પણ બઉ સમય લઈને.... જાણે કુદરત ખુદ એને કહેતી હોય આજ તું સૌથી અલગ અને સુંદર દેખાવી જોઈએ. એમ તૈયાર થા. તો ખૂબ ઉત્સાહથી અર્શિફા આજ તૈયાર થઈ રહી હતી...
હવે આગળ...
અર્શિફા તૈયાર થઈ રહી હતી, આંખો માં કાજલ, હોઠ પર લાલી, આજ એણે એનું ફેવરેટ ફોર્મલ પેન્ટ, શર્ટ અને એની ઉપર કોટ પહેર્યો, આજ તો કંઈક અલગ જ રૂપ માં દેખાતી હતી અર્શિફા...
"ઓહોહો... આજ તો મેડમ જોરદાર તૈયાર થયા છે ને બાકી... વાત શું છે મેડમ... એ તો કો..." ચટપટી મજાક કરી અર્શિફાની નાની બેન નૂર બોલી.
"અરે પાગલ કંઈ નઈ, આજ ન્યૂ જોબ માટે ઇન્ટર્વ્યૂ છે, તો ત્યાં જવાનું છે એટલે થોડું તો પ્રોફેશનલ થઈને જવું પડશે ને પાગલ..." થોડા સ્મિત સાથે અર્શિફા બોલી.
તો તે હવે રોબિનસર પાસેથી જોબ મૂકી દીધી?? "એકદમ અચરજ પામી નૂર બોલી."
"હા" અર્શિફા નજર જુકાવી બોલી...
અરે દીદી ત્યાં તો કેટલા વર્ષોથી કામ કરતી હતી, તો કેમ છોડી દીધી??? 'નૂર થોડી ચિંતા જતવતી પુછવાં લાગી...'
એમાં એવું છે ને કે, પરમ દિવસે એક કસ્ટમરનો ચેક લેવામાં મેં થોડું મોડું કર્યું, તો આટલી નાની ભૂલ રોબિન સાહેબે નાં ચલાવી, મેં બહુ માફી માંગી, બહુ મિન્નતો કરી, પણ એ નાં માન્યા. ઉદાસ થઈ અર્શિફા નૂર સાથે વાત કરતી હતી. અને અચાનક ચેહરા પર હાસ્ય લાવી અર્શિફા બોલી, તું છે ને મને મોડું કરાવાની એવું મને લાગે છે. છોડ જવા દે મને.
અરે દીદી, જાઓ, ઓલ ધ બેસ્ટ. આ જોબ તમને જ મળશે. 'નૂર બોલી.'
અર્શિફા એની નાની બેનને હગ કરી, અને કહ્યું ચાલ હવે હું જઉં, નહીં તો આજ મોડું થશે તો આ જોબ મળશે નહીં એની પેલા જતી રેશે...'અર્શિફા ઉતાવળે બોલી....'
હા દીદી જાઓ... ઓલ ધ બેસ્ટ...'નૂર જમણા હાથ નો અંગૂઠો બતાવી અર્શિફાને જવાનું કહ્યું...'
અર્શિફા એકદમ રૂપાળી, એમાંય આજ તૈયાર થયેલી એકદમ પ્રોફેશનલ કોઈ ઓફિસર લાગતી હતી. જલ્દી જલ્દીથી અર્શિફા સમીરની ઓફિસ જવા રવાના થઈ. અર્શિફાના ઘરથી સમીરની ઓફિસ અંદાજે અડધા કલાકના અંતરમાં હતી, પણ અર્શિફા એટલી ઉત્સાહી, અને થોડી નર્વસ પણ હતી, કે આ જોબ તેને મળશે કે નહીં... તો જોબની ચિંતામા ફુલ સ્પીડમાં તે ગાડી જવા દેવા લાગી. કારણ કે એને સમયસર પહેલાં તો સમીરની ઓફીસે પહોંચવું હતું, તો એ એની એક્ટિવા ફાસ્ટ ભગાવી, સમીરની ઓફિસ પહોંચી...
પાર્કિગમા ઉભા રહી, એક્ટિવા પાર્ક કરી રહેલી અને મોઢે બાંધેલો દુપટ્ટો ખોલી વાળ સરખા કરતી એક છોકરી નજરે પડી... આ છોકરી... એ છોકરીની સામે જ સમીર પણ એની ગાડી પાર્ક કરતો હતો, કે અચાનક સમીરની નજર તે છોકરી પર પડી. પાર્કિંગમાં વાળ સરખા કરતી એ છોકરીને જોઈ, સમીર પોતે એના વાળની લટોમા ગુંચવાઇ ગયો. એ છોકરીની એ કાતિલ હોઠોનાં સ્મિતનો તે કાયલ થઈ ગયો હતો, પણ સમીરનાં મનમા કોઈ ખરાબ ભાવના નહોતી, એક ખૂબસુરત સ્ત્રી જોઈને એક પુરુષને જેમ આકર્ષણ લાગે બસ એટલું જ આ સમીરને પણ હતું. હજી તો સમીર કંઈ સમજે, કંઈ જોવે એટલામાં તો તે છોકરી ચાલવા માંડી. પણ સમીરને મન થયું કે ઉભી રાખી એકવાર, બસ એકવાર એને ઉભી રાખી નિરાંતે જોઈ લઉ બસ. એને જોઈને સમીરને વર્ષો પછી ટાઢક થતી હોય તેવું તેને લાગ્યું. પણ તે છોકરી એના વાળ સરખા કરતી ચાલવા માંડી. અને હવે તે છોકરી સમીરને દેખાતી બંધ થઈ ગયી.
અહીં સમીર પણ ગાડી પાર્ક કરી, એનું લેપટોપ બેગ લઇ, બહાર નીકળી એ પણ ઓફિસ તરફ ચાલવા માંડ્યો.
હજુ તો માંડ બિલ્ડિંગના પગથીયા સુધી પહોંચ્યો હશે કે એને કોલ આવ્યો,
"હેલ્લો... સમીર ફોન ઉઠાવી બોલ્યો,"
હેલ્લો મિસ્ટર સમીર,
મોનીકા હિયર, કૈશિક સાહેબની સેક્રેટરી,
સાહેબ તમારી આજ કૌશિક સાહેબ સાથે ૧૦ મીટીંગ હતી, અને ૧૦ તો વાગી ગયા, તમે આવ્યા નહીં..."
ફોનમાંથી અવાજ આવ્યો...
અરે સોરી સોરી મેમ... હું મારા કામ માં રહ્યો ને ભૂલી ગયો, તમે કૌશિક સરને કહો, હું હમણાં આવી જઉં છું, અડધા કલાકમાં... સમીર બોલ્યો...
અરે ડોન્ટ વરી સર, તમારાં માટે સર બેઠા છે આવો, તમે શાંતિથી. સામેથી કૌશિક ની સેક્રેટરી મોનીકા બોલી.
ઓકે મેમ... આઇ એમ કમીંગ અરાઉન્ડ ૩૦ મીનટ. "સમીર બોલ્યો"
ઓકે સર કહી મોનીકા એ ફોન કાપ્યો.
તો સમીર તરત જ ઓફિસમાં ગયા વગર જ પાછો વળ્યો, અને કૌશિકની ઓફીસ જવા નીકળી પડ્યો... એ કાલ અર્શિફાનો ફોન આવ્યો તો એ તો ભૂલી જ ગયો હતો કે એની આજ ૧૦/વાગે તો મિસ્ટર કૌશિક સાથે અપોઇનમેન્ટ હતી. પણ હવે એ ભૂલી ગયો હતો કે એણે અર્શિફાને પણ ૧૦/વાગે બોલાવી છે. અને તે બઘું ભુલી હમણાં કૌશીકને ત્યાં જવા રવાના થયો.
અહીં, અર્શિફા સમીરની ઓફિસ પહોંચી. જેવી ઓફિસમાં પહોંચી, ત્યાં રિસેપ્શન ઉપર બેઠેલી રિસેપ્શનીસ્ટ બોલી, "યસ, હાઉ કેન આઈ હેલ્પ યુ??"
હાય, આઇ એમ અર્શિફા શેખ, એન્ડ આઇ વોન્ટ ટુ મીટ મિસ્ટર સમીર. ગઈ કાલે સમીર સર જોડે વાત થઈ હતી, અને મારી અપોઇનમેન્ટ ફિક્ષ છે આજની, તો મારે એમને મળવાનું છે. "અર્શિફા થોડું ડરતા પણ સ્માઈલ સાથે બોલી."
રિસેપ્શનીસ્ટ વેટિંગ એરિયા સામે હાથ બતાવી બોલી, યુ સીટ હિયર. સર વોસ કમીંગ...
યા... શ્યોર... કહી... અર્શિફા થોડી ડરતી ડરતી બેસે છે, અને સમીર આવે ત્યાં સુધી વિચારે છે, યાર ઓફિસ તો બહુ જ ફાઈન છે, અહીં જોબ મળી જાય તો ઘણું સારુ છે, નહીં તો છોટી(નૂર), અમ્મી, બધાંય હેરાન થઈ જશે. હું ક્યાં બીજે જોબ ગોતવા જઈશ... અને ફરી વિચારે છે કંઈ પણ થાય, હું તો આ જોબને મેળવી ને જ રહીશ...
ત્યાં સમીર, કૌશિકની ઓફિસ જાય છે, પણ રસ્તામાં એને પેલી પાર્કિંગ વાળી અર્શિફા જ યાદ આવ્યા કરે છે, એ દિમાગથી જતી જ નથી એના... અને યાદ આવે એટલે સમીરના મોઢે ફરી એક સ્માઈલ આવી જાય.
ત્યાં અચાનક યાદ આવ્યું કે ઓફિસમાં કઈ દઉં કે કોઈ ક્લાયન્ટ આવે તો કહે થોડું મોડું આવાનો. તો એ કહેવા એ ઓફિસમાં ફોન કરે છે,
"હેલ્લો, શગુન(રિસેપ્શનીસ્ટ), મને આવતા વાર લાગશે, હું એક મીટીંગમાં જઉં છુ, મિસ્ટર કૌશિકને ત્યાં એક મીટીંગ ફિક્ષ હતી આજની યાદ નથી રહ્યું મને. કોઈ ક્લાઈન્ટ આવે તો એમને કહેજે વાર લાગશે મને આવતા. બેસે તો બેસડજે, ચા નાસ્તો આપજે અથવા ૪ વાગ્યા પછી નો ટાઈમ લઇ લેજે. હું ૧૨ વાગતા આવું છું. અને એટલું કહી સમીર ફોન કાપે છે. અને કૌશિક ની ઓફિસમાં પહોંચે છે. અને કૌશીકને મળે છે,
"હેલ્લો કૌશીકભાઈ, માફ કરશો, કામ ના લોડમા ભુલાઈ જ ગયું."
થાય... થાય... કહી સમીર ને બેસવાનું કહે છે...
અને મિટીંગ શરુ થાય તે પહેલા સમીર એનો ફોન સાઇલેન્ટ કરી દે છે....
અહીં શગુન અર્શિફાને કહે છે મેમ, સરનો ફોન હતો, સરને આવતા વાર લાગશે, તમે વાટ જોઈ શકો તો બેસો, પણ સર એ કીધું છે તેમને આવતા ચાર વાગશે...
ઓહહો... અર્શિફા મોઢું ઢીલું કરી બોલી, "મેમ તમે એમને કહો અર્શિફા શેખ આવી છે, અને મારે એમને મળવું બહુ જ જરૂરી છે, પ્લીઝ કહો એકવાર."
સોરી મેમ, સર એક ક્લાઈન્ટ મીટીંગમાં છે, તો હવે ફોન પણ નહીં ઉઠાવે. તમે વેઈટ કરો, કરી શકો તો પ્લીઝ બેસો, સર ને આવતા થોડી વાર તો લાગશે. પણ સોરી હું ફોન નહીં કરી શકું સર ને. એમણે નાં પાડી છે. શગુન અર્શિફાને સમજાવે છે.
અોકે કહી અર્શિફા માયુસ થઈ ફરી વેઈટીંગ એરિયામાં જઈ સોફા પર બેસે છે, અને વિચારે છે, યાર આ શું થઈ ગયું, સરને મળવા ફટાફટ આવી અને સર જ નહીં મળે... તો પણ એને થયું ભલે, પણ કીધું છે તો વેઈટ કરું, કદાચ વેલા આવે તો મારું નસીબ. મારું કામ થાય...
અને અર્શિફા ત્યાંજ સોફા પર બેસી વેઇટ કરે છે...
ફોન વાપરે છે, બેઠા ગેમ રમે છે, તે વિચારે છે કંઈ પણ થાય, પણ આજ સરને મળીને જવું છે. અને તે કલાકો સુધી વેઈટ કરે છે મિસ્ટર સમીર નો...
એક કલાક...
બે કલાક...
અને પછી ૧ વાગવામાં પંદર મિનિટ બાકી હોય છે, ને સેમીરની એન્ટ્રી થાય છે તેની ઓફિસમાં... શગુન ઉભી થઈને ગુડ મોર્નિંગ કરે છે સમીર ને....
અને સમીર ગુડ મોર્નિંગ કહે અને કહે છે રમેશકાકાને કો પાણી મોકલાવે, અને પોતાના કૅબિન માં જાય છે.
અર્શિફા સમીરને જોતી રહી, સમીર, ૫'૬ ફુટની હાઈટ, હેન્ડસમ લાગે, કાળી આંખો, પેર્ફેક્ટ બોડી, અને સુટ પહેરેલો, જાણે કોઈ ર્પોફેશનલ મોડેલ હોય, તેના જેવો તેનો લૂક. હજી ઉંમર માંડ ૨૮ની થઈ, પણ આ ૨૮ વર્ષની ઉંમર માં પોતે એકલો. પણ બધું જ કરી લીધું તેણે તેના નામે. ઘર, ગાડી થી માંડી અાખો બીઝનેસ, બસ એને કોઈ એના જીવન સાથીની જરૂર હતી, પણ સવારે તેણે પાર્કિંગમાં જે વાળ સરખા કરતી અે છોકરી જોઈ તો લાગ્યું કે હવે કદાચ તેની તે મનોકામના પણ જલ્દી પૂરી થાશે...
ટક... ટક.... આવું સર... રમેશ કાકા, પાણી લઈને આવે છે.... હા આવો કાકા... પાણી પીવે છે ને કહે છે શગુનને મોકલો અંદર... ઓકે સર. કહી રમેશ કાકા બહાર આવે છે. ને શગુન ને કહે સર બોલાવે છે...
શગુન જલ્દીથી સમીરનાં કૅબિનમાં જાય છે... દરવાજો નોક કરી, કમીંગ સર... હા આવો... મેડમ, કોઈ આવ્યું કલાઇન્ટ આવ્યાં હતા મળવા??
યેસ સર, મિસ્ટર રૂદ્રનાં ત્યાંથી એક પાર્સલ આવ્યું છે અને મિસ્ટર તેજસને ત્યાંથી ચેક આવ્યો છે... અને હા સર સવારનાં દસ વાગ્યાનાં એક મેડમ આવ્યા છે, જેની અપોઇનમેન્ટ ફિક્ષ છે એમ કહેતા હતા, અને સવારના દસ વાગ્યાથી હજુ બેઠા છે તમારી વાટે... શગુન બોલી...
અરે, સવારના વેઈટ કરે છે?? શું નામ છે?? "સમીર પુછે છે"
અર્શિફા શેખ... 'શગુન બોલિ'
અરે હા....અચાનક સમીરને યાદ આવ્યું કે એણે આજ અર્શિફાને પણ બોલાવી હતી..
એમને મોકલો કૅબિનમાં... ફટાફટ...
ઓકે સર... કહી શગુન બહાર જાય છે... પણ ત્યાં અર્શિફા જાણે શગુનની જ વાટે હોય તેવું લાગ્યું...
શગુન બોલી... જાઓ, સર બેઠા છે કૅબિનમાં...
ઓકે... થૅન્ક યુ... અર્શિફા બોલી... અને ઉત્સાહથી પણ થોડી માયુસ,
આખરે સમીર સર એને બોલવી તેનો તેને હરખ હતો પણ એ જોબ માટે ફાઇનલ થશે કે નહીં તેની તેને ચિંતા હતી...
ટક ટક...
કમિંગ સર...
દરવજો નોક કરી અર્શિફાઅે અંદર આવવા પુછ્યું...
પણ ત્યાં તો સમીર, જાણે ખોવાઇ ગયો હો, જાણે કોઈ મોટા સદમામાં ઉતરી આવ્યો હો, જાણે તેણે જોયેલું સપનું સાચું થતું હો... સપનું... અરે હા આ તો સપનું હતું, સવારે તેણે જે વાળ સીધા કરતી જોઈ હતી તે આજ તો હતી...
ટક ટક...
કમીંગ સર... ફરીથી પુછે છે ત્યાં સમીરનું ધ્યાન ભંગ થાય છે... ઓહ સોરી આવો આવો... અને અર્શિફા કૅબિન માં દાખલ થાય છે...
ક્રમશઃ